________________
૧૫૨
શાંકર વેદાન્તમાં અવિવાવિયાર મતે આ રીતે સર્વત્ર જ્ઞાનાભાવના વ્યાપ્ય ભાવભૂત અજ્ઞાન દ્વારા જ્ઞાનાભાવનું અનુમાન થાય છે. ભાવભૂત અજ્ઞાન જ જ્ઞાનાભાવનું અનુમાપક છે. સુષુપ્તિમાં અજ્ઞાન સાક્ષિસિદ્ધ હોવાથી સાહિસિદ્ધ અજ્ઞાન દ્વારા જ જ્ઞાનાભાવની અનુમિતિ થઈ શકે છે. ભાવરૂપ અજ્ઞાનનો સ્વીકારન કરવામાં આવે તો સુષુપ્તિમાં જ્ઞાનાભાવ હતો એવું અનુમાન અસંભવ બની જાય. “ વિશ્વિવિષમ્ (હું કંઈ જાણતો ન હતો”) એવા પરામરથી સિદ્ધ સૌષુપ્તપ્રત્યક્ષ ભાવરૂપ અજ્ઞાનવિષયક છે."
અદ્વૈત વેદાન્તીને અહીં ન્યાયામૃતકાર નીચે પ્રમાણે આપત્તિ આપે છે. સુપ્નોસ્થિત પુરુષને સુષુપ્તિકાલીન જ્ઞાનાભાવનું અનુમાન કરવા માટે જ્ઞાનવિરોધી ભાવભૂત અજ્ઞાન-અવશ્ય સ્વીકારવું જોઈએ, જો જ્ઞાનવિરોધી અજ્ઞાન ન સ્વીકારીએ તો સુખોસ્થિત પુરુષને સુષુપ્તિકાલીન જ્ઞાનાભાવની અનુમિતિ થઈ શકે નહિ – આ જ જો અદ્વૈત વેદાન્તીનો મત હોય તો સુષુપ્તિકાળે પુરુષને જેમ જ્ઞાનાભાવ હોય છે તેમ રાગનો (ઈચ્છાનો) અભાવ પણ હોય છે. આ રાગાભાવનું અનુમાન કરવા માટે રાગવિરોધી ઠેષ પણ સુષુપ્ત પુરુષમાં સ્વીકારવો પડે. જેમ જ્ઞાનવિરોધી અજ્ઞાન દ્વારા જ જ્ઞાનાભાવનું અનુમાન થાય છે, તેમ રાગવિરોધી ષ દ્વારા જ રાગભાવનું અનુમાન કરવું પડે. વિરોધી પદાર્થનો (અહીં દ્વેષનો) અનુભવ ન થયો હોય તો અપર વિરોધી પદાર્થના (અહીં રાગના) અભાવની અનુમિતિ કેવી રીતે થાય? પરસ્પરવિરોધી બે પદાર્થોમાંથી એક વિરોધી પદાર્થના અનુભવ દ્વારા બીજા વિરોધી પદાર્થના અભાવની અનુમિતિ થાય છે. એક વિરોધી પદાર્થનો અનુભવ ન હોય તો બીજા વિરોધી પદાર્થના અભાવની અનુમિતિ થઈ શકે નહિ એ અદ્વૈત વેદાન્તીનો મત છે. તેથી સુષુપ્ત પુરુષમાં રાગાભાવની અનુમિતિ કરવા માટે સુષુપ્ત પુરુષમાં રાગવિરોધી ષનો અનુભવ સ્વીકારવો પડે. આમ સુષુપ્ત પુરુષમાં દેશનો અનુભવ હોય છે એ સ્વીકારવું પડે. પરંતુ સુષુપ્ત પુરુષમાં દ્વેષનો અનુભવ હોય છે એ તો વિરુદ્ધ વાત છે.
આની સામે અદ્વૈતસિદ્ધિકારનો ઉત્તર નીચે મુજબ છે. ન્યાયામૃતકારે આમ કહેવું યોગ્ય નથી, કારણ કે રાગ અને દ્વેષ જ્ઞાનજન્ય છે. અજ્ઞાત વિષય પ્રતિ રાગ-દ્વેષ થતા નથી. જેને જે વિષયનું જ્ઞાન ન હોય તેને તે વિષય પ્રતિ રાગ કે દ્વેષ થઈ શકે નહિ. ભાવરૂપ અજ્ઞાન જેમ જ્ઞાનાભાવનું વ્યાપ્ય છે તેમ રાગાભાવનું પણ વ્યાપ્ય છે. જે સમયે ભાવરૂપ અજ્ઞાન હોય તે સમયે જેમ જ્ઞાનનો અભાવ ભાવરૂપ અજ્ઞાન દ્વારા અનુમિત થાય તેમ રાગનો અભાવ પણ ભાવરૂપ અજ્ઞાન દ્વારા અનુમિત થાય. તેથી સુષુપ્તિકાલીન રાગાભાવનું અનુમાન કરવા માટે રાગવિરોધી દ્વેષ સ્વીકારવાની જરૂર નથી. સાક્ષિસિદ્ધ ભાવરૂપ અજ્ઞાન દ્વારા જેમ સુષુપ્તિકાલીન જ્ઞાનાભાવની અનુમિતિ થાય છે તેમ સુષુપ્તિકાલીન રાગાભાવની પણ અનુમિતિ થઈ શકે છે. અથવા સુપ્નોસ્થિત પુરુષને ‘ને ક્રિબ્રિતિષશું' એવો જે પરામર્શ થાય છે તે પરામર દ્વારા સુષુપ્તિકાલીન સાક્ષિપ્રત્યક્ષસિદ્ધ ભાવરૂપ અજ્ઞાન જ્ઞાનાભાવનું અનુમાપક બને છે. અને આ અનુમિત જ્ઞાનાભાવ રાગાભાવનો અનુમાપક બને છે. જ્ઞાનાભાવ રાગભાવનો વ્યાપ્ય છે. જ્ઞાન રાગનું જનક હોઈ જ્ઞાન રાગનું વ્યાપક છે અને રાગ જ્ઞાનનું વ્યાપ્ય છે. વ્યાપકાવ વ્યાપ્યાભાવનું વ્યાપ્ય હોય છે અને વ્યાપ્યાભાવ વ્યાપકભાવનું વ્યાપક હોય છે. તેથી વ્યાપકાભાવ દ્વારા વ્યાપ્યાભાવની અનુમિતિ થઈ શકે. આમ સુષુપ્તિકાલીન રાગાભાવનું અનુમાપક ભાવરૂપ અજ્ઞાન અથવા જ્ઞાનાભાવ બની શકે છે. એટલે સુષુપ્તિકાળે રાગવિરોધી દ્વેષ