Book Title: Atmani Tran Avasthao
Author(s): Ramchandrasuri, Kirtisurishwar
Publisher: Sanmarg Prakashan
Catalog link: https://jainqq.org/explore/001171/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Jllcallcit [હિ [ એIિ ૦ ISTય ૦ e@ોળીલોચસ્પતિ પૂજ્યપાર્કચાર્યદેવશ્રીમવિયે રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા ૦ રપ3 ૦ - Jain Dાના પૂજ્યપાઠઆચાર્યદેવે ભીમવિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજhibrary.org મા Page #2 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યપાદ આચાર્ય શ્રી વિજયરામચંદ્રસૂરિ સ્મૃતિ ગ્રંથમાળા. ૧૩૩ આત્માની ત્રણ અવસ્થાઓ જ પ્રવચનકાર જ સુવિશાળગચ્છાધિપતિ વ્યાખ્યાનવાચસ્પતિ, પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા સંપાદક જ વર્ધમાનતપોનિધિ પૂજ્ય આચાર્ય શ્રી વિજયગુણયશસૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન પૂજ્ય આચાર્ય શ્રી વિજયકીર્તિયશસૂરીશ્વરજી મ.સા. Page #3 -------------------------------------------------------------------------- ________________ આત્માની xણ અવસ્થાઓ ISBN 81-87163-14-3 મૂલ્ય : રૂ. 20-00 પ્રકાશક:જન્માસ્ત્ર પ્રદાન ટ્વ. મૂ. તપ. જૈન આરાધના ભવન પાછીયાની પોળ, રીલીફ રોડ, અમદાવાદ-૩૮૦૦૦૧. પ્રથમ આવૃત્તિ - નકલ: ૩૦૦૦, વિ.સં. ૨૦૫૫, વૈશાખ સુદ-૬, બુધવાર, તા. ૨૧-૪-૯૯ »-» સંપર્કસ્થાન - પ્રાપ્તિસ્થાન - અમદાવાદ : • બાબુભાઈ કકલદાસ શાહ - ટ્રસ્ટી C/o. કીર્તિલાલ બાબુલાલ એન્ડ કું. રતનપોળ, ગોલવાડ, અમદાવાદ-૧. ફોન : (ઓ) 5357648, (ઘ) 5356995 કે. નીતિન એન્ડ કું. ૨૧, આનંદ શોપિંગ સેન્ટર, રતનપોળ, ગોલવાડ, અમદાવાદ-૧. ફોન : 5356380 શાહ હરિચંદભાઈ પ્રતાપચંદ - ચેરમેન ૩૮, સહજીવન સોસાયટી, શાંતિનગર, ઉસ્માનપુરા, અમદાવાદ-૧૩. ફોન : (ઓ) 383046, () 7551877 ડૉ. રમેશભાઈ શાંતિલાલ વોરા - મંત્રી દેવસાના પાડાની સામે, કાલુપુર, અમદાવાદ-૧. ફોન : (ઓ) 2162303, (ઘ) 466466 શાહ વાઘજીભાઈ ભુદરભાઈ - સહમંત્રી સ્વામિનારાયણ મંદિર રોડ, કાલુપુર, અમદાવાદ-૧. ફોન : (ઓ) 2165346, (ઘ) 5351861 સુરત : શાહ નવિનચંદ્ર તારાચંદ - મંત્રી C/o. વિપુલ ડાયમંડ, 205-206. આનંદ, બીજે માળ, જદાખાડી. મહીધરપુરા, સુરત-૩. ફોન : 0. 421205, R. 220405 મુંબઈ : મહેતા જયંતકુમાર શાંતિલાલ - મંત્રી C/o. શાંતિલાલ એન્ડ સન્સ, 2, પહેલે માળ, કાચવાલા બિલ્ડીંગ. 63, ધનજી સ્ટ્રીટ, મુંબઈ-૩ ફોન : 3693853, Fax - 3630340 વિરવાડીયા પ્રફલકુમાર શાંતિલાલ ૪૦૧/સી, ચંદ્રપુરી, કેદારમલ રોડ, મલાડ (પૂર્વ), મુંબઈ-૪૦૦૦૯૭. ફોન : 8835339, R. 8838920 અનિલકુમાર ડી. શાહ મહાજન”. ડા0, પ્રસાદ ચેમ્બર્સ, ઓપેરા હાઉસ, મુંબઈ-400004 ફોન : 3610218 - 3619928 રાજુભાઈ બી. શાહ ડી. એન. આર. ડાયમન્ડ ૨૦૫/શ્રીજી દર્શન, પ્રસાદ ચેમ્બર સામે, ઓપેરા હાઉસ, મુંબઈ-400004 ફોન : 364 2930-1-3 ફેક્સ : 368 38 88 નવસારી : ડી. એન. આર. ડાયમન્ડ આશાનગર, બોમ્બે હાઉસ એપા ની સામે, નવસારી. ફોન : 50464, ફેક્સ : 52944 Page #4 -------------------------------------------------------------------------- ________________ મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ આધાર થંભ સન્માર્ગ પ્રકાશનના શુભકાર્યમાં આત્મીયભાવે અત્યંત મહત્ત્વનો ફાળો આપી આધારસ્થંભ બનનારા પુણ્યવાનોની શુભ નામાવલિ ૧. ભોરોલતીર્થ નિવાસી મહેતા શાંતિલાલ હરીલાલ મુંબઈ ૨. હસમુખલાલ ચુનિલાલ મોદી ૩. રમીલાબેન મહેન્દ્રભાઈ ચીમનલાલ શાહ ૪. માણેકલાલ મોહોલાલ ઝવેરી ૫. ભોરોલતીર્થ નિવાસી સંઘવી સ્વરૂપચંદ મગનલાલ હ. વાડીલાલ મુંબઈ ૯. ભોરોલતીર્થ નિવાસી વોહરા જેવતલાલ સ્વરૂપચંદ મુંબઈ ૭. શાહ પ્રેમચંદ ઈશ્વરલાલ ૮. શ્રીમતી કંચનબેન સારાભાઈ શાહ હ. વિરેન્દ્રભાઈ (સાઈન્ટીફીક લેબ) અમદાવાદ ૯. ઝવેરી કુમારપાળ બાલુભાઈ મુંબઈ ૧૦. શાહ જોઈતાલાલ ટોકરદાસ હ. શાહ દિનેશભાઈ જે. મુંબઈ ૧૧. શાહ છબીલદાસ સાકળચંદ પરિવાર ૧૨. શાહ ભાઈલાલ વર્ધીલાલ (રાધનપુર) હ. શાહ રાજુભાઈ બી. નવસારી ૧૩. ભોરોલતીર્થ નિવાસી સંઘવી મણીબહેન મનજીભાઈ હ. ચંપકભાઈ સુરત ૧૪. શાહ દલપતભાઈ કકલભાઈ (પીલુચાવાળા). સુરત ૧૫. સંઘવી શાંતિલાલ વાડીલાલ સુરત ૧૩. શાહ બાબુલાલ મંગળજી પરિવાર ઉંબરી ૧૭. શ્રીમતી કંચનબેન કાંતિલાલ મણીલાલ ઝવેરી પાટણ હસ્તગિરિ પ્રતિષ્ઠા સ્મૃતિ નિમિત્તે ૧૮. પાલનપુર નિવાસી શાહ શશીકાંત પૂનમચંદ મુંબઈ ૧૯. શાહ ચમનલાલ ચુનીલાલ ધાનેરાવાળા મુંબઈ ૨૦. શાહ મંગળદાસ માનચંદ લિંબોદ્રાવાળા ૨૧. ઝવેરી જીતુભાઈ ઝવેરચંદ ૨૨. શાહ લાલચંદ છગનલાલ પરિવાર પિંડવાડાવાળા મુંબઈ ૨૩. ધાનેરા નિવાસી શાહ ચંદનબેન કનૈયાલાલ હ. નરેશભાઈ નવસારી ૨૪. સુશીલાબેન પ્રતાપભાઈ દલાલ પાટણ ૨૫. સાલેચ્છા ઉકચંદજી જુગરાજજી અમદાવાદ ૨૩. શાહ જયંતિલાલ આત્મારામ અમદાવાદ ૨૭. શ્રીમતી પ્રવિણાબેન ચંપકલાલ ગાંધી મુંબઈ મુંબઈ મુંબઈ Page #5 -------------------------------------------------------------------------- ________________ સહયોગી સન્માર્ગ પ્રકાશનના શુભકાર્યને પોતાનું માની આગવો ફાળો આપી સહયોગી