________________
ભાવરૂપ અજ્ઞાનનું સાધક ત્રીજા પ્રકારનું સાક્ષિપ્રત્યક્ષ
૧૫૫ આમ મીમાંસકો અભાવની સાથે ઇન્દ્રિયનો સન્નિકર્ષ સ્વીકારતા નથી અને અસનિકૃષ્ટ ઇન્દ્રિય પ્રમિતિની જનક બનતી નથી. તેથી મીમાંસકો યોગ્યાનુપલબ્ધિને ઇન્દ્રિયપ્રમાણની સહકારી તરીકે ન સ્વીકારતાં સ્વતંત્ર પ્રમાણ તરીકે સ્વીકારે છે. આ સ્વતંત્ર પ્રમાણરૂપ અનુપલબ્ધિ જ્ઞાત થઈને જ અભાવવિષયક પરોક્ષ પ્રમિતિની જનક બને છે. અજ્ઞાત અનુપલબ્ધિ જો સ્વરૂપ સત્તાથી જ અભાવપ્રમિતિની જનક હોય તો અભાવવિષયક પ્રમિતિ પ્રત્યક્ષ બની જવાની આપત્તિ આવે, અજ્ઞાતકરણ પ્રમિતિ પ્રત્યક્ષ જ હોય”. આ આપત્તિ ઉદયનાચાર્યે દર્શાવી છે. પરંતુ અદ્વૈત વેદાન્તમાં આ આપત્તિ સંભવતી નથી. વળી, અદ્વૈતવેદાન્તમાં ઘટવિષયક અજ્ઞાન દ્વારા ઘટવિષયક ઉપલબ્ધિનો અભાવ અનુમિત થઈ શકે છે, એમાં અનવસ્થાદોષ પણ આવતો નથી. અદ્વૈત વેદાન્તનું આ રહસ્ય ન જાણનાર વેદાન્તપરિભાષાકારે સ્વેચ્છાનુસાર જે ફકલ્પના કરી છે તે અદ્વૈતવેદાન્તીને સર્વથા અસ્વીકાર્ય છે. અદ્વૈત વેદાન્તના કર્ણધાર પ્રકાશાત્મયતિએ પોતાના વિવરણગ્રંથમાં તદ્દન સ્પષ્ટ કહ્યું છે કે અભાવનું પ્રત્યક્ષ થઈ શકે નહિ, અભાવ પરોક્ષપ્રમિતિનો વિષય છે.' - અજ્ઞાન સાક્ષી દ્વારા પ્રત્યક્ષ થાય છે. અજ્ઞાન જો જ્ઞાનાભાવ હોત તો અજ્ઞાનનું પ્રત્યક્ષ થઈ શાક્ત નહિ. અભાવ તો અનુપલબ્ધિપ્રમાણ ગમ્ય છે, તેથી અભાવ પરોક્ષપ્રમિતિનો વિષય છે. પૂર્વમીમાંસક પણ અભાવને પરોક્ષપ્રમિતિનો વિષય ગણે છે, અભાવનું પ્રત્યક્ષ તેઓ પણ સ્વીકારતા નથી. નિયાયિકો સ્વસિદ્ધાંત અનુસાર અભાવનું પ્રત્યક્ષ સ્વીકારે છે, એ તેમના મતે સંગત છે. પરંતુ અદ્વૈત વેદાન્તી અને મીમાંસક ન્યાયમતનું અનુસરણ કરે તો તેમને અપસિદ્ધાંતરૂપ નિગ્રહસ્થાન અવશ્ય આવી પડે. અલબત્ત, જેઓ નિગ્રહસ્થાનનો ભય રાખતા ન હોય તેઓ સ્વસિદ્ધાન્તને અસંગત જેમ ફાવે તેમ બોલી શકે.
અદ્વૈતવેદાન્તીના મતે હાથીના અભાવનું જ્ઞાન હાથીની અનુપલબ્ધિ દ્વારા થાય છે અને અનુપલબ્ધિનું જ્ઞાન સાહિસિદ્ધ ભાવરૂપ અજ્ઞાન દ્વારા થાય છે. આ ભાવરૂપ અજ્ઞાન જેનું લિંગ (હેતું) છે એ અનુપલબ્ધિની અનુમિતિ કેવી રીતે થાય છે એ દેખાડવા માટે અદ્વૈતસિદ્ધિકારે નીચે મુજબ કહ્યું છે. પૂર્વકાળે અર્થાત્ સવારે હું (પક્ષ) હસ્તિજ્ઞાનાભાવવાન્ (સાધ્યો હતો કારણકે ત્યારે હું હસ્તિઅજ્ઞાનવાળો હતો (હેતુ). હાથીવિષયક અજ્ઞાન હતું માટે હું હાથીવિષયક જ્ઞાનાભાવવાળો હતો. હસ્તિજ્ઞાનાભાવનું વ્યાપ્ય છે હાથીવિષયક ભાવભૂત અજ્ઞાન. આ અનુમાન કેવલવ્યતિરેકી છે. આ અનુમાનમાં અન્વયી દષ્ટાંત સંભવતું ન હોઈ, અવયવ્યાપ્તિનું ગ્રહણ થાક્ય નથી. તેથી વ્યતિરેકી દષ્ટાંત દ્વારા વ્યતિરેવ્યાપ્તિ ગૃહીત થાય છે અને તજ્જન્ય આ વ્યતિરેકાનુમાન છે એમ સમજવું જોઈએ. તેથી પ્રદર્શિત અનુમાનપ્રયોગમાં “નૈવં તનૈવં” એવી વ્યતિરેક વ્યાપ્તિ દર્શાવવામાં આવી છે. જે સમયે મારામાં સાધ્ય (વ્યાપક હસ્તિજ્ઞાનાભાવ) નથી તે સમયે મારામાં વ્યાપ્ય હેતુ (હાથીવિષયક અજ્ઞાન) પણ નથી. જ્યારે મારામાં હાથીવિષયક જ્ઞાન છે ત્યારે મારામાં હાથીવિષયક અજ્ઞાન નથી. તેથી જ અદ્વૈતસિદ્ધિકાર “યથા
જ્ઞાનવાનું ગર” એ દષ્ટાંત દ્વારા વ્યતિરેક વ્યાપ્તિગ્રહણનું સ્થળદર્શાવે છે, એટલે કે જે સમયે મારામાં ગજજ્ઞાનાભાવનો અભાવ (અર્થાત્ ગજજ્ઞાન) હોય તે સમયે મારામાં ગજવિષયક અજ્ઞાન હોય નહિ. સાધ્યાભાવના વ્યાપક હેત્વભાવનું પ્રતિયોગિત્વ હેતુમાં હોઈ, હેતુમાં વ્યતિરેક વ્યાપ્તિ જ છે એમ સમજવું. પ્રદર્શિત પ્રતિયોગિતજવ્યતિરેકવ્યાપ્તિ છે. અદ્વૈત વેદાન્તીના