________________
ભાવરૂપ અજ્ઞાનસાધક દ્વિતીય પ્રકારનું સાક્ષિપ્રત્યક્ષ
તેણે પ્રદર્શિત પ્રતીતિના વિષય તરીકે કોઈ પણ જ્ઞાનાભાવને જ જણાવવો જોઈએ.
આના ઉત્તરમાં પૂર્વપક્ષી કહે છે કે ‘ત્વદુક્ત અર્થ હું જાણતો નથી’ એ પ્રતીતિનો વિષય - ત્વદુક્તાર્થવિષયગત વિશેષ ધર્મના જ્ઞાનનો અભાવ છે. જો કે વિરોષ ધર્મના જ્ઞાનનો અભાવ ઉક્ત પ્રતીતિનો વિષય છે એવું સ્વીકારતાં દર્શાવ્યા પ્રમાણે વ્યાઘાતદોષ આવે જ છતાં અમે એ રીતે જ્ઞાનાભાવની વાત કરીએ છીએ કે તેમાં વ્યાઘાતદોષ આવતો નથી. ‘ત્વદુક્ત અર્થને હું જાણતો નથી’ એ પ્રતીતિનો વિષય જ્ઞાનાભાવ છે. એ અભાવનો પ્રતિયોગી છે જ્ઞાન. પ્રતિયોગીનું જ્ઞાન અભાવજ્ઞાનમાં અનિવાર્ય હોઈ, પ્રતિયોગીરૂપ જ્ઞાનનું જ્ઞાન અમે સ્વીકારીએ છીએ જ. પ્રતિયોગીરૂપ જ્ઞાનના જ્ઞાનમાં પ્રતિયોગીરૂપ જ્ઞાન ત્વદુક્તાર્થવિશેષ્યક તેમ જ વિશેષપ્રકારક હોય છે. કોઈ પણ વિશિષ્ટ જ્ઞાન જ્ઞાત ( = જ્ઞાનનો વિષય) બનતાં તે વિશિષ્ટ જ્ઞાનમાં કિંચિત્ વિરોષ્યકત્વ અને કિંચિત્ પ્રકારકત્વ ધર્મ પણ ભાસે છે. તેથી ત્વદુક્તાર્થવિષયક જ્ઞાનનું જ્ઞાન થતાં દ્વિતીય જ્ઞાનનો વિષય બનેલા પ્રથમજ્ઞાનમાં ત્વદુક્તાર્થવિશેષ્યત્વ અને વિશેષપ્રકારકત્વ ભાસે છે. પરિણામે, ત્વદુક્તાર્થવિશેષ્યક અને વિશેષપ્રકારક જ્ઞાનનો અભાવ ‘ત્વદુક્ત અર્થને હું જાણતો નથી’ એ પ્રતીતિનો વિષય બને છે. ત્વદુક્તાર્થવિશેષ્યક અને વિરોષપ્રકારક જ્ઞાનત્વરૂપે પ્રતિયોગી જ્ઞાનનું જ્ઞાન થવા છતાં ત્વદુક્તાર્થવિશેષ્યક અને વિશેષપ્રકારક જ્ઞાનનો અભાવ હોવામાં કોઈ બાધા નથી. વિષયનું જ્ઞાન ન થવા છતાં વિષયના જ્ઞાનનું જ્ઞાન થઈ શકે. એમાં કોઈ બાધા નથી. પ્રથમ જ્ઞાનવિષયક દ્વિતીય જ્ઞાનમાં પ્રથમ જ્ઞાન વિશેષ્ય છે. આ વિશેષ્યરૂપ પ્રથમ જ્ઞાનમાં વિશેષપ્રકારત્વ ધર્મ હોવાથી તે ધર્મ પ્રકારરૂપે ભાસે છે. તેથી પ્રથમ જ્ઞાનવિષયક દ્વિતીય જ્ઞાન ત્વદુક્તાર્થવિષયકજ્ઞાનવિશેષ્યક અને વિશેષપ્રકારત્વપ્રકારક છે. ‘ત્વદુક્ત અર્થને હું જાણતો નથી’ એ પ્રતીતિનો વિષય ત્વદુક્ત અર્થવિષયક જ્ઞાનનો અભાવ નથી, કારણ કે એમ સ્વીકારે તો વ્યાઘાતદોષ અપરિહાર્ય થઈ પડે. તેથી પૂર્વપક્ષી કહે છે કે ઉક્ત પ્રતીતિનો વિષય ત્વદુક્તાર્થવિરોષ્યક અને વિરોષપ્રકારક જ્ઞાનનો અભાવ છે. આ જ્ઞાનાભાવની પ્રતીતિ માટે અભાવના પ્રતિયોગી જ્ઞાનનું જ્ઞાન આવશ્યક હોવા છતાં અર્થાત્ અભાવના પ્રતિયોગી જ્ઞાનનું જ્ઞાન થવા છતાં ત્વદુક્તાર્થવિશેષ્યક અને વિશેષપ્રકારક જ્ઞાનનો અભાવ હોઈ શકે. અને આ અભાવ જ ‘ત્વદુક્ત અર્થને હું જાણતો નથી’ એ પ્રતીતિનો વિષય છે. આ પ્રતીતિનો વિષય વિરોષજ્ઞાનાભાવ નથી પરંતુ વિશેષપ્રકારકજ્ઞાનાભાવ છે. વળી, આ પ્રતીતિનો વિષય ત્વદુક્તાર્થવિષયજ્ઞાનાભાવ પણ નથી પરંતુ ત્વદુક્તાર્થવિશેષ્યક જ્ઞાનાભાવ છે. આ કારણે જ ત્વદુક્તાર્થવિશેષ્યક અને વિશેષપ્રકારક જ્ઞાનાભાવને જ ‘ત્વદુક્ત અર્થને હું જાણતો નથી’ એ પ્રતીતિનો વિષય ગણવામાં આવે છે.૧
૧૩૯
અહીં ધ્યાનમાં રાખવાનું એ છે કે ‘ત્વદુક્ત અર્થને હું જાણતો નથી’ એવી પ્રતીતિમાં પ્રતીતિનો વિષય જ્ઞાનાભાવ છે, તે જ્ઞાનભાવના પ્રતિયોગીરૂપ જે જ્ઞાન છે તે વિશેષ પ્રકારક જ્ઞાન છે. વિરોષપ્રકારક જ્ઞાનના અભાવને જ ઉક્ત પ્રતીતિનો વિષય ગણવામાં આવ્યો છે. ઉક્ત પ્રતીતિ ઘટાવવા માટે જ્ઞાનાભાવવાદી પૂર્વપક્ષી જો વિશેષપ્રકારક જ્ઞાનના અભાવનો એ પ્રતીતિના વિષય તરીકે સ્વીકાર કરતા હોય તો ‘ત્વદુક્ત વિશેષને હું જાણતો નથી’ એ પ્રતીતિનો વિષય તે શેને ગણશે ? ‘ત્વદુક્ત અર્થ હું જાણતો નથી’ એ પ્રતીતિનો વિષય જે અભાવ તેનું પ્રતિયોગીરૂપ જ્ઞાન જો વિશેષપ્રકારક હોય તો ‘વિશેષને હું જાણતો નથી’ એ પ્રતીતિનો વિષય જે અભાવ તેના પ્રતિયોગીરૂપ જ્ઞાનનો વિષય શું બનરો ! વિશેષને તો બીજો વિરોષ ધર્મ હોતો નથી.