________________
૧૦૬
શાંકર વેદાન્તમાં અવિદ્યાવિચાર
જ ઉત્પન્ન થાય છે. ઉત્પત્તિની પરક્ષણે ઉત્પન્ન દ્રવ્યમાં ગુણ ઉત્પન્ન થાય છે. જેમ ઉત્પન્ન દ્રવ્ય અનિત્ય છે તેમ ઉત્પન્ન દ્રષ્યના ગુણો પણ અનિત્ય છે. આ અનિત્ય ગુણોનું સમવાયિકારણ ઉત્પન્ન દ્રવ્ય જ છે. કારણ અવશ્યપણે કાર્યની પૂર્વે હોય છે. તેથી ગુણોત્પત્તિ પહેલાં સમવાયિકારણની સત્તા સ્વીકારવી જોઈએ. આ કારણે ગુણોનું સમવાયિકરણ દ્રવ્ય ગુણરહિત જ પ્રથમ ઉત્પન્ન થાય છે. દ્રવ્યની ઉત્પત્તિની પરક્ષણે ગુણ ઉત્પન્ન થાય છે. દ્રવ્યને ગુણસહિત જ ઉત્પન્ન થતું માનતાં તે ઉત્પન્ન ગુણોનું સમવાયિકરણ ગુણસહિત ઉત્પન્ન દ્રવ્ય બની શકે નહિ, કારણ કે કારણની સત્તા કાર્યોત્પત્તિ પહેલાં અવશ્ય હોય છે. અને ઉત્પન્ન ગુણ ગુણસહિત ઉત્પન્ન દ્રવ્યમાં સમવેત થઈ શકતા ન હોઈ અસમવેત ભાવકાર્યની આપત્તિ આવે. આ છે વૈશેષિકોનો અભિપ્રાય. એટલે જ વૈરોષિકો ‘આદ્યક્ષણે ઘટ નીરૂપ છે’ એવી પ્રતીતિ સ્વીકારે છે. ૪૧
અહીં પ્રાગભાવવાદીઓ આપત્તિ આપે છે કે ‘અહીં કપાલમાં અત્યારે ઘડો નથી’ એ પ્રતીતિનો વિષય જો સામાન્યધર્માવચ્છિન્નપ્રતિયોગિતાક યાવદ્વિશેષાભાવ હોય તો યાવદ્વિશેષાભાવથી અતિરિક્ત સામાન્યાભાવ સિદ્ધ થાય નહિ. યાવદ્વિશેષાભાવ જો સામાન્યધર્માવચ્છિન્નપ્રતિયોગિતાક હોય તો સામાન્યાભાવવિષયક પ્રતીતિ સામાન્યધર્માવચ્છિન્નપ્રતિયોગિતાક યાવદ્વિરોષાભાવ દ્વારા જ ચરિતાર્થ થઈ જાય. પરિણામે, અતિરિક્ત સામાન્યાભાવ માનવાની કોઈ આવશ્યક્તા જ રહે નહિ. આમ યાદ્વિશેષાભાષીય પ્રતિયોગિતા સામાન્યધર્માવચ્છિન્ન છે એવું સ્વીકારતાં સામાન્યાભાવ અસિદ્ધ થઈ પડે.
આના ઉત્તરમાં અદ્વૈતસિદ્ધિકાર નીચે મુજબ કહે છે. પ્રાગભાવ સ્વીકારીએ તો પણ અતિરિક્ત સામાન્યાભાવની અસિદ્ધિ આવી પડે છે. અતિરિક્ત સામાન્યાભાવ અને પ્રાગભાવ સુન્દ-ઉપસુન્દની જેમ પરસ્પર વ્યાહત છે. કેવી રીતે એ સમજાવીએ છીએ. જેઓ પ્રાગભાવ સ્વીકારે છે તેઓ અમુક વિશેષના અભાવને પણ સામાન્યધર્માવચ્છિન્નપ્રતિયોગિતાક જ ગણે છે, કારણ કે કોઈ અમુક કપાલમાં ‘ઘડો થરો’ એવી પ્રતીતિના વિષય પ્રાગભાવનો પ્રતિયોગી યાવટિ નથી પરંતુ અમુક ઘટ છે અને પ્રતિયોગિતાવચ્છેદક ધર્મ શુદ્ધ ઘટ છે. ‘અહીં કપાલમાં ઘડો નથી’ એ પ્રતીતિનો વિષય પ્રાગભાવ ઘટત્વસામાન્યધર્માવચ્છિન્નપ્રતિયોગિતાક છે. તેથી સામાન્યધર્માવચ્છિન્નપ્રતિયોગિતાક અભાવ સામાન્યાભાવ જ હોય છે એમ કહી શકાય નહિ. અમુક વિશેષનો પ્રાગભાવ પણ સામાન્યધર્માવચ્છિન્નપ્રતિયોગિતાક સ્વીકારવામાં આવ્યો છે. જે અભાવની પ્રતિયોગિતા સામાન્યધર્માવચ્છિન્ન છે તે અભાવ જો સામાન્યાભાવ જ હોય તો અમુક ઘટના પ્રાગભાવની પ્રતિયોગિતા પણ ઘટત્વસામાન્યધર્માવચ્છિન્ન હોઈ અમુક વિશેષનો પ્રાગભાવ પણ સામાન્યાભાવ થઈ પડે. પ્રાગભાવ સામાન્યાભાવ હોઈ શકે જ નહિ. તેથી દેખાય છે કે સામાન્યધર્માવચ્છિન્નપ્રતિયોગિતાક અભાવની પ્રતીતિનો વિષય વિશેષાભાવ પણ હોય છે, એટલે એ પ્રતીતિ દ્વારા વિશેષાભાવાતિરિક્ત સામાન્યાભાવની સિદ્ધિ થાય નહિં. જો એ પ્રતીતિ દ્વારા વિરોષાભાવાતિરિક્ત સામાન્યાભાવની સિદ્ધિ થતી હોય તો ‘અહીં કપાલમાં અત્યારે ઘટ નથી’ એ પ્રતીતિ કદી પણ પ્રાગભાવવિષયક બની શકે નહિ. અમુક વસ્તુના પ્રાગભાવની પ્રતિયોગિતા સામાન્યધર્માવચ્છિન્ન છે એમ પ્રાગભાવવાદીઓએ સ્વીકાર્યું છે. તેથી સામાન્યધર્માવચ્છિન્નપ્રતિયોગિતાક અભાવ વિશેષાભાવાતિરિક્ત સામાન્યાભાવ જ છે એમ તેઓ કહી શકે નહિ. જો તેઓ વિશેષાભાવાતિરિક્ત સામાન્યાભાવ સ્વીકારે તો તેમણે એ પણ સ્વીકારવું પડે કે અમુક વિશેષના અભાવની પ્રતિયોગિતા સામાન્યધર્માવચ્છિન્ન હોતી