બનનારા પુણ્યાત્માઓની શુભ નામાવલિ. મુંબઈ ૧. હેમચંદભાઈ મોતીચંદભાઈ ઝવેરી ૨. અમુલખભાઈ પૂનમચંદભાઈ મહેતા હ. કુમારભાઈ આર. શાહ સુરત ૩. રમણિકભાઈ રેવચંદભાઈ શાહ ધાનેરાવાળા હ. અરવિંદભાઈ આર. શાહ સુરત ૪. સંઘવી સોહનરાજજી રૂપાજી મુંબઈ ૫. શ્રીમતી નિર્મળાબેન હિંમતલાલ દોશી હ. શ્રી ભરતભાઈ હિંમતલાલ દોશી મુંબઈ ૬. શ્રી કેશવલાલ દલપતલાલ ઝવેરી શ્રી સુંદરલાલ દલપતભાઈ ઝવેરી મુંબઈ ૭. શ્રી મણીલાલ નીહાલચંદ શાહ હ. રતિલાલ મણીલાલ શાહ મુંબઈ ૮. સ્વ. શાહ મૂળચંદ ધર્માજી તથા ભાંડોતરા તેમના ધર્મપત્ની પારૂલબહેન મૂળચંદજી પરિવાર ૯. સ્વ. ભીખમચંદજી સાકળચંદજી શાહ રતનચંદ ફુલચંદ મુંબઈ ૧૦. શાહ પારૂબહેન મયાચંદ વરઘાજી જેતાવાડા ૧૧. શાહ મણીલાલ હરગોવનદાસ નેસડાવાળા હ. પ્રવિણભાઈ સુરત ૧૨. શ્રીમતી જયાબહેન પાનાચંદ ઝવેરી હ. પાનાચંદ નાનુભાઈ ઝવેરી મુંબઈ ૧૩. શ્રી દીપચંદ લલ્લુભાઈ તાસવાળા સુરત ૧૪. શાહ બાબુલાલ નાગરદાસ પટોસણ (ઉ.ગુ.)વાળા મુંબઈ ૧૫. શાહ અમીચંદ ખીમચંદ પરિવાર હ. યોગેશભાઈ તથા નિકુંજભાઈ મુંબઈ ૧૬. શાહ માણેકલાલ નાનચંદ ૧૭. શાહ મયાચંદ મુલકચંદ પરિવાર મુંબઈ ૧૮. શાહ બબાભાઈ ડાહ્યાલાલ રોકાણી (જૂના ડીસાવાળા) મુંબઈ ૧૯. શ્રી ચુનીલાલ માણેકલાલ દડીયા મુંબઈ ૨૦. વીરચંદ પુનમચંદજી દલાજી (બાપલાવાળા) મુંબઈ હ. તુલસીબેન, કસુંબીબેન, સમુબેન ૨૧. અ.સૌ. પુષ્પાબેન મફતલાલ દલીચંદજી શાહ આલવાડા ૨૨. મેઘજી સાંગણ ચરલા હ. માલશી - ખેતશી મેઘજી ચરલા આધોઈ-કચ્છ ૨૩. સ્વ. રસીકલાલ ત્રિકમલાલ ઝવેરી હ: અભયભાઈ મુંબઈ ૨૪. શ્રીમતી મંજરીબેન મનોજભાઈ કપાસી મુંબઈ મુંબઈ Page #6 -------------------------------------------------------------------------- ________________ પૂજયપાદ ગચ્છાધિપતિ, વ્યાખ્યાન વાચસ્પતિ આચાર્યદેવ શ્રીમવિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા Page #7 -------------------------------------------------------------------------- ________________ Page #8 -------------------------------------------------------------------------- ________________ હાર્દિક અનુમોદના સભા પ્રકાશન દ્વારા આયોજિત પૂજ્યપાદ આચાર્ય શ્રી વિજયરામચંદ્રસૂરિ સ્મૃતિ ગ્રંથમાળાના ઉપક્રમે પ્રકાશિત થતા આત્માની ત્રણ અવસ્થાઓ પુસ્તક પ્રકાશનનો લાભ લેનાર જૈન શાસનના જ્યોતિર્ધર, સંઘસન્માર્ગદર્શક, વ્યાખ્યાન વાચસ્પતિ, સુવિશાળ તપાગચ્છાધિપતિ પૂજ્યપાદ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાની અમોઘ ધર્મદેશનાના પ્રભાવે ધર્મમાર્ગે વળેલા તેઓશ્રીજીની જ પ્રેરણાના પ્રભાવે ધીખતા વ્યાપાર-ધંધાનો ત્યાગ કરી સંતોષભર્યું નિવૃત્તિ જીવન જીવવા ભાગ્યશાળી બનેલા અને તેઓ શ્રીમદ્રના પુણ્યાનુગ્રહને ઝીલી શક્તિ અનુરૂપ નાની-મોટી અનેકવિધ શાસન આરાધના-પ્રભાવનાનાં કાર્યો દ્વારા જીવનને કૃતાર્થ બનાવનાર, જીવનના છેલ્લા શ્વાસ સુધી સંસાર ક્યારે છૂટે? સંયમ ક્યારે મળે? શિવપદ-મોલ ક્યારે મળે? એ જ એક ભાવનાથી જેઓ ભાવિત હતા તે શ્રેષ્ઠિવર્ણ સુશ્રાવક સ્વ. શ્રી કપૂરચંદજી અનરાજજીના સુકૃત્યોની અનુમોદનાર્થે તેમના તપ-સ્વાધ્યાયનિરત ધર્મપત્ની સુશ્રાવિકા ગુલાબબેન કપૂરચંદજી, સાદડીવાળા આપે કરેલી શ્રુતભક્તિની અમો હાર્દિક અનુમોદના કરીએ છીએ અને ભવિષ્યમાં પણ આપ ઉત્તરોત્તર ઉત્તમ ક્ષાની શ્રુતભક્તિ કરતા રહો એવી શુભેચ્છા પાઠવીએ છીએ. લિ. સભા પ્રકાશન WWW.jainelibrary.org Page #9 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય જૈન શાસનના જ્યોતિર્ધર, સંઘસન્માર્ગદર્શક, વ્યાખ્યાનવાચસ્પતિ, સુવિશાળ ગચ્છાધિપતિ પૂજ્યપાદ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ આઠઆઠ દાયકા સુધી અકબંધ અવિરત વીતરાગ વાણીનો જે ધોધ વહેવડાવ્યો હતો, તેને સુંદરતમ રૂપરંગમાં ભવ્ય જીવો સુધી પહોંચાડવાનું ભગીરથ કાર્ય અમોએ શરૂ કરેલ છે. પૂજ્યશ્રીના પુણ્ય નામથી પવિત્ર બનેલ ગ્રંથમાળા તરીકે પાંચ વર્ષમાં ૧૦૮ પુસ્તકો ઉપરાંત અન્ય કેટલાંક દળદાર અને ઉપયોગી પુસ્તકો પણ અમે પ્રકાશિત કરી શક્યા છીએ. એ જ માળાના નૂતન મણકા તરીકે “આત્માની ત્રણ અવસ્થાઓ' નામે સદર પુસ્તક પ્રકાશિત કરીએ છીએ. જેમાં બહિરાત્મા-અંતરાત્મા અને પરમાત્મા : એમ આત્માની ત્રણે અવસ્થાઓને લક્ષ્યમાં લઈ વિશિષ્ટ શૈલીમાં પૂ. પ્રવચનકારશ્રીજીએ આપેલાં અને જૈન પ્રવચનમાં છપાયેલાં પ્રવચનોને અહીં આવરી લેવાયાં છે. અમારા દ્વારા થતી શ્રુતભક્તિની વર્ધમાન વિકાસ યાત્રાના અસાધારણ કારણરૂપ – – પરમતારક પરમાત્મા, - પરમતારક પરમગુરુદેવ વ્યાખ્યાન વાચસ્પતિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા, - પરમ વાત્સલ્યનિધિ સુવિશાળ ગચ્છાધિપતિ પૂજ્યાચાર્ય શ્રીમદ્ વિજય મહોદયસૂરીશ્વરજી મહારાજા - વર્ધમાન તપોનિધિ પૂજ્યાચાર્ય શ્રીમદ્ વિજય ગુણયશસૂરીશ્વરજી મહારાજ તેમજ પ્રસ્તુત ગ્રંથનું સુંદર સંપાદન કરી આપનાર, શાસ્ત્રીય માર્ગદર્શક, - પ્રવચન પ્રભાવક પૂજ્યાચાર્ય શ્રીમદ્ વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજ આ સર્વે પરમપૂજ્યોના ચરણે વંદનાવલી અર્પવાપૂર્વક તેઓશ્રીજીના ઉપકારોનું અમે સ્મરણ કરીએ છીએ. અમારા પ્રકાશનોને