________________
પ્રાગપવખંડન છે એ વસ્તુ પુરવાર કરતું બીજું પ્રમાણ એ છે કે વાયુમાં પ્રત્યેકરૂપ પ્રતિયોગિક નિખિલરૂપાભાવો એવો જે પુરુષને નિશ્ચય છે, તે પુરુષને એવી નિશ્ચયદશામાં વાયુમાં રૂપ છે કે નહિ એવો સંશય થઈ શકે જ નહિ. તેથી વાયુમાં રૂપ છે કે નહિ એવો સંશય વાયુગત ધર્મમાં જે પિત્વનો સંશય થાય છે તે સંશય વડે આહિત સંશય જ છે, એમ સ્વીકારવું જોઈએ. પરિણામે, પૂર્વપક્ષીએ દર્શાવ્યા પ્રમાણે સામાન્યાભાવ સિદ્ધ થઈ શકતો નથી. પ્રાગભાવની સિદ્ધિ માટે આપવામાં આવતા પ્રથમ પ્રમાણનું ખંડન અહીં સમાપ્ત થાય છે.
(૨) પટોત્પત્તિ પહેલાં થતી ‘તતુઓમાં પટનથી” એ પ્રતીતિનો વિષય ઘટનો પ્રાગભાવ હોઈ શકે નહિ એ વિશદરૂપે ઉપર સમજાવવામાં આવ્યું છે. જેમ તમ્બુઓમાં પટોત્પત્તિ પહેલાં થતી ‘તખ્તઓમાં પટનથી એવી બુદ્ધિ પટના પ્રાગભાવવિષયક નથી તેમતતુઓમાં પટોત્પત્તિ પછી થતી ‘આટલા કાળ સુધી તખ્તઓમાં પટ હતો નહિ એવી બુદ્ધિ પણ પટના પ્રાગભાવવિષયક નથી અર્થાત્ આ બુદ્ધિ પણ પ્રાગભાવમાં પ્રમાણ નથી. કેમ? તેનું કારણ એ કે ઘટશૂન્ય ભૂતલે ઘટ લાવ્યા પછી ‘આટલા સમય સુધી ભૂતલે ઘટ હતો નહિ એવી પ્રતીતિ સૌને થાય છે પરંતુ એ પ્રતીતિનો વિષય ઘટપ્રાગભાવ નથી જ. ઘટનો પ્રાગભાવ ઘટના સમવાયિકારણમાં જ હોય છે. પરંતુ ભૂતલ ઘટનું સમવાયિકરણ નથી. ઘટનું સમાયિકરણ તો કપાલ છે. તેથી આટલો વખત ભૂતલેંઘટ હતોંનહિ એવી બુદ્ધિનો વિષય ઘટનો અત્યન્તાભાવ જ છે એ બધા સ્વીકારે છે. 'તખ્તઓમાં પટન હતો’ અને ‘ભૂત ઘટન હતો એ ઉભય પ્રતીતિ સમાનરૂપ હોઈ એક પ્રતીતિનો વિષય પ્રાગભાવ અને બીજીનો વિષય અત્યન્તાભાવ એમ કોઈ પણ રીતે કહી શકાય નહિ. તેમાં પ્રતીતિનો અપલાપ થાય. વિલક્ષણવિષયક અવિલક્ષણ પ્રતીતિ સ્વીકારતાં વ્યવસ્થાની રક્ષા થઈ શકશે નહિ. તેથી ‘આટલો કાળ તખ્તઓમાં પટ હતો નહિ એવી બુદ્ધિ પણ પ્રાગભાવમાં પ્રમાણ નથી." . (૩) આ જ રીતે ત્રીજો પક્ષ પણ અસંગત છે. ‘આન થાઓ’ એવી કામના પણ પ્રાગ
ભાવવિષયક નથી. જો કહેવામાં આવે કે “આ ન થાઓ એવી કામનાનો વિષય પ્રાગભાવ છે - કારણ કે “આ ન થાઓ એવી કામનાનો વિષય જે અભાવ છે તે અત્યન્તાભાવ હોઈ શકે જ
નહિ. અત્યન્તાભાવ નિત્ય છે અને એટલે તે સાધ્ય નથી. કામના તો સાધ્ય વિષયની જ હોઈ
શકે ‘આનાથાઓ એવી કામનાનો વિષય પ્રધ્વસ (પ્રāસાભાવ) પણ ન હોઈ શકે. પ્રધ્વસ ' સાધ્ય છે એ વાત સાચી. પરંતુ અનિષ્પનપ્રતિયોગિક પ્રવ્રુસ જ “આ ન થાઓ એવી
કામનાનો વિષય બની શકે, જ્યારે અનિષ્પન્નપ્રતિયોગિક પ્રધ્વસ સ્વયં અપ્રસિદ્ધ છે, અનિષ્પન્નપ્રતિયોગિક પ્રધ્વંસ જેવી કોઈ વસ્તુ જ નથી. પ્રધ્વસનો પ્રતિયોગી નિષ્પન્ન હોય તો તે પ્રતિયોગીના પ્રવંસવિષયક કામના બની શકે પણ તે કામના “આ ન થાઓ એન જ હોય કારણ કે આ કામનાનો વિષય અનિષ્પન્નપ્રતિયોગિક પ્રવંસ જ હોય જે સ્વયં અપ્રસિદ્ધ છે. આમ અત્યન્તાભાવ અને પ્રધ્વંસ (પ્રવ્રુસાભાવ) ઉભય “આ ન થાઓ એ કામનાનો વિષય બની શક્તાન હોઈ પ્રાગભાવને જ આ કામનાનો વિષય માનવો જોઈએ. અહીં કોઈ આપત્તિ આપે કે પ્રાગભાવ પણ અનાદિ વસ્તુ હોઈ તે કેવી રીતે કામ્ય બની શકે? આના ઉત્તરમાં કહેવું
જોઈએ કે પ્રાગભાવ અનાદિ હોવા છતાં પ્રાગભાવના પ્રતિયોગીનો જે જનક હોય તેના વિઘટન 1. દ્વારા પ્રાગભાવપરિપાલન સાધ્ય બની શકતું હોઈ પ્રાગભાવ ઉક્ત કામનાનો વિષય બનશે.
પ્રાગભાવ સાધ્ય ન હોવા છતાં પ્રાગભાવનો કાલાન્તરસંબંધ પ્રાગભાવના પ્રતિયોગીના જનકના