________________
૧૪૦
શાંકર વેદાનમાં અવિવાવિયાર તેથી એ સ્થળે વિશેષવિષયક જ્ઞાનનો અભાવ જ વિષય છે એમ કહેવું પડશે. વળી, તેમાં . વિશેષવિષયક જ્ઞાનનું જ્ઞાન અપેક્ષિત છે. પ્રતિયોગીનું જ્ઞાન અભાવપ્રતીતિમાં કારણ હોય છે. વિશેષવિષયક જ્ઞાનનું જ્ઞાન વિશેષવિષયક જ ઘટે. તેથી વ્યાઘાત સુસ્પષ્ટ છે. તેથી પૂર્વપક્ષી કહે છે : “ત્રપિ ચાહત્યમાવઃ કત્રેિયડા” એમનો અભિપ્રાય લઘુચન્દ્રિકામાં આ રીતે જણાવ્યો છે વિશેષત્વરૂપે વિશેષનું જ્ઞાન જ એ સ્થળે પ્રતિયોગી જ્ઞાન બને છે. આ પ્રતિયોગી જ્ઞાન જ અભાવબુદ્ધિનું કારણ છે અને અભાવબુદ્ધિનો વિષય શુદ્ધવિશેષવિષયક જ્ઞાનાભાવ છે. અર્થાત્, વિશેષત્વરૂપે વિરોષના જ્ઞાન દ્વારા શુદ્ધવિશેષવિષયક જ્ઞાનનો અભાવ ‘ત્વદુક્ત વિશેષને હું જાણતો નથી એ પ્રતીતિનો વિષય છે. પ્રતિયોગીનું જ્ઞાન સપ્રકારક જ્ઞાન છે અને ત્વદુક્ત વિરોષને હું જાણતો નથી’ એ પ્રતીતિનો વિષય શુદ્ધવિશેષવિષયક જ્ઞાનનો અભાવ છે. સપ્રકારક વિશેષજ્ઞાન દ્વારા શુદ્ધવિશેષવિષયક જ્ઞાનના અભાવની પ્રતીતિ થાય છે. ૨ -
પૂર્વપલીની આ રજૂઆતમાં આપત્તિ એ આપવામાં આવે છે કે જે વિરોષમાં કોઈ ધર્મ રહેતો જ નથી તેવા વિશેષનું વિશેષcપ્રકારક જ્ઞાન સંભવિત નથી. તેથી તેવા સ્થળે પ્રતિયોગી જ અસ્તિત્વ ધરાવતો નથી, અપ્રસિદ્ધ છે. તો પછી અપ્રસિદ્ધપ્રતિયોગિક અભાવની પ્રતીતિ થાય કેવી રીતે? એના ઉત્તરમાં પૂર્વપક્ષી કહે છે કે અપ્રસિદ્ધપ્રતિયોગિક અભાવની પણ પ્રતીતિ થઈ શકે; આને ઉદાહરણથી સમજીએ. “સમવેતવાચ્યત્વ નથી” અહીં અભાવનો પ્રતિયોગી , સમવેતવાચ્યત્વ છે. આ સમવેતવાચ્યત્વ અપ્રસિદ્ધ છે, કારણ કે.વાટ્યત્વ કોઈ પણ સ્થળે સમવાયસંબંધથી હોતું નથી. તેથી વાચ્યત્વ સમવેત વસ્તુ છે જ નહિ. જે વસ્તુ ક્યાંક સમવાયસંબંધથી રહેતી હોય તે સમવેત વસ્તુ છે. અવયવી, ગુણ, ક્રિયા વગેરે અવયવમાં, ગુણીમાં, ક્રિયાવામાં કમથી સમવાયસંબંધથી રહે છે એટલે અવયવી, ગુણ, ક્રિયા વગેરે સમવેત વસ્તુઓ છે. પરંતુ વાચ્યત્વ સમવેત વસ્તુ છે જ નહિ. પદશક્યત્વ જ વાચ્યત્વ છે. બીજા શબ્દોમાં, શક્તિ દ્વારા પદપ્રતિપાદ્યત્વ જ વાચ્યત્વ છે. શક્તિ દ્વારા ઘટપદ પ્રતિપાદ્યત્વધર્મ ઘટમાં છે. આમ ઘટપદવાણ્યત્વધર્મ સ્વરૂપસંબંધથી ઘટવસ્તુમાં છે પરંતુ સમવાયસંબંધથી ઘટવસ્તુમાં નથી. જેમ ઘટ વસ્તુ ઘટપદવાણ્યું છે તેમ પટ, મઠ આદિ વસ્તુઓ પણ પટપદ, મઠપદ આદિ પદવાણ્ય છે. પણ જે વસ્તુ જ નથી તે કોઈ પણ પદથી વાચ્ય નથી. વાચ્યત્વ ધર્મ બધી વસ્તુઓમાં હોઈ, વૈશેષિકો વાચ્યત્વધર્મને કેવલાન્વયી ધર્મ ગણી સ્વીકારે છે, જે કોઈ તેમના મતે વસ્તુ જ નથી ત્યાં વાચ્યત્વ ધર્મ નથી જ નથી. તેથી, સામાન્ય, વિશેષ, સમવાય વગેરે વસ્તુમાં વાચ્યત્વ ધર્મ છે જ. આ વાચ્યત્વ ધર્મ વાચ્ય વસ્તુમાં સ્વરૂપસંબંધથી હોય છે, સમવાય સંબંધથી હોતો નથી. તેથી સમતવાચ્યત્વ અપ્રસિદ્ધ વસ્તુ છે. આ અપ્રસિદ્ધ સમવેદવાણ્યત્વના અભાવની પ્રતીતિનો વિષય છે વિશેષ્યમાં વિશેષણનો અભાવ. સમવેતત્વવિશિષ્ટ વાચ્યત્વનો અભાવ ઉક્ત પ્રતીતિનો વિષય નથી પણ વાચ્યત્વમાં સમતત્વરૂપ વિશેષણનો અભાવ જ “સમવેતવાચ્યવનથી એવી પ્રતીતિનો વિષય છે. “શશશૃંગ નથી એ પ્રતીતિનો વિષય શૃંગમાં શશીયત્વનો અભાવ છે, અર્થાત્ અહીં વિશેષ્યમાં વિશેષણનો અભાવ - જ અપ્રસિદ્ધપ્રતિયોગિતાક અભાવની પ્રતીતિનો વિષય છે. આ રીતે વિશેષે વિશેષાન્તર પ્રસિદ્ધ ન હોવા છતાં અન્યત્ર પ્રસિદ્ધ વિરોષનો વિશેષાન્તરમાં અભાવ જ વિશેષને હું જાણતો નથી એ પ્રતીતિનો વિષય છે. અથવા, ‘વિશેષને હું જાણતો નથી એ પ્રતીતિનો વિષય જે અભાવ છે તે