________________
ભાવરૂપ અજ્ઞાનસાધક દ્વિતીય પ્રકારનું સાક્ષિપ્રત્યક્ષ
૧૩૫
પણ પહેલાં ત્વદુક્તાર્થવિષયક સાક્ષાત્ જ્ઞાન માનવું જ પડે. અને ત્વદુક્તાર્થવિષયક સાક્ષાત્ જ્ઞાન જેને હોય તેને ત્વદુક્તાર્થવિષયક જ્ઞાનનો અભાવ હોઈ શકે જ નહિ. તેથી અજ્ઞાન જ્ઞાનાભાવરૂપ હોય તો પ્રદર્શિત રીતે વ્યાઘાતદોષ અપરિહાર્ય છે. બીજું, અન્ય પુરુષનું ત્વદુક્તાર્થવિષયક સાક્ષાત્ જ્ઞાન વાક્ય દ્વારા જાણીએ તો એ વાક્ય આવું હોય ‘ત્વદુક્તાર્થજ્ઞાનવાન્ આ પુરુષ છે (ત્વવુાર્યજ્ઞાનવાનયમ્)’. આવા વાક્યથી જન્ય વાક્યાર્થજ્ઞાનમાં અવાન્તરવાક્યાર્યજ્ઞાન કારણ છે. અવાન્તરવાક્યાર્થખોધપૂર્વક મહાવાક્યાર્થબોધ થાય છે. કુમારિલ ભટ્ટ વગેરે મીમાંસકોને આ માન્ય છે. અર્થનોધે સમાપ્તાનામનામિત્વવ્યવેક્ષયા । વાયાનામે વાવયત્વે પુનઃ સંહત્ય નાયતે ।। પ્રદર્શિત મહાવાક્ય અંતર્ગત અવાન્તર વાક્ય આવું છે - ‘આ અર્થ ત્વદુક્ત છે (અર્થઃ ત્વદુઃ)'. આ અવાન્તર વાક્યથી જન્ય વાક્યાર્યજ્ઞાન ઉત્પન્ન થાય તો ત્વદુક્તાર્થવિષયક શાબ્દ પરોક્ષ જ્ઞાન સાક્ષાત્ ઉત્પન્ન થાય. અને ત્વદુક્તાર્થવિષયક સાક્ષાત્ શાબ્દજ્ઞાન જેને હોય તેને કદી ‘ત્વદુક્તાર્થને હું જાણતો નથી’ એવો જ્ઞાનાભાવનો ખોધ થઈ શકે નહિ. જે વિષયનું સાક્ષાત્ શાબ્દજ્ઞાન જેને હોય તે વિષયના જ્ઞાનનો અભાવ તેને હોય નહિ. તેથી પ્રદર્શિત વ્યાઘાત થાય જ.
૧૨
આની સામે ન્યાયામૃતકાર નીચે મુજબ જણાવે છે. ‘ત્વદુક્ત અર્થને હું જાણતો નથી’ એવી પ્રતીતિનો વિષય જ્ઞાનાભાવ ઘટી શકે છે. ત્વદુક્ત અર્થવિશેષને સ્વરૂપતઃ જાણ્યો હોવા છતાં ત્વદુક્ત તે અર્થવિરોષનું તે જ્ઞાન વિરોષપ્રકારકશાન નથી. તેથી સ્વરૂપતઃ અર્થવિશેષવિષયક જ્ઞાન હોવા છતાં તે અર્થવિશેષવિષયક વિશેષપ્રકારકજ્ઞાનનો અભાવ હોવામાં કોઈ બાધા નથી. તેથી અહીં વ્યાઘાતદોષને અવકારા નથી. આ વાત વિસ્તારથી સમજીએ. ‘આ પ્રમેય છે (મેથમ્)’ એવા જ્ઞાનમાં પ્રમેયત્નરૂપે ઘટાદિ વિશેષવસ્તુ પણ સ્વરૂપતઃ વિષય બને છે. તેથી ‘આ પ્રમેય છે’ એવું જ્ઞાન પણ ઘટાદિ વિશેષવસ્તુવિષયક બને છે. ઘટાદિ વિશેષવસ્તુ પણ પ્રમેય જ ગણાય છે. ‘આ પ્રમેય છે’ એવા જ્ઞાનમાં ઘટાદિ વિશેષવસ્તુ સ્વરૂપતઃ ભાસમાન થતી હોવા છતાં ઘટત્વાદિવિશેષરૂપે ભાસમાન થતી નથી. તેથી સ્વરૂપતઃ વિશેષવિષયક જ્ઞાન હોય તો પણ વિશેષપ્રકારક જ્ઞાનનો અભાવ હોઈ શકે છે. એમાં વ્યાઘાતદોષ આવતો નથી. જે પુરુષને જે સમયે ‘આ પ્રમેય છે’ એવું ઘટાદિ વિશેષવસ્તુવિષયક જ્ઞાન હોય તે જ પુરુષને તે જ સમયે ઘતંત્વાદિપ્રકારે ઘટાદિ વિશેષવસ્તુવિષયક જ્ઞાનનો અભાવ હોઈ શકે છે. પ્રમેયત્નરૂપે ઘટજ્ઞાન થવા છતાં ઘટત્વરૂપે ઘટજ્ઞાનનો અભાવ હોવામાં કોઈ વ્યાઘાત નથી. જેને સામાન્યરૂપે વસ્તુનું જ્ઞાન હોય તેને જ તે જ વખતે વિશેષરૂપે વસ્તુના જ્ઞાનનો અભાવ હોઈ શકે છે. એમાં કોઈ બાધા નથી. આમ તમે કહેલો અર્થ હું જાણતો નથી’ એવા અનુભવનો વિષય જ્ઞાનાભાવ જ છે. તેથી અભાવવિલક્ષણ અજ્ઞાન (અવિદ્યા) સ્વીકારવાની જરૂર જ નથી. ‘તમે કહેલો અર્થ હું જાણતો નથી’ એવી પ્રતીતિ જે જ્ઞાનના અભાવવિષયક છે તે જ્ઞાનનો વિષય ત્વદુક્ત અર્થ છે અર્થાત્ અર્થવિશેષ છે. ત્વદુક્તાર્થવિશેષવિષયક જ્ઞાનનો અભાવ જ ઉપર્યુક્ત ‘હું જાણતો નથી’ એ પ્રતીતિનો વિષય છે. એ પ્રતીતિનો વિષય જે અભાવ છે તેનો પ્રતિયોગી છે ત્વદુક્તાર્થવિષયક જ્ઞાન. અભાવના જ્ઞાનમાં પ્રતિયોગીનું જ્ઞાન કારણ છે. તેથી તે અભાવના જ્ઞાનમાં ત્વદુક્તાર્થવિષયક જ્ઞાનનું જ્ઞાન આવશ્યક છે, અને તે સામાન્યરૂપે હોય છે જ. દુક્તાર્થવિષયકજ્ઞાનરૂપ પ્રતિયોગીનું સામાન્યતઃ જ્ઞાન હોવા છતાં તેનું વિશેષરૂપે જ્ઞાન નથી. આ રીતે સ્વરૂપતઃ ત્વદુક્તાર્થવિષયજ્ઞાનરૂપે પ્રતિયોગીનું જ્ઞાન થાય છે અને વિરોષરૂપે ત્વદુક્તાર્થવિષયકજ્ઞાનનો