Book Title: Avidyavichar
Author(s): Nagin J Shah
Publisher: Sanskrit Sanskriti Granthmala

View full book text
Previous | Next

Page 188
________________ ભાવરૂપ અજ્ઞાનનું સાધક ત્રીજા પ્રકારનું સાક્ષિપ્રત્યક્ષ ૧૭૩ પહેલાં પક્ષનું વિશેષણ જ્ઞાત થઈ શકતું નથી એમ કહે છે, તેનો અભિપ્રાય એ છે કે પક્ષનું વિશેષણ સુષુપ્તિ છે અને તે સાધ્યાનુમિતિ પહેલાં જ્ઞાત થઈ શકતું જ નથી. આવી અનુમિતિના પહેલાં સાધ્ય પણ અપ્રસિદ્ધ હોઈ, વ્યાપ્તિગ્રહ પણ થઈ શકે નહિ. નિખિલજ્ઞાનાભાવ જ સાધ્ય છે. અનુમિતિ પહેલાં નિખિલજ્ઞાનાભાવ કોઈ પણ સ્થળે પ્રસિદ્ધ નથી. તેથી તેનું દૃષ્ટાન્ત નથી. વ્યાપ્તિગ્રહનું ઉપયુક્ત સ્થળ દેખાડી શકાતું ન હોઈ વ્યાપ્તિગ્રહ થઈ શકે નહિ. વ્યાપ્તિનિશ્ચય ન થવાથી અનુમિતિ પણ થઈ શકે નહિ. પક્ષવિરોષણ અહીં સાધ્ય છે. તેથી પક્ષવિરોષણનું અજ્ઞાન એટલે સાધ્યનું અજ્ઞાન એવો અર્થ અહીં થાય. સુષુપ્તિ અને નિખિલજ્ઞાનાભાવ એક જ વસ્તુ છે. વળી, ‘અવસ્થાવિશેષવત્ત્વ’ એ જે હેતુ આપવામાં આવ્યો છે તેનો અર્થ છે સુષુપ્તિરૂપ અવસ્થાવિરોષવત્ત્વ. સુષુપ્તિનો અર્થ છે નિખિલૅજ્ઞાનાભાવ. તેથી હેતુ અને સાધ્ય એક બની જાય છે. અહીં અનુમાનનો આકાર આવો બને છે – નિખિલજ્ઞાનાભાવકાલીન હું (પક્ષ) નિખિલજ્ઞાનાભાવવાન્ હતો (સાધ્ય), કારણ કે હું તે વખતે નિખિલજ્ઞાનાભાવવાળો હતો (હેતુ). આમ અહીં પક્ષવિરોષણ, સાધ્ય અને હેતુ ત્રણે એક બની ગયા છે. તેથી આવું અનુમાન અતિદુષ્ટ છે. જો ન્યાયામૃતકાર વ્યાસતીર્થ એમ કહે કે પક્ષવિશેષણ સુષુપ્તિકાલને નિખિલજ્ઞાનાભાવનો અધિકરણભૂત કાલ કહ્યો નથી પણ જાગ્રત-સ્વપ્નકાલાતિરિક્ત કાલને અધિકરણભૂત કાલ કહ્યો છે અને એમ કહેવાથી પૂર્વોક્ત દોષ આવતો નથી, તો તેમનું એમ કહેવું પણ સંગત નથી કારણ કે નિખિલજ્ઞાનાભાવજ્ઞાન પહેલાં જાગ્રત-સ્વપ્નકાલાતિરિક્ત કાલનો બોધ થઈ શકે નહિ. પરિણામે દર્શાવેલું અનુમાન અસંગત છે. (અદ્વૈતદીપિકા, દ્વિતીય પરિચ્છેદ). અહીં એક વસ્તુ એ ધ્યાનમાં રાખવાની કે લક્ષણ, પ્રમાણ, વગેરે દ્વારા અવિદ્યાનું સમર્થન કરવા અદ્વૈતસિદ્ધિકાર મધુસૂદન સરસ્વતીએ (૧૬મી સદી) જે કહ્યું છે તે બધું સંક્ષેપવિસ્તારભાવે નૃસિંહાશ્રમ સરસ્વતી(૧૬મી સદી)કૃત અદ્વૈતદીપિકા, વગેરે ગ્રંથમાં નિરૂપિત થયું છે. મધ્વ(અપર નામ આનન્દતીર્થ)ના બ્રહ્મસૂત્રભાષ્ય ઉપર જયતીર્થ મુનિએ (૧૪મી સદી) ન્યાયસુધા નામની ટીકા લખી છે. તે ટીકાનું ખંડન કરવા માટે અદ્વૈતદીપિકા વગેરે ગ્રંથો રચાયા છે. ન્યાયસુધા અને વ્યાસતીર્થે (૧૫મી સદી) રચેલા ન્યાયામૃત ગ્રંથમાં એક જ વસ્તુ કહેવામાં આવી છે, કેવળ સંક્ષેપવિસ્તારનો જ ફેર છે. વળી, ન્યાયામૃતમાં કહેવામાં આવ્યું છે કે : વિક્ષિપ્તસઙ્ગપ્રજ્ઞાત્ પિ કાપ્યુોપપાવનાત્। અનુયનાત્ ધાપિ સતોઽયં શ્રમો મમ ।। (પૃ. ૪). આની વ્યાખ્યામાં શ્રીનિવાસાચાર્યે કહ્યું છે કે ભાષ્યકાર આનન્દતીર્થે અને ટીકાકાર જયતીર્થે જે સાક્ષાત્માને કહ્યું નથી પરંતુ પ્રકારાન્તરે કહ્યું છે તેને જ આ સ્થળે વ્યાસતીર્થ અનુક્ત કહે છે. વસ્તુતઃ આનન્દતીર્થ અને જયતીર્થ વડે સાવ અનુક્ત હોય એવી કોઈ પણ તદ્દન નૂતન વસ્તુને બ્યાસતીર્થ કહેતા નથી. જેમને અદ્વૈતસિદ્ધિગ્રંથ બરાબર સમજવો હોય તેમણે અદ્વૈતદીપિકા વગેરે ગ્રંથોનું અધ્યયન કરવું જરૂરી છે, તેથી વિશેષ લાભ થશે. બંને ગ્રંથનો પ્રતિપાદ્ય વિષય એક જ છે. ૬. . द्वितीये तु नास्त्युपपत्तिः, संस्कारासम्भवात्, विनश्यदेव हि ज्ञानं संस्कारं जनयति, विना व्यापारं व्यवहितकार्यजननाक्षमत्वात् । अविनश्यत्ता तु तेन स्वयमेव तत्कार्यस्य जनयितुं शक्यत्वात्

Loading...

Page Navigation
1 ... 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234