Book Title: Atmani Tran Avasthao Author(s): Ramchandrasuri, Kirtisurishwar Publisher: Sanmarg PrakashanPage 64
________________ માથું ઝુકાવતાં આનંદ, બીજે માથું ઝુકાવવાની તૈયારી નહિ અને કદાચ ન છૂટકે ઝુકાવવું પડ્યું તો હૈયામાં એની બળતરા, આવી દશા છે ? સાચી અંતરાત્મ-દશા આવ્યા વિના આવી દશા આવે એ સંભવિત નથી, માટે વિચારજો કે તમે અંતરાત્મા છો કે બહિરાત્મા ? હું ભવ્ય કે અભવ્ય' તે જાણવાનો ઉપાય: આત્માને જેવી રીતે માનવો જોઈએ તેવી રીતે જે કોઈ માનતો હોય, તેને પોતાના આત્માને પરમાત્મા બનાવવાની ઇચ્છા ન થાય એ સંભવિત નથી. જીવ બે પ્રકારના છે, એમ સાંભળતાં જીવને માનનારને એ બે પ્રકારોને જાણવાની ઇચ્છા થાય. જ્ઞાની કહે કે - ભવ્ય અને અભિવ્ય, એટલે એ પૂછે કે “ભવ્ય કોને કહેવાય અને અભવ્ય કોને કહેવાય ?'જ્ઞાની કહે કે “મુક્તિગમનની યોગ્યતાવાળા જે જીવો તે ભવ્ય અને બીજા અભવ્ય.” આ સાંભળતાની સાથે જ એને એમ થાય કે “ત્યારે હું કેવો ? ભવ્ય કે અભવ્ય ?” જ્ઞાની કહે કે “જેના હૈયામાં આવો પ્રશ્ન ઉઠે તે ભવ્ય જ હોય.” ભવ્યતા એ અનાદિકાલીન ચીજ છે. જેનામાં ભવ્યતા હોય, તેને ભવ્યતાનો પરિપાક થયેથી પોતાના સ્વભાવિક સ્વરૂપનું વર્ણન સાંભળતાં આનંદ થાય અને એ સ્વરૂપને પ્રાપ્ત કરવાની એ સ્વરૂપને પ્રગટાવવાની ઇચ્છા જન્મે, અનંતજ્ઞાનીઓની આજ્ઞા મુજબ આત્માને માનનારમાં મુક્તિને પામવાની ઇચ્છા હોવી જ જોઈએ અને તે ન હોય તો માનવું જોઈએ કે હજુ આત્માને અનંતજ્ઞાનીઓની આજ્ઞા મુજબ માનતો નથી. એવી રીતે આત્માને જે માને તેને પરમાત્મ-સ્વરૂપની બાધક અવસ્થા ખટકે અને સાધક અવસ્થા ગમે. એવા આત્મામાં આત્માની શુદ્ધાવસ્થાનું વર્ણન સાંભળતાં પણ આનંદની લહરીઓ ઉઠે. જ્યાં સુધી બાધક અવસ્થા ખટકે નહિ, ત્યાં સુધી સ્વાભાવિક સ્વરૂપ પ્રગટે નહિ. બાધક અવસ્થાના યોગે જ આત્માનું સ્વાભાવિક સ્વરૂપ અનંતકાળથી આવરાએલું છે, એટલે આત્માના મૂળભૂત સ્વાભાવિક સ્વરૂપના અર્થી આત્માને તેની બાધક અવસ્થા તો ખૂબ ખૂબ ખટકે. બીનસાવચેતી આવી જતી હોય, એટલે એને ડુંટીમાંથી પ્રશ્ન ઉઠે કે “હું કોણ હોઈશ? મારી આ દશા કેમ ?” આવા આત્માને બાધક અવસ્થા શૂળની જેમ ખટકે અને પાપ કરતો હોય તો ય પાપ કરે ને ખંજર વાગવાની જેમ એ વેદના અનુભવે, તો એમાં નવાઈ પામવા જેવું કાંઈ ఆపో వడివడిపోతడితడి జీజీజీ డివిడివిడివడి ఉడి આત્માની ત્રણ અવસ્થાઓ પપ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76