________________
પ્રાગભાવખંડન
૧૧૭
કહેવાની જરૂર નથી. એના બદલે કહેવું જોઈએ કે કપાલમાં કપાલત્વ ધર્મ છે માટે કપાલ ઘટનું ઉપાદાનકારણ બને છે પણ પટનું ઉપાદાનકારણ બનતું નથી. તેવી જ રીતે, તંતુમાં તંતુત્વ ધર્મ છે માટે તંતુ પટનું ઉપાદાનકારણ બને છે પણ ઘટનું ઉપાદાનકારણ બનતું નથી. આમ કપાલત્વ, તંતુત્વ આદિ ધર્મો દ્વારા જ ઉપાદેય ( = કાર્ય) ઘટ, ૫૮, આદિની ઉપાદાનકારણતાની વ્યવસ્થા બની રાકે છે. તેથી પ્રાગભાવ સ્વીકારવાની કોઈ આવશ્યક્તા નથી. પ્રદર્શિત રૂપે વ્યવસ્થા ન સ્વીકારો તો પ્રાગભાવ દ્વારા વ્યવસ્થા બની શકે જ નહિ. કેમ ? એનું કારણ સમજાવીએ છીએ. કપાલમાં ઘટનો પ્રાગભાવ છે પણ તંતુમાં નથી. આમ કપાલ ઘટપ્રાગભાવનો સંબંધી છે પરંતુ તંતુ ઘટપ્રાગભાવનો સંબંધી નથી. આ રીતે પ્રાગભાવના સંબંધીવિશેષનું અવધારણ કેમ કરીને થાય ? તે અવધારણ કરવા માટે પ્રાગભાવવાદીએ આ પ્રમાણે સ્વીકારવું જોઈએ વસ્તુમાં કપાલત્વ ધર્મ છે તે વસ્તુમાં જ ઘટપ્રાગભાવ છે, જેમાં કપાલત્વ ધર્મ નથી તેમાં ઘટપ્રાગભાવ નથી. અને ત્યાર પછી સ્વીકારવું જોઈએ કે જેમાં જેનો પ્રાગભાવ છે તે જ તેનું ઉપાદાનકારણ છે. આ રીતે પ્રાગભાવવાદીએ ઉપાદાનકારણતાની વ્યવસ્થા જણાવવી પડે. પરંતુ તેનો આ પ્રયાસ ગૌરવદોષવાળો બને. ઉપાદાનકારણતાની વ્યવસ્થા માટે પ્રાગભાવનો સ્વીકાર અને વળી પ્રાગભાવસંબંધીની વ્યવસ્થા માટે કપાલત્વ આદિ ધર્મના નિયામહ્ત્વનો સ્વીકાર - આ જ ગૌરવ છે. એની અપેક્ષાએ કપાલત્વ આદિ ધર્મને જ ઘટ આદિ ઉપાદેયની (= કાર્યની) ઉપાદાનકારણતાના વ્યવસ્થાપક તરીકે સ્વીકારી લઈએ તો ચાલી શકે છે અને પ્રાગભાવ સ્વીકારવાની કોઈ આવશ્યકતા રહેતી નથી.°
આ પ્રસંગે પ્રાગભાવવાદી નીચે પ્રમાણે તર્ક કરે છે. કાર્યની ઉત્પત્તિ પહેલાં કાર્યના ઉપાદાનકારણમાં કાર્યનો અભાવ હોય છે એ સૌને અનુભવસિદ્ધ છે. કાર્યની ઉત્પત્તિ પહેલાં કાર્યના ઉપાદાનકારણમાં કાર્યનો જે અભાવ હોય છે તે જ કાર્યનો પ્રાગભાવ છે. પ્રાગભાવને સ્વીકારીએ નહિ તો કાર્યની ઉત્પત્તિ પહેલાં કાર્યના ઉપાદાનમાં કાર્યનો પ્રતીયમાન અભાવ અત્યન્તાભાવ છે એમ જ સ્વીકારવું પડે. અને તેમાં એ સ્વીકારવું પડે કે જે જેના અંત્યન્તાભાવવાળો હોય તે તેનું ઉપાદાનકારણ હોય. પરંતુ આ તો તદ્દન અસંભવ છે. તેથી જ કાર્યની ઉત્પત્તિ પહેલાં કાર્યના ઉપાદાનકારણમાં કાર્યનો અત્યન્નાભાવ હોય છે એ માનવું અત્યન્ત અસંગત છે.
આની સામે ઉત્તરમાં અદ્વૈતસિદ્ધિકાર નીચે મુજબ રજૂઆત કરે છે. પ્રાગભાવવાદી પણ કાર્યના ઉપાદાનકારણમાં કાર્યનો અત્યન્નાભાવ સ્વીકારે જ છે. તેમના અનુસાર પણ ઘટના ઉપાદાનકારણ કપાલમાં ઘંટનો પ્રાગભાવ હોવા છતાં સંયોગસંબંધથી કપાલમાં ઘટનો અત્યન્તાભાવ છે. તેઓ સમવાયસંબંધથી કપાલમાં ઘટનો અત્યન્તાભાવ સ્વીકારતા ન હોવા છતાં સંયોગ આદિ સંબંધથી ઇંટનો પાલમાં અત્યન્તાભાવ સ્વીકારે છે જ. તેથી અત્યન્તાભાવવાન્ ઉપાદાનકારણ હોતું નથી એવું કહી શકાય નહિ. કાર્યની ઉત્પત્તિ પહેલાં કાર્યના ઉપાદાનકારણમાં કાર્યનો અત્યન્તાભાવ હોવા છતાં કાર્યની ઉત્પત્તિ પછી કાર્યના ઉપાદાનકારણમાં કાર્યનો અત્યન્તાભાવ નથી હોતો. અમુક સમયે અત્યન્તાભાવ હોવા છતાં અમુક સમયે અત્યન્તાભાવ હોતો નથી. તેથી સમયવિરોષાવચ્છિન્નાત્યન્તાભાવવાન્ ઉપાદાનકારણ હોય છે. સમયવિશેષાનવચ્છિન્નાત્યન્નાભાવવાન્ ઉપાદાનકારણ હોતું નથી. ઘટની ઉત્પત્તિ પહેલાં