________________
ભાવરૂપ અજ્ઞાનસાધક દ્વિતીય પ્રકારનું સાહિપ્રત્યક્ષ
૧૩૭ તેને જન્મથી માંડી મૃત્યુ પર્યત ઊંટવિષયક પ્રત્યક્ષજ્ઞાન ઉત્પન્ન થતું નથી. તેથી તેને ઊંટજ્ઞાનનો પ્રાગભાવ છે એમ સ્વીકારાય નહિ. તેવી જ રીતે, અનંત વસ્તુને વિષય કરનારું પરોક્ષ કે પ્રત્યક્ષ જ્ઞાન દરેકને ઉત્પન્ન થાય જ એવો નિયમ નથી. તેથી જેને જે વિષયનું જ્ઞાન ઉત્પન્ન થતું નથી તેને તે વિષયના જ્ઞાનનો પ્રાગભાવ છે એમ સ્વીકારાય નહિ. તેથી ત્વદુક્ત અર્થને હું જાણતો નથી એ પ્રતીતિનો વિષય વિશેષ પ્રકારક જ્ઞાનનો પ્રાગભાવ છે એમ કહેવાય નહિ. જો કહેવામાં આવે કે અન્ય પુરુષને ઊંટવિષયક જ્ઞાન પ્રસિદ્ધ છે અને તે પ્રસિદ્ધ જ્ઞાનનો અત્યંતભાવ જ બીજા પુરુષની હું જાણતો નથી’ એ પ્રતીતિનો વિષય બને છે તો તે બરાબર નથી. અન્ય પુરુષમાં અન્ય પુરુષીય જ્ઞાનનો અત્યંતભાવ હોઈ તે અત્યંતભાવ જ અન્ય પુરુષની હું જાણતો નથી’ એ પ્રતીતિનો વિષય બને છે એમ કહેવું યોગ્ય નથી, કારણ કે દેવદત્તનિષ્ઠ જ્ઞાનનો અત્યન્તાભાવ સર્વજ્ઞ ઈશ્વર અને સર્વજ્ઞ યોગીને છે એટલે તેમને પણ હું જાણતો નથી' એવી પ્રતીતિની આપત્તિ આવે. વિશેષ પ્રકારક જ્ઞાનનો અભાવ સ્વીકારીએ તો વિશેષથી શું અભિપ્રેત છે તે જણાવવું જોઈએ." પરંતુ તે જણાવી શકાતું નથી એ પૂર્વે વિરાદરીતે સમજાવ્યું છે. | ન્યાયામૃતકાર ‘તમે કહેલો (ત્વદુક્ત) અર્થ હું જાણતો નથી’ એ પ્રતીતિનો ખુલાસો કરવા અન્ય એક નવી જ રીતિનું અવલંબન લે છે. તે કહે છે કે આ પ્રતીતિનો વિષય અર્થજ્ઞાનનો અભાવ નથી. પરંતુ કરતલસ્થિત આમલકવિષયક જ્ઞાનમાં જે અસાધારણધર્મવિષયત્વ પ્રસિદ્ધ છે તેનો ‘તમે કહેલો અર્થ હું જાણતો નથી’ એ પ્રતીતિમાં નિષેધ થયો છે. અદ્વૈતસિદ્ધિમાં જે કહ્યું છે કે “તજ્ઞાનતજ્ઞાને વિષયવ્યવર્તધર્મવિષયવં પ્રસિદ્ધ”તેનો અર્થ તો આ થાય -
સ્વ” પદનો અર્થ કરતલામલકશાન, તેનો વિષય કરતલસ્થ આમલક, તે આમલકસ્થિત જે ઘટાદિવ્યાવૃત્તિ તેનો અનુમાપક ધર્મ આમલત્ત્વ, તે આમલત્વ જ સ્વવિષયવ્યાવકધર્મ, આ વ્યાવકધર્મ કરતલ0 આમલકના જ્ઞાનનો વિષય બન્યો છે. આમ કરતલામલકજ્ઞાનમાં, આ વિષયવ્યાવર્તકધર્મવિષયત્વ પ્રસિદ્ધ છે જેનો નિષેધ થયો છે.”
ન્યાયામૃતકારે આ પ્રમાણે કહેવું યોગ્ય નથી. કરતલસ્થ આમલકાદિમાં વ્યાવર્તક ધર્મ ગૃહીત હોવાથી વ્યાવર્તક ધર્મસામાન્યનો અભાવ ‘દુક્ત અર્થને હું જાણતો નથી’ એ જ્ઞાનનો • વિષય બને છે એમ ન્યાયામૃતકાર કહેવા ઇચ્છે છે, પરંતુ વ્યાવર્તક ધર્મવિરોષનો અભાવ હું . જાણતો નથી’ એ પ્રતીતિનો વિષય છે એમ તે કહેતા નથી. વ્યાવર્તકધર્મવિષયકત્વનો
સામાન્યાભાવ ઉક્ત પ્રતીતિનો વિષય બનશે એમ તે કહેવા ઇચ્છે છે. પરંતુ એ અસંગત છે, , કારણ કે ત્વદુક્ત અર્થ હું જાણતો નથી’ એ જ્ઞાનનો વિષય જે ત્વદુક્ત અર્થ છે તેમાં ત્વદુતત્વધર્મ ગૃહીત છે. આ ત્વદુક્તત્વધર્મ મદુતવ્યાવૃત્તિનો જ્ઞાપક છે. ત્વદુક્ત વસ્તુ મદુત નથી ત્વદુક્ત વસ્તુમાં મદુક્તનો ભેદ છે. ત્વદુક્ત વસ્તુમાં મદુક્તની વ્યાવૃત્તિ છે. આ વ્યાવૃત્તિનો જ્ઞાપક અર્થાત્ વ્યાવર્તક ધર્મ ત્વદુક્તત્વ ત્વદુક્ત વસ્તુમાં ગૃહીત છે, એટલે ત્વદુક્ત અર્થને હું જાણતો નથી એ જ્ઞાનમાં વ્યાવર્તકધર્મસામાન્યવિષયકત્વનો અભાવ હોઈ શકે નહિ. તેથી, ‘ત્વદુક્ત અર્થને હું જાણતો નથી એ અનુભવમાં વ્યાવર્તકધર્મસામાન્યવિષયત્વનો નિષેધ હોઈ શકે નહિ કારણ કે ત્વદુક્તત્વરૂપ વ્યાવર્તકધર્મવિષયત્વે ઉક્ત જ્ઞાનમાં છે. વળી, એક વાત એ કે વિષયવ્યાવર્તક ધર્મ અનુગતધર્મ હોઈ શકે નહિ, કારણકે ‘સ્વપદનો અર્થ જ અનનુગત છે. તેથી, આ અનનુગત “સ્વપદાર્થઘટિત સ્વવિષયવ્યાવર્તકધર્મવિષયત્વ પણ અનનુગત જ હોય. અનનુગત ધર્મનું જ્ઞાન સંભવતું ન હોઈ, સ્વવિષયવ્યાવર્તક ધર્મના અજ્ઞાનની દશામાં પ્રતિયોગી જ અપ્રસિદ્ધ થઈ પડે.