________________
પરિશિષ્ટ -
૨૧૩ यत्तु ब्रह्मणः सततप्रबुद्धत्वादविद्याक्षेत्रता नेति जीवानामविद्यास्पदत्वमभिहितम्, अविद्योपरमे च ब्रह्मणि परमे त एव घटाकाशवल्लीयन्ते इति, तदपि न चतुरस्रम्, आकाशावच्छेदहेतो“घटादेर्घटमानत्वात्, अविद्यायास्त्वसत्त्वात् तत्कृतः परमात्मनोऽवच्छेद इति विषमो दृष्टान्तः ।
अवच्छेदकाभावाच्च जीवविभागकल्पनाऽपि निरवकाशैव। 23. તત્ત્વનું અગ્રહણમાત્ર અવિદ્યા નથી. સંશય અને વિપર્યય પણ અવિદ્યા જ છે. સંશય અને
વિપર્યય ભાવસ્વભાવ હોઈ, તેઓ કેવી રીતે અસત્ બને? ગ્રહણના પ્રાગભાવને અસત્ કહેવો શક્ય નથી કારણકે અમે તો અભાવના કે અસ્તિત્વનું સમર્થન કરીએ છીએ. એટલે અવિથા સર્વથા અસતુ નથી. તેના અસત્ત્વનો નિષેધ થતાં ન છૂટકે તેનું સત્ત્વ જ થાય. સત્ અને અસતુથી અતિરિક્ત ત્રીજો રાશિ અત્યત દુર્લભ છે. અવિદ્યા સત્ હોય તો દ્વિતીય અવિદ્યા અસ્તિત્વ ધરાવતી હોઈ અદ્વૈત રહેતું નથી. બ્રહ્મ સતત પ્રબુદ્ધ હોઈ, તે અવિદ્યાનું ક્ષેત્ર નથી; એટલે જીવોને અવિદ્યાના પાત્ર કહ્યા છે, અને અવિદ્યાનો ઉપરમ થતાં ઘટાકાશની જેમ તે જીવો પરમ બ્રહ્મમાં લીન થાય છે એમ જે તમે કહ્યું તે પણ યોગ્ય નથી કારણ કે આકાશના અવછેદનું કારણ ઘટ વગેરે સત્ છે પરંતુ પરમાત્માના (બ્રહ્મના) અવચ્છેદનું કારણ અવિદ્યા તો અસત્ છે, એટલે ઘટાકાશનું દષ્ટાન્ત વિષમ છે અને
અવચ્છેદકનો અભાવ હોવાથી જીવવિભાગની કલ્પનાને કોઈ અવકાશ નથી જ. 24. यच्चेतरेतराश्रयत्वं परिहर्तुमनादित्वमावेदितमविद्यायास्तत्र बीजाङ्कुरवत् वाद्यन्तरोपगतसंसारवच्च
तस्याः सत्यत्वमेव स्यात् । अनादिप्रबन्धप्रवृत्तत्वे सत्त्वे चास्याः प्रतिकूलहेत्वन्तरोपनिपातकृतमपाकरणमुचितम् । एकात्मवादिनां तु तदतिदुर्घटमित्यनिर्मोक्ष एव स्यात् । यथाह भट्ट -
स्वाभाविकीमविद्यां चनोच्छेत्तुं कश्चिदर्हति।
विलक्षणोपपाते हि नश्येत् स्वाभाविकं क्वचित् ॥ ' , ' માત્માગ્યુપાયાના દેતુતિ વિક્ષ: II તિ !
(7ો. વી. સંવા . ૮-૮૬) 24. ઇતરેતરાશ્રયદોષનો પરિહાર કરવા આપે અવિદ્યાના અનાદિત્વની જે વાત કરી ત્યાં
બીજાંકુરની જેમ અને અન્ય વાદીઓએ સ્વીકારેલા સંસારની જેમ અવિદ્યા પણ સત્ જ થાય. અવિઘા અનાદિ પ્રવાહથી ચાલી આવતી હોય અને સતુ હોય તો પ્રતિકૂલ બીજો હેતુ એકએક આવી તેને દૂર કરે એ ઉચિત છે. પરંતુ એકાત્મવાદીઓની બાબતમાં તો આ અત્યંત દુર્ઘટ છે, એટલે મોક્ષ જ ન થાય. કુમારિલ ભટ્ટે કહ્યું છે કે “સ્વાભાવિક અવિદ્યાનો નાશ કરવાને માટે કોઈ લાયક નથી. વિરોધી લક્ષણવાળી વસ્તુ એકાએક આ પડતાં કેટલીક્વાર સ્વાભાવિક હોય તેનો પણ નાશ થાય. પરંતુ એકમાત્ર આત્માનો જ સ્વીકાર કરનાર અદ્વૈતવાદીઓને ત્યાં તો વિરોધી લક્ષણ ધરાવતો કોઈ હેતુ જ નથી (શ્લો. વા.
સંબંધાક્ષેપપરિહાર ૮૫-૮૬). 25. यत् पुनरविद्यैवाविद्योपाय इत्यत्र दृष्टान्तपरम्परोद्घाटनं कृतम्, तदपि कलेशाय, नार्थसिद्धये, -सर्वत्रोपायस्य स्वरूपेण सत्त्वात्, असतः खपुष्पादेरुपायत्वाभावात् । रेखागकारादीनां तु वर्णरूपतया
सत्त्वं यद्यपि नास्ति तथापि स्वरूपतो विद्यत एव ।