________________
૧૦૦
શાંકર વેદાન્તમાં અવિદ્યાવિયાર્
વિશિષ્ટ વસ્તુનું સમવાયી, અસમવાયી અને નિમિત્ત કારણ શું હશે ? જો કહેવામાં આવે કે વિશેષણાદિ જ તેનું સમવાયિકારણ બનશે તો તેની સામે કહેવું જોઈએ કે જે સ્થળે ગુણ, કર્મ વગેરે વિશેષણ હશે ત્યાં ગુણ, કર્મ પોતે સમવાયિકારણ બની જવાની આપત્તિ આવશે. ૧૯
વળી, જો વિશિષ્ટ વિશેષ્યથી ભિન્ન હોય તો વિશિષ્ટ વસ્તુ પણ વિશેષણાદિભેદવિશિષ્ટ હોઈ વિશેષ્યથી ભિન્ન બની જાય. અને તેમ થાય તો અનવસ્થાની આપત્તિ આવે. સર્વત્ર શુદ્ધ વિશેષ્ય હોય, વિશિષ્ટ વિરોષ્ય હોઈ શકે નહિ – એવું તો છે નહિ. વિશિષ્ટ વિશેષ્ય હોવાથી અનવસ્થા થાય. વિશિષ્ટથી વિશેષ્ય ભિન્ન છે. તે વિશિષ્ટ પણ વિશેષ્ય હોઈ તે પણ વિશિષ્ટથી ભિન્ન છે – આ રીતે અવિશ્રાન્ત ભેદધારાને સ્વીકારવી પડે. ઉપરાંત, વિશિષ્ટ વિશેષ્યથી ભિન્ન છે એમ સ્વીકારીએ તો બીજો દોષ એ આવે કે ‘પંડિત થશે’ એવી બુદ્ધિના વિષય વિશેષણની જ ભવિષ્યત્તા ખને પણ વિશેષ્યની ભવિષ્યત્તા મને નહિ. પરિણામે, પંડિતનું પાંડિત્ય જ ભવિષ્યત્તાયુક્ત છે એમ કહેવાનું થાય. અને તો પછી ‘પંડિત થશે’. એ પ્રતીતિનો વિષય પાંડિત્ય જ બનરો. ‘પંડિત થરો’ એનો અર્થ કેવળ ‘પાંડિત્ય થશે’ એ જ થશે.॰ પરંતુ આપણને તો પંડિત દેવદત્તની ભવિષ્યત્તાનો અનુભવ થાય છે, પાંડિત્યની ભવિષ્યાનો અનુભવ થતો નથી. વિશિષ્ટને વિરોષ્યથી ભિન્ન માનનારે પંડિત દેવદત્તની ભવિષ્યત્તાના અનુભવનો ખુલાસો કરવા બહુ કલ્પનાઓ કરવી પડશે. ‘રેવત્તઃ úિતો મવિષ્યતિ' (‘= દેવદત્ત પંડિત થશે’) એ શબ્દપ્રયોગમાં દેવદત્તોત્તર પ્રથમા વિભક્તિની સપ્તમી વિભક્તિના અર્થમાં લક્ષણા કરવી પડે. એ જ રીતે ‘પંડિત’ શબ્દની પાંડિત્યધર્મમાં લક્ષણા સ્વીકારવી પડે. એ જ રીતે પુંલિંગ ‘પંડિત’ શબ્દનો નપુંસકલિંગમાં વ્યત્યાસ કરવો પડે. આમ બહુ કલ્પના કરવાની આપત્તિ આવે છે. તેથી વિશિષ્ટ વિશેષ્યથી ભિન્ન છે એમ કહેવું જરાય સંગત નથી. અને વિશિષ્ટ વિશેષ્યથી અભિન્ન હોતાં ‘દેવદત્ત પંડિત થશે’ એવી ભવિષ્યત્તાપ્રતીતિનો વિષય વર્તમાન પ્રાગભાવનું પ્રતિયોગિત્વ હોઈ શકે નહિ.૧
અહીં પ્રાગભાવવાદી શંકા કરે છે કે પ્રાગભાવનો સ્વીકાર ન કરીએ તો ‘પંડિત થશે’ એ પ્રતીતિનો વિષય ક્યો અભાવ બનશે ? દેવદત્તના અસ્તિત્વકાળે દેવદત્તનો અભાવ તો હોઈ શકે નહિ.૨ આના ઉત્તરમાં અદ્વૈતવેદાન્તી કહે છે કે પંડિતત્વવિશિષ્ટ દેવદત્તનો અત્યન્તાભાવ જ ઉક્ત પ્રતીતિનો વિષય બનશે. અહીં પંડિતત્વ વિરોષણનો અભાવ છે, એને કારણે પંડિતત્વવિશિષ્ટ દેવદત્તનો અભાવ છે, અને પંડિતત્વવિશિષ્ટ દેવદત્તનો અભાવ તો દેવદત્તના અસ્તિત્વકાળે પણ સંભવે છે. આમ વિદ્યમાન વસ્તુનું પણ પ્રાગસત્ત્વ અત્યન્તાભાવ દ્વારા જ ઘટી શકતું હોઈ પ્રાગભાવ સ્વીકારવાની કોઈ જ જરૂર નથી.- અહીં પ્રાગભાવવાદી આપત્તિ આપે છે કે વિદ્યમાન વસ્તુનું પણ પ્રાજ્કાલાસત્ત્વ અત્યન્તાભાવ દ્વારા ઘટી શકતું હોવા છતાં કાળનો પ્રાક્ત્વ ધર્મ, પ્રાગભાવ ન સ્વીકારવામાં આવે તો, સમજાવી શકાય નહિ. જે કાલ પ્રાગભાવનો આધાર છે તે કાલ જ પ્રાફ્કાલ છે. તેથી કાળના પ્રાક્ત્વનું નિરૂપણ કરવા માટે પ્રાગભાવનો સ્વીકાર કરવો જ જોઈએ.* આના જવાખમાં અદ્વૈતવેદાન્તી જણાવે છે કે કાળના પ્રાહ્ત્વનું નિરૂપણ કરવા માટે પ્રાગભાવ સ્વીકારવો જરૂરી નથી. જે કાળ પ્રતિયોગી અને પ્રતિયોગિધ્વંસનો આધાર નથી તે કાળ જ પ્રાફ્કાલ છે. જે કાળે પ્રતિયોગી પણ નથી અને પ્રતિયોગીનો ધ્વંસ પણ નથી તે કાળ જ પ્રતિયોગીનો પ્રાફ્કાળ છે.પ
અહીં પ્રાગભાવવાદી આપત્તિ આપે છે કે જો ઘટ આદિ વસ્તુમાં પ્રાગભાવનું પ્રતિયોગિત્વ