________________
૧૫
પ્રાગભાવખંડન જ્ઞાન સંભવતું નથી. અભાવપ્રતીતિમાં પ્રતિયોગિતાવચ્છેદકરૂપે જ પ્રતિયોગી અભાવાશે વિશેષણ બને છે. પરિણામે પ્રાગભાવદશામાં પ્રતિયોગિતાવચ્છેદકવિશિષ્ટ પ્રતિયોગીનું જ્ઞાન સંભવિત ન હોઈ પ્રાગભાવની પ્રતીતિ અસિદ્ધ જ રહે છે. કોઈક કપાલે ઘટના પ્રાગભાવની પ્રતીતિમાં એ જ પ્રાગભાવનો પ્રતિયોગિતાવચ્છેદક ધર્મ તવ્યક્તિત્વ કે તઘટત્વ છે, પરંતુ શુદ્ધ ઘટનથી. અમુક ઘટના ઉપાદાન અમુક કપાલમાં યાવર્ઘટનો (= સઘળા ઘટનો) પ્રાગભાવ હોય નહિ. પ્રાગભાવ પ્રતિયોગીનો જનક છે. અમુક કપાલમાં યાવઘટ ઉત્પન્ન થતા નથી. તેથી ઉપાદાનમાં ઉપાદેય વ્યક્તિનો જ પ્રાગભાવ સ્વીકારાયો છે. અનુપાદેય વ્યક્તિનો પ્રાગભાવ અનુપાદાનમાં કદી હોય નહિ. આ કારણે અમુક કપાલમાં અમુક ઘટવ્યક્તિનો પ્રાગભાવ હોય છે, યાવઘટનો પ્રાગભાવ હોતો નથી. તેથી પ્રાગભાવપ્રતીતિ અસિદ્ધ જ રહે છે. જેઓ પ્રાગભાવ સ્વીકારતા નથી તેમને આવી કોઈ મુશ્કેલી અનુભવવી પડતી નથી. એટલે જ અદ્વૈત વેદાન્તીઓ પ્રાગભાવ સ્વીકારતા નથી. જો કોઈક સ્થળે તેઓ પણ પ્રાગભાવનો વ્યવહાર કરતા જણાય તો ત્યાં તેઓ ચરમતનો અભ્યપગમ કરીને તેમ કરે છે એમ જ સમજવું.”
આની સામે દૈતવાદી નીચે પ્રમાણે જણાવે છે. “અહીં કપાલમાં ઘડો થશે ( પાસે ધરો મવિષ્યતિ) એ પ્રતીતિનો વિષય પ્રાગભાવન હોવા છતાં ‘અહીં કપાલમાં અત્યારે ઘડો નથી (ફુર #પ ાન ધરો નાતિ) એ પ્રતીતિનો વિષય તો પ્રાગભાવ જ હોવો ઉચિત છે. આના ઉત્તરમાં અદ્વૈતસિદ્ધિકાર કહે છે કે અગાઉ પ્રદર્શિત તર્ક દ્વારા એ સ્થિર થયું છે કે અમુક વિરોષનો અભાવ સામાન્યધર્માવચ્છિન્નપ્રતિયોગિતાક બની શકે નહિ. એટલે ‘અહીં કપાલમાં અત્યારે ઘડો નથી એ પ્રતીતિનો વિષય પ્રાગભાવનથી જ. તેનો વિષય તો ઘટનો અત્યન્તાભાવ છે. સમયવિશેષસંબંધી અત્યન્તાભાવ જ ઉક્ત પ્રતીતિનો વિષય છે. તેથી ઘટત્વરૂપ સામાન્યધર્મથી અવચ્છિન્ન પ્રતિયોગિતાવાળો અને તત્કાલાવચ્છિન્ન યાવવિશેષાભાવ ઉક્ત પ્રતીતિનો વિષય બને છે. ‘કપાલમાં અત્યારે ઘડો નથી’ એ પ્રતીતિનો વિષય અત્યનાભાવ તત્કાલાવચ્છિન્ન છે અને એ અત્યન્તાભાવનો પ્રતિયોગિતાવચ્છેદક ધર્મ ઘટવરૂપ સામાન્ય છે. ઘટત્વસામાન્યધર્માવચ્છિન્નપ્રતિયોગિતા યાવદિોષાભાવ જ ઉક્ત પ્રતીતિનો વિષય છે. .' જો કે અદ્વૈતસિદ્ધિકારે ‘અહીં કપાલમાં અત્યારે ઘડો નથી’ એ પ્રતીતિનો વિષય યાવદ્વિશેષાભાવ છે એમ કહ્યું છે, યાવદ્વિશેષાભાવથી અતિરિક્ત એવા ઘટસામાન્યાભાવને કહ્યો નથી, તેમ છતાં યાવદ્વિષાભાવથી અતિરિક્ત એવા સામાચાભાવને પણ કહી શકાય. જેમ ધ્વંસ અને પ્રાગભાવનો અવચ્છેદક સમયવિશેષ છે તેમ અત્યન્તાભાવનો પણ અવચ્છેદક સમયવિરોષ બની શકે છે. “અહીંકપાલમાં અત્યારે ઘડો નથી’ એ પ્રતીતિનો વિષય અત્યન્તાભાવ એતત્કાલાવચ્છિન્ન જ છે. તેથી અત્યતાભાવથી અતિરિક્ત પ્રાગભાવને સ્વીકારવાની કોઈ જરૂર નથી. જો સમયવિશેષાવચ્છિન્ન અત્યન્તાભાવ સ્વીકારવામાં ન આવે તો “આઘક્ષણે ઘટ નીરૂપ છે એવી પ્રતીતિ ઘટે જ નહિ. રૂપનો આઘાણાવચ્છિન્ન અત્યન્તાભાવ જ ઉક્ત પ્રતીતિનો વિષય છે.*
પ્રાગભાવવાદી કહેશે કે રૂપનો પ્રાગભાવ જ “આઘાણે ઘટ નીરૂપ છે એ પ્રતીતિનો વિષય છે. પરંતુ અદ્વૈતવેદાન્તી ઉત્તરમાં કહે છે કે જો રૂપપ્રાગભાવ જ નીરૂપ એ પ્રતીતિનો વિષય હોય તો રૂપવાન ઘડામાં પણ ભાવી રૂપનો પ્રાગભાવ હોઈ રૂપવાન ઘડો પણ “નીરૂપ એ પ્રતીતિનો વિષય થઈ પડે. ઉત્પન્નદ્રવ્ય પ્રથમ હાણે નિર્ગુણ હોય છે એમોષિકો સ્વીકારે છે. દ્રવ્ય નિર્ગુણ