Book Title: Atmani Tran Avasthao
Author(s): Ramchandrasuri, Kirtisurishwar
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 71
________________ સદા કાયમ રહેતો હોઈને નિત્યાનિત્ય ભલે કહેવાય, પણ વસ્તુ રૂપે આત્માનું અસ્તિત્વ તો નિત્ય જ છે, સદાસ્થાયી છે. એટલે આપણે પોતે જેમ આત્મા છીએ, એમ માનીએ છીએ, તેમ આપણે પોતે આત્મા તરીકે નિત્ય છીએ, એમ પણ માનીએ છીએ. આ રીતે જગતના સઘળા જ આત્માઓ એટલે અનંતાનંત આત્માઓ પણ નિત્ય છે. જગતમાં એક પણ આત્મા એવો નથી કે, જેને તેના અસ્તિત્વની અપેક્ષાએ અનિત્ય કહી શકાય. આત્મા જ કર્તા અને આત્મા જ ભોક્તા : આત્મા નિત્ય છે, એ જ રીતે પ્રત્યેક આત્મા જ્યાં સુધી સંસારમાં છે, ત્યાં સુધી પોતે જ પોતાનાં પુણ્ય-પાપનો કર્તા છે. આપણા પુણ્ય-પાપના કર્તા આપણે જ છીએ અને તે કર્તા પણ આપણે અનાદિકાળથી છીએ. ભૂતકાળમાં આપણે આપણા પુણ્ય-પાપના કર્તા હતા. વર્તમાનમાં આપણે આપણાં પુણ્ય-પાપના કર્તા છીએ અને ભવિષ્યમાં પણ આપણે જ્યાં સુધી કર્મસહિત હોઈશું, ત્યાં સુધી પ્રાયઃ આપણે આપણા પુણ્ય-પાપના કર્તા રહેવાના જ છીએ. આમ જગતમાં એક માત્ર સિદ્ધિગતિને પામેલા આત્માઓ સિવાયના સર્વ આત્માઓ, પોતપોતાનાં શુભાશુભ કર્મોના કર્તા છે. સિદ્ધિગતિને પામેલા આત્માઓ જેમ શુભાશુભ કર્મના કર્તા નથી, તેમ શુભાશુભ કર્મના ફળના ભોક્તા પણ નથી. કર્મનું ફળ તો કર્મ જે કરે, તેને જ ભોગવવાનું હોય ને ? સિદ્ધાત્માઓને કર્મ છે નહિ અને એ આત્માઓ કર્મ કરતા પણ નથી, એટલે એ આત્માઓને માટે કર્મના ફળના ભોક્તાપણાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. એ સિવાયના જે આત્માઓ આ જગતમાં છે, તે બધા જ, જેમ પોતપોતાનાં શુભાશુભ કર્મના કર્તા છે, તેમ પોતપોતાનાં શુભાશુભ કર્મના ફળના ભોક્તા પણ છે. અહીં એક વાત ધ્યાનમાં રાખી લેવાની છે. તે વાત એ છે કે, સંસારમાં રહેલા જીવને છેલ્લે છેલ્લે એવો પણ કાળ આવી લાગે છે કે, જે કાળે એ જીવ કર્મનો કર્તા હોતો નથી, પણ કર્મના ફળનો ભોક્તા જરૂર હોય છે. આ પહેલાં આપણે ચૌદમા ગુણસ્થાનકને પામેલા આત્માઓની વાત કરી હતી. એ આત્માઓને સિદ્ધિગતિ પ્રાપ્ત થવામાં, અ ઇ ઉ ઋ ? એ પાંચ હ્રસ્વ અક્ષર મધ્યમ સ્વરે બોલાય ને એમાં જેટલો કાળ લાગે, તેટલો કાળ બાકી હોય છે. માત્ર એવા આત્માઓને જ કર્મનું કર્તૃત્વ હોતું નથી અને છેલ્લું છેલ્લું કર્મનું ભોતૃત્વ ఊఊడవడ કર Jain Education International నడుపుతుండడ પૂ.આ. રામચંદ્રસૂરિ સ્મૃતિગ્રંથમાળા - ૨૩૩ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 69 70 71 72 73 74 75 76