ઉમળકાભેર વધાવી લેનાર વિશાળ જિજ્ઞાસુ-વાચક વર્ગના અમે આભારી છીએ. શ્રુતભક્તિની આવી સુંદર તકો ઉપરા ઉપરી અમોને મળ્યા જ કરે એ જ શાસનદેવને પ્રાર્થના. - જન્મા પ્રત Page #10 -------------------------------------------------------------------------- ________________ આત્માની ત્રણ અવસ્થાઓ બહિરાત્મા-અંતરાત્મા-પરમાત્મા શરીરથી ભિન્ન એવા આત્માનું અસ્તિત્વ હોઈ તેને સ્વીકારવાની જરૂર આ આર્યદેશમાં આત્માના અસ્તિત્વને કોઈ ને કોઈ સ્વરૂપે સ્વીકારનારાઓની છે સંખ્યા એટલી મોટી છે કે નાસ્તિકને પણ પોતાના મતનો પ્રચાર કરવા માટે, પોતાના મતને ન છાજે એવી પણ કેટલીય વાતો કરવી પડે છે. નાસ્તિકો પણ સમજે છે કે “આ દેશમાં અને આ વર્ગમાં જો આપણે આપણા મતનો પ્રચાર કરવો હોય, તો એવી પણ થોડી-ઘણી વાતો કર્યા વિના ચાલે નહિ : એવી વાતો કર્યા વિના આપણે આપણો પ્રચાર કરી શકીએ, એ ઘણું જ મુશ્કેલ છે. આમ છતાં પણ, એ વાત વિચારવા જેવી છે કે જેટલા માણસો આત્માના અસ્તિત્વનો સ્વીકાર કરે છે, તેઓ માત્ર મુખેથી જ આત્માનો સ્વીકાર કરે છે કે તેમનું હૃદય પણ આત્માના અસ્તિત્વને કબૂલ રાખે છે ? “આત્મા છે' એમ મુખેથી બોલવું અને વર્તવું એવી રીતે કે આત્માને માનતા જ ન હોઈએ, તો એ શું કહેવાય ? જ્યાં સુધી આત્મા એ શરીરથી જૂદી જ એવી એક વસ્તુ છે એ હૈયામાં જશે નહિ, ત્યાં સુધી સાચી ઉન્નતિનો વિચાર કરવામાં આવે કે તેને સાંભળવામાં આવે, તો પણ તે હૃદયને સ્પર્શવો મુશ્કેલ છે. જેઓ આત્માના અસ્તિત્વને જ સ્વીકારતા ન હોય, શરીરથી ભિન્ન એવા આત્માની વિદ્યમાનતાને જ સ્વીકારતા ન હોય, તેઓને આ ઉપદેશ સંભળાવવો એનો બહુ અર્થ નથી. ઉપદેશ સાંભળતાં સાંભળતાં શરીરથી ભિન્ન એવા આત્માની પ્રતીતિ થઈ જાય અને પછી ઉપદેશની અસર થાય એ જુદી વાત છે; પણ જેને આત્માના અસ્તિત્વમાં જ વિશ્વાસ નથી, એવાની દષ્ટિએ “આપણે કેવા છીએ, આપણે કેવા બનવું જોઈએ અને જેવા બનવું હોય તેવા બનવા માટે શું શું કરવું જોઈએ ?' એનો વિચાર કરવાનો છે જ નહિ. જે માણસ આત્માના અસ્તિત્વને માનતો ન હોય, આ જીવનમાં જે કાંઈ સારું-નરસું હું કરું છું તેનું મારે ભવિષ્યમાં પછીના જન્મમાં ફળ ભોગવવું પડશે – એમ માનતો ન હોય અને જે એમ જ માનતો હોય કે અહીં મર્યા એટલે સર્વ ખેલ ખલાસ, તે ગમે તેવી કર દૃષ્ટિવાળું જીવન પણ જીવતો હોય, તો ય આપણે કહેવું પડે કે એવો అతడి నుండి కిందకి జీపీడి આત્માની ત્રણ અવસ્થાઓ Page #11 -------------------------------------------------------------------------- ________________ આદમી એ પ્રમાણે વર્તે એ સ્વાભાવિક છે. એ માને છે કે “મર્યા એટલે પાછળ કાંઈ છે નહિ, તો અત્યારે જે કાંઈ ભોગવ્યું તે ખરું !' જે માણસો એમ માને છે કે “આ દેહ પાંચ ભૂતોથી ઘડાએલો છે, પાંચ ભૂતોના યોગથી આપણે અમુક જાતિની હાલ-ચાલ આદિ કરી શકીએ છીએ અને એ પાંચ ભૂતોનો વિયોગ થયો એટલે આપણે ય નથી અને આપણાં કર્મો ય નથી' આવી માન્યતાવાળાઓને શાસ્ત્રની ઉત્તમમાં ઉત્તમ વાતો પણ રુચિકર ન નિવડે, તો એ અસંભવિત નથી. એવા લોકોને આસ્તિકતાનાં યથાર્થ એવાં પણ વર્ણનો ઉપર અરુચિ જન્મે, તો તે ય સંભવિત છે. આત્માના અસ્તિત્વ ઉપર જ્યાં સુધી અખંડ વિશ્વાસ ન જન્મ, ત્યાં સુધી જે વિચારો ઠસાવવા જરૂરી છે, તે ઠસાવી શકાય નહિ. આપણે પહેલાં નક્કી કરવું જોઈએ કે આપણે શરીરથી ભિન્ન એવા આત્માના અસ્તિત્વને સાચા હૃદયથી સ્વીકારીએ છીએ કે નહિ ? આત્માના અસ્તિત્વ માટેના જરૂરી વિશ્વાસ સિવાય, જે વાતો વિચારવાની આપણી ઇચ્છા છે, તે જેવી રીતે વિચારવી જોઈએ તેવી રીતે વિચારી શકાય, એ શક્ય નથી. આમ તો આપણે ક્યાં નથી જાણતા કે આપણે કેવા છીએ ? અને આપણને કેવા બનવાની ઇચ્છા છે, એ પણ લગભગ નિશ્ચિત જેવું જ છે ને ? તમારી ઇચ્છા શી છે, એ કહું ? તમને એમ લાગે છે કે દુનિઆમાં અત્યારે આપણે કાંઈ નથી; આપણી પાસે છે શું ? અને કેવા બનીને મરવું છે ? જગતમાં મારા જેવો બીજો કોઈ ન હોય એવા ને ? તમને, તમે કેવા છો એનો વિચાર કરતાં અને તમારે કેવા બનવું છે એનો વિચાર કરતાં પણ, આંખ સામે દુન્યવી સંપત્તિ સિવાય કાંઈ દેખાય છે ખરું ? એ દૃષ્ટિએ જ અત્યારે તમને એમ લાગે છે કે “અમે કાંઈ નથી અને એ દૃષ્ટિએ જ તમારે એવા બનવું છે કે સારી ય દુનિયા તમારી સામે જોયા કરે ! પણ આપણે અહીં જે વિચાર કરવો છે. તે એ દૃષ્ટિએ કરવો નથી. આત્માના અસ્તિત્વને બરાબર ધ્યાનમાં રાખીને જ આપણે વિચાર કરવો છે. અત્યારે તમારી જે માન્યતા છે તેમાં અને અનંતજ્ઞાનીઓએ ઉપદેશ્યા મુજબ હું જે કહેવા માગું છું તેમાં, આસમાન અને જમીન જેટલું અંતર છે. કર્મસત્તા પણ છે જ : આત્માના અસ્તિત્વનો સ્વીકાર કેવળ મૌખિક હોય તેથી કામ ચાલે નહિ. અનંતજ્ઞાનીઓએ આત્માને જેવા સ્વરૂપે વર્ણવ્યો છે, તે સ્વરૂપ પ્રત્યે અખંડ ఉడుండడంతటడదీయడరడిపడిఉండటడమరన ఉండడబీడు પૂ.