________________
ભાવરૂપ અજ્ઞાનસાધક દ્વિતીય પ્રકારનું સાક્ષિપ્રત્યક્ષ
૧૪૩
‘દુક્ત વિરોષને હું જાણતો નથી’ એ અનુભવકાળે વિશેષવિષયક જ્ઞાન સ્વીકારતાં અનુભવવિરોધદોષ આવે જ અને ‘ત્વદુક્ત વિશેષષે હું જાણતો નથી’ એ પ્રતીતિ વિશેષવિષયક જ્ઞાનના અભાવની છે એમ સ્વીકારતાં પ્રદર્શિત વ્યાઘાતદોષ આવે જ.૨૫
૨૬
વળી, સ્વતઃપ્રમાત્વવાદીના મતે જ્યારે જ્ઞાનનું ગ્રહણ સાક્ષી, અનુવ્યવસાય કે અનુમિતિ દ્વારા થાય છે ત્યારે જ્ઞાનના ગ્રહણ સાથે જ જ્ઞાનનું પ્રમાત્વ પણ સાક્ષી, અનુવ્યવસાય કે અનુમિતિ દ્વારા ગૃહીત થઈ જ જાય છે. જ્ઞાનનું કે અનુભવનું યાથાર્થ જ પ્રમાત્વ છે. ‘‘યથાર્થાનુમવો માનમ્' (યથાર્થ અનુભવ જ પ્રમા છે) એમ ઉદયનાચાર્યે કહ્યું છે. જ્ઞાનનું યાથાર્થ્ય છે તદ્વતિ તપ્રકારત્વ. ઘટત્વવિશિષ્ટ ઘટ વિશેષ્યના જ્ઞાનમાં ભાસતો ધર્મ ઘટત્વ જ હોય તો તે જ્ઞાન યથાર્થ કહેવાય. ઘટનું યથાર્થ જ્ઞાન થાય છે ત્યારે તે જ્ઞાનનું વિશેષ્ય ઘટ છે, તે ઘટવિરોષ્યનું વિશેષણ ઘટત્વ છે, અને જ્ઞાનમાં ભાસતો ઘટત્વ ધર્મ જ્ઞાનનો પ્રકાર છે. વિશેષણ વિશેષ્યનો ધર્મ છે જ્યારે પ્રકાર જ્ઞાનનો ધર્મ છે. સપ્રકારક ઘટજ્ઞાન ઘર્યવરોષ્યક છે અને ઘટત્વપ્રકારક છે. આમ સપ્રકારક જ્ઞાન કિંચિત્પ્રકારક અને કિંચિદ્વિશેષ્યક હોય છે. જ્યારે જ્ઞાન અનુવ્યવસાય વગેરે દ્વારા ગૃહીત થાય છે ત્યારે તે જ્ઞાન કિંચિદ્ધર્મપ્રકાર~રૂપે અને પ્રકારીભૂતધર્મવિશિષ્ટવિરોષ્યત્વરૂપે ગૃહીત થાય છે. ગૃહ્યમાણ જ્ઞાનમાં કિંચિદ્ધર્મપ્રકારત્વ ધર્મ તેમ જ કિંચિદ્વિરોષ્યત્વ ધર્મ હોય છે, આ બંને ધર્મ જ્ઞાનના ગ્રાહક ઉત્તર જ્ઞાન દ્વારા એટલે કે સાક્ષી, અનુવ્યવસાય કે અનુમિતિ દ્વારા જ્યારે ગૃહીત થાય છે ત્યારે ગૃહ્યમાણ જ્ઞાનના વિશેષ્યમાં પ્રકારીભૂત ધર્મનું જે વૈશિષ્ટ્ય છે તેનું વિષયત્વ પણ, જે ગૃહ્યમાણ જ્ઞાનમાં હોય છે તે પણ, સાક્ષી, અનુવ્યવસાય, વગેરે દ્વારા ગૃહીત થાય છે. સપ્રકારક જ્ઞાનમાત્ર વૈશિષ્ટ્યવિષયક હોય છે અર્થાત્ વિશેષ્યમાં પ્રકારીભૂત ધર્મનું જે વૈશિષ્ટ્ય છે તદ્વિષયક હોય છે. જ્ઞાનના ગ્રાહક સાક્ષી, અનુવ્યવસાય દ્વારા જ્ઞાન ગૃહીત થાય છે ત્યારે ગૃહ્યમાણ જ્ઞાનનો કિંચિદ્ધર્મપ્રકારત્વ ધર્મ, સવિશેષ્યત્વ ધર્મ અને વિશેષ્યમાં પ્રકારીભૂત ધર્મનું જે વૈશિષ્ટ્ય તેની વિષયક્તારૂપ ધર્મ પણ ગૃહીત થાય છે. વિશેષ્યમાં પ્રકારીભૂત ધર્મનું જે વૈશિષ્ટ્યવિષયક્ત્વ જ્ઞાનમાં છે તે જ જ્ઞાનગત પ્રમાત્વ છે. આ પ્રમાત્વ જ્ઞાનગ્રાહક સાક્ષી વગેરે દ્વારા નિયમિતપણે ગૃહીત થાય છે જ. સ્વતઃપ્રમાવાદીઓનું આ કહેવું છે.
२७
. નૈયાયિકો અને વૈશેષિકો પરતઃપ્રમાવાદીઓ છે: ગૃહીત જ્ઞાનમાં કોઈક વાર પ્રમાત્વનો સંશય થાય છે. ‘આ જ્ઞાન પ્રમા હશે કે નહિ’ એવો સંશય થાય છે. તેથી તેઓ માને છે કે જ્યારે જ્ઞાન સાક્ષી, અનુવ્યવસાય વગેરે દ્વારા ગૃહીત થાય છે ત્યારે તે ગૃહ્યમાણ જ્ઞાનનાં કિંચિદ્ધર્મપ્રફારકત્વ ધર્મને અને સાથે સાથે નિયમિતરૂપે કિંચિદ્વિશેષ્યત્વ ધર્મને પણ ગ્રહણ કરવા સાક્ષી, અનુવ્યવસાય વગેરે સમર્થ હોવા છતાં વિશેષ્યમાં પ્રકારીભૂત ધર્મનું વૈશિષ્ટ્યવિષયકત્વ, જે ગૃહ્યમાણ જ્ઞાનમાં છે, તેનું ગ્રહણ કરી શકતા નથી. જો ગ્રહણ કરી શકતા હોત તો ગૃહ્યમાણ જ્ઞાન ગૃહીત થતાં જ તેનું પ્રમાત્વ ગૃહીત થઈ જ જાત અને પરિણામે તેના પ્રમાત્વ વિશેનો સંશય કદી થાત જ નહિ. તેથી, જ્ઞાનગ્રાહક અનુવ્યવસાયાદિમાં ગૃહ્યમાણ જ્ઞાનના વૈશિષ્ટ્યવિષયકત્વરૂપ ધર્મને અર્થાત્ પ્રમાત્વરૂપ ધર્મને ગ્રહણ કરવાનું સામર્થ્ય નથી એમ પરતઃપ્રમાત્વવાદીઓએ સ્વીકાર્યું છે.
પૂર્વપક્ષીએ કહ્યું છે કે ‘ત્વદુક્ત અર્થને હું જાણતો નથી’ એ પ્રતીતિમાં ત્વદુક્તાર્થવિશેષ્યક અને વિશેષ પ્રકારક એવા જ્ઞાનનો અભાવ જ વિષય છે, એમાં વ્યાઘાતદોષ આવતો નથી. પરંતુ