________________
૧૩૨
શાંકર વેદાન્તમાં અવિવાવિયાર અજ્ઞાનનો વ્યાવર્તક વિષય સાક્ષિપ્રત્યક્ષ દ્વારા અજ્ઞાતત્વરૂપે સિદ્ધ થાય છે પરંતુ જ્ઞાતત્વરૂપે સિદ્ધ થતો નથી. અજ્ઞાતત્વરૂપે સિદ્ધ વસ્તુનું જ્ઞાતત્વ સંપાદન કરવા માટે જ માણસ' પ્રમાણનો પ્રયોગ કરે છે. જો અજ્ઞાનનો વ્યાવર્તક વિષય સાક્ષિપ્રત્યક્ષ દ્વારા સિદ્ધ ન હોતાં. પ્રમાણ દ્વારા સિદ્ધ હોત તો તે વિષય જ્ઞાતત્વરૂપે જ સિદ્ધ થાત. અને આમ પ્રમાણપ્રવૃત્તિની પહેલાં જો વિષય જ્ઞાતત્વરૂપે સિદ્ધ થઈ જાય તો પછી પ્રમાણના પ્રયોગની આવશ્યકતા રહે નહિ. એટલે જ માનવામાં આવ્યું છે કે સાહિતપ્રત્યક્ષ જ અજ્ઞાનના વિષયને અજ્ઞાતત્વરૂપે સિદ્ધ કરી શકે છે, પ્રમાણ અજ્ઞાનના વિષયને અજ્ઞાતત્વરૂપે સિદ્ધ કરી શકતું નથી. અજ્ઞાનનો વ્યાવર્તક વિષય સાક્ષિપ્રત્યક્ષ દ્વારા અજ્ઞાતત્વરૂપે સિદ્ધ થાય છે એ વાત વિવરણાચાર્યે સ્પષ્ટપણે કહી છે - સર્વવતુ જ્ઞાતતયા અજ્ઞાતતયા વા સચૈિતન્ય વિષય: સાહિપ્રત્યક્ષ દ્વારા જ્ઞાનગૃહીત થતાં તે જ્ઞાનનો વ્યાવર્તક વિષય જ્ઞાતત્વરૂપે તે જ સાક્ષિપ્રત્યક્ષ દ્વારા ગૃહીત થાય છે, અને સાક્ષિપ્રત્યક્ષ દ્વારા અજ્ઞાન ગૃહીત થતાં તે અજ્ઞાનનો વ્યાવર્તક વિષય અજ્ઞાતત્વરૂપે તે જ ! સાક્ષિપ્રત્યક્ષ દ્વારા ગૃહીત થાય છે.
અહીં શાનાભાવવાદી નીચે મુજબ દલીલ કરે છે. તમે કહેલો અર્થ હું જાણતો નથી એ પ્રતીતિનો વિષય વિષયવિશેષિતપ્રમાજ્ઞાનાભાવ છે. વિષયવિશેષિત પ્રમજ્ઞાન પ્રતિયોગી છે. વિષયવિશેષિતપ્રમાજ્ઞાન જ્ઞાત થતાં વિષય પણ જ્ઞાત થઈ જાય એ વાત સાચી પણ વિષયની સંખ્યા તો જ્ઞાત થતી નથી. અને તેને જાણવા પ્રમાણની જરૂર છે. તમે કહેલો અર્થ હું જાણતો નથી’ એ પ્રતીતિમાં અર્થ જ્ઞાતરૂપે પ્રતીત થાય છે પણ અર્થસંખ્યા અજ્ઞાતરૂપે પ્રતીત થાય છે.
આની સામે અતવેદાન્તી નીચે મુજબ જણાવે છે. તમે કહેલો અર્થ હું જાણતો નથી’ એ પ્રતીતિમાં અર્થ જ્ઞાતરૂપે પ્રતીત થાય છે અને તેની સંખ્યા અજ્ઞાતરૂપે પ્રતીત થાય છે એમ કહેવું અયોગ્ય છે. ખરેખર અર્થ જ અજ્ઞાતરૂપે પ્રતીત થાય છે. ધારો કે અહીં અર્થ જ્ઞાતરૂપે પ્રતીત થાય છે અને તેની સંખ્યા અજ્ઞાતરૂપે પ્રતીત થાય છે એમ માની લઈએ તો પણ તમે કહેલી સંખ્યા હું જાણતો નથી’ એ પ્રતીતિમાં તો મુશ્કેલી થશે જ. અહીં વિષયવિશેષિતપ્રમાશાના ભાવમાં પ્રતિયોગી છે વિષયવિશેષિતપ્રમાજ્ઞાન. વિષયવિશેષિતપ્રમાજ્ઞાન જ્ઞાત થતાં વિષય જ્ઞાત થઈ જાય અર્થાત્ સંખ્યાજ્ઞાત થઈ જાય, પરંતુ વિષયની સંખ્યા અર્થાત્ સંખ્યાની સંખ્યા અજ્ઞાત રહે - આ પ્રમાણે જ્ઞાનાભાવવાદીએ સ્વીકારવું પડે. પરંતુ એ પ્રમાણે તે સ્વીકારી શકે નહિ કારણ કે સંખ્યામાં સંખ્યા હોતી નથી. એટલે ‘તમે કહેલો અર્થ હું જાણતો નથી’ એ પ્રતીતિની બાબતમાં પણ અર્થ જ્ઞાતરૂપ પ્રતીત થાય છે અને તેની સંખ્યા અજ્ઞાતરૂપે પ્રતીત થાય છે એમ સ્વીકારાય નહિ ત્યાં પણ અર્થ અજ્ઞાતરૂપે જ પ્રતીત થાય છે એમ સ્વીકારવું જોઈએ.
વળી, જ્ઞાનાભાવવાદી માધ્ધો નીચે પ્રમાણે કહે છે. ‘તમે કહેલો અર્થ હું જાણતો નથી એ પ્રતીતિનો વિષય છે તમે કહેલા અર્થ વિશેના પ્રત્યક્ષજ્ઞાનનો અભાવ. તમે કહેલા અર્થ વિશેનું પરોક્ષજ્ઞાન મને છે પણ પ્રત્યક્ષજ્ઞાન મને નથી. તેથી પ્રત્યક્ષજ્ઞાનાભાવ જ ‘તમે કહેલો અર્થ હું જાણતો નથી એ પ્રતીતિનો વિષય છે. તેથી અભાવવિલક્ષણ અજ્ઞાન સ્વીકારવાની જરૂર નથી.
આની સામે અદ્વૈતવાદી નીચે પ્રમાણે કહે છે. જ્ઞાનાભાવવાદી માધ્યોએ ઉપર જે કહ્યું તે યોગ્ય નથી. તમે કહેલા અર્થ વિશેના પ્રત્યક્ષજ્ઞાનના અભાવનું પ્રત્યક્ષ થવામાં પ્રતિયોગીના જ્ઞાનની અપેક્ષા છે. અહીં પ્રતિયોગી છે ત્વદુતાર્થવિષયક પ્રત્યક્ષજ્ઞાન. આ પ્રત્યક્ષજ્ઞાન જ્ઞાત થતાં તો તેનો વિષય ત્વદુતાર્થ પણ જ્ઞાત થઈ જાય.વળી, બીજો દોષ પણ આવે છે. જે વિષયનું