આ. રામચંદ્રસૂષ્ટિ સ્મૃતિગ્રંથમાળા - ૨૩૩ Page #12 -------------------------------------------------------------------------- ________________ વિશ્વાસ જામવો જોઈએ. આત્માના અસ્તિત્વને સ્વીકારવાની સાથે કર્મસત્તાના અસ્તિત્વનો સ્વીકાર પણ થઈ જ જાય છે. કર્મસત્તાના અસ્તિત્વને સ્વીકાર્યા વિના, જગતમાં જે કાંઈ બન્યું છે, બની રહ્યું છે અને બનશે, તેનો યથાર્થ નિર્ણય થઈ શકે એ શક્ય જ નથી. ડાહ્યો માણસ તે કહેવાય, કે જે કાર્ય અને કારણ-ઉભયનો વિચાર કરે. કાર્ય-કારણને જે જે રીતે યોજવાં જોઈએ, તે તે રીતે યોજ્યા વિના કામ ચાલે નહિ. કર્મસત્તાને ન માનીએ તો જગતમાં બનતી ઘટનાઓ અસંભવિત બની જાય. બરાબર વિચાર કરવામાં આવે, તો શરીરથી ભિન્ન એવા આત્માનું અસ્તિત્વ પણ સ્વીકારવું પડે, એને અસર ઉપજાવનાર ચીજનું અસ્તિત્વ પણ સ્વીકારવું પડે અને એ બેયના સંબંધનું પણ અનાદિકાલીન અસ્તિત્વ સ્વીકારવું પડે. આત્મા અનાદિકાળથી છે, કર્મસત્તા પણ અનાદિકાળથી છે અને આત્મા તથા કર્મનો સંબંધ પણ અનાદિકાળથી છે. આ વાત, ઊંડા ઉતરીને, નિર્મળ બુદ્ધિથી, વિવેકપૂર્વક વિચારવામાં આવે તો કોઈને પણ સ્વીકાર્યા વિના ચાલે તેમ નથી. આત્માને ધ્રુવ તરીકે સ્વીકારીએ છીએ ? આ દશામાં, હું આત્મા છું એ વાતને ન સ્વીકારતા હોઈએ તો ? “મારો આત્મા આ દશ્યમાન જગતથી, મારા આ શરીરથી પણ જૂદો છે; અત્યારે એ આત્મા કેવો છે અને મારે એને કેવો બનાવવો જોઈએ આ જાતિનો વિચાર મારે તમારી પાસે કરાવવો છે. હું કેવળ બોલી જાઉં અને તમે કેવળ સાંભળી લો એમ નહિ થવું જોઈએ. એથી કાર્યસિદ્ધિ ન થાય. આપણે બધા આસ્તિક ગણાઈએ છીએ ને ? આત્મા છે – એ વાતનો ઈનકાર કરનારા આપણે નથી. કદીક કદીક આપણે આત્માને યાદ પણ કરીએ છીએ. આ બધું છતાં આપણે આત્માને ધ્રુવ તરીકે સ્વીકારીએ છીએ ખરા ? આપણે જો આત્માને ધ્રુવ તરીકે સ્વીકારતા હોઈએ, તો આપણું જીવન આવું હોય ? હું તે આ શરીર નહિ અને મારું છે કે જે આત્માનું પોતાનું હોય, પણ આ બધું (બાહ્ય સંપત્તિ આદિ) મારું નહિ.' - આ માન્યતા દૃઢ હોય, તો જગતનું આજનું ગાંડપણ જીવંત રહે ? જે ચીજો માટે મથે છતાં ધાર્યા મુજબ મળે નહિ, સંબંધ રાખવા ઇચ્છે તો ય જેની જોડે ધારણા મુજબનો સંબંધ રાખી શકે નહિ, એ ચીજોને પોતાની માને અને એને મેળવવા - સાચવવા આદિને માટે મન, વચન અને કાયાનો વ્યાપાર લગભગ એકમેક જેવો બનાવી દે - એમાં અવિરતપણે ખૂંચ્યો રહે, એ બને ? પણ ఆ యదయవంతబడిడి జీడి టీవీజీజీజీడిపీడిసి અલ્માની ત્રણ અવસ્થાઓ Page #13 -------------------------------------------------------------------------- ________________ આપણે આત્માને કેવો અને કેટલો માનીએ છીએ, એ જ વિચારવા જેવી વાત છે. હું તે શરીર નથી, શરીરથી ભિન્ન એવો આત્મા છું અને એથી મારું તો તે જ છે કે જે આત્માનું સ્વરૂપ છે તેમાં આવતું હોય'- આ વાત સુનિશ્ચિત થઈ જાય, તો એમ લાગ્યા વિના રહે જ નહિ કે “હું વર્તમાનમાં જે સ્વરૂપમાં છે તે વસ્તુતઃ મારું સ્વરૂપ નથી અને અત્યારે હું જે રીતે મને અને મારાપણાને માનીને વર્તી રહ્યો છું, તે રીતે જ્યાં સુધી માનું અને વર્તે ત્યાં સુધી હું મારા સાચા અને પૂર્ણ સ્વરૂપને પ્રગટ કરી શકું જ નહિ.” આ વસ્તુને સમજાવવાને માટે પરમ ઉપકારી શાસ્ત્રકાર મહાપુરુષોએ આત્માની અવસ્થા-વિશેષને જોઈને ત્રણ વિભાગ દર્શાવ્યા છે. આત્મા સ્વરૂપે અનંતજ્ઞાનાદિમય હોવા છતાં વર્તમાનમાં કેવો છે? તમે જાણો છો કે દેખાવમાં સારામાં સારી, આંખને જોયા જ કરવાનું મન થાય એવી, નજરે પડે એની સાથે જ આંખ ત્યાં ચોંટી જાય એવી પણ ચીજ જ્યારે સ્વરૂપાંતરને પામે છે, વિચિત્ર આવરણોથી કદરૂપી બની જાય છે, ત્યારે તે જોવી પણ ગમતી નથી. મકાન સારામાં સારું હોય, પણ તે ઘણા વખતથી અવાવરું પડ્યું હોય તો એને જોવું ગમે છે ? નહિ. એ જ રીતે કાટ ચડી ગએલું વાસણ કે ઘણું મેલું થઈ ગયેલું વસ્ત્ર પણ આંખને જોવું ગમતું નથી. આપણને એમ થઈ જાય છે કે “આ મકાન, વાસણ અને વસ્ત્રને ઉપયોગમાં ત્યારે જ લેવાય, કે જ્યારે એના ઉપર જે આવરણો આવી ગયાં છે તે દૂર થઈ જાય.” આપણને એ વસ્તુઓનો ખપ હોય, તો એ વસ્તુઓને સ્વચ્છ બનાવવાની ભાવના પણ આપણામાં ઉત્પન્ન થયા વિના રહેતી નથી. એને સ્વચ્છ બનાવવાની ભાવના ઉત્પન્ન થાય છે એટલું જ નહિ, પણ કેટલીક વાર તો એ સ્વચ્છ ન બને ત્યાં સુધી આપણને ચેન પણ પડતું નથી. એને સ્વચ્છ બનાવવાની થાય તેટલી મહેનત કરવા-કરાવવાનું મન થયા જ કરે છે. એવી દશા આપણે આત્માના વિષયમાં ઉત્પન્ન કરવી છે. આપણે આત્મા છીએ, પણ અત્યારે આપણો આત્મા મલિન બનેલો છે, એમ તો લાગે છે ને ? આત્મા જો મલિન બનેલો ન હોત, તો આ દેહના બંધનમાં જકડાએલો શાનો હોત ? આત્મા મલિન છે, માટે તો કર્મસત્તા એને ફાવે ત્યાં અને ફાવે તેમ ધકેલી શકે છે. કર્મના આવરણોએ આત્માના મૂળભૂત સ્વભાવને દબાવી દીધો છે. આત્મા નિજ સ્વરૂપે કેવો છે ? આત્મા નિજ સ્વરૂપે અનંત દર્શનમય భకు తన వంతు తడి తడు પૂ.