________________
સિદ્ધાન્તબિંદુમાં નિરૂપિત સુષુપ્તિ
૧૯૩
સંસર્ગ કે સાક્ષીની સાથે અજ્ઞાનનો સંસર્ગ સુષુપ્તિદશામાં અજ્ઞાનમાં ભાસવો સંભવતો નથી. અહંકારરૂપ કારણ ન હોઈ તે બીજા સંસર્ગો ભાસવા શક્ય નથી. આ વાત અદ્વૈતસિદ્ધિની ટીકા લઘુચન્દ્રિકામાં (પૃ. ૫૫૮) કહેવામાં આવી છે.
૪૭
અહીં આપત્તિ એ આપવામાં આવે છે કે વ્યવસાયાત્મક જ્ઞાન થયા પછી જ્યારે જ્ઞાનનું અનુવ્યવસાયાત્મક પ્રત્યક્ષ થાય ત્યારે સવિષયકત્વરૂપે જ્ઞાનનું પ્રત્યક્ષ થઈ શકે કારણ કે વ્યવસાયજ્ઞાન દ્વારા વિષય પૂર્વે ઉપસ્થિત થયો છે. તેથી સવિષયકત્વપ્રકારે જ્ઞાનનું પ્રત્યક્ષ થઈ શકે. પરંતુ જેમ સવિષયકત્વધર્મ જ્ઞાનમાં પ્રકારીભૂત થઈ ભાસે છે તેમ જ્ઞાનત્વધર્મ પણ જ્ઞાનમાં પ્રકારીભૂત થઈ ભાસે છે. આમ જ્ઞાનના પ્રત્યક્ષમાં સવિષયકત્વ અને જ્ઞાનત્વ એ બે ધર્મ પ્રકારીભૂત થઈ ભાસે છે. વિષય પૂર્વે ઉપસ્થિત થયો હોઈ સવિષયક્ત્વધર્મપ્રકારક જ્ઞાન થઈ શકે પણ જ્ઞાનત્વધર્મ તો પૂર્વે ઉપસ્થિત થયો જ નથી તો પછી પૂર્વે અનુપસ્થિત એવો જ્ઞાનત્વધર્મ જ્ઞાનમાં પ્રકારીભૂત થઈ કેવી રીતે ભાસે અર્થાત્ અનુપસ્થિત જ્ઞાનત્વધર્મપ્રકારક જ્ઞાનનું પ્રત્યક્ષ કેવી રીતે થાય ? તેથી, કોઈ કોઈ તાર્કિકે એમ કહ્યું છે કે જ્ઞાનનું પ્રત્યક્ષ નરસિંહાકાર હોય છે અર્થાત્ જ્ઞાનનું પ્રત્યક્ષ સવિકલ્પક પણ હોય છે અને સાથે સાથે નિર્વિકલ્પક પણ હોય છે. વિરુદ્ધોભયાત્મક હોવાથી એ. પ્રત્યક્ષને નરસિંહાકાર કહેવામાં આવેલ છે. એ પ્રત્યક્ષ સવિષયક્ત્વાંશે સવિકલ્પક અને જ્ઞાનત્વાશે નિર્વિકલ્પક છે.૪૮
૪૯
આ મત ઉચિત લાગતો નથી. જ્ઞાનત્વાંશે જ્ઞાનનું પ્રત્યક્ષ નિર્વિકલ્પક હોવાથી ‘જ્ઞાનને હું જાણું છું” એવો ખોધ થઈ શકે નહિ. ‘જ્ઞાનને હું જાણું છું” એવી પ્રતીતિનો વિષય તો જ્ઞાનત્વવિશિષ્ટ જ્ઞાન જ હોય. જ્ઞાનત્યાંરો જ્ઞાનના પ્રત્યક્ષને નિર્વિકલ્પક સ્વીકારતાં ‘ઘટવિષયક જ્ઞાનવાન્ હું છું” એવી પ્રતીતિ થવાને બદલે ‘ઘટવિષયક કિંચિદ્વાન્ હું છું” એવી પ્રતીતિ થવી જોઈએ. જે હો તે, તૈયાયિકના મતે જ્ઞાન ઉત્પન્ન થયા પછી પ્રત્યક્ષ થાય છે. જ્ઞાન ઉત્પન્ન થયા પછી પ્રત્યક્ષ થાય છે એવું માનતાં ઉપર્યુક્ત પ્રશ્ન ઉપસ્થિત થાય છે. પરંતુ અદ્વૈતવેદાન્તીઓના મતે જ્ઞાન સાક્ષિવેદ્ય છે. જ્ઞાન પોતાની ઉત્પત્તિની ક્ષણે અજ્ઞાત હોય છે પણ ઉત્પત્તિ પછી બીજા જ્ઞાન દ્વાસ તે જ્ઞાત બને છે એવો અદ્વૈતવેદાન્તીનો મત નથી. જ્ઞાન સાક્ષિવેદ્ય હોઈ જ્ઞાનની અજ્ઞાત સત્તા જ નથી. જ્ઞાન જ્યારે હોય છે ત્યારે સાક્ષી દ્વારા જ્ઞાત જ હોય છે. જ્ઞાન સઠા જ્ઞાત જ હોય છે. આ મતમાં વેદાન્તીઓ યોગમતને અનુસરે છે. જ્ઞાનના સાક્ષિવેદ્યત્વમતમાં પહેલાં અનુપસ્થિત જ્ઞાનત્વાદિ ધર્મ પણ જ્ઞાનમાં પ્રકાર થઈ ભાસે છે. નિર્વિકલ્પક પ્રત્યક્ષપૂર્વક સવિકલપ્રક પ્રત્યક્ષ થાય છે, અર્થાત્ વિશિષ્ટજ્ઞાનમાં વિશેષણાન કારણ છે એવું અદ્વૈતવેદાન્તીઓ સ્વીકારતા નથી.પ
સુષુપ્તિકાળે અહંકાર વિલીન થઈ ગયો હોઈ, તે વખતે અન્તઃકરણો પરાગ સંભવતો નથી. તેથી સુષુપ્તિદશામાં કાલાદિવિશિષ્ટરૂપે અનુભવ પણ સંભવતો નથી. કાલાદિવિશિષ્ટરૂપે થયેલ અનુભવથી જન્ય સ્મૃતિમાં જ ‘તત્તા’નો ઉલ્લેખ હોય છે. સુષુપ્તિમાં કાલાદિવિશિષ્ટરૂપે અજ્ઞાનનો અનુભવ થતો ન હોઈ એ અનુભવજન્ય સ્મૃતિમાં પણ ‘તત્તા’નો ઉલ્લેખ હોતો નથી. તેથી જ સુપ્તોત્થિત પુરુષની અજ્ઞાનની સ્મૃતિ ‘તત્તા’ના ઉલ્લેખરહિત હોય છે. બીજી એક વાત એ કે સ્મરણમાં ‘તત્તા’ના ઉલ્લેખનો કોઈ નિયમ નથી. સ્મરણમાત્ર ‘તત્તા’ના ઉલ્લેખવાળું હોય છે એવો નિયમ ન હોઈ, સુપ્તોત્થિત પુરુષને થતા ‘તત્તો’લેખરહિત જ્ઞાનનું સ્મરણપણું ઘટે છે.