________________
૧૧૮
શાંકર વેદાન્તમાં અવિવાવિયાર કપાલમાં ઘટનો અત્યન્તાભાવ સમયવિશેષાવચ્છિન્ન છે અને તખ્તમાં ઘટનો અત્યન્તાભાવ સમયવિશેષાનવચ્છિન્ન છે. તેથી કપાલ ઘટનું ઉપાદાનકારણ બને છે પણ તનુ ઘટનું ઉપાદાનકારણ બનતું નથી. સમયવિશેષાવચ્છિન્ન અત્યન્તાભાવ અને સમયવિશેષાનવચ્છિન્ન અત્યન્તાભાવ પરસ્પર વિલક્ષણ છે. તેથી સમયવિરોષાવચ્છિન્ન અત્યન્તાભાવ ધરાવતી વસ્તુ ઉપાદાનકારણ બની શકે પરંતુ સમયવિશેષાનવચ્છિન્ન અત્યન્તાભાવ ધરાવતી વસ્તુ ઉપાદાનકારણ બની શકે નહિ. યાવવિશેષાભાવાતિરિત સામાન્યાભાવનું ખંડન
અદ્વૈતસિદ્ધિકાર જણાવે છે કે જેઓ યાવવિરોષાભાવોથી અતિરિક્ત સામાન્યાભાવ સ્વીકારે છે તેમને ત્રણ વસ્તુની કલ્પના કરવી પડે છે - (૧) અતિરિક્ત સામાન્યાભાવમાં સામાન્યાધર્માવચ્છિન્નપ્રતિયોગિતાકત્વધર્મ, (૨) તે ધર્મનો આશ્રય અતિરિક્ત સામાન્યાભાવ ધર્મી, અને (૩) તે અતિરિક્ત સામાન્યાભાવ સાથે અનેક અધિકરણ વ્યક્તિઓના અનેક સંબંધ. ત્રણની કલ્પના કરવામાં ગૌરવદોષ છે. આમ સામાન્યાભાવનો સ્વીકાર કરવામાં ગૌરવદોષ છે. જેઓ સામાન્યાભાવ સ્વીકારે છે તેમણે પણ તત્તઢિશેષાભાવો અને તે અભાવોની એકાધિકરણવૃત્તિતા સ્વીકારવાં જ જોઈએ અને સ્વીકારે પણ છે. સામાન્યાભાવન સ્વીકારનાર અમે અદ્વૈત વેદાન્તીઓ બે જ વસ્તુઓ સ્વીકારીએ છીએ - (૧) એકાધિકરણવૃત્તિ યાવવિરોષાભાવોમાં સામાન્યધર્માવચ્છિન્નપ્રતિયોગિતાધર્મરૂપ એક અતિરિક્ત ધર્મ અને (૨) અનેક વ્યક્તિઓમાં તે ધર્મનું વ્યાસજ્યવૃત્તિત્વ આ બેનો જ સ્વીકાર કરવામાં આવતાં અતિરિક્ત સામાન્યાભાવના સ્વીકારની આવશ્યક્તા રહેતી જ નથી. અતિરિક્ત સામાન્યાભાવ સ્વીકારીએ તો ત્રણ કલ્પના કરવી પડે છે. અતિરિક્ત સામાન્યાભાવ ન સ્વીકારીએ તો બે જ કલ્પના કરવી પડે છે. આમ કલ્પનાલાઘવને કારણે અમે અદ્વૈત વેદાન્તીઓ બીજા પક્ષનો સ્વીકાર કરીએ છીએ, અતિરિક્ત સામાન્યાભાવ સ્વીકારતા નથી.”
આની સામે કેટલાક નીચે મુજબ આપત્તિ કરે છે. યાવવિશેષાભાવોમાં વ્યાસવૃત્તિ સામાન્યધર્માવચ્છિન્નપ્રતિયોગિતાકત્વધર્મ રહેતો હોઈ અતિરિક્ત સામાન્યાભાવ સ્વીકારવાની આવશ્યક્તા નથી એમ કહેવું યોગ્ય નથી, કારણ કે પ્રતિયોગિતાનો નિરૂપકત્વ ધર્મ તે તે અભાવમાં હોય છે. વસ્તુતઃ પ્રતિયોગિતાનો નિરૂપ ધર્મ જે અભાવમાં હોય તે અભાવથી તે નિરૂપકત્વ ધર્મ ભિન્ન ન હોય પરંતુ તે અભાવસ્વરૂપ જ હોય એવું સ્વીકારવું જોઈએ. તે તે - અભાવ અવ્યાસજ્યવૃત્તિ છે અને સામાન્યધર્માવચ્છિન્નપ્રતિયોગિતાનો નિરૂપત્વ ધર્મ
વ્યાસજ્યવૃત્તિ છે એમ સ્વીકારવામાં આવ્યું છે. પરંતુ વ્યાસજ્યવૃત્તિ ધર્મ અવ્યાસજ્યવૃત્તિને તે અભાવસ્વરૂપ હોઈ શકે જ નહીં. તેથી યાવવિશેષાભાવોમાં સામાન્યધર્માવચ્છિન્નપ્રતિયોગિતાકત્વ રૂપ વ્યાસજ્યવૃત્તિ ધર્મ સ્વીકારવો અયોગ્ય છે."
આની સામે નીચે મુજબ કહેવું જોઈએ. ઉપર કહેલી વાત બરાબર નથી. ઉદયનાચાર્યના આત્મતત્ત્વવિવેક ગ્રંથની દીધિતિ ટીકામાં જ્ઞાનની વિષયતાને જ્ઞાનસ્વરૂપથી અતિરિક્ત સ્થાપીને પ્રતિયોગિત્વ, અનુયોગિત્વ, વગેરેને પણ પ્રતિયોગી, અનુયોગી, વગેરેથી અતિરિક્ત સ્થાપિત કરવામાં આવ્યાં છે. અનુયોગિત્વધર્મ જો અનુયોગીથી અતિરિક્ત હોય તો સામાન્યધર્માવચ્છિન્નપ્રતિયોગિતાત્વધર્મ તેના આશ્રયભૂત તે તે વિરોષાભાવથી ભિન્ન જ હોય કારણ કે સામાન્યધર્માવચ્છિન્નપ્રતિયોગિતાવ ઉક્ત પ્રતિયોગિતાનું નિરૂપકત્વ છે. પ્રતિયોગિતાની