________________
ભાવરૂ૫ અજ્ઞાનસાધક દ્વિતીય પ્રકારનું સાક્ષિપ્રત્યક્ષ
૧૪૧ વ્યધિકરણધર્માવચ્છિન્નપ્રતિયોગિતાક અભાવ છે. વિશેષ વિશેષાન્તર ન હોવા છતાં વ્યધિકરણધવચ્છિન્નપ્રતિયોગિતાક વિશેષાભાવ જ ‘ત્વદુક્ત વિશેષને હું જાણતો નથી એ પ્રતીતિનો વિષય છે. શશવિષાણ અપ્રસિદ્ધ હોઈ શશવિષાણના અભાવની પ્રતીતિ કેવી રીતે થાય? “શશવિષાણ નથી’ એવી પ્રતીતિનો વિષય જે અભાવ છે તેનો પ્રતિયોગી કોણ છે? કોના અભાવની પ્રતીતિ થાય છે ? આવા પ્રશ્નના ઉત્તરમાં કહેવામાં આવે છે કે વિશેષ્યમાં વિશેષણનો અભાવ જ ઉક્ત પ્રતીતિનો વિષય છે, અર્થાત્ વિષાણમાં શશીયત્વનો અભાવ જ ઉક્ત પ્રતીતિનો વિષય છે. અહીં વ્યધિકરણધર્માવચ્છિન્નપ્રતિયોગિતાક અભાવ સ્વીકારવામાં આવતો નથી,
કેટલાક માને છે કે “સમવેતવાચ્યત્વ નથી’ જેવી અપ્રસિદ્ધપ્રતિયોગિતાક અભાવની પ્રતીતિનો વિષય વિશેષ્યમાં વિરોષણનો અભાવ હોઈ શકે નહિ, કારણકે તેમાં અનુભવવિરોધનો દોષ છે. વિષાણ નથી’ એવી પ્રતીતિનો વિષય જે અભાવ છે તેનો પ્રતિયોગી વિષાણ છે પણ શશીયત્વ નથી. શશીય–પ્રતિયોગિક અભાવ વિષાણ નથી” એ પ્રતીતિનો વિષય બની શિકે નહિ. વિષાણાભાવની પ્રતિયોગિતા વિષાણમાં છે, શશીયવાભાવની પ્રતિયોગિતા શશીયત્વમાં છે. તેથી વિષાણનો અભાવ અને શશીયત્વનો અભાવ પરસ્પર અત્યન્ત ભિન્ન છે. ‘વિષાણ નથી” એ અભાવપ્રતીતિનો વિષય શશીયત્વાભાવ બની શકે નહિ. તેવી જ રીતે સમવેતવાચ્યત્વ નથી’ એ સ્થળે પણ વાચ્યવાભાવ અને સમતત્વાભાવ પરસ્પર અત્યા ભિન્ન છે. તેથી, એક અભાવપ્રતીતિનો વિષય અન્ય અભાવ બની શકે નહિ. આમ વિચારી કેટલાક વ્યધિકરણધર્માવચ્છિન્નપ્રતિયોગિતાક અભાવ સ્વીકારે છે. “સમવેતવાચ્યત્વ નથી, શ વિષાણ નથી’ વગેરે અપ્રસિદ્ધપ્રતિયોગિતાક અભાવો છે. આ અભાવનો પ્રતિયોગી સ્વરૂપતઃ પ્રસિદ્ધ હોવા છતાં પ્રતિયોગિતાવચ્છેદકધર્મવિશિષ્ટ પ્રતિયોગી અપ્રસિદ્ધ છે. વાચ્યત્વ અને વિષાણ પ્રસિદ્ધ હોવા છતાં સમતત્વવિશિષ્ટ વાચ્ય અને શશીયત્વવિશિષ્ટ વિષાણત્વ અપ્રસિદ્ધ છે. તેથી ‘સમવેતવાચ્ય નથી એ અભાવનો પ્રતિયોગી છે વાચ્યત્વ ધર્મ અને શશવિષાણ નથી’ એ અભાવનો પ્રતિયોગી છે વિષાણ. પ્રતિયોગિતાવચ્છેદક ધર્મ છે સમતત્વધર્મ અને તેવાથ્યવરૂપ પ્રતિયોગીમાં વિદ્યમાન નથી. તેવી જ રીતે, પ્રતિયોગિતાવચ્છેદક ધર્મ છે શશીયત્વ ધર્મ અને તે પ્રતિયોગી વિષાણમાં નથી. પ્રતિયોગીમાં અવિદ્યમાન ધર્મને પ્રતિયોગિતાવચ્છેદક ધર્મ તરીકે સ્વીકારતાં તે ધર્મને પ્રતિયોગિતાનો વ્યધિકરણધર્મ કહેવામાં આવે છે. પ્રતિયોગીમાં વિદ્યમાન ધર્મ જ પ્રતિયોગિતાનો અવચ્છેદક બને છે. પ્રતિયોગીમાં અવિદ્યમાન ધર્મનો પ્રતિયોગિતાવચ્છેદક ધર્મ તરીકે સ્વીકાર એ બીજું કંઈ નહિ પણ પ્રતિયોગિતાના વ્યધિકરણધર્મનો પ્રતિયોગિતાવછેદક તરીકે સ્વીકાર છે. જેઓ પ્રતિયોગિતાના વ્યધિકરણધર્મને પ્રતિયોગિતાવચ્છેદક તરીકે સ્વીકારે છે. તેઓ કહે છે કે વ્યધિકરણધર્માવચ્છિન્નપ્રતિયોગિતાક અભાવ જ અપ્રસિદ્ધ પ્રતિયોગિક અભાવની પ્રતીતિનો - વિષય બને છે. “સમવેતવાચ્યત્વ નથી એ અભાવની પ્રતિયોગિતા વાચ્યત્વમાં છે અને એ પ્રતિયોગિતાનો અવછેદક છે પ્રતિયોગીરૂપ વાચ્યત્વમાં અવિદ્યમાન એવો સમતત્વધર્મ. સમવેતત્વરૂપે વાચ્યત્વ નથી - આ જાતનો અભાવ જ અપ્રસિદ્ધપ્રતિયોગિક અભાવની પ્રતીતિનો વિષય છે. તેવી જ રીતે, ‘શશવિષાણ નથી એ અભાવનો પ્રતિયોગી છે વિષાણ અને