________________
પ્રાગભાવખંડન સામગ્રી જ નથી. કાર્યની ઉત્પત્તિની અવ્યવહિત પૂર્વ ક્ષણે નિયતપણે હોવું એ તો સામગ્રીનું લક્ષણ છે. જે સામગ્રીની અવ્યવહિત ઉત્તર ક્ષણે કાર્ય ઉત્પન્ન ન થાય તે સામગ્રીમાં કાર્યની ઉત્પત્તિની પૂર્વ ક્ષણે નિયતપણે હોવાપણું હોય જ નહિ અને પરિણામે તે સામગ્રી સામગ્રી જન હોઈ શકે. આમ સામગ્રીની અવ્યવહિત ઉત્તર ક્ષણે કાર્યોત્પત્તિનો નિયમ હોઈને ઉત્પન્નઘટવરૂપે ઘટની ઉત્પત્તિન થવા છતાં કેવલ ઘટત્વરૂપે ઘટની ઉત્પત્તિની આપત્તિકેમ ન આવે? દંડ, ચક્ર વગેરે ઉત્પન્ન ઘટનું કારણ ન હોવા છતાં ઘટનું કારણ તો છે જ. તેથી ઘટોત્પત્તિની ઉત્તર ક્ષણે સામગ્રીવશતઃ ઘટની પુનઃ ઉત્પત્તિની આપત્તિ આવે છે જ. પ્રાગભાવન સ્વીકારનારને આ આપત્તિ અનિવાર્ય છે.
આની સામે પ્રાગભાવનો સ્વીકાર ન કરનાર અદ્વૈત વેદાન્તી જણાવે છે કે ઉત્પન્ન ઘટની અવ્યવહિત ઉત્તર કાણે ઘટની ઉત્પત્તિ થતી નથી કારણ કે તેની ઉત્પત્તિમાં ઉત્પન્ન ઘટ પ્રતિબંધક છે.
પ્રાગભાવવાદી અદ્વૈત વેદાન્તીને કહે છે કે અહીં ઉત્પન્ન ઘટને પ્રતિબંધક તરીકે સ્વીકારતાં તો ઘટપ્રાગભાવનું ઘટોત્પત્તિમાં કારણત્વ અપરિહાર્ય થઈ પડે. કેવી રીતે એ સમજાવીએ છીએ. જે પ્રતિબંધક જે કાર્યનો હોય તે જ પ્રતિબંધકનો અભાવ તે જ કાર્યનું કારણ છે. જો ઉત્પન્ન ઘટને પ્રતિબંધક ગણીએ તો ઉત્પન્ન ઘટના અભાવને કારણે માનવું પડે. અને ઉત્પન્ન ઘટકો અભાવ ઉત્પન્ન ઘટના પ્રાગભાવથી અન્ય કંઈ જ નથી.
આની સામે અતવેદાન્તી ઉત્તર આપે છે કે જેઓ પ્રતિબંધકાભાવને કારણ ગણે છે તેઓ પણ કેવળ પ્રતિબંધકમાત્રના અભાવને કારણ નથી ગણતા પરંતુ ઉત્તેજકાભાવવિશિષ્ટ જ પ્રતિબંધકના અભાવને કારણ ગણે છે. તેવો પ્રતિબંધકાભાવ જ કાર્યોપયોગી છે. વિશિષ્ટપ્રતિયોગિક અભાવ જ પ્રતિબંધકાભાવે છે. પ્રાગભાવ વિશિષ્ટ પ્રતિયોગિક નથી. તેથી પ્રતિબંધકાભાવત્વરૂપે પ્રાગભાવની કારણતા જ બની શકતી નથી.”
વસ્તુતઃ કારણસામગ્રી હોવા છતાં કાર્યની ઉત્પત્તિ ન થવા દેનારને એટલે કે સામગ્રીકોલીનકાર્યનુત્પાદપ્રયોજકને જ પ્રતિબંધક કહ્યો છે. અમારા અદ્વૈતવાદીઓના મતે સામગ્રી• કાલીનકાર્યાનુત્પાદપ્રયોજકત્વ જ પ્રતિબંધકત્વનું લક્ષણ છે. તેથી પ્રતિબંધકાભાવ કાર્યનું . કારણ (સામગ્રીઅંતર્ગત અનેક કારણોમાંનું એક કારણ) બની શકે નહિ. પ્રતિબંધકાભાવને કાર્યનું કારણ ગણવામાં આવે તો પ્રતિબંધકાભાવ પણ સામગ્રીની અંદર સમાવેશ પામે. હવે સામગ્રી પ્રતિબંધકાભાવઘટિત હોવાથી સામગ્રી હોતાં કાર્યનો અનુત્પાદ કદી થઈ શકે જ નહિ. અને કાર્યનો અનુત્પાદ અપ્રસિદ્ધ હોય તો કાર્યાનુપાદનું પ્રયોજકત્વ જ કોઈ રીતે ઘટે નહિ. અમે અદ્વૈતવાદીઓએ આપેલ પ્રતિબંધકના લક્ષણ અનુસાર પ્રતિબંધકાભાવ કાર્યનું કારણ નથી. વસ્તુતઃ અમે અદ્વૈતવાદીઓએ આપેલું પ્રતિબંધકનું લક્ષણ જ લોકવ્યવહારથી પણ સમર્થિત છે. કારણસામગ્રી હાજર હોવા છતાં કાર્ય ઉત્પન્ન ન થાય તો જ લોકો કહે છે કે પ્રતિબંધકવશતઃ કાર્ય ઉત્પન્ન થયું નહિ. પરંતુ કારણના (કારણસામગ્રીના) અભાવને લીધે કાર્ય ઉત્પન્ન ન થાય તો લોકો કહેતા નથી કે પ્રતિબંધકવશતઃ કાર્ય ઉત્પન્ન થયું નહિ. વહ્નિના અભાવને કારણે દાહનો અનુત્પાદ હોય ત્યારે પ્રતિબંધકને કારણે દાહનો અનુત્પાદ થયો છે એમ લોકો કહેતા નથી. પરંતુ દાહકાર્યની કારણસામગ્રી હાજર હોવા છતાં દાહકાર્ય ન થાય ત્યારે પ્રતિબંધકને કારણે દાહકાર્ય ઉત્પન્ન થયું નહિ એમ લોકો કહે છે. લોકવ્યવહારનું