Book Title: Avidyavichar
Author(s): Nagin J Shah
Publisher: Sanskrit Sanskriti Granthmala

Previous | Next

Page 227
________________ ૨૧૨ શાંકર વેદાન્તમાં અવિવાહિયાર આવા પ્રત્યક્ષ આદિથી વિરુદ્ધ અર્થનું અભિધાન કરતા અર્થવાદોની મુખ્યવૃત્તિને છોડીગણી વૃત્તિ વડે તેમનું વ્યાખ્યાન કરવાનું અમે સ્વીકાર્યું છે. એ જ રીતે, ઈતરપ્રમાણથી વિરુદ્ધ અર્થનું અભિધાન કરતા આ વચનને પણ અમે અન્યથા સમજાવીએ છીએ. પરંતુ જે અર્થવાદો પ્રમાણાન્તરથી વિરુદ્ધ અર્થને ન જણાવતા હોય તેઓનું સ્વરૂપમાં પ્રામાણ્ય છે, જેમકે “વાયુ હોસ્પિષ્ટ દેવતા છે. આદિ અર્થવાદો. તેથી, સુખ, દુઃખ અવસ્થાભેદે પણ અવસ્થાવાન્ આત્માનો ભેદ થતો નથી; ઇન્દ્રિય, આદિનું નાનાત્વ હોવા છતાં આત્માનું નાનાલ્વ થતું નથી. - આમ બંધ બેસે તેમ આ અર્થવાદને યોજવો જોઈએ. અભેદોપદેશી, અભેદપરક વિધિરૂપ શબ્દ તો અહીં છે જ નહિ.' આમ આગમના બળે પણ અદ્વૈતની સિદ્ધિ થતી નથી. 21. यत् पुनरविद्यादिभेदचोद्यमाशझ्याशङ्कय परिहतं तत्राशङ्का साधीयसी, समाधानं तु न पेशलम् ।। तत्त्वान्यत्वाभ्यामनिर्वचनीयेयमविद्येति कोऽर्थः ? अनादिना प्रबन्धेन प्रवृत्ताऽऽवरणक्षमा । यत्नोच्छेद्याऽप्यविद्येयमसती कथ्यते कथम् ॥ 21. વળી, અવિદ્યા વગેરેના ભેદ અંગે ઉઠાવવામાં આવેલા વાંધાને તમે આશંકા કરી કરીને દૂર , કર્યો. ત્યાં તમે કરેલી આશંકાઓ વધારે સારી છે, તેમનું તમે કરેલું સમાધાન સારું નથી. બ્રહ્મ (સત્)થી અવિદ્યા ભિન્ન છે કે અભિન્ન એ વિકલ્પો ઊભા કરી વિચારતાં તે અનિર્વચનીય છે એમ તમે કહ્યું, એનો શો અર્થ? અનાદિ પ્રવાહથી ચાલતી આવેલી, આવરણ કરવાને સમર્થ, પ્રયત્નપૂર્વકના આ અવિદ્યાને અસત્ કેવી રીતે કહી શકાય? 22. अस्तित्वे क एनामुच्छिन्द्यादिति चेत्, कातरसन्त्रासोऽयम् । सतामेव हि वृक्षादीनामुच्छेदो दृश्यते, नासतां शशविषाणादीनाम् । तदियमुच्छेद्यत्वादविद्या नित्या मा भूत, सती तु भवत्येव। नित्यं न शक्यमुच्छेत्तुं सदनित्यं तु शक्यते । असत्त्वमन्यदन्या च पदार्थानामनित्यता ॥ 22. અતિવેદાન્તી – અવિધા અસ્તિત્વ ધરાવતી હોય તો એનો ઉચ્છેદ કોણ કરે? નૈયાયિક - આવા પ્રશ્નથી તો બાયેલો અકળાય. અસ્તિત્વ ધરાવનાર વૃક્ષોનો જ ઉચ્છેદ થતો જોવાય છે, અસત્ શશવિષાણ આદિનો ઉછેદ થતો દેખાતો નથી. તેથી ઉચ્છેદ હોવાથી અવિદ્યા નિત્ય ન હોય પણ સત્ તો હોય જ. નિત્યનો ઉચ્છેદ કરવો શક્ય નથી, પરંતુ સનું અનિત્ય હોવું રાજ્ય છે. અસત્ત્વ જુદી વસ્તુ છે અને પદાર્થોની અનિત્યતા એ જુદી વસ્તુ છે. 23. न च तत्त्वाग्रहणमात्रमविद्या, संशयविपर्ययावप्यविद्यैव, तौ च भावस्वभावत्वात् कथमसन्तौ भवेताम् ? ग्रहणप्रागभावोऽपि नासन्निति शक्यते वक्तुम्, अभावस्याप्यस्तित्वसमर्थनादिति सर्वथा नासती अविद्या। असत्त्वे च निषिद्धेऽस्यास्सत्त्वमेव बलाद् भवेत् । सदसद्व्यतिरिक्तो हि राशिरत्यन्तदुर्लभः।। सत्त्वे च द्वितीयाया अविद्याया भावान्नाद्वैतम् ।

Loading...

Page Navigation
1 ... 225 226 227 228 229 230 231 232 233 234