________________
પ્રાગભાતખંડન સ્વીકારવામાં ન આવે તો આત્મા આદિ નિત્ય વસ્તુની જેમ ઘટ આદિ વસ્તુનું પણ કાર્ય સિદ્ધ થશે નહિ. આત્મા વગેરે કાર્ય નથી અને ઘટ વગેરે કાર્ય છે, એનું કારણ શું? આત્મા વગેરે વસ્તુ પ્રાગભાવની પ્રતિયોગી નથી એટલે તે કાર્ય કે સાધ્ય પણ નથી, જ્યારે ઘટ વગેરે વસ્તુ પ્રાગભાવની પ્રતિયોગી છે એટલે તે કાર્ય કે સાધ્ય પણ છે. તેથી ઘટ વગેરે વસ્તુનું કાર્ય કે સાધ્યત્વ ઘટ વગેરે વસ્તુના પ્રાગભાવ પ્રતિયોગિત્વ વિના અનુપપન્ન થઈ પડે છે. એટલે ઘટવગેરે વસ્તુના કાર્યત્વની અનુપત્તિ જ પ્રાગભાવમાં પ્રમાણ છે.'
આના ઉત્તરમાં અદ્વૈત વેદાન્તી કહે છે કે જે સ્વરૂપવિરોષને કારણે ઘટાદિમાં પ્રાગભાવપ્રતિયોગિત્ય છે તે જ સ્વરૂપવિશેષને કારણે ઘટાદિનું કાર્યત્વ ઘટે છે. ઘટાદિનું કાર્યત્વ ઘટાવવા માટે પ્રાગભાવપ્રતિયોગિત્વ સ્વીકારવાની કોઈ જ જરૂર નથી. અસત્કાર્યવાદીને મતે ઉપાદાનકારણમાં કાર્યનું અસત્ત્વમાત્ર અપેક્ષિત છે. ઘટાદિની ઉત્પત્તિ પહેલાં ઘટાદિના ઉપાદાનફારણમાં ઘટાદિનું સત્ત્વ હોય તો ઘટાદિનું કાર્ય ઘટી શકે નહિ. અને ઉપાદાનકારણમાં કાર્યનું અસત્ત્વ કારણનિષ્ઠ અત્યન્તાભાવ દ્વારા જ ઘટી શકે છે. ઉપાદાનકરણમાં કાર્યનું અસત્ત્વ ઘટાવવા કારણનિષ્ઠ પ્રાગભાવ સ્વીકારવાની કોઈ જ આવશ્યકતા નથી. અહીં પ્રાગભાવવાદી એવી આપત્તિ આપી શકે નહિ કે પ્રાગભાવનો અપ્રતિયોગી પણ જો કાર્ય હોઈ રાતો હોય તો આત્મામાં કાર્યત્વની આપત્તિ આવે. પ્રાગભાવનો પ્રતિયોગી ન હોવાને કારણે જ આત્મા કાર્ય નથી. આના ઉત્તરમાં કહેવું જોઈએ કે જે સ્વરૂપવિશેષને કારણે આત્મા પ્રાગભાવનો પ્રતિયોગી બનતો નથી તે જ સ્વરૂપવિશેષને કારણે આત્મા કાર્ય પણ બને નહિ. આત્માની અકાર્યતાની સિદ્ધિને માટે આત્મામાં પ્રાગભાવનું અપ્રતિયોગિત્વ સ્વીકારવાની કોઈ જરૂર નથી. - ઉપરની ચર્ચા ઉપરથી સ્પષ્ટ થાય છે કે ‘નથી, નહતો, થશે આ ત્રિવિધ પ્રતીતિનો જે વિષય છે તે પ્રાગભાવ નથી જ. પ્રાગભાવન સ્વીકારીએ તો પણ કાર્યની ઉત્પત્તિ પહેલાં ‘નથી’ અને યો’ એ ઉભય પ્રતીતિ ઘટી શકે છે અને કાર્યની ઉત્પત્તિ પછી ‘આટલો કાળ સુધી કાર્ય નહતું એ પ્રતીતિનો વિષય પણ પ્રાગભાવન હોઈ એ પ્રતીતિ દ્વારા પ્રાગભાવ સિદ્ધ થાય નહિ.
એ જ રીતે, “આ ન થાઓ” એવી કામના પ્રાગભાવ વિના પણ ઘટી શક્તી હોઈ, એ કામનાને . ઘટાવવા માટે પ્રાગભાવનો સ્વીકાર જરૂરી છે એમ કહી શકાય નહિ.”
હવે પ્રાગભાવવાદી એક નવી આપત્તિ આપે છે. તે નીચે પ્રમાણે છે. પ્રાગભાવ ન , સ્વીકારીએ તો ઉત્પન્ન કાર્યની પુનરુત્પત્તિની આપત્તિ આવે. કાર્યની ઉત્પત્તિની અવ્યવહિત
પ્રાફિક્ષણ કાર્યની ઉત્પાદક સામગ્રી હોવાથી સામગ્રીની અવ્યવહિત ઉત્તરક્ષણ કાર્યની ઉત્પત્તિ થાય છે. જે સામગ્રી કાર્યની ઉત્પત્તિની અવ્યવહિત પ્રારક્ષણે હતી તે જ સામગ્રી કાર્યની ઉત્પત્તિની ક્ષણે પણ હોય છે, માત્ર સામગ્રીની અન્તર્ગત તે કાર્યનો પ્રાગભાવ હોતો નથી. તેથી પ્રાગભાવવાદીના મતે ઉત્પન્ન કાર્યની પુનરુત્પત્તિની આપત્તિ આવતી નથી. કાર્યનો પ્રાગભાવ પણ કાર્યની ઉત્પાદક કારણસામગ્રીની અંતર્ગત એક કારણ છે. કાર્યની ઉત્પત્તિની ક્ષણે કાર્યનો પ્રાગભાવનારા પામ્યો હોવાથી કાર્યનું સંપૂર્ણ કારણ અર્થાત્ સંપૂર્ણ સામગ્રી હોતી નથી. તેથી ઉત્પન્ન કાર્યની પુનરુત્પત્તિ થતી નથી. પરંતુ જેઓ પ્રાગભાવ સ્વીકારતા નથી તેમના મતમાં ઉત્પન્ન કાર્યની પુનરુત્પત્તિની આપત્તિ અપરિહાર્ય છે. જે સામગ્રી કાર્યની ઉત્પત્તિની અવ્યવહિત પ્રાફક્ષણે હતી તે જ સામગ્રી કાર્યની ઉત્પત્તિની ક્ષણે પણ હોય છે. સામગ્રી હોવા