આ. રામચંદ્રસૂષ્ટિ સ્મૃતિગ્રંથમાળા - ૨૩૩ Page #14 -------------------------------------------------------------------------- ________________ છે, અનંત જ્ઞાનમય છે, અનંત ચારિત્રમય છે, અનંત વીર્યમય છે અને અનંત સુખનો ભંડાર છે. અનંતજ્ઞાની પુણ્યપુરુષોએ આત્માને આવા સ્વરૂપે આલેખ્યો છે, પણ વર્તમાનમાં આપણી હાલત કેવી છે ? આપણું જ્ઞાન કેટલું ? પાછળ શું બને છે, તેની પણ આપણને ખબર ન પડે. આગળ પણ કેટલી ખબર પડે ? જ્યાં સુધી દૃષ્ટિ પહોંચે ત્યાં સુધીની ખબર પડે. દૃષ્ટિ પડે ત્યાં સુધીની ખબર પણ ત્યારે જ પડે, કે જ્યારે આપણે સાવધ હોઈએ. દૃષ્ટિ પડતી હોય અને આપણે સાવધ પણ હોઈએ, પણ જે વસ્તુ ઉપર દૃષ્ટિ પડતી હોય તે વસ્તુના સ્વરૂપની આપણને ગમ ન હોય તો ? જેમ કે આ (શાસ્ત્રનું) પાનું જે ભાષામાં લખાએલું છે તે ભાષાનું જેને જ્ઞાન ન હોય, એવા આદમીને આ પાનું વાંચવા આપીએ તો શું થાય ? પાનું જૂએ, લિપિનું જ્ઞાન હોય તો અક્ષરો ય વાંચી લે, પણ ભાષાનું જ્ઞાન ન હોય તો શું થાય ? લિપિની પણ ખબર ન હોય, તો તો વળી વધારે મુશ્કેલી, એને તમે અડધો કલાક કે કલાક સુધી પાનું બતાવો, પણ એ શું કહે ? એમ જ કહે ને કે કાગળ અને શાહી સિવાય બીજું કાંઈ હું સમજી શકતો નથી ! ત્યારે વિચાર કરો કે સ્વભાવે અનંતજ્ઞાનમય એવો પણ આત્મા વર્તમાનમાં કેટલો બધો જ્ઞાનરહિત અને કેટલો બધો અજ્ઞાનયુક્ત બની ગયો છે કે ૫૨ની સહાય વિના તે કશું જ જાણી શકતો નથી. આંખની સહાય મળે, સાવધગીરી બરોબર હોય અને તે છતાં સામેની વસ્તુના સ્વરૂપની પિછાણ ન હોય, તો સ્વભાવે અનંતજ્ઞાનમય સ્વરૂપવાળો આત્મા પણ અત્યારે એવો બની ગયો છે કે સામેની તે વસ્તુને પિછાણી શકતો નથી. આથી નિશ્ચિત થાય છે કે આત્માને વર્ણવનારા, આત્માના સ્વરૂપનો ખ્યાલ આપનારા દર્શનકારોમાં જેઓ ઉંચામાં ઉંચી કોટિના તત્ત્વજ્ઞાની દર્શનકારો થઈ ગયા છે, તેઓએ આત્માનું જે સ્વરૂપ દર્શાવ્યું છે, તે સ્વરૂપમાં અત્યારે આપણો આત્મા નથી : છતાં આપણને આપણા આત્માનું એ મૂળભૂત સ્વરૂપ પ્રટાવવાની ઇચ્છા થાય છે ખરી ? જેમ અવાવરું મકાનને, કાટવાળા વાસણને કે મેલા વસ્ત્રને જોતાંની સાથે, તે સ્વચ્છ હોય તો સારું કે સ્વચ્છ બને તો સારું - એવી ઇચ્છા જન્મે છે, તેમ ‘મારો આત્મા પોતાના સ્વરૂપને પામે તો સારું' આવી ઇચ્છા તમને ક્યારેક પણ જન્મી છે ખરી ? આવી ઇચ્છા ન જન્મી હોય તો તમે આત્માના અસ્તિત્વની બાબતમાં હજુ અનિશ્ચિત છો, આત્માના અસ્તિત્વને અખંડપણે સ્વીકારનારા નથી, એમ માનવું ? તેવા પ્રકારના સંયોગ ન મળ્યા હોય ને ન વિચાર્યું હોય, પણ સંયોગ cccccccce PPPPPPRRP આત્માની ત્રણ અવસ્થાઓ Page #15 -------------------------------------------------------------------------- ________________ આવી મળે ત્યારે તો એવી ઇચ્છા જન્મવી જોઈએ ને? આત્માના સ્વરૂપનો કાંઈક પણ ખ્યાલ મળ્યો હોય, આત્માને તેના સાચા સ્વરૂપે આપણે શંકારહિતપણે સ્વીકારતા હોઈએ અને તેમ છતાં આપણને શરીરમાં ફસાએલા આત્માની આ દશા ખટકે નહિ, એ બને ? કોઈને કહો કે “મોક્ષ જોઈએ છે કે નહિ ?” તો સામાન્ય રીતે એ ના નહિ પાડે : પ્રાયઃ રૂઢિ મુજબ હા પાડશે : પણ કોઈક વાર એકાંતમાં બેઠો હોય, ત્યારે પણ વિચાર કરતાં એને વર્તમાનનું પોતાનું સ્વરૂપ ખટક્યું હોય અને આત્માનું જે મૂળભૂત સ્વરૂપ છે તે પ્રગટાવવાની તાલાવેલી લાગી હોય, એવા આત્માઓ કેટલા મળે ? હવા વિના ન જીવાય-એય પરાધીનતા : હું આત્મા છું અને મારું સ્વરૂપ અનંતજ્ઞાનાદિમય છે' એવું હૃદયમાં સુનિશ્ચિત થઈ જાય, તો એ વાતનો પણ ઝટ ખ્યાલ આવી જાય કે વર્તમાનમાં આપણે કેવા છીએ અને હવે આપણે કેવા બનવું જોઈએ ! અનંતજ્ઞાનીઓએ ફરમાવેલી જે વિચારશ્રેણિ હું તમારી સમક્ષ રજૂ કરવાને ઇચ્છું છું, તેને જો તમારે તમારા હૈયામાં સ્થાપિત કરવી જ હશે, તો આત્માના વિષયમાં તમારે ખૂબ જ નિશ્ચિત બની જવું પડશે. આપણને આપણા આત્માનું મૂળભૂત સ્વરૂપ ખ્યાલમાં આવી જાય અને એ સ્વરૂપને પ્રગટાવવાની આપણામાં અભિલાષા પ્રગટી જાય, તો એ પછી “આત્માના સ્વરૂપને પ્રગટાવવા માટે શું કરવું જોઈએ ?” – એ વાત સહેલાઈથી નક્કી થઈ શકે. એવો આત્મા, આત્માના જે ગુણો છે તેમાં લીન બનવાનો પ્રયત્ન કરે, એમાં જ એને સુખનો અનુભવ થાય, તમને જે વસ્તુઓ ખૂબ જ જરૂરી લાગી છે, તે તે વસ્તુઓમાંથી તે અમુકનો ઉપયોગ કરે તો ય તેને તે કામચલાઉ માને; એને એ સાલે; એમ થઈ જાય કે - આ પરાધીનતા શી ? જીવવા માટે હવા જોઈએ, ખાનપાન જોઈએ, એ બધાથી એને એમ લાગે કે “મારો આત્મા બંધનમાં ફસેલો છે, માટે મારે આ બધા વિના ચાલતું નથી. વસ્તુતઃ આત્માને જીવવાને માટે હવાની કે ખાનપાનની જરૂર છે - એવું છે જ નહિ. હવા, ખાનપાન આદિ બંધનમાં જીવવા માટે છે. જેમ અગ્નિ લોઢામાં ભળે છે તો ઘણા ખાવા પડે છે. અગ્નિ એકલો હોય, ભડકે બળતો હોય, તો એને ઘણ મારવા કોઈ જાય છે? નહિ જ. આ તો અગ્નિ લોઢામાં પેસે છે, તો લોઢા ભેગા એને પણ ઘણ ખાવા પડે છે. એ જ રીતે, હવા કે ખાનપાનની જે જરૂર પડે છે, તે પણ આત્મા શરીરમાં ફસેલો છે માટે ! 555555555555555555555 પૂ.