________________
૧૬૬
શાંકર વેદાન્તમાં અવિધાવિયાર
न सुषुप्तगविज्ञानं नाज्ञासिषमिति स्मृतिः । कालाद्यव्यवधानत्वात् न ह्यात्मस्थमतीतभाक् ॥ न भूतकालस्पृक्प्रत्यक् न चागामिस्पृगीक्षते । स्वार्थदेशः परार्थोऽर्थो विकल्पस्तेन सः स्मृतः ॥
(૨/૪/૨૦૦-૨૦૨)
સુષુપ્તિકાલમાત્રસ્થાયી, અજ્ઞાનવિષયક અવિદ્યાવૃત્તિ સ્વીકારવામાં ન આવી હોઈ સુપ્તોત્થિત પુરુષને ‘ન અવરેષિક્’ એવું સ્મરણ થતું નથી. જેમ પ્રલયકાળે અવિદ્યાવૃત્તિ સ્વીકારવામાં આવી નથી તેમ સુષુપ્તિકાળે પણ તે સ્વીકારવામાં આવી નથી. અને એટલે જ સુષુપ્તિને પ્રલયોપમ કહેવામાં આવી છે. વાર્તિકારે ‘ન મુષુપ્ત વિજ્ઞાનમ્’ કહ્યું છે, તેનો અર્થ છે – સુષુપ્તિકાલમાત્રસ્થાયી કોઈ પણં જન્ય વિજ્ઞાન નથી. ‘વિજ્ઞાન’નો અર્થ અહીં જન્ય વિજ્ઞાન છે. સુષુપ્તિકાળે કોઈ પણ જન્ય જ્ઞાન ન હોઈ સુપ્તોત્થિત પુરુષને ‘ન અજ્ઞાસિષમ્’ એવી સ્મૃતિ પણ થઈ શકે નહિ. વાર્તિકકારે સ્મૃતિ ન થવાના કારણનો નિર્દેશ કરતાં કહ્યું છે કે - ‘ાતાદ્યવ્યવધાનત્વાત્'. આ હેતુનો અર્થ છે - ‘કારણ કે સુષુપ્તિકાલ અને જાગ્રત્કાલનું સંસ્કારકાલ દ્વારા વ્યવધાન થતું નથી.’ જો સુષુપ્તિકાલ અને જાગ્રત્કાલની વચ્ચે સંસ્કારકાલ હોય તો એક ત્રીજો કાલ થાય અને તો સુષુપ્તિકાલ અને જાગ્રત્કાલ સંસ્કારકાલ દ્વારા વ્યવહિત થઈ પડે. સુષુપ્તિકાળે કોઈ પણ જન્ય જ્ઞાન ન હોઈ સંસ્કાર ઉત્પન્ન થતો નથી અને પરિણામે સંસ્ઝરકાલ દ્વારા વ્યવધાન પણ સંભવતું નથી. ૪૩
· આની સામે નીચે મુજબ આશંકા કરી શકાય. સુષુપ્તિકાળે કોઈ પણ જન્ય જ્ઞાન ન હોઈ, સુષુપ્તિકાલીન અનુભવથી કોઈ જ સંસ્કાર ઉત્પન્ન થતો નથી અને એટલે જ સુષુપ્તિકાલીન અનુભવ સંસ્કારનાશ્ય બનતો નથી. સંસ્કાર જન્ય જ્ઞાનનું ફળ છે. જ્ઞાન ફળનાય છે. નાય જ્ઞાન જ ફળ ઉત્પન્ન કરી નારા પામી જાય છે. નિત્ય જ્ઞાન કોઈ જ ફળ ઉત્પન્ન કરતું નથી અને તેથી ફળ દ્વારા નાશ પામતું નથી. નિત્ય જ્ઞાન સંસ્કારરૂપ ફળ ઉત્પન્ન કરે તો તે ફળનાશ્ય થઈ પડે અને તેના નિત્યત્વની હાનિ આવી પડે. વાર્તિકકાર સુષુપ્તિમાં જન્ય જ્ઞાન સ્વીકારતા નથી અને તેનો નાશ પણ સ્વીકારતા નથી. (સૌષુપ્ત જન્ય જ્ઞાન એ અવિદ્યાવૃત્તિ છે). તેથી સંસ્કાર અને સ્મૃતિ થઈ શકતાં નથી. તેમ છતાં પ્રકારાન્તરે સંસ્કાર અને સ્મૃતિ થઈ શકે છે. જેઓ સાક્ષાત્ સાક્ષિભાસ્ય સુખદુઃખાદિવિષયક અવિદ્યાવૃત્તિ સ્વીકારતા નથી તેઓ પણ સુખદુઃખાદિના અનુભવથી જન્ય સંસ્કાર અને સંસ્કારજન્ય સ્મૃતિ ઘટાવે છે. તેમના મતે સુખ ઉત્પન્ન થતાં સુખાવચ્છિન્ન ચૈતન્ય જ સુખજ્ઞાન (સુખપ્રકાશ) કહેવાય છે, પરંતુ સુખવિષયક કોઈ પણ અવિદ્યાવૃત્તિ ઉત્પન્ન થતી નથી. ચૈતન્ય અવિનાશી હોવા છતાં સુખાવચ્છિન્ન ચૈતન્ય અવિનાશી નથી. સુખ વિનાશી હોવાને કારણે સુખાવચ્છિન્ન ચૈતન્ય પણ વિનાશી બને છે. સુખાવચ્છિન્ન ચૈતન્ય જ સુખજ્ઞાન છે. તેથી સુખજ્ઞાનનો નાશ થઈ શકે. આમ સુખાકારજન્ય અવિદ્યાવૃત્તિ સ્વીકારવામાં ન આવી હોવા છતાં દર્શાવ્યા મુજબ સુખજ્ઞાનનો નારા સંભવે છે. તેથી તાદા જન્ય જ્ઞાનથી સંસ્કાર અને સ્મૃતિ બંને સંભવિત બને છે. આ જ રીતે પ્રકૃત સ્થળે પણ અજ્ઞાનવિષયક જન્ય અવિદ્યાવૃત્તિ સ્વીકારવામાં ન આવી હોવા છતાં સુખજ્ઞાનની જેમ જ અજ્ઞાનાનુભવ પણ સંસ્કારનો જનક બની શકે.