Book Title: Avidyavichar
Author(s): Nagin J Shah
Publisher: Sanskrit Sanskriti Granthmala

Previous | Next

Page 209
________________ ૧૯૪. સાંકર વેદાન્તમાં અવિઘાવિયાર ‘તત્તાનો ઉલ્લેખ ન હોવાથી તે જ્ઞાન સ્મરણ હોઈ શકે નહિ એમ કહી શકાય નહિ. તેથી સુખોસ્થિત પુરુષને થતું હું કંઈ જાણતો ન હતો એવું જ્ઞાન તત્તાના ઉલ્લેખ વિનાનું હોવા છતાં સ્મરણ જ છે એમ સમજવું જોઈએ. સુપ્નોસ્થિત પુરુષને થતું હું કંઈ જાણતો નહતો એવું જ્ઞાન જાગ્રકાલીન અનુભવમાંથી થઈ શકે નહિ. જાગ્રદશામાં હું સૂઈ ગયો હતો એવો અનુભવ થઈ શકે નહિ. અતીત સુષુપ્તિનો પ્રત્યક્ષ અનુભવ શક્ય નથી. અતીત વસ્તુનું પ્રત્યક્ષ થતું નથી.' જો કહેવામાં આવે કે જાગ્રકાળે હું સૂઈ ગયો હતો એ રૂપે સુષુપ્તિનું પ્રત્યક્ષ થઈ શકતું ન હોવા છતાં તેની અનુમિતિ થઈ શકે. મનનો લય અને અવસ્થાઅજ્ઞાન એ બેને કારણે સુષુપ્તિ થાય છે. જાગ્રત્કાળે જાગજ્ઞાન દ્વારા અવસ્થાઅજ્ઞાન નાશ પામી ગયું હોય છે અને જે નષ્ટ થઈ ગયું હોય તેનું પ્રત્યક્ષ થાય નહિ. મનોલય પણ જાગ્રત્વકાળે નષ્ટ થઈ ગયો હોય છે. મનની અભિવ્યક્તિમાં જ જાગ્રદશા થાય છે. મન લીન હોય તો જાગદશા થઈ શકે નહિ. વળી, મનોલય પોતે પ્રત્યક્ષયોગ્ય વસ્તુ નથી. એટલે મનોલય વિદ્યમાન હોય તો પણ તેનું પ્રત્યક્ષથઈ શકે નહિ. ઉપરાંત, જાગદશામાં મનનું ઉત્થાન થતાં મનોલય પણ નષ્ટ થઈ જાય છે. તેથી જાગકાળે સુષુપ્તિનું પ્રત્યક્ષ સર્વથા અસંભવ છે. જાગ્રતકાળે સુષુપ્તિનું પ્રત્યક્ષન થવા છતાં અનુમિતિ થઈ રાકે* એમ કહી રાકાય નહિ કારણ કે જાગ્રકાળે સુષુપ્તિનું અનુમાન કરતાં આવું અનુમાન કરવું પડે - સ્વપ્ન અને જાગનો મધ્યકાળ (પક્ષ) સુષુપ્તિમાન્ (સાધ્ય) છે, કારણ કે જ્ઞાનસામાન્યનો અભાવ છે અથવા જન્યજ્ઞાનસામાન્યનો અભાવ છે (હેતુ). આવું અનુમાન સંભવતું નથી. કેમ? કારણ કે, પ્રથમ હેતુ સંગત નથી, તે અસિદ્ધ છે. જ્ઞાન સામાન્યાભાવને જાણવાનો કોઈ ઉપાય નથી. વળી, આ જ્ઞાન સામાન્યાભાવ હેતુ પક્ષવૃત્તિરૂપે કદી જ્ઞાત થતો નથી. બીજો હેતુ પણ અસિદ્ધ છે. બીજા હેતુને પણ જાણવાનો કોઈ ઉપાય નથી. આની સામે નીચે પ્રમાણે કહેવામાં આવે છે. સ્વપ્ન જાગ્રતૂમધ્યકાલથી વિશિષ્ટરૂપે કોઈ પણ વિષયનું સ્મરણ થતું નથી, અર્થાત્ સુષુપ્તિકાલવિશિષ્ટ કોઈ પણ વસ્તુનું સ્મરણ થતું નથી. તેથી સુષુપ્તિકાલીન કોઈ પણ વસ્તુના સ્મરણાભાવ ઉપરથી સુષુપ્તિકાલીન જન્યજ્ઞાન સામાન્યાભાવનું અનુમાન થાય છે. સ્મરણાભાવ ઉપરથી સ્મરણના જનક અનુભવનો પણ અભાવ અનુમિત થઈ શકે. આ અનુમેય જન્યજ્ઞાન સામાન્યાભાવ જ સુષુપ્તિનું અનુમાપક લિંગ છે. અનુભવ ઉત્પન્ન થઈને પોતાના અધિકરણભૂત ક્ષણથી વિશિષ્ટ એવા પોતાના વિષયને ગ્રહણ કરે છે. અનુભવની અધિકરણક્ષણ અનુભવાતાં વિષયમાં વિરોષણરૂપે ભાસે છે. જે રૂપે વિષયનો અનુભવ થાય તે જ અનુભવમાંથી સ્મૃતિ પણ તે જ રૂપે ઉત્પન્ન થાય. તત્કાલવિશિષ્ટરૂપે કોઈનું સ્મરણ થતું ન હોવાથી સ્મરણના જનક તાદશ અનુભવના અભાવનું અનુમાન થઈ શકે. આના સમાધાનમાં કહેવામાં આવે છે કે આમ કહેવું યોગ્ય નથી. જ્ઞાન સ્મૃતિનું જનક છે. એવો નિયમ નથી. જ્ઞાનમાત્ર જો અવશ્યપણે સ્મૃતિનું જનક હોય તો આવું સંભવિત બને. જ્ઞાનમાં સ્કૃતિનું જનકત્વ હોવાનો નિયમ નહોઈ જન્યજ્ઞાન સામાન્યાભાવનું અનુમાન થઈ શકે નહિ. તેથી જન્યજ્ઞાન સામાન્યાભાવરૂપ હેતુ અસિદ્ધ જ છે.' આમ પ્રદર્શિત અનુમાનમાં પક્ષ પણ અસિદ્ધ છે. સ્વપ્ન અને જાગરણવચ્ચેનો કાળજ પક્ષ છે. તે જ સુષુપ્તિકાલ છે. આ સુષુપ્તિકાલનો ઉપસ્થાપક કોઈ ન હોઈ અનુપસ્થિત તે કાલ અસિદ્ધ છે. તેથી પ્રસ્તુત અનુમાન આશ્રયાસિદ્ધ દોષથી દુષ્ટ છે. પરિણામે, સુખોસ્થિત પુરુષનું

Loading...

Page Navigation
1 ... 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234