Book Title: Avidyavichar
Author(s): Nagin J Shah
Publisher: Sanskrit Sanskriti Granthmala

Previous | Next

Page 234
________________ લેખક પરિચય પ્રાધ્યાપક નગીનદાસ જીવણલાલ શાહનો જન્મ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ગામે સન ૧૯૩૧ના જાન્યુઆરીની ૧૩મીએ થયો હતો. તે એલ. ડી. ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડોલોજી (અમદાવાદ)ના અધ્યક્ષપદ પર હતા. હવે નિવૃત્ત છે. તે સંસ્કૃતના વિદ્વાન છે . ભારતીય તત્ત્વજ્ઞાનના ક્ષેત્રમાં તેમનું પ્રદાન બહુમૂલ્ય છે. જૈન, બૌદ્ધ, સાંખ્ય, યોગ, ન્યાય, વૈરોષિક અને વેદાન્ત દર્શનો વિશે વિદ્રભોગ્ય ગ્રંથો લખી જિજ્ઞાસુઓ અને અધ્યેતાઓને ભારતીય દર્શનના અભ્યાસ માટે ચિંતનસામગ્રી પૂરી પાડી છે. પંડિત સુખલાલજીનાં માર્ગદર્શન નીચે તેમણે લખેલો અને ગુજરાત યુનિવર્સિટીએ પીએચ.ડી.ની પદવી માટે Hl u d Helfoil Akalanka's Criticism of Dharmakirti's PhilosophyA Study 1968 માં પ્રકાશિત થયો છે; તેને આંતરરાષ્ટ્રીય વિદ્વાનોએ પ્રશંસાપૂર્વક આવકાર્યો છે. તે ઉપરાંત તેમણે અંગ્રેજી ભાષામાં ત્રણ બહુમૂલ્ય સ્વતંત્ર ગ્રંથની રચના કરી. દાનિક જગતની અનુપમ સેવા કરી છે. આ ત્રણ ગ્રંથ છે : (1) A Study of Nyaya manjari, a Mature Sanskrit Work on INDIAN LOGIC (in three parts) (2) Essays in Indian Philosophy and (3) Samantabhadra's Aptamimamsa - Critique of an Authority. આ ગ્રન્થ ઉપરાંત તેમણે મુનિશ્રી ન્યાયવિજયજીના વિશાલકાય પ્રસિદ્ધ ગુજરાતી ગ્રંથ ‘‘જૈન દર્શન’’નું વિશદ અંગ્રેજી ભાષાન્તર (Jaina Philosophy and Religion) આપણને આપ્યું છે. તેમણે ગુજરાતીમાં (1) સાંખ્યયોગ, (2) ન્યાયવેરોષિક, (3) બૌદ્ધધર્મદર્શન, (4) ભારતીય તત્ત્વજ્ઞાન - કેટલીક સમસ્યા, (5) જૈનદર્શનમાં શ્રદ્ધા (સમ્યગ્દર્શન), મતિજ્ઞાન અને કેવળજ્ઞાનની વિભાવના, (6) શાંકર વેદાન્તમાં અવિદ્યાવિચાર જેવા છે ચિન્તનપ્રધાન ગ્રન્થોની રચના કરી દાર્શનિકોની પ્રીતિ સંપાદન કરી છે. સાથે સાથે સંસ્કૃત ગ્રંથ ન્યાયમંજરીનો તેમણે કરેલો ગુજરાતી અનુવાદ (પાંચ ભાગમાં) ભારતીય તત્ત્વજ્ઞાનના ગુજરાતીભાષી અધ્યાપકો અને અધ્યેતાઓને અત્યન્ત ઉપયોગી સાબિત થયો છે. તદુપરાંત, ન્યાયમંજરીની હસ્તપ્રતમાં ઉપલબ્ધ પરંતુ અદ્યાવધિ અપ્રકાશિત એકમાત્ર ટીકા ન્યાયમંજરીગ્રચિભંગનું તેમણે ઉચ્ચસ્તરીય સંપાદન-સંશોધન ક્યું છે. આ સિવાય બીજા પણ અનેક ‘અધ્યાત્મબિંદુ’ જેવા મહત્ત્વપૂર્ણ સંસ્કૃત ગ્રંથોનું મૂળ હસ્તપ્રતોને આધારે સમીક્ષિત સંપાદન ક્યું છે. વળી, આધુનિક વિદ્વાનોના દારનિક ગ્રંથોનું પણ તેમણે સંપાદન ર્યું છે. મહામહોપાધ્યાય વિધુરોખર ભટ્ટાચાર્યજી લિખિત Basic Conception of Buddhism નામના પુસ્તકનો તેમણે કરેલો ગુજરાતી અનુવાદ પણ પ્રકાશિત થયો છે. નિવૃત્તિ પછી પણ તે સદૈવ ચિન્તન- મનનપૂત દાર્શનિક ગ્રંથોના લેખન સંપાદન અને અનુવાદના કાર્યમાં રત રહે છે. તેમણે સ્વતન્ત્રપણે સંસ્કૃત- સંરકૃતિ ગ્રન્થમાલાની સ્થાપના કરી છે. આ ગ્રન્થમાલામાં તેમણે લખેલા નવ ગ્રન્યો પ્રકાશિત થયા છે.

Loading...

Page Navigation
1 ... 232 233 234