________________
૧૩૮
શાંકર વેદાન્તમાં અવિદ્યાવિચાર
તેથી, સ્વવિષયવ્યાવર્તકધર્મવિષયકત્વનિષેધનો પ્રતિયોગી શક્ય ન હોઈ ‘તમે કહેલો અર્થ હું જાણતો નથી’ એ જ્ઞાનમાં સ્વવિષયવ્યાવર્તકધર્મવિષયકત્વનો નિષેધ કરાય છે એમ કહેવાય નહિ. નિષેધનો પ્રતિયોગી અનનુગત ‘સ્વ’પદાર્થથી ઘટિત હોઈ, પ્રતિયોગીનું જ્ઞાન સંભવતું નથી.
પ્રસંગતઃ આ સ્થળે એ નોંધવું જોઈએ કે અદ્વૈતસિદ્ધિકાર પ્રાયઃ સર્વત્ર ન્યાયામૃતકારની ઉક્તિનું ખંડન કરીને અદ્વૈતસિદ્ધાન્તની નિર્દોષતા દર્શાવે છે. પરંતુ કોઈ કોઈ સ્થળે નૂતન પૂર્વપક્ષ ઊભો કરી તેનો નિરાસ પણ કરે છે. જે પૂર્વપક્ષ ન્યાયામૃતમાં નથી તેવા પૂર્વપક્ષનું ખંડન પણ અદ્વૈતસિદ્ધિમાં છે, જેમકે આ પહેલાં પ્રાગભાવ અને સામાન્યાભાવનું સમર્થન તેમ જ ખંડન જે અદ્વૈતસિદ્ધિમાંથી આપ્યું છે તે ન્યાયામૃતમાં નથી. ન્યાયામૃતમાં પ્રાગભાવ અને સામાન્યાભાવની સમર્થક યુક્તિઓ કહેવામાં આવી નથી. તેથી લાગે છે કે ન્યાય-વૈશેષિક આદિ દર્શનોમાંથી પૂર્વપક્ષનું સંકલન કરીને અદ્વૈતસિદ્ધિકાર અનેક સ્થળે તેમનું ખંડન કરે છે. અદ્વૈતસિદ્ધિકારે પોતે જ ગ્રંથના અંતે કહ્યું છે કે : નિનવિવિધવિદ્યાપરિષયાત્ શ્રુતેર્યને સમ્યનનપરિનિષ્પન્નમમવત્ તરેતસ્મિન્ ગ્રન્થે નિશ્વિત્તમતિયત્નેન નિહિતમ્ । અર્થાત્, વિવિધ વિદ્યાના અનુશીલન દ્વારા જે સમસ્ત વિષય અવગત થયો છે તે સમસ્ત વિષય અતિ યત્ન સાથે આ ગ્રન્થમાં રજૂ કરવામાં આવ્યો છે.
।
અદ્વૈતસિદ્દિકારે ‘ત્વદુક્ત અર્થને હું જાણતો નથી, ત્વદુક્તવિશેષને હું જાણતો નથી’.વગેરે વિષયવિશેષિત અજ્ઞાનનું પ્રત્યક્ષ જો વિષયવિશેષિત જ્ઞાનના અભાવવિષયક હોય તો વ્યાઘાતદોષ, આવે, એ વ્યાઘાતદોષના સમાધાન માટે એક નૂતન શંકા (પૂર્વપક્ષ) રજૂ કરી છે. એ શંકા ન્યાયામૃતમાં નથી.
જે હો તે, જ્ઞાનાભાવવાદીઓ કહે છે કે ‘ત્વદુક્ત અર્થને હું જાણતો નથી’ એ પ્રતીતિ ત્વદુક્તાર્થવિષયક જ્ઞાનના અભાવવિષયક નથી, અથવા ત્વદુક્તાર્થવિષયના વિશેષવિષયક જ્ઞાનનો અભાવ પણ નથી. તેથી ‘ત્વદુક્ત અર્થને હું જાણતો નથી’ એ પ્રતીતિમાં જ્ઞાનાભાવના પ્રતિયોગી જ્ઞાનનો અવચ્છેદક ત્વદુક્ત અર્થ હોવા છતાં વ્યાઘાતદોષ આવતો નથી. ત્વદુક્ત અર્થવિશેષ જાણી લેતાં તદ્વિષયક જ્ઞાનનો અભાવ હોઈ શકે નહિ અને ત્વદુક્ત અર્થ ન જાણ્યો હોય ત્યારે ‘જાણતો નથી’ એ પ્રતીતિનો વિષય જે જ્ઞાનાભાવ તેના પ્રતિયોગી જ્ઞાનના અવચ્છેદકરૂપે અજ્ઞાત ત્વદુક્ત અર્થ ભાસમાન થઈ રાકે નહિં, તેથી વ્યાઘાતદોષ થાય - આમ અદ્વૈતવાદીએ જે કહ્યું છે તે યોગ્ય નથી, કારણ કે અમે ‘ત્વદુક્ત અર્થને હું જાણતો નથી’ એ પ્રતીતિના વિષય તરીકે ત્વદુક્તાર્થવિષયક જ્ઞાનના અભાવને જણાવતા નથી. અમે એમ જણાવીએ તો વ્યાઘાતદોષ આવે. અમે એમ પણ કહેતા નથી કે વ્રુદુક્ત અર્થવિષયક જ્ઞાન થવા છતાં ત્વદુક્ત અર્થગત વિશેષ ધર્મનું જ્ઞાન ન હોવાથી ત્વદુક્ત અર્થગત વિશેષવિષયક જ્ઞાનનો અભાવ જ ‘ત્વદુક્ત અર્થને હું જાણતો નથી’ એ પ્રતીતિનો વિષય બને છે. ‘ત્વદુક્ત અર્થગત વિશેષને હું જાણતો નથી’ એવી પ્રતીતિનો વિષય વિશેષવિષયક જ્ઞાનનો અભાવ હોય તો પણ પ્રદર્શિતરૂપે વ્યાઘાતદોષ આવે જ. વિરોષવિષયક જ્ઞાનનો અભાવ અથવા ત્વદુક્ત અર્થવિષયક જ્ઞાનનો અભાવ આ બે અભાવમાંથી એક પણ અભાવ ‘ત્વદુક્ત અર્થને હું જાણતો નથી’.એ પ્રતીતિનો વિષય બનતો નથી. તેથી પ્રદર્શિત વ્યાઘાતોષ સંભવતો નથી.
२०
પૂર્વ પક્ષી આ રીતે કહે તો અદ્વૈતવાદીને એ જાણવાની ઇચ્છા થાય કે પ્રદર્શિત બંને અભાવ જો ‘ત્વદુક્ત અર્થને હું જાણતો નથી’ એ પ્રતીતિનો વિષય ન હોય તો તે પ્રતીતિનો વિષય કયા જ્ઞાનનો અભાવ છે ? પૂર્વપક્ષી તો જ્ઞાનાભાવ અતિરિક્ત અજ્ઞાનનો સ્વીકાર કરતો નથી. તેથી