Book Title: Avidyavichar
Author(s): Nagin J Shah
Publisher: Sanskrit Sanskriti Granthmala

View full book text
Previous | Next

Page 230
________________ પરિશિષ્ટ ૨૧૫ 28. तदेवमत्र वस्तुसंक्षेपः- अविद्यायामसत्यां सर्व एवायं यथोदाहृतो व्यवहारप्रकारस्तत्कृत इति नावतिष्ठते । सत्यां तु तस्यां नाद्वैतमिति । अत एवाह सूत्रकारः ‘संख्यैकान्तासिद्धिः प्रमाणोपपत्त्यनुपपत्तिभ्याम् ' ( न्यायसूत्र ४. १.४१ ) इति । 28. તો અહીં આ રહ્યો સાર - અવિદ્યા અસત્ હોતાં, ઉદાહરણોથી સમજાવવામાં આવેલો આ બધો જ વ્યવહારપ્રકાર અવિદ્યાકૃત છે એ સ્થિર થતું નથી અને જો અવિદ્યા સત્ હોય તો અદ્વૈત સ્થિર થતું નથી. એટલે જ સૂત્રકારે કહ્યું છે કે ‘તત્ત્વ એક જ છે, બે જ છે, ત્રણ જ છે વગેરે સંખ્યેકાન્તવાદો અસિદ્ધ છે કારણકે તે એક, બે, ત્રણ વગેરે તત્ત્વોથી અતિરિક્ત એવું તેમને પુરવાર કરતું સાધન છે કે નહિ એ વિકલ્પો વિચારતાં તે સંખ્યેકાન્તવાદો ઘટતા નથી.’ (ન્યાયસૂત્ર ૪.૧.૪૧) 29. यदि तावदद्वैतसिद्धौ प्रमाणमस्ति, तर्हि तदेव द्वितीयमिति नाद्वैतम् । अथ नास्ति प्रमाणं, तथापि न तरामद्वैतम्, अप्रमाणिकायाः सिद्धेरभावादिति । मन्त्रार्थवादोत्थविकल्पमूल मद्वैतवादं परिहृत्य तस्मात् । उपेयतामेष पदार्थभेदः प्रत्यक्षलिङ्गागमगम्यमानः ॥ 29. જો અદ્વૈતને સિદ્ધ કરતું પ્રમાણ હોય તો તે પ્રમાણ જ બીજું તત્ત્વ થયું, એટલે અદ્વૈત ન રહ્યું. હવે જો અદ્વૈતને સિદ્ધ કરવામાં પ્રમાણ ન હોય તો વધુ દૃઢપણે અદ્વૈતની સિદ્ધિનો અભાવ થશે, કારણ કે અપ્રામાણિક સિદ્ધિનો અભાવ છે. તેથી, મંત્ર અને અર્થવાદોમાંથી ઊઠેલા વિકલ્પોમાં મૂળ ધરાવતા અદ્વૈતવાદનો પરિહાર કરીને પ્રત્યક્ષ, અનુમાન અને આગમ પ્રમાણોથી જ્ઞાત થતા આ પદાર્થભેદને સ્વીકારો.

Loading...

Page Navigation
1 ... 228 229 230 231 232 233 234