Book Title: Avidyavichar
Author(s): Nagin J Shah
Publisher: Sanskrit Sanskriti Granthmala

View full book text
Previous | Next

Page 212
________________ સિદ્ધાન્તબિંદુમાં નિરૂપિત સુષુપ્તિ ૧૯૭ જેઓ મનોઽવચ્છિન્ન ચૈતન્યને જ જીવ કહે છે તેઓના મતે સુષુપ્તિદશામાં મનનો લય થયો હોઈ મનોઽવચ્છિન્ન ચૈતન્ય પણ હોતું નથી. તેથી સુષુપ્તિમાં જીવના અભાવની આપત્તિ આવી પડે એવું કોઈને લાગે પરંતુ આવી આશંકા કરવી અયોગ્ય છે. સ્કૂલ-સૂક્ષ્મ સાધારણ મનથી અવચ્છિન્ન ચૈતન્ય જ જીવ છે. સુષુપ્તિદશામાં મન સ્થૂળરૂપે ન હોવા છતાં સૂક્ષ્મરૂપે યા સંસ્કારરૂપે તો અવશ્ય હોય છે અને આવું મન સુષુપ્તિદશામાં પણ ચૈતન્યનું અવચ્છેદક હોય છે જ, એટલે સુષુપ્તિદશામાં જીવના અભાવની આપત્તિ આવતી નથી. ૬૩ કોઈ નીચે પ્રમાણે કહે છે. મનોઽવચ્છિન્ન જીવ હોય તો સુષુપ્તિદશામાં મનનો લય થઈ જતો હોવાથી, ભેઠક ઉપાધિરૂપ જે મન છે તેના લયના કારણે, ઈશ્વર સાથે જીવના અભેદની આપત્તિ આવે. ૪ વળી, આમ સુષુપ્તિદશામાં જીવ ન રહેતાં અવિઘા જીવના બદલે બ્રહ્મચૈતન્યની આવરક બની જવાની આપત્તિ આવે. આના ઉત્તરમાં અદ્વૈતવેદાન્તી કહે છે કે આમ કહી શકાય નહિ. મનોઽવચ્છિન્ન ચૈતન્યને જીવ માનતાં સુષુપ્તિદશામાં આ બધા દોષોની આપત્તિ આવે છે એમ જેઓ માને છે તેમનો મત ખોટો છે, કારણ કે સુષુપ્તિદશામાં મન હોય છે. જીવોપાધિ મન સુષુપ્તિદશામાં સ્કૂલરૂપે ન હોવા છતાં સૂક્ષ્મરૂપે હોય છે અને તેના દ્વારા જીવેશ્વરવિભાગ સિદ્ધ થાય છે અને જીવ પ્રતિ અવિદ્યાનું આવરકત્વ પણ સિદ્ધ થાય છે. અહીં ધ્યાનમાં રાખવાનું કે જેઓ અવિઘો પહિત ચૈતન્યને જીવ કહે છે અને મનોવચ્છિન્ન ચૈતન્યને જીવ કહેતા નથી તેઓના મતે સુષુપ્તિદશામાં પ્રદર્શિત દોષોની સંભાવના નથી. સુષુપ્તિદશામાં જીવની ઉપાધિ અવિદ્યા વિદ્યમાન જ હોય છે.૧૫ સિદ્ધાન્તબિંદુમાં જણાવ્યું છે કે જેઓ સ્મૃતિ, સંશય આદિ જ્ઞાનાભાસને સાક્ષીમાત્રમાં આશ્રિત ગણે છે” તેઓ “અવિદ્યાગત ચિદાભાસ જ સાક્ષી છે’’ એવા વાર્તિકકારના મતનું અવલંબન લઈને જ તેમ ગણે છે. પરંતુ વિવરણકારના મતે એ અયોગ્ય છે. વિવરણકાર અનુસાર, અવિદ્યામાં પડતું ચૈતન્યનું પ્રતિબિંબ જ જીવ છે, બિંબરૂપ ચૈતન્ય પોતે જ ઈશ્વર છે અને બિંબપ્રતિબિંબ બંનેમાં અનુગત એવું શુદ્ધ ચૈતન્ય જ સાક્ષી છે. વિવરણકારના આ મતમાં સ્મૃત્યાદિકાર્ય સાક્ષિમાત્રમાં આશ્રિત નથી પરંતુ અવિદ્યાવિશિષ્ટ ચિદાભાસમાં આશ્રિત છે. ૬. સુષુપ્તિમાં અન્તઃકરણનો લય હોવાને કારણે પ્રમાતાનો પણ લય હોય છે. અન્તઃકરણવિશિષ્ટ ચૈતન્ય જ પ્રમાતા છે. પરિણામે, ઉત્થાને ઉત્થાને પ્રમાતાનો ભેદ માનવો પડે, અને તેમ માનતાં પૂર્વદિનસ્થિત પ્રમાતાએ અનુભવેલ વિષયને પરદિનસ્થિત પ્રમાતા સ્મરે એ ઘટે નહિ કારણ કે પૂર્વદિનસ્થિત પ્રમાતા અને પરદિનસ્થિત પ્રમાતા જુદા છે. આના ઉત્તરમાં મધુસૂદને કહ્યું છે કે આ રીતે પ્રમાતાનો ભેદ થવા છતાં સાક્ષીનો ભેદ થતો નથી. પૂર્વદિને અને પરદિને સાક્ષી એક જ હોય છે. સાક્ષી જ અધિક ઉપાધિથી વિશિષ્ટ બની પ્રમાતા બને છે. તેથી અનુભવ અને સ્મૃતિનું સામાનાધિકરણ્ય ઘટે છે, એટલે પૂર્વદિને અનુભૂત વસ્તુનું સ્મરણ પરદિને થઈ શકે છે. વાર્તિકકાર સુરેશ્વરાચાર્ય વ્યવહારદશામાં પણ સાક્ષીનો ભેદ સ્વીકારતા નથી, ઊલટું સાક્ષીભેદનું નિરાકરણ કરે છે. તેથી સુષુપ્તિદશામાં સાક્ષીભેદની કોઈ સંભાવના જ નથી. સુરેશ્વરાચાર્યે કહ્યું છે કે દેહભેદે પ્રમાતાભેદ તેમ જ પ્રમાણભેદ થવા છતાં સાક્ષીભેદ થતો નથી, સાક્ષી એનો એ જ રહે છે. આ સાક્ષી જ આત્મા છે. શ્રુતિમાં પણ આ જ વાત કહી છે – “વ તે અન્તર્યામી અમૃત:’( બૃહદારણ્યક ૩.૧.૩). ૬૯

Loading...

Page Navigation
1 ... 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234