________________
ભાવરૂપ અજ્ઞાનનું સાધક ત્રીજા પ્રકારનું સાક્ષિપ્રત્યક્ષ
૧૪૯ અનુભવસિદ્ધ હોઈ, સુષુપ્તિનો અધિકરણભૂત, વિવાદનો વિષય બનેલો, ઉદયાત અન્તરાલવર્તી કાલ અનુમાનથી જાણી શકાય છે. અનુમાનનો આકાર આવો હોય છે - વિવાહ उदयास्तमयौ अन्तरालकालवन्तौ उदयास्तमयत्वात्, सम्प्रतिपन्नोदयास्तमयवत् ।
ન્યાયામૃતકારે સુષુપ્તિકાલીન આત્મામાં જ્ઞાનાભાવનું અનુમાન કરવા માટે જે પાનો નિર્દેશ ર્યો - "સુપુર્તિાતીનોડકં' - એ પક્ષના વિશેષણ સુષુપ્તિકાલની સિદ્ધિ અનુમાન દ્વારા કરવામાં આવી છે. અનુમાનસિદ્ધ સુષુપ્તિકાલ જ જ્ઞાનાભાવાનુમાનના પાનું વિશેષણ છે. અતસિદ્ધિમાં સુષુપ્તિકાલની સિદ્ધિ કરવા માટે જે અનુમાન જણાવવામાં આવ્યું છે તે દ્વારા સુષુપ્તિનો અધિકરણભૂત દિવભાગ (અર્થાત્ દિવસ) જ દેખાડવામાં આવ્યો છે, પરંતુ સુષુપ્તિની અધિકરણભૂત રાત્રિ દેખાડવામાં આવી નથી. મનુષ્ય સ્વભાવતઃ રાત્રે જ સુષુપ્ત થાય છે, તેથી પ્રસિદ્ધ સુષુપ્તિનું અધિકરણ રાત્રિકાલ છોડી દિવસમાલને શા માટે દેખાડવામાં આવ્યો છે? આવા પ્રશ્નનો ઉત્તર આ છે – ઉદય અને અસ્તનો અન્તરાલવર્તી સંપૂર્ણ દિવાકાલ વયસ્ક બધા પુરુષોને અનુભવસિદ્ધ છે. આ દઢ અનુભવસિદ્ધ દષ્ટાંત દ્વારા કોઈક સ્થળે વિવાદનો વિષય બનેલા દિવાકાલનું અનુમાન સહજસિદ્ધ હોઈ, દિવાકાલને જ સુષુપ્તિનું અધિકરણગણી નિર્દેશવામાં આવ્યો છે. જે પુરુષ કોઈક વાર ઉદય અને અસ્ત વચ્ચેના દિવાકાલમાં સુષુપ્ત થાય છે તે જાગીને ઉદય અને અસ્ત વચ્ચેના કાલનું સહજપણે અનુમાન કરી શકે છે. જો રાત્રિને સુષુપ્તિના અધિકરણભૂત કાલરૂપે નિર્દેશવામાં આવે તો સમ્પ્રતિપન્ન અસ્ત અને ઉદયને દષ્ટાન્ત તરીકે લઈ તે દ્વારા વિવાદનો વિષય બનેલા અસ્ત અને ઉદયના અન્તરાયવર્તી કાલનું અનુમાન કરવું પડે, અને એ અનુમાન આવા આકારનું થાય-વિપ્રતિષની મસ્તોલમત્તાતત્તવની મસ્તોયેવાતિ, સપ્રતિપનાસ્તોયેવતા"
સુપ્તાત્થિત પુરુષનો પરામર્શ જો અનુમાનરૂપ હોય તો તેના દ્વારા ભાવરૂપ અજ્ઞાનવિષયક * સૌષપ્ત પ્રત્યક્ષ સિદ્ધ થાય નહિ એમ દર્શાવ્યું. વળી, જોતે પરામર્શને સ્મૃતિરૂપ છે એમ કહેવામાં
આવે તો તેમ હોતાં પણ ભાવરૂપ અજ્ઞાનવિષયક સૌષપ્ત પ્રત્યક્ષ તેના દ્વારા સિદ્ધ થાય નહિ. કેમ સમજાવીએ છીએ. સૌષપ્ત પ્રત્યક્ષ સાક્ષિપ્રત્યક્ષ છે. એ સાક્ષિપ્રત્યક્ષ ભાવરૂપ અજ્ઞાનવિષયક છે એમ અદ્વૈતવેદાન્તીઓ કહે છે. સ્મૃતિમાત્ર સંસ્કારજન્ય હોય છે. સંસ્કાર અનિત્યજ્ઞાનજન્ય હોય. નિત્ય જ્ઞાન સંસ્કારનું જનક હોતું નથી. જે જ્ઞાન વિનાશી નથી તે જ્ઞાન સંસ્કારને ઉત્પન્ન કરતું જ નથી. સંસ્કાર જ્ઞાનનું ફળ છે અને જ્ઞાન ફળનાય છે. જ્ઞાનથી સંસ્કાર ઉત્પન્ન થતાં જ તે સંસ્કાર પોતાના જનક જ્ઞાનનો નાશ કરે છે. તેથી નિત્ય જ્ઞાન કદી પણ સંસ્કારનું - જનક હોતું નથી. અનિત્ય જ્ઞાન અવ્યવહિત ઉત્તર ક્ષણે નહિ પણ કાલાન્તરે સ્મૃતિને ઉત્પન્ન કરે છે, એટલે વચ્ચે સંસ્કારની કલ્પના કરવામાં આવી છે. સ્વજન્ય વ્યાપાર વિના કોઈ પણ કારણ વ્યવહિત કાર્યનું જનક બની શકે નહિ. વિનષ્ટ જ્ઞાન કાલાન્તરે સ્મૃતિને ઉત્પન્ન કરે છે. સ્મૃતિની અવ્યવહિત પૂર્વ ક્ષણે સ્મૃતિનું જનક જ્ઞાન હોતું નથી. હવે જો સ્મૃતિના જનક વિશિષ્ટ જ્ઞાનથી જન્ય એવો સંસ્કારરૂપ વ્યાપાર પણ સ્મૃતિની અવ્યવહિત પૂર્વ ક્ષણે ન હોય તો પેલું વિનષ્ટ જ્ઞાન સ્મૃતિનું જનક બની શકે જ નહિ. તેથી, અનિત્ય જ્ઞાન સ્વજન્ય સંસ્કાર દ્વારા કાલાન્તરે સ્મૃતિનું જનક બને છે એમ સ્વીકારવામાં આવ્યું છે. વિનષ્ટ જ્ઞાનનું સ્મૃતિજનત્વ ઘટાવવા માટે જ તે જ્ઞાનજન્ય સંસ્કારરૂપ વ્યાપારની કલ્પના કરવામાં આવી છે. કાર્યના અવ્યવહિત પૂર્વ કાલે વ્યાપારી અને વ્યાપાર બંને અવિદ્યમાન હોય તો તે કાર્ય પ્રતિ વ્યાપારીનું કારણત્વ જ અસિદ્ધ