Book Title: Atmani Tran Avasthao
Author(s): Ramchandrasuri, Kirtisurishwar
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 37
________________ સાધક અને બાધક અવસ્થા: પોતાના આત્માને પરમાત્મદશાએ પહોંચાડવાની ઇચ્છા જમ્યા પછીથી પણ, એને અનુરૂપ વર્તન કરવાની જરૂર ઉભી જ રહે છે. આત્માને પરમાત્મ-દશાએ પહોંચાડવાની ઇચ્છા માત્રથી જ, આત્મા પરમાત્મ-દશાને પ્રાપ્ત કરી શકતો નથી. આત્માને પરમાત્મ-દશાએ પહોંચાડવા માટે, એ દશાની બાધક અવસ્થાને ટાળવી જોઈએ અને એ દશાની સાધક અવસ્થાને પ્રગટ કરવી જોઈએ. બાધક દશાથી છૂટવું, સાધક દશાને પ્રાપ્ત કરવી અને એ રીતે આત્માની જે પરમ વિશુદ્ધાવસ્થા છે તે સ્વાભાવિક અવસ્થાને પ્રગટાવવી, એ જ આપણી સર્વ વિચારણાઓનો સાર છે. આત્માની ઉંચામાં ઉંચી અવસ્થા, તે પરમાત્મ-દશા છે : એ પરમાત્મ-દશાની બાધક એવી જે અવસ્થા છે, તે બહિરાત્મ-દશા છે અને એ પરમાત્મ-દશાની સાધક એવી જે અવસ્થા છે, તે અંતરાત્મ અવસ્થા છે. આ ત્રણ અવસ્થાઓના સ્વરૂપનો ખ્યાલ રાખીને જ આપણે એ વિચાર કરવો જોઈએ કે વર્તમાનમાં આપણે કેવા છીએ ? વર્તમાનમાં આપણે જો બહિરાત્મ-દશામાં હોઈએ તો આપણે આપણી એ બહિરાત્મ-દશાથી મુક્ત બનીને અંતરાત્મ-દશાને પ્રાપ્ત કરવી જોઈએ કારણ કે આ અંતરાત્મ-દશા પ્રાપ્ત થયા વિના પરમાત્મદશાએ પહોંચાય એ શક્ય નથી. બાધકને તજીએ, સાધકને સ્વીકારીએ અને સાધકમાં ખૂબ ખૂબ ઓતપ્રોત બની જઈએ, તો જ પરિણામે આપણે આપણી પરમાત્મ-દશાનું પ્રગટીકરણ કરી શકીએ. આત્માનો વિકાસ ક્યારે ? જ્યાં સુધી આત્માને પરમાત્મ-દશાએ પહોંચાડવાનું ધ્યેય નિશ્ચિત થાય નહિ, ત્યાં સુધી આપણે કેવા છીએ અને કેવા બનવું જોઈએ- એ વિષેના જેવા વિચારો થવા જોઈએ તે થઈ શકે નહિ અને કોઈ તેવા વિચારો સંભળાવે તો ય જેટલા પ્રેમથી એ સંભળાવા જોઈએ તેટલા પ્રેમથી તે સાંભળી શકાય નહિ : પછી અમલની વાત તો રહી જ ક્યાં ? આપણને એમ થઈ જવું જોઈએ કે પરમાત્મ-દશા એ જ મારી સુવિશુદ્ધાવસ્થા છે અને જ્યાં સુધી એ દશાએ હું ન પહોંચું, ત્યાં સુધી મારો વિકાસ અધુરો છે. પરમાત્મ-દશાની પ્રાપ્તિ એ જ મારો પરિપૂર્ણ અને વાસ્તવિક વિકાસ છે. આવું જ માને અને એવા વિકાસની પ્રાપ્તિને જે ઇચ્છે, તે જ સાચો આસ્તિક છે. આજે આસ્તિક તો ઘણા કહેવાય છે, પણ આસ્તિક તરીકે ૨૮ પૂ.આ. રામચંદ્રસૂરિ સ્મૃતિગ્રંથમાળા - ૩૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76