આ. રામચંદ્રસૂરિ સ્મૃતિગ્રંથમાળા - ૨૩૩ Page #16 -------------------------------------------------------------------------- ________________ બાકી કોઈ પણ ચીજની અપેક્ષા હોય એવું કે કોઈ પણ ચીજ વિના જીવી શકાય નહિ એવું, આત્માનું સ્વરૂપ છે જ નહિ. ચક્રવર્તીનું સિંહાસન પણ બંધન લાગે? આત્માનું સ્વરૂપ જ્યારે પરિપૂર્ણપણે પ્રગટે છે, આત્મા જ્યારે કર્મના સંબંધ યોગે જન્મેલી વિભાવ-દશામાંથી મુક્ત બનીને પૂરેપૂરી સ્વભાવ-દશાને પામે છે, ત્યારે એને જીવવા માટે હવા-પાણીની પણ આવશ્યક્તા રહેતી નથી. હવા-પાણી વિના પણ એ અનંતકાળ પર્યત જીવી શકે છે. એ પછી એને માટે કોઈ પણ કાળ એવો આવતો જ નથી, કે જ્યારે એને હવા- પાણીની પણ જરૂર પડે. આ વાત બેસે છે ? આ વાત જેવી રીતે હેયે બેસવી જોઈએ તેવી રીતે બેસી જાય, તો આપણને આપણી વર્તમાન દશા માટે કારમું દુઃખ ઉત્પન્ન થયા વિના રહે નહિ. કમકમાં આવી જાય કે – “મારા આત્માની આ દશા ? હું આટલો બધો પરાધીન ?” આને બદલે આજે આપણી કયી દશા છે, તેનો વિચાર કરો. આપણને આપણા આત્માના ગુણોની મમતા છે ? કે જે વસ્તુઓ આત્માની નથી, ઉલટી આત્માને બંધનમાં જકડનારી છે, એની મમતા છે ? આજનો અબજોપતિ કાલે કંગાળ બની જાય, એ બને ને ? અને તેમ છતાં, જે લક્ષ્મી પોતાની નથી, પોતાને પાગલ બનાવનારી છે, એવી પણ લક્ષ્મીની મમતા કેટલી ? અબજોપતિ જ્યારે કંગાળ બને છે, ત્યારે એના રોમ રોમમાંથી જાણે વેદનાઓ નીકળતી હોય એમ થાય છે. એને એટલું દુઃખ થાય છે કે જોયું જાય નહિ. એને એમ થઈ જાય કે – “હવે હું જીવીશ કેમ ?” લક્ષ્મીને ગુમાવનારા કોઈ પાગલ બની ગયા, કોઈએ ઝેર ખાધાં અને કોઈએ નૃપાપાત કર્યો. શા માટે ? લક્ષ્મી ગઈ માટે ! લક્ષ્મીને કેવી માનેલી ? મારી ! નહિતર વિચાર કરવો જોઈએ કે “ગયા તો ગયા, મારા ક્યાં હતા ?' પણ એ તો કહેશે – “અબજો ગયા ! સામાન્ય વાત છે ?' અલ્યા, પણ અબજો એટલે શું ? દુનિયાના કયા ખુણામાં સમાઈ જાય એટલા ? અબજો રૂપીઆ દુનિયાનો કેટલોક ભાગ રોકે ? દુનિયાભરની લક્ષ્મી ભેગી કરો તો ય કેટલીક જગ્યા રોકે? પણ જ્યાં દૃષ્ટિ જૂદી હોય છે, લક્ષ્મીની મમતા હોય છે, ત્યાં અબજો સાંભળતાં મોટું ભરાઈ જાય છે. આત્માના સ્વરૂપમાં લીન બનેલા આત્માને તો તેવું કાંઈ જ લાગે નહિ. એને અબજો સાંભળતાં મોંઢામાં પાણી છૂટે નહિ. જેમ સાકર તમે ખાવા માંડો તો શેર પણ ન ખાઈ શકો : અડધો શેર ખાતા-ખાતાંમાં તો వీడియజేయండిపోవలిసిపోతీయవతీయటికితీయ આત્માને ત્રણ અવસ્મઓ WWW.jainelibrary.org Page #17 -------------------------------------------------------------------------- ________________ મોટું એવું થઈ જાય છે - પછી એક ટૂકડો પણ મોંઢામાં મુકવો ગમે નહિ. પણ એ જ સાકર દરીયામાં નાખો તો? દરીઆમાં શેર સાકર ક્યાં ગઈ એનો પત્તો ય લાગે નહિ. એ જ રીતે જ્યારે આત્મસ્વરૂપ વિકસે ત્યારે જગત કેવું લાગે ? સૂક્ષ્મ. આત્મસ્વરૂપની સાચી પિછાણ થઈ જાય, એટલે જગતનાં સુખો તુચ્છ ભાસ્યા વિના રહે નહિ. પછી આ અમનચમનનાં આત્માને આનંદ આવે નહિ. એવા આત્માઓને કોઈ ચક્રવર્તીના સિંહાસને બેસાડી દે, તો પણ એને એ બંધન રૂપ લાગે. એને લાગે કે “આ પણ પરાધીનતા છે.” તમને તો પરાધીનતા પE ખટકવાને બદલે આનંદ ઉપજાવે છે ? કારણ કે - સ્વાધીનતાનો સ્વાદ ચાખ્યાં નથી, સ્વાધીનતાનું સુખ સમજાયું નથી. આત્માનું મૂળભૂત સ્વરૂપ ખ્યાલમાં આવી જાય, એટલે તો એમ પણ થાય કે “મારે ને જીવવા માટે હવા-પાણી જોઈએ ? બહુ જૂલ્મ. આ કેમ સહાય? “કોઈની પણ સહાય વિના અનંતકાળ પયંત જીવી શકું - એવા સ્વરૂપવાળો હું, અત્યારે એવો બન્યો છું કે હવા વગેરે વિના હું જીવી શકતો નથી ?' જેને આ જાતિના વિચારો આવે, તે બાહ્ય દૃષ્ટિએ ગમે તેટલો કંગાળ પણ હોય, છતાં પણ તે મહા આસ્તિક છે. આત્મામાં અનંત સુખ ભરેલું છે ? સભા: આ પ્રકારનું ચિંતન આવું જોઈએ. આ ચિંતન, એ સામાન્ય ચીજ નથી. આટલું ચિંતન આવી જાય, તે પછી આત્માને પોતાનું સ્વરૂપ પ્રગટાવતાં વાર લાગે નહિ. કિંમતી માત્રાઓના મોટા બાટલા હોય નહિ. એની ફાકી મારવાની હોય નહિ. વૈદ્ય કેટલી માત્રા આપે ? એટલી થોડી કે - પડીકે ઊઘાડતાં ન આવડે તો હાથમાં પણ આવે નહિ. પણ એ માત્રા આપનાર વૈદ્ય કહે કે - “અમુક નહિ ખવાય ને અમુક નહિ પીવાય. હવે ભોગો બંધ કરવા પડશે.” તેમ આ ચિંતન એ પણ માત્રા છે. આ માત્રા લેતાં આવડે તો આ દશામાં પડેલો-પરાધીન બની ગએલો આત્મા, જોત-જોતામાં સ્વાધીન બની જાય ! એની અનંત શક્તિ અલ્પ કાળમાં જ પ્રગટી જાય ! પણ આ ચિંતન આવવું મુશ્કેલ છે. આખી દૃષ્ટિ કરવી જોઈએ. આ ચિંતન આવે એટલે જગત રાંકડું ભાસે. જગત આખું એની સામે નાચે, તો ય એ એની સામે ન જૂએ. એને જગતની સુખ માટેની ધાંધલ જોઈ દયા આવે. આત્માના સ્વરૂપ આદિ સંબંધી આ વિચારો જ્યાં સુધી હૈયામાં સ્થિરતા ન પૂ.આ. રામચંદ્રસૂષ્ટિ સ્મૃતિમાળા - ૨૩૩ Page #18 -------------------------------------------------------------------------- ________________ પામે, ત્યાં સુધી અનંતજ્ઞાનીઓના કહ્યા મુજબનો ઉપદેશ આપ્યાની આ મહેનત જેવી સફળ નિવડવી જોઈએ, તેવી સફળ નિવડી શકે નહિ; પણ તે કોને માટે ? અનંતજ્ઞાનીઓની આજ્ઞા મુજબ સ્વ-પરના હિતની જ કામનાથી આ ઉપદેશ અપાતો હોઈ, મારી મહેનત મારે માટે તો સફળ જ છે. તમારે માટે આ મહેનત ક્યારે સફળ નિવડે, એ જ વિચારવાનું છે. તમને આ રીતે શરીરના પણ બંધન વિના અને હવા-પાણી પણ લીધા વિના જીવવાનું પસંદ છે કે નહિ ? મુંઝાતા નહિ, આપઘાતની સલાહ હું નહિ આપું, કારણ કે આપઘાત કર્યે બંધન છૂટી જાય એમ નથી. આપઘાત કરવો એ તો મૂર્ખાઈ છે. ઉત્તમ પ્રકારનું જીવન જીવતાં શીખવું જોઈએ. જીવન એવું ઉત્તમ બનાવવું જોઈએ કે બંધન જાય. આ જીવનમાં તમે અધોગતિમાં ઘસડાવ નહિ અને ઉત્તમ કોટિના જીવન તરફ વળો, એ મારી ઇચ્છા છે. આ સાધુજીવન એવું છે કે અનંતજ્ઞાનીઓની આજ્ઞા મુજબ આ જીવનને જીવનારને એમ લાગે છે કે - ‘મારું સ્વરૂપ પ્રગટ થવાનાં વાજાં વાગી રહ્યાં