________________
તમે મોતી છો કે કલચર ?
આ કાળમાં લક્ષ્મીનો લોભ હોય કે લક્ષ્મીની મૂચ્છ ઉતારવાની હોય ? આજે એવા પણ માણસો છે, કે જે કહે છે કે કમાઈએ તેમાંથી બાર આનાથી વધારે ભાગ તો સરકાર લઈ લે છે, આ ટેક્ષ ને તે ટેક્ષ. હવે તો આટલું પણ રહેશે કે નહિ એની ચિંતા છે. હું પૂછું છું કે આવું જાણવા, બોલવા અને અનુભવવા છતાં પણ લક્ષ્મી ઉપરની તમારી મમતા હઠતી નથી, એનું કારણ શું? આવા અવસરે ય પાપ કરીને મેળવેલી લક્ષ્મીનો સદુપયોગ કરવાની ભાવના ન જાગે, તો એ ડહાપણ છે કે મુખઈ છે ? આજે પણ એક આંકડે દશ લાખ આપી શકે તેવા જૈન જીવે છે, પણ
જ્યાં એ પાણી ન હોય ત્યાં થાય શું ? મોતી પાણી વિનાનું હોય ? અને પાણી વિનાનું મોતી કલચર કહેવાય ને ? તમે કલચર છો કે મોતી, એ હું જોઈ રહ્યો છું. હું ઇચ્છું છું કે – મારે તમને કલચર ઝવેરીઓ માનવા ન પડે. ઝવેરીઓ પથરા પરખે છે અને હું માણસને પરખવાનો પ્રયત્ન કરું છું. વિચાર કરો કે આવા ભયંકર કાળમાં લક્ષ્મીનો સદુપયોગ કરવાને બદલે, જીવવા આદિમાં વાંધો આવે તેમ ન હોય તે છતાં, લક્ષ્મી મેળવવાની મહેનત કયો શાણો કરે ? જે મળ્યું છે તેનો સારે ઠેકાણે ઉપયોગ કરી દેવાનું સુઝે અને મોક્ષને માટે વધારે ને વધારે પ્રયત્નશીલ બનવાનું મન થાય તો માનું કે બહિરાત્મદશા ટળી અને અંતરાત્મદશા પ્રગટી. તમે કોનું કહ્યું માનો છો?
અત્યારે કે જ્યારે શું રહેશે અને શું જશે, કેમ રહેશે ને કેમ જશે, એવી ચિંતામાં લોકો પડ્યા હોય, ત્યારે આ વાત કહેવી તો જોઈએ ને? હું તો તમને અવસરજોગ ચેતવણી આપું. કહું કે રાખવાની મુંઝવણ છોડો અને આપત્તિ આવે તે પહેલાં સદુપયોગ કરી લઈને નિરાળા બની જાઓ ! પણ તમે બધા એમ માનો એવા થોડા જ છો ? ડાહ્યું છોકરું પોતાની માની શિખામણ માને અને મૂર્ખ છોકરું પારકી માની શિખામણીએ ચઢે. તમે કોને માનો ? મને નહિ માનનારાને પણ સરકારનો હાથ ફરે છે તો માનવું પડે છે ને ? ત્યાંથી તેડું આવે કે “ચલાવ, ચોપડા લાવ!” તો લઈ જવા પડે ને ? એ જેટલા માગે તેટલા ભરવા પડે ને ? લાખો રૂપીઆનો દંડ કરે, તો એ ય ભરવો પડે છે ને ? અને અહીં કોઈ ટીપ આવી હોય તો ? એ વખતે તમે કહો કે “શક્તિ નથી, કમાણી નથી અને હું ચોપડા માંગું તો અહીં ન આપો, પણ પેલા માગે તો ત્યાં આપ્યા વિના ચાલે નહિ. ત્યાં ચોપડા ગયા હોય ને લખવા జయ జయ జయ జయ యయయ యయయ యయయణి આત્માની ત્રણે અવસ્યાઓ
પ૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org