________________
ભાવરૂપ અજ્ઞાનનું સાધક ત્રીજા પ્રકારનું સાક્ષિપ્રત્યક્ષ
૧૫૧ એ જ રીતે દ્વિતીય હેતુ પણ અસંગત છે. જ્ઞાનસામગ્રીનો અભાવ જ દ્વિતીય હેતુ છે. સુષુપ્તિકાળે જ્ઞાનસામગ્રીનો અભાવ હતો - એવું અનુમાન જ્ઞાનાભાવ દ્વારા કરાય છે. સુષુપ્તિકાલે જ્ઞાનાભાવ સિદ્ધ થયા પછી જ્ઞાનાભાવ દ્વારા જ્ઞાનસામગ્રીનો અભાવ અનુમિત થાય. પણ જ્ઞાનાભાવની સિદ્ધિ થઈ જ ન હોવાથી જ્ઞાનસામગ્રીના અભાવનો નિશ્ચય થઈ શકે નહિ. જ્ઞાનાભાવ પ્રકૃતિ અનુમાનનું સાધ્ય છે. આ સાધ્યની સિદ્ધિ પહેલાં જ્ઞાનસામગ્રીના અભાવરૂપ હેતુનો નિશ્ચય ઘટતો નથી. સુષુપ્તિદશામાં જ્ઞાનાભાવની અનુમિતિ થાય તો જ્ઞાનસામગ્રીના અભાવની અનુમિતિ થાય, અને જ્ઞાનસામગ્રીના અભાવની અનુમિતિ થાય તો તે દ્વારા જ્ઞાનાભાવની અનુમિતિ થાય - આમ અન્યોન્યાશ્રયદોષ આવે. અન્યોન્યાશ્રયદોષથી દૂષિત હેતુ દ્વારા સાધ્યની અનુમિતિ સંભવતી નથી. હેતુની જ્ઞપ્તિમાં અન્યોન્યાશ્રયદોષ હોવાથી હેતુનું જ્ઞાન સંભવે નહિ.'
* આ અન્યોન્યાશ્રયદોષના પરિહારાર્થે ન્યાયામૃતકાર કહે છે કે જ્ઞાનાભાવની અનુમિતિ પહેલાં પણ પ્રકારાન્તરે જ્ઞાનસામગ્રીના અભાવની અનુમિતિ થઈ શકે છે. સુપ્નોસ્થિત પુરુષની ઇન્દ્રિયો પ્રસન્ન હોય છે. આ, ઇન્દ્રિયોનો પ્રસાદ ઇન્દ્રિયો પરમજન્ય હોય છે. સુપ્નોસ્થિત પુરુષને સુખોસ્થિતકાળે ઇન્દ્રિયોનો જે પ્રસાદ હોય છે તે પ્રસાદ ઇન્દ્રિયોની પૂર્વકાલીન ઉપરતિને લીધે હોય છે. પૂર્વે ઇન્દ્રિયો ઉપરત થઈ હોવાથી પછી ઇન્દ્રિયો પ્રસાયુક્ત હોય છે. ઉપરત થયા પછી "ઇન્દ્રિયો પ્રસન્ન બને છે. સુપ્નોસ્થિત પુરુષની ઇન્દ્રિયો પ્રસન્ન હોવાથી પૂર્વસમયે તેમનો લય થયો હતો એવું અનુમાન કરી શકાય. ઇન્દ્રિયસમૂહની ઉપરતિ અનુમિત થતાં જ્ઞાનની સામગ્રી ઇન્દ્રિયો પરમકાળે સંભવે જ નહિ. ઇન્દ્રિયનિરપેક્ષ કોઈ જ્ઞાન ઉત્પન્ન થઈ શકે નહિ. તેથી ઇન્દ્રિયોના પ્રસાદ દ્વારા ઇન્દ્રિયોની ઉપતિનું અનુમાન કરાય છે અને ઇન્દ્રિયની અનુમિત ઉપરતિ દ્વારા જ્ઞાન સામગ્રીના અભાવની અનુમિતિ થાય છે. જ્ઞાનસામગ્રીના આ અનુમિત અભાવ દ્વારા જ્ઞાનાભાવનું અનુમાન થાય છે. તેથી અહીં અન્યોન્યાશ્રયદોષ આવતો નથી. એટલે જ્ઞાનાભાવનો અનુમાપક દ્વિતીય હેતુ નિર્દોષ છે.*
' આના ઉત્તરમાં અદ્વૈતસિદ્ધિકાર કહે છે કે વ્યાયામૃતકારે આમ કહેવું યોગ્ય નથી કારણકે સુષુપ્તિકાલીન સુખાનુભવ જ ઇન્દ્રિયપ્રસાદનું કારણ છે, ઈન્દ્રિયની ઉપરતિ ઇન્દ્રિયપ્રસાદનું કારણ નથી. તેથી ઇન્દ્રિયપ્રસાદ દ્વારા ઈન્દ્રિયો પરતિનું અનુમાન થઈ શકે જ નહિ. સુષુપ્તિદશામાં આત્મસ્વરૂપભૂત સુખનો અનુભવ થાય છે, અને તે ઇન્દ્રિયપ્રસાદનું કારણ છે. સુષુપ્તિદશામાં - આત્મસ્વરૂપભૂત સુખના આકારવાળી અવિદ્યાવૃત્તિ થાય છે. આત્મસ્વરૂપભૂત સુખના
આકારવાળી આ વૃત્તિ ઇન્દ્રિયપ્રસાદનો હેતુ હોઈ ઇન્દ્રિયપ્રસાદ સદા-સર્વદા હોતો નથી. આત્મસ્વરૂપભૂત સુખના આકારવાળી અવિદ્યાવૃત્તિ સુષુપ્તિકાળે, સમાધિની અવ્યવહિત ઉત્તરે અને ચિત્તની અવ્યગ્રતા વખતે હોય છે. તેથી આ ત્રણ પ્રસંગે જ ઇન્દ્રિયપ્રસાદ ઉપલબ્ધ થાય છે. જો ઈન્દ્રિયોની ઉપતિ જ ઇન્દ્રિયપ્રસાદનો હેતુ હોત તો સમાધિની પછી અને ચિત્તની અવ્યગ્રતાના સમયે ઇન્દ્રિયો ઉપરત ન હોવાથી ઇન્દ્રિયપ્રસાદના અભાવની આપત્તિ આવે. તેથી જ્ઞાનાભાવનો અનુમાપક દ્રિતીય હેતુ અન્યોન્યાશ્રયદોષગ્રસ્ત જ છે, અને તેથી એ હેતુનું જ્ઞાન જ્ઞાનાભાવની અનુમિતિ પહેલાં સંભવતું નથી.”