છે.' શાનાં વાજાં ? કોઈની પણ અપેક્ષા વિના અનંતકાળ પર્યંત સુખે જીવવાનાં ! તમારાં પણ એવાં વાજાં વાગતાં થઈ જાય, એવી મારી ઇચ્છા છે. તમને પણ આબાદીની સાથે સુખ-શાંતિ તો જોઈએ છે ને ? આત્મામાં અનંત સુખ ભરેલું છે, પણ અત્યારે આત્માનું તે સ્વરૂપ કર્મના આવરણથી દબાએલું છે. એ આવરણ ટળે એટલે સુખ જ સુખ છે. અમારી મહેનત એ સુખને પ્રગટ કરવાની છે. અમારે એવી સુખમય દશાને પ્રગટાવવાની છે. તમે પણ આવી મહેનત કરનારા બની જાઓ, એવી અભિલાષાથી જ આ ઉપદેશ અપાય છે. શ્રીમંતાઈ પણ બોજારૂપ લાગવી જોઈએ : આપણે ચેતન છીએ, આપણે આત્મા છીએ, પણ અત્યારે આપણી હાલત લગભગ જડ જેવી બની ગઈ છે. અત્યારે આપણે જડને આધીન બન્યા છીએ અને તે એવા કે પોતાના સ્વરૂપને પણ ભૂલ્યા છીએ ! કોઈના આધારે જીવે, એ ચેતન કે જડ ? પોતાના સ્વરૂપે જીવવા માટે જેને કોઈના પણ આધારની જરૂ૨ નથી એ આત્મા છે. આપણી દશા જૂદી છે. જડવત્ બનેલા આપણે જાગતા બનીએ; તો ચેતન બનતાં વાર લાગે નહિ. આપણને એમ થવું જોઈએ કે મને કોઈની પણ અપેક્ષા રાખવી પડે, એ મારી વિભાવ-દશા છે. જડ કોઈને આધીન રહે, હું શાનો ISB€¢¢BES 5058 આત્માની ત્રણ અવસ્થાઓ Page #19 -------------------------------------------------------------------------- ________________ આધીન રહું? તમે કેવા છો ? ચેતન છો કે જડ ? ચેતન છતાં જડ જેવા બને. ગયા છો ને ? તમે અહીં સાંભળવા આવ્યા છો, તો મારે પણ કહેવાજોનું કહેવું જોઈએ ને ? સાંભળવા માટે તો તમે વ્યાખ્યાનના સમયથી વહેલા આવીને જગા રોકો છો. પાછળથી આવવા છતાં આગળ આવવાનો પ્રયત્ન કરો છો, આટલી ભીડમાં ભીચડાઈને બેસવું પડે છે તે છતાં પણ શાંતિથી બેસો છો અને તેમ છતાં પણ હું જો સંભળાવવાજોગું તમને સંભળાવું નહિ, તો તો હું ગુન્હેગાર જ ઠરું ને? તમે કાંઈ અહીં તમાશો જોવા માટે થોડા જ આવ્યા છો ? તમાશો જોવો હોય તો તમારે માટે નાટક, સીનેમા, વગેરે ક્યાં ઓછાં છે ? એવાં સ્થાનોમાં આનંદ કોને આવે ? જડ જેવા બની ગએલા, પોતાપણાને ભૂલી ગએલા આત્માઓને જ ને ? આત્માના સ્વરૂપમાં લીન બનવાની ભાવનાવાળો એવા તમાશાનાં ઠેકાણાંએ આનંદ લૂંટવા જાય ખરો ? ત્યાં જેને આનંદ લૂંટવા જેવો છે એમ લાગે, એને જડ જ કહેવા પડે ને ? વસ્તુનો ખ્યાલ આપવાને માટે જડ-ચેતનનો વિભાગ તો કરવો જ પડે. આપણે અત્યારે કેવા છીએ ? એ વિચારવું છે, તો આપણી પરાધીનતા જોવી પડશે ને ? આ શરીરને ખોરાક ન મળે તો હાલતું-ચાલતું બંધ થઈ જાય. પાણી ન મળે તો મોઢા ઉપરનું તેજ ઉડી જાય અને હવા ન મળે તો ગુંગળાઈ મરે. વળી વ્યસનીઓને તો એવી એવી પણ ચીજો જોઈએ, કે જે સભ્ય સમાજમાં બોલી પણ શકાય નહિ. ચેતન આવા જડ બને તે સહાય ? સભા અત્યારે તો કર્મના બંધનમાં છીએ ને ? એની ના છે જ નહિ. એને ધ્યાનમાં રાખીને જ આ વાત થાય છે. આત્માનું મૂળભૂત સ્વરૂપ ખ્યાલમાં આવે, એ માટે આ વાત ચાલે છે. આપણને જે ભૂખતરસ લાગે છે, તે આત્માની ભૂખ છે? આત્માનો સ્વભાવ એવો નથી કે એને ભૂખ લાગે. આ શરીરનું બંધન છે માટે ભૂખ લાગે છે. તપાવેલા લોઢાને લુહાર કાંઈ ભેટે નહિ. એને હાથ પણ અડાડે નહિ. એ જાણે છે કે અત્યારે લોઢું અને અગ્નિ એકમેક થએલ છે. એ અડે ત્યારે, કે જ્યારે લોઢું અગ્નિરહિત બની જાય. એ જ રીતે અત્યારે “ન જ ખાવું, ન જ પીવું” એ માટે ખાઈએ પીઈએ છીએ ? આત્માનું સ્વરૂપ પ્રટાવવાની મહેનત બરાબર થઈ શકે એ માટે ? આત્માના સ્વરૂપને પ્રગટાવવાની મહેનત દરમ્યાનમાં શરીરને નિભાવવું પડે, સાચવવું પડે એ જૂદી భవి ૨૦ డి విడివిడివడిన డిజీజీహాదోయడిని వేడి પૂ.આ. રામચંદ્રસૂ સ્મૃતિગ્રંથમાળા - ૨૩૩ Page #20 -------------------------------------------------------------------------- ________________ વાત છે, પણ એ વખતે ય એ પરાધીનતા ખટકે તો ખરી જ. આપણને એમ લાગે છે ? અને એમ લાગે તો આજે ખાવા-પીવા આદિમાં જે રસ આવે છે, તે આવે ખરો ? આત્માને બરાબર માનતા થાવ, એટલે ભોગનો રસ ઉડ્યા વિના રહે જ નહિ આત્માને બરાબર માનનારો મળેલાં ભોગસુખોને પણ હરામ કરે છે અને ભોગવે છે તો ય તેમાં તેને પહેલાં જેવો રસ આવતો હતો તેવો રસ આવતો નથી. ન છૂટકે ભોગવે. નાસ્તિકોને આ મોટો ભય છે. આત્માને માન્યો કે ભોગસુખોનો રસ ઉડ્યો ! એવો ભય ન હોત તો દુનિયામાં કોઈ નાસ્તિક શાનો હોત ? નાસ્તિકને પણ શરીરથી ભિન્ન એવા આત્માના અસ્તિત્વનો વિરોધ કરવો મુશ્કેલ થઈ પડે છે, કારણ કે જે છે તેનાથી તેને તદ્દન વિપરીત કહેવું છે. તત્ત્વજ્ઞાની મહર્ષિઓનો ખજાનો એવો છે કે એ સાંભળતાં ભલભલાનું માથું હાલી જાય, પણ જ્યાં આત્માનો બરાબર સ્વીકાર કરે એટલે ભોગની લાલસા ઉપર પૂળો મૂકાયા વિના રહે નહિ. એ પાલવતું નથી, માટે જ નાસ્તિકતાનું અસ્તિત્વ છે. આત્માનું યથાર્થ સ્વરૂપ જેને હૈયે વસે, તેને પૈસા પોતાના ન લાગે અને પહેલાંની જેમ થેલીઓ ઉપાડવી ન ગમે, થેલીઓ ઉપાડવી, એને મજુરી કરવા જેવું લાગે. જેમ મજુર માથે સોનું મૂકીને જતો હોય, છતાં એને શું લાગે ? બોજો. કોઈ કહે કે – “બોજો નથી પણ સોનું છે' તો એ કહે કે - “સોનું છે પણ મારું નથી : મારે માટે તો બોજો જ છે.” એ જ રીતે, જેને બરાબર એમ લાગી જાય કે હું તે શરીરથી ભિન્ન એવો અનંત જ્ઞાનાદિમય આત્મા છું' તેને આ દુનિયાનું ચાહે તેવું સુખ પણ, સુખ રૂપે લાગે નહિ. એને એમાં પણ દુઃખનો જ ભાસ થાય. એવો આત્મા શ્રીમંતાઈને પણ બોજો માને, તો એમાં નવાઈ શી છે. અપેક્ષા સાલવી જોઈએ ? આત્માને માનનારાઓમાંના પણ એવા ઘણાએ અજ્ઞાન છે, કે જેઓને આત્માના સ્વરૂપનો ખ્યાલ નથી. એવાઓને એ ખ્યાલ આવે એ માટે વિચાર કરવાનો છે. આત્માને પોતાના સ્વરૂપમાં જીવંત રહેવા માટે વસ્તુતઃ કોઈ પણ બહારની વસ્તુની અપેક્ષા નથી. આપણને વર્તમાનમાં અપેક્ષા રહે છે, કારણ કે આપણે ચેતન છતાં જડના સંયોગમાં ફસીને લગભગ જડ જેવા બની ગયા છીએ. આત્માના સ્વરૂપનો ખ્યાલ આવ્યા પછી પણ અપેક્ષા એકદમ ટળી જવાની નથી, கககக கக்க்க்க்க்க்க்க்க்க்க்க்க கககககககக માત્માની ત્રણે અવસ્થા Page #21 -------------------------------------------------------------------------- ________________ પણ એ અપેક્ષા સાલશે એ ચોક્કસ છે. એક વાર એ નિશ્ચિત થઈ જવું જોઈએ કે મારો આત્મા કોઈ પણ વસ્તુની અપેક્ષા વિના અનંતકાળ પર્યત જીવી શકે એવા મૂળભૂત સ્વરૂપને ધરનારો છે, મારું એ સ્વરૂપ અનાદિકાળથી અવરાએલું છે અને એ આવરણોના પ્રતાપે જ હું અપેક્ષા રાખું છું. મારે મારા અવરાએલ એ સ્વરૂપને પ્રગટ કરવું છે.” આ ધ્યેય આવ્યા વિના સાચી વસ્તુનું દર્શન શક્ય નથી. આત્માના યથાર્થ સ્વરૂપની ખાત્રી થઈ ગયા પછી, કઈ વસ્તુ મેળવવા જેવી લાગે ? અત્યારે તો આપણી એ હાલત છે કે – અમુક વસ્તુ ન મળે તો ય દુઃખ, તે અધિક મળે તો ય દુઃખ અને થોડી મળે તો ય દુઃખ. શરીરને ખોરાક ન મળે, અધિક મળે કે ઓછો મળે, તો તે સહી શકે છે ? નહિ. આ શાથી? જડ કર્મોના સંયોગથી આ દશા ઉત્પન્ન થઈ છે. હવે તમને લાગે છે કે આપણે ચેતન છતાં જડસ્વરૂપી બની ગયા છીએ ? આવા હોઈએ તે છતાં પણ જો આવો ઇકરાર સમજપૂર્વક ન થાય, તો આપણે કેવા થવું છે અને જેવા થવું છે તેવા થવા માટે આપણે શું શું કરવું જોઈએ, એ વગેરે વાતો જે રીતે સંભળાવી જોઈએ તે રીતે સાંભળી શકાશે નહિ. બહિરાત્મા છીએ કે અંતરાત્મા? અત્યારે આપણે જે કાંઈ દુઃખો ભોગવવાં પડતાં હોય, તે પ્રતાપ આત્માનો નથી, પણ જડની સોબતે આત્મા જડ જેવો બન્યો છે, તેનો એ પ્રતાપ છે. જે જડની સોબતે આપણી આવી દશા કરી મૂકી છે, તે સોબતનો આપણે અંત લાવવો છે. આપણે નક્કી કરવું જોઈએ કે હવે તો મારે આ જડ કર્મની સોબત જોઈએ જ નહિ; પણ આત્માના સ્વરૂપ પ્રત્યે આકર્ષણ થયા વિના એ બને નહિ. આપણને આત્માના સ્વરૂપ તરફ આકર્ષણ છે કે આત્માના સ્વરૂપને મલિન કરનારી વસ્તુ તરફ આપણું આકર્ષણ છે ? આત્માના સ્વરૂપને મલિન બનાવનારી વસ્તુઓ પ્રત્યે જેનું આકર્ષણ છે અને આત્માના સ્વરૂપ પ્રતિ જેનું આકર્ષણ નથી એને બહિરાત્મા કહેવાય છે. આપણે આજ-કાલના નહિ, પણ અનાદિકાળથી જડના સંયોગમાં છીએ. જડ કર્મોના સંયોગથી આપણે આજે ને આજે મૂકાઈ જઈએ, એ શક્ય નથી : પણ આપણને આપણી વર્તમાન દશા ખટકે છે કે નહિ ? આ દશામાં-જડ કર્મોના આ સંયોગવાળી અવસ્થામાં ય આપણે બહિરાત્મા છીએ કે અંતરાત્મા ? જડનું ટાઇટ હાહાહાહાટકટ પૂ.આ. રામચંદ્રસૂટ સ્મૃતિગ્રંથમાળા - ૨૩૩ Page #22 -------------------------------------------------------------------------- ________________ આકર્ષણ ખટકતું હોય અને આત્માના સ્વરૂપનું આકર્ષણ થતું હોય, તો આપણે બહિરાત્મા નથી પણ અંતરાત્મા છીએ અને અંતરાત્મા હોઈએ તો તો આપણને એ કોલ મળી જાય છે કે - થોડા જ કાળમાં આપણે પ૨માત્મ-પદને, એટલે કે - આપણા આત્માના મૂળભૂત સુવિશુદ્ધ સ્વરૂપને પામવાના ! આજના ઉપદેશનો સાર આ જ છે. બહિરાત્મ-દશા ટળે, અંતરાત્મ- દશા પ્રગટે અને અંતે પરમાત્મદશાએ પહોંચાય, એવું પરિણામ આપણે લાવવું છે. તમે જડના સંયોગ અને જડના સંયોગની અનુકૂળતા વિના અત્યારે જીવી શકો તેમ નથી - એ વાત હું . બરાબર જાણું છું, પણ આકર્ષણ ક્યાં છે એ નક્કી કરવું છે. આત્મા મૂળભૂત સ્વરૂપે અનંત જ્ઞાનમય, અનંત દર્શનમય, અનંત ચારિત્રમય, અનંત વીર્યમય અને અનંત સુખમય છે. એ સ્વરૂપનું આકર્ષણ છે કે નહિ ? એ સ્વરૂપનું આકર્ષણ ન હોય તો એ સાબીત થાય છે કે આપણે બહિરાત્મા છીએ. આત્માના વાસ્તવિક સ્વરૂપનો જો સુંદર ખ્યાલ હોય, તો જડનું આવું આકર્ષણ હોય ? અને જડનું આકર્ષણ થઈ જાય તો ય તે ખટકયા વિના રહે ખરૂં ? જડનું આકર્ષણ જાય અને આત્મસ્વરૂપનું આકર્ષણ થાય, તો ચેતનનું સ્વરૂપ પ્રગટતાં વાર લાગે નહિ. તમને કદી પણ એમ થયું છે કે – ‘જીવવા માટે હવા-પાણીનીય જેને જરૂ૨ નથી, એવો મારો આત્મા છે ?' મારે મારા આત્માનું એ સ્વરૂપ પ્રગટાવવું જોઈએ, એવો મનોરથ પણ કદી થયો છે ? જો ના, તો આપણે બહિરાત્મા જ છીએ ને ? * સુખે જીવવા માટે જરૂરીઆત કેટલી ? બહિરાત્મ-દશાનો જ એ પ્રતાપ છે કે ‘આ જોઈએ, તે જોઈએ, આના વિના ન ચાલે, તેના વિના ન ચાલે' - એવો વળગાડ થઈ ગયો છે. તમને સુખે જીવવા માટે કેટલી ચીજો જરૂર લાગે છે ? કદાચ એ ચીજોની નોંધ કરાવવા માંડો તો નોંધ ક૨ના૨ પણ થાકે ! બહિરાત્મ- દશાને ભોગવતા રાજાઓ આદિના નોકરો રાડ પાડી જાય છે. એ રાજાઓ આદિ જ્યારે મુસાફરીએ નીકળવાના હોય છે, ત્યારે એની જરૂરીયાતોને પૂરી પાડવા માટે રોકાએલા નોકરો મોટા પગારદાર હોવા છતાં પણ મુંઝાઈ જાય છે. કહે છે કે - ‘બે મહિના પહેલાંથી તો નોંધ ક૨