Book Title: Atmani Tran Avasthao
Author(s): Ramchandrasuri, Kirtisurishwar
Publisher: Sanmarg Prakashan
________________
પ્રકાશકીય
જૈન શાસનના જ્યોતિર્ધર, સંઘસન્માર્ગદર્શક, વ્યાખ્યાનવાચસ્પતિ, સુવિશાળ ગચ્છાધિપતિ પૂજ્યપાદ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ આઠઆઠ દાયકા સુધી અકબંધ અવિરત વીતરાગ વાણીનો જે ધોધ વહેવડાવ્યો હતો, તેને સુંદરતમ રૂપરંગમાં ભવ્ય જીવો સુધી પહોંચાડવાનું ભગીરથ કાર્ય અમોએ શરૂ કરેલ છે.
પૂજ્યશ્રીના પુણ્ય નામથી પવિત્ર બનેલ ગ્રંથમાળા તરીકે પાંચ વર્ષમાં ૧૦૮ પુસ્તકો ઉપરાંત અન્ય કેટલાંક દળદાર અને ઉપયોગી પુસ્તકો પણ અમે પ્રકાશિત કરી શક્યા છીએ.
એ જ માળાના નૂતન મણકા તરીકે “આત્માની ત્રણ અવસ્થાઓ' નામે સદર પુસ્તક પ્રકાશિત કરીએ છીએ. જેમાં બહિરાત્મા-અંતરાત્મા અને પરમાત્મા : એમ આત્માની ત્રણે અવસ્થાઓને લક્ષ્યમાં લઈ વિશિષ્ટ શૈલીમાં પૂ. પ્રવચનકારશ્રીજીએ આપેલાં અને જૈન પ્રવચનમાં છપાયેલાં પ્રવચનોને અહીં આવરી લેવાયાં છે.
અમારા દ્વારા થતી શ્રુતભક્તિની વર્ધમાન વિકાસ યાત્રાના અસાધારણ કારણરૂપ – – પરમતારક પરમાત્મા, - પરમતારક પરમગુરુદેવ વ્યાખ્યાન વાચસ્પતિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્
વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા, - પરમ વાત્સલ્યનિધિ સુવિશાળ ગચ્છાધિપતિ પૂજ્યાચાર્ય શ્રીમદ્ વિજય
મહોદયસૂરીશ્વરજી મહારાજા - વર્ધમાન તપોનિધિ પૂજ્યાચાર્ય શ્રીમદ્ વિજય ગુણયશસૂરીશ્વરજી મહારાજ તેમજ
પ્રસ્તુત ગ્રંથનું સુંદર સંપાદન કરી આપનાર, શાસ્ત્રીય માર્ગદર્શક, - પ્રવચન પ્રભાવક પૂજ્યાચાર્ય શ્રીમદ્ વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજ
આ સર્વે પરમપૂજ્યોના ચરણે વંદનાવલી અર્પવાપૂર્વક તેઓશ્રીજીના ઉપકારોનું અમે સ્મરણ કરીએ છીએ.
અમારા પ્રકાશનોને ઉમળકાભેર વધાવી લેનાર વિશાળ જિજ્ઞાસુ-વાચક વર્ગના અમે આભારી છીએ. શ્રુતભક્તિની આવી સુંદર તકો ઉપરા ઉપરી અમોને મળ્યા જ કરે એ જ શાસનદેવને પ્રાર્થના.
- જન્મા પ્રત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76