________________
૧૦૪
શાંકર વેદાનમાં અવિવાવિયાર સમર્થન ન હોઈ, ‘કારણીભૂતાભાવ પ્રતિયોગિત્વ જ પ્રતિબંધકત્વ છે એવું પ્રતિબંધકનું લક્ષણ અમે અદ્વૈતવાદીઓ સ્વીકારતા નથી."
આની સામે પ્રાગભાવવાદી નીચે પ્રમાણે રજૂઆત કરે છે. પ્રતિબંધકાભાવને કાર્યના કારણ તરીકે ન સ્વીકારવામાં આવે તો કાર્યની સાથે પ્રતિબંધકારભાવના અવયવ્યતિરેકનું જે જ્ઞાન થાય છે તેનો વિરોધ થાય. પ્રતિબંધકાભાવ હોતાં કાર્ય થાય છે અને પ્રતિબંધકાભાવ ન હોતાં (અર્થાત્ પ્રતિબંધક હોતાં) કાર્ય થતું નથી – એ જાતનું અન્વયવ્યતિરેકનું જ્ઞાન સૌને છે. આમ અવયવ્યતિરેકસિદ્ધ હોવાથી પ્રતિબંધકાભાવ કારણ છે.
અદ્વૈતવાદી ઉત્તર આપે છે કે પ્રતિબંધકાભાવમાં કાર્યની કારણતા નથી પણ કાર્યની અનુકૂળતા છે. પ્રતિબંધકાભાવનો અવયવ્યતિરેક કાર્યની અનુકુળતાનો જ ગ્રાહક છે, કારણતાનો ગ્રાહક નથી. અનુકૂળત્વ અને કારણત્વ એક વસ્તુ નથી. કારણતાવચ્છેદકમાં કારણત્વ ન હોવા છતાં કાર્યાનુકૂળત્વ તો છે જ. તેથી સામગ્રી હાજર હોવા છતાં કાર્યની અનુત્પત્તિ જ રહે તો તે કાર્યાનુત્પત્તિનું પ્રયોજત્વ જ પ્રતિબંધકત્વ હોઈ પ્રતિબંધકાભાવે : કારણ હોઈ શકે નહિ. ૫
વળી, અદ્વૈતવાદી પ્રાગભાવવાદીને નીચે મુજબ કહે છે. જો એક કારણ સામગ્રી એક જ કાર્યને ઉત્પન્ન કરે છે એ નિયમ સ્વીકારવામાં આવે તો ઉત્પન્ન કાર્યની પુનરુત્પત્તિની આપત્તિનું વારણ સહેલાઈથી થઈ શકે. તે આપત્તિના વારણ માટે પ્રાગભાવની કારણતા સ્વીકારવાની કોઈ જ જરૂર નથી. તે ક્ષણ પણ કાર્યનું સહકારિકારણ હોઈ તે ક્ષણરૂપ સહકારિકરણના અભાવને લીધે તે ક્ષણની પછીની ક્ષણે તે સામગ્રીનો અભાવ હોઈ ઉત્પન્ન કાર્યની પુનરુત્પત્તિ થતી નથી. અદષ્ટવિશેષ પણ કાર્યનું કારણ છે. અદષ્ટવિશેષના અભાવને લીધે પણ ઉત્પન્ન કાર્યની પુનરુત્પત્તિ થાય નહિ. જે હો તે, અમે દર્શાવ્યા મુજબ પ્રાગભાવ અપ્રામાણિક હોવાથી પ્રમાજ્ઞાનનો પ્રાગભાવ જ અજ્ઞાન છે એમ કહી શકાય નહિ. અજ્ઞાન (અવિદ્યા) અભાવસ્વરૂપ નથી પરંતુ અભાવવિલક્ષણ છે. અજ્ઞાન અભાવસ્વરૂપ હોય તો અજ્ઞાનની આવરક્તા ઘટે જ નહિ અને પરિણામે ‘મજ્ઞાનેનાવૃત જ્ઞાનમ્' એ ગીતાવચન (૫.૧૫)નો પણ વિરોધ થાય.
જેઓ પ્રાગભાવ સ્વીકારે છે તેઓ પ્રતિયોગીના જનક અભાવને જ પ્રાગભાવ કહે છે. એ જનકત્વ પદાર્થની વિવેચના કરતાં જણાય છે કે કાર્યના પૂર્વકાળે નિયતવૃત્તિ અને અનન્યથાસિદ્ધ વસ્તુ જ જનક છે. કાર્યનો પ્રાગભાવવત્કાળ જ કાર્યનો પૂર્વકાળ છે. તેથી જનતત્વ પ્રાગભાવઘટિત થઈ પડે છે. પ્રતિયોગિજનત્વરૂપે જ પ્રાગભાવની કલ્પના (જ્ઞાન) થાય પરંતુ પ્રતિયોગિજનતત્વનું જ્ઞાન પ્રાગભાવની કલ્પના પહેલાં થઈ શકતું નથી. પરિણામે જનકત્વ પ્રાગભાવઘટિત થઈ પડે છે. તેથી પ્રાગભાવનું જ્ઞાન પ્રાગભાવજ્ઞાનસાપેક્ષા હોતાં જ્ઞપ્તિમાં આત્માશ્રયદોષ આવી પડે. આ કારણે જેઓ પ્રાગભાવ સ્વીકારે તેઓ પ્રાગભાવઘટિત જનત્વ સ્વીકારી શકે નહિ. એટલે તેઓ સ્વરૂપસંબંધવિશેષને જ જનત્વ કહે છે. “સ્વરૂપસંબંધવિશેષ” કહેવાનો અર્થ છે - જનકન્વધર્મ જનકસ્વરૂપ છે, જનક વસ્તુથી અતિરિક્ત નથી. વસ્તુતઃ આ કોઈ વિરોષ નિર્વચન નથી; કોઈ માર્ગ ન હોય એવી સ્થિતિમાં જ આવું કહેવાય છે. જે હોય તે, જેઓ પ્રાગભાવને સ્વીકારે છે તેમના મતમાં પણ પ્રાગભાવનું પ્રત્યક્ષ અસંભવિત જ રહે છે. કાર્યની પ્રાગભાવદશામાં પ્રતિયોગી અનુત્પન્ન હોઈ પ્રતિયોગિતાવચ્છેદક-પ્રકારક પ્રતિયોગીનું