________________
ભાવરૂપ અજ્ઞાનનું સાધક ત્રીજા પ્રકારનું સાક્ષિપ્રત્યક્ષ થાય છે. સાહિસિદ્ધ ભાવરૂપ અજ્ઞાન દ્વારા જ્ઞાનાભાવની અનુમિતિ થાય છે. ભાવરૂપ અજ્ઞાન જ્ઞાનાભાવનું વ્યાપ્ય છે." . અહીં અભિપ્રાય એ છે કે ભાવરૂપ અજ્ઞાનવાદી અદ્વૈત વેદાની ભાવરૂપ અજ્ઞાનને સાક્ષિપ્રત્યાસિદ્ધ ગણી સ્વીકારે છે. જ્ઞાનાભાવનું પ્રત્યક્ષ થઈ શકે નહિ. અભાવ અનુપલબ્ધિપ્રમાણગમ્ય છે, તેથી અભાવની પ્રતીતિ પરોક્ષપ્રતીતિ છે. વેદાન્તપરિભાષાકાર અનુપલબ્ધિપ્રમાણ દ્વારા અભાવનું પ્રત્યક્ષ સ્વીકારે છે પણ તે તૈયાયિકને અનુસરી આવો
સ્વીકાર કરે છે. પરંતુ એ અદ્વૈત વેદાન્તનો સિદ્ધાંત નથી એ અમે પહેલાં જણાવી ગયા છીએ. . અદ્વૈત વેદાન્ત અનુસાર અનુપલબ્ધિપ્રમાણ દ્વારા પરોક્ષ જ્ઞાન જ થાય, પ્રત્યક્ષ જ્ઞાન થાય નહિ. અભાવના પરોક્ષ જ્ઞાનમાં અનુપલબ્ધિ કરણ હોય છે, ઇન્દ્રિય કરણ હોતી નથી. ઇન્દ્રિયકરણક અભાવપ્રત્યક્ષ મીમાંસકો સ્વીકારતા નથી. અભાવના પરોક્ષ જ્ઞાનમાં જે અનુપલબ્ધિને કરણ ગણવામાં આવી છે તે અનુપલબ્ધિ શું. જ્ઞાત થઈને કરણ બને છે કે અજ્ઞાત રહીને સ્વરૂપ સત્તામાત્રથી કરણ બને છે? અનુપલબ્ધિ જ્ઞાત થઈ કરણ બને તો અનવસ્થાદોષ આવે, કારણ કે અનુપલબ્ધિ પોતે જ ઉપલબ્ધિનો અભાવ છે, આ ઉપલબ્ધિનો અભાવ પણ ઉપલબ્ધિની અનુપલબ્ધિ દ્વારા ગૃહીત થાય, અને આ અનુપલબ્ધિ પણ ઉપલબ્ધિની અનુપલબ્ધિ દ્વારા ગૃહીત થાય, આમ અનવસ્થાદોષ આવી પડે જ. ન્યાયકુસુમાંજલિ ત્રીજા સ્તબમાં ઉદયનાચાર્યે જ્ઞાત અનુપલબ્ધિની કરણતાના પક્ષમાં આ અનવસ્થાદોષ દેખાડ્યો છે." જો અજ્ઞાત અનુપલબ્ધિ (સ્વરૂપ સત્તામાત્રથી) અભાવપ્રતીતિનું કારણ હોય તો અભાવપ્રતીતિ પ્રત્યક્ષ બની જવાની આપત્તિ આવે, કારણ કે અજ્ઞાતકરણ પ્રતીતિઓ પ્રત્યક્ષ જ હોય છે. વળી, અનુપલબ્ધિકરણ અભાવપ્રતીતિની પરોક્ષતા, જે મીમાંસક સિદ્ધાંત છે, તેનો ભંગ થાય. ઉદયનાચાર્યની આપત્તિનો ઉત્તરમીમાંસકે આપ્યો નથી પણ અદ્વૈત વેદાન્તી તો જ્ઞાત અનુપલબ્ધિને અભાવના પરોક્ષ જ્ઞાનનું ઝરણ ગણે છે. તેમાં ઉદયનાચાર્યે દર્શાવેલો અનવસ્થાદોષ અદ્વૈત વેદાન્તીના મતમાં આવી શક્તો નથી, કારણ કે અદ્વૈત વેદાન્તીના મતમાં અનુપલબ્ધિના જ્ઞાનને માટે બીજી અનુપલબ્ધિ સ્વીકારવાની જરૂર નથી, જરૂર હોય તો અનવસ્થાદોષ આવે. અનુપલબ્ધિ એ ઉપલબ્ધિનો અભાવ છે. આ અભાવની પ્રતિયોગી ઉપલબ્ધિ અવશ્યપણે કોઈ
1 હોય જ. નિર્વિષયક ઉપલબ્ધિ સંભવતી નથી. તેથી ઉપલબ્ધિના વિષયવિષયક (અર્થાત્ ઉપલબ્ધિના વિષયનું આવરક) ભાવભૂત અજ્ઞાન જે સાક્ષિસિદ્ધ છે, તે જે સાહિસિદ્ધ વિષયાવરક ભાવભૂત અજ્ઞાન દ્વારા વિષયની ઉપલબ્ધિના અભાવની અનુમિતિ થાય છે. તદ્વિષયક અજ્ઞાન તદ્વિષયક જ્ઞાનાભાવ વ્યાપ્ય છે. તેથી સર્વત્ર અદ્વૈત વેદાન્તીઓના મતે સાહિસિદ્ધ ભાવભૂત અજ્ઞાન દ્વારા જ્ઞાનાભાવની અનુમિતિ થાય છે. આ રીતે અનુમિત જ્ઞાનાભાવ જ જ્ઞાત અનુપલબ્ધિ છે. આ જ્ઞાત અનુપલબ્ધિરૂપ કરણ દ્વારા ઉપલબ્ધિના વિષયનો અભાવ પ્રમિત થાય છે. આ પ્રમિતિ પરોક્ષ પ્રમિતિ છે, પ્રત્યક્ષ પ્રમિતિ નથી. ઘટની અનુપલબ્ધિરૂપ પ્રમાણ દ્વારા ઘટનો અભાવ પ્રમિત થાય છે. પ્રમિતિનો અભાવ પ્રમેયાભાવના જ્ઞાનનું કારણ છે. ઉપલબ્ધિના અભાવરૂપ પ્રમાણ દ્વારા ઉપલભ્યમાન વિષયના અભાવની પ્રમિતિ ઉત્પન્ન થાય છે. ઘટની અનુપલબ્ધિ ઘટાભાવની ગ્રાહક છે. ઘટાનુપલબ્ધિ પણ જ્ઞાત થઈને જ ઘટાભાવવિષયક પરોફા પ્રેમિતિની જનક બને છે. ઘટાનુપલબ્ધિ જ્ઞાત કેવી રીતે થાય
પITSL LS LS