________________
સિદ્ધાન્તબિંદુમાં નિરૂપિત સુષુપ્તિ ‘હું કંઈ જાણતો ન હતો એવું જ્ઞાન ‘તો’લ્લેખવર્જિત હોવા છતાં તે સ્મૃતિ જ ઘટે છે, ઉત્પાનસમકાલીને અનુભવ ઘટતું નથી. તેથી અદ્વૈત વેદાન્તી સુખોતિ પુરુષને થતાં ‘હું કંઈ જાણતો ન હતો અજ્ઞાનને સ્મૃતિ કહે છે. આ સ્મૃતિનો જનક સૌષુપ્ત અનુભવ છે અને એ અનુભવનો વિષય ભાવરૂપ અજ્ઞાન છે, એ અદ્વૈત વેદાન્તીની વાત છે. "
બીજી આપત્તિ કોઈ નીચે મુજબ આપી શકે. જો સુષુપ્તિકાળે અહંકાર વિલીન થઈ ગયો હોય તો સુષુપ્તિકાળે અહંકારનો અનુભવ પણ થાય નહિ. અને અહંકારનો અનુભવ ન હોય તો સુપ્નોસ્થિત પુરુષને હું કંઈ જાણતો ન હતો એવો અહંકાર સ્મૃતિનો વિષય કેવી રીતે થાય? અહંકાર જો સુષુપ્તિકાળે અનુભવાતો ન હોય તો સુપ્નોસ્થિત પુરુષને તેનું સ્મરણ થાય એ ઉચિત નથી. અનનુભૂત વિષયનું સ્મરણ થતું નથી. આના ઉત્તરમાં અતિવેદાન્તી જણાવે છે કે સુખોસ્થિત પુરુષને અહંકારનું સ્મરણ થતું નથી પરંતુ ઉત્થાન સમયે જ અહંકારનો અનુભવ થાય છે. અહંકાનંરામાં સ્મૃતિત્વ નથી પણ અનુભૂતિત્વ છે. સુષુપ્તિકાળે લય પામેલો અહંકાર અનુભવાતો નથી, તેથી જાગ્રત્કાળે અહંકારની સ્મૃતિ થઈ શકે નહિ. પરંતુ ઉત્પાનસમયે અહંકાર સાક્ષિચેતન્ય દ્વારા અનુભવાય છે. સાક્ષીની અહમાકારવાળી અવિદ્યાવૃત્તિ સ્વીકારવામાં આવી છે. અહંકાર સાક્ષિવેશે છે, પ્રમાણઘ નથી.
આની સામે નીચે પ્રમાણે આપત્તિ આપવામાં આવે છે. સુપ્નોસ્થિત પુરુષને અજ્ઞાનાદિવિષયક સ્મૃતિ થાય છે. સુષુપ્તિમાં અજ્ઞાનના અનુભવકાળે અજ્ઞાનાનુભવનો આશ્રય સાક્ષી જ હોય છે, અહંકાર નહિ. સુષુપ્તિકાળે અજ્ઞાનને અનુભવનાર સાક્ષી છે, અહમર્થ નથી. પરંતુ સુખોસ્થિત પુરુષને થર્ટીઅજ્ઞાનાદિસ્કૃતિના આશ્રયરૂપે અહમર્થને જ સ્વીકારવામાં આવેલ છે. અહમર્થ જ
સ્મૃતિનો આશ્રય છે એ અનુભવસિદ્ધ છે. આમ અહીં અનુભવનો આશ્રય જુદો છે અને સ્મૃતિનો આશ્રય જુદો છે. અનુભવ અને સ્મૃતિના સામાનાધિકરણ્યનો નિયમ આ સ્થળે છે નહિ. પરંતુ અનુભવ અને સ્મૃતિના સામાનાધિકરણ્યનો નિયમ તો બધા જ સ્વીકારે છે; જે અનુભવ કરે છે તે જ સ્મરણ કરે છે. અદ્વૈતવેદાન્તી તે નિયમનો અપલાપ કેમ કરી શકે? - . આના ઉત્તરમાં અદ્વૈત વેદાન્તી નીચે પ્રમાણે કહે છે. જે સાક્ષિચેતન્યને સુષુપ્તિકાળે * અજ્ઞાનનો અનુભવ થયો હોય છે, તે જ સાક્ષિચેતન્યને અજ્ઞાનનું સ્મરણ પણ થાય છે. પરંતુ
સ્મરણકાળે તે સાક્ષિચેતન્ય ઉપર અહંકાર આરોપિત થયો હોઈ અહંકાર સ્મરણનો આશ્રય છે એવો બોધ થાય છે. વસ્તુતઃ અહંકાર સ્મરણનો આશ્રય નથી. સ્મરણકાળે સ્મરણાશ્રય સાક્ષિચેતન્યમાં અધ્યસ્ત અહંકાર સાથે સ્મરણના સંસર્ગનો બોધ થાય છે. ખરેખર સ્મરણ અહંકારાશ્રિત નથી. જેમ એક જ દર્પણમાં મુખ અને કુસુમલૌહિત્ય પ્રતિબિંબિત થતાં મુખમાં રક્તતાના સંસર્ગનો બોધ થાય છે, અહીં પણ તેમ જ સમજવું જોઈએ. સ્મૃતિ, સંશય અને વિપર્યય જ્ઞાનાભાસ છે, અવિદ્યાવૃત્તિ છે. તે જ્ઞાનાભાસ કે અવિદ્યાવૃત્તિનો આશ્રય સાચૈિતન્ય જ છે. અહંકાર કે અન્તઃકરણ અવિદ્યાવૃત્તિનો આશ્રય નથી. પ્રમાણજન્ય જ્ઞાનનો જ આશ્રય
અહંકાર કે અન્તઃકરણ છે. અહંકાર પ્રમાનો જ જનક છે. અહંકાર પ્રમાનો જ આશ્રય છે. , અપ્રમરૂપ જ્ઞાનાભાસની જનક અવિદ્યા જ છે અને અવિદ્યોપહિત સાક્ષી જ તે જ્ઞાનાભાસનો
આશ્રય છે. અપ્રમાજ્ઞાનમાત્ર જ્ઞાનાભાસ છે. જેમ હેત્વાભાસ હેતુ નથી તેમ જ્ઞાનાભાસ જ્ઞાન નથી. તેથી જ્ઞાનમાત્ર પ્રમાં છે. જે અપ્રમા છે તે જ્ઞાનાભાસ છે. અજ્ઞાન (અવિદ્યા)