________________
સિદ્ધાન્તબિંદુમાં નિરૂપિત સુષુપ્તિ
૧૮૭ અવસ્થાઅજ્ઞાનવિષયક બે વૃત્તિ હોય છે કે મૂલાજ્ઞાનવિષયક એક જ વૃત્તિ હોય છે? આના ઉત્તરમાં કહેવું જોઈએ કે મૂલાજ્ઞાન અને અવસ્થાઅજ્ઞાન એ ઉભયવિષયક બે અજ્ઞાનવૃત્તિ સુષુપ્તિમાં માનવી જોઈએ. અહીં પૂછવામાં આવે છે કે સુષુપ્તિમાં મૂલાજ્ઞાનાકાર અવિદ્યાવૃત્તિ દ્વારા જ સુખોસ્થિત પુરુષને હું જાણતો નહતો એવું જે સ્મરણ થાય છે તેનો ખુલાસો થઈ શકે છે, એ સ્મરણના ખુલાસા માટે સુષુપ્તિમાં અવસ્થાઅશાનકાર અવિદ્યાવૃત્તિ માનવાની જરૂર શી છે?
આના ઉત્તરમાં કહેવું જોઈએ કે અવસ્થાઅજ્ઞાનાકાર અવિદ્યાવૃત્તિ સ્વીકારવામાં ન આવે તો કેવળ મૂલાંજ્ઞાનાકાર અવિદ્યાવૃત્તિ દ્વારા હું કંઈ જાણતો ન હતો’ એવી અનેક પદાર્થવિષયક અજ્ઞાનની સ્મૃતિ ઘટી શકે નહિ. અનેકવિષયવિશેષિત અજ્ઞાન મૂલાજ્ઞાન નથી. મૂલાજ્ઞાન શુદ્ધચિત્માત્રવિષયક છે. મૂલાજ્ઞાન અનેકવિષયવિશેષિત નથી. વળી હું કંઈ (કિંચિત) જાણતો ન હતો એવી સ્મૃતિમાં કંઈ (કિંચિત) પદ દ્વારા પ્રતિપાદિત અનેકવિષયવિશેષિત અજ્ઞાન જ સ્મર્યમાણ હોય છે એ સમજી શકાય એવી વાત છે. તેથી અનેકવિષયવિશેષિત અજ્ઞાનની સ્મૃતિ ઘટાવવા માટે અનેકવિષયવિશેષિત અવસ્થાઅજ્ઞાનનો અનુભવ સુષુપ્તિમાં સ્વીકારવો જોઈએ. અને એટલા માટે જ મધુસૂદને સુષુપ્તિદશામાં અવસ્થાઅજ્ઞાનની વાત કરી છે. અનેકવિષયવિશેષિત અજ્ઞાનની સ્મૃતિ માટે અવસ્થાઅજ્ઞાનાકાઅવિદ્યાવૃત્તિ સુષુપ્તિમાં અવશ્ય સ્વીકારવી જોઈએ. અવસ્થાઅજ્ઞાનાકાર અવિદ્યાવૃત્તિ સુષુપ્તિમાં સ્વીકારી હોય તો પણ મૂલાન્નાનાકાર અવિદ્યાવૃત્તિ પણ અવશ્ય સ્વીકારવી જોઈએ. પ્રલયકાળ સિવાય અન્ય કાળે સર્વદા મૂલાજ્ઞાનાકાર અવિદ્યાવૃત્તિ હોય છે જ. તેથી સુષુપ્તિદશામાંય મૂલાશાનાકાર અવિદ્યાવૃત્તિ હોવી જ જોઈએ.* વળી, સુખોત્થિત પુરુષને હું મૂઢ હતો એવું અનેકવિષયથી અવિશેષિત અજ્ઞાનનું સ્મરણ થાય
છે. અનેકવિષયથી અવિશેષિત, “મોહ પદવાણ્યે અજ્ઞાન જ મૂલાજ્ઞાન છે. સુષુપ્તિમાં આ • મૂલાશાનનો અનુભવ ન હોય તો સુપ્તૉસ્થિત પુરુષને હું મૂઢ હતો એવી મૂલાજ્ઞાનની સ્મૃતિ થઈ
શકે નહિ. તેથી, હું કંઈ જાણતો નહતો એવી અનેકવિષયવિશેષિત અજ્ઞાનની સ્મૃતિનો ખુલાસો કરવા માટે અને હું મૂઢ હતો એવી અનેકવિષયાવિશેષિત સ્મૃતિનો ખુલાસો કરવા માટે ઉભયંઅજ્ઞાનીકાર અવિદ્યાવૃત્તિ સુષુપ્તિમાં સ્વીકારવી જોઈએ. જેમ સુપ્નોસ્થિત પુરુષને હું મૂઢ હતો એવી મૂલાજ્ઞાનવિષયક સ્મૃતિ થાય છે તેમ તત્ત્વજ્ઞ પુરુષને પણ તત્ત્વજ્ઞાનકાળે હું મૂઢ હતો એવી મૂલાજ્ઞાનવિષયક સ્મૃતિ થાય છે. તત્ત્વજ્ઞાન દ્વારા મૂલાજ્ઞાનની નિવૃત્તિ થવા છતાં તત્ત્વજ્ઞાનપૂર્વેતો મૂલાજ્ઞાનનો અનુભવ હતો. આ અનુભવજન્ય સંસ્કાર દ્વારા તત્ત્વજ્ઞજીવન્મુક્ત પુરુષને હું મૂઢ હતો’ એવી સ્મૃતિ થાય છે. આથી સમજાય છે કે તત્ત્વજ્ઞાનકાળ અને પ્રલયકાળ સિવાય અન્ય સર્વકાળે મૂલાજ્ઞાનકાર અવિદ્યાવૃત્તિ હોય છે. તેથી સુષુપ્તિમાં પણ તે હોય જ.
અહીં પ્રશ્ન ઊઠે છે કે સમાધિકાળે મૂલાશાનાકાર અવિદ્યાવૃત્તિ હોય છે કે નહિ ? સમાધિકાળતો પ્રલયકાળ પણ નથી કે તત્ત્વજ્ઞાનકાળપણ નથી. આના ઉત્તરમાં કહેવું જોઈએ કે સમાધિમાંથી ઊઠેલી (વ્યસ્થિત) વ્યક્તિને હું મૂઢ હતો એવું સ્મરણ થતું નથી, તેથી સમાધિકાળે મૂલાજ્ઞાન હોવા છતાં મૂલાશાનાકાર વૃત્તિ હોતી નથી. સમાધિવૃત્તિ જ મૂલાજ્ઞાનાકાર અવિદ્યાવૃત્તિની વિરોધી છે. જે હો તે, શુદ્ધચિન્માત્રવિષયક અજ્ઞાન જ મૂલાજ્ઞાન છે અને અનેકવિષયવિશેષિત અજ્ઞાન જ અવસ્થાઅજ્ઞાન છે. મૂલાજ્ઞાન અને અવસ્થાઅજ્ઞાનનો આ જ ભેદ છે. ઉભય અજ્ઞાન અનાદિ છે, જ્ઞાનનિવાર્ય છે અને અસવિલથાણ છે.