Book Title: Atmani Tran Avasthao
Author(s): Ramchandrasuri, Kirtisurishwar
Publisher: Sanmarg Prakashan

Previous | Next

Page 58
________________ કરતાં અહીં આવનારાઓ ઓછા જ હોય, કારણ કે - મોંઘી ચીજના ગ્રાહક હંમેશને માટે ઓછા જ હોય છે. બજારમાં જવામાં અને અહીં આવવામાં મોટો ભેદ છે. બજારમાં તો, મા, બાપ અને બાયડી પણ “તમે જાવ' એમ હૈયાથી ઇચ્છે છે, કારણ કે બજારમાં જેનો રાગ વધે છે તેના જ રાગ ઉપર અહીં કાપ પડે છે. અહીં ઘણી મોંઘી ચીજનો વ્યાપાર ચાલે છે. અહીં આવેલાઓમાં પણ અહીં જે ચીજનો વ્યાપાર ચાલે છે, તેની ખરીદી કરવામાં તત્પર કેટલા ? થોડા જ ને ? બજારમાં જતાં દુઃખ થાય છે? અહીં આવેલાને જો પોતાનું પરમાત્મ – સ્વરૂપ પ્રગટાવવાની ભાવના ન જાગે, તો દુઃખ થવું જોઈએ. પરમાત્મ-સ્વરૂપનો અર્થી બનેલો, આજની જેમ બજારોમાં ભટકે ખરો? ગ્રાહકોને છેતરવામાં, એ રસ માણે ?“એક જ ભાવ'નું બોર્ડ મારીને અનેક ભાવો કરવામાં, એ કુશળતા માને ? જેવો આદમી તેવી વાત કરીને એને સીસામાં ઉતારવામાં, એ પોતાની હુંશીયારી માનીને આનંદ અનુભવે ? આત્મા જેવો આત્મા આજે બજારોમાં ભટકે છે, ગ્રાહકોને છેતરવામાં રસ માણે છે, એક જ ભાવનું બોર્ડ મારીને અનેક ભાવો કરવામાં કુશળતા સમજે છે અને જેવો આદમી તેવી વાત કરીને સામાને સીસામાં ઉતારવામાં આનંદ અનુભવે છે, એ કઇ દશા ? આસ્તિકતાનું લક્ષણ છે ? પેઢી ઉપર જતાં આત્મામાં ખટકારો થાય છે ? કેવો? પરમાત્મ-દશાનો સ્વામી બની શકે એવો આત્મા ચાલ્યો ભિખારીવેડા કરવા ! બજારમાં જવું પડે તો ય જતાં દુ:ખ થવું જોઈએ. આપણે કોણ? સ્વરૂપે અનંતજ્ઞાનાદિના સ્વામી, પણ અત્યારે કેવા ? આપણને આપણા સ્વરૂપનો ખ્યાલ તો હોવો જોઈએ ને ? અમને પુસ્તક જોવું પડે છે અને જોઈએ છીએ. પણ એમ થાય છે કે અનંત જ્ઞાનનો સ્વામી અત્યારે એવો છે કે એને જડના આધાર વિના ચાલી શકતું નથી. આત્મામાં જ્ઞાનગુણ કેવો ? અક્ષરોના જેટલા જેટલા સંયોગો સંભવિત છે, તે સર્વ અક્ષરસંયોગોના અર્થને જાણી શકે એવા શ્રુતકેવલી પણ કેવળજ્ઞાની પાસે કેવા? કેવલજ્ઞાન પાસે એમનું જ્ઞાન, સાગર, પાસે બિંદુ સમાન છે. એવું કેવલજ્ઞાન આત્મામાં છે, પણ હાલ અવરાએલું છે. પણ જો આપણા એ શાનગુણનો ખ્યાલ હોય, તો જાણવા માટે પુસ્તકનો આધાર લેવો પડે - એવી દશા ન ખટકે, એ કેમ બને ? અનંત જ્ઞાનના સ્વામીને પુસ્તકનો આધાર શાથી લેવો પડે છે ? એ જડ જેવો બન્યો છે માટે ! આપણે આવા વિચારો మనసిన మనవడిసిపోయయయజేయండి અલ્માની ત્રણ અવસ્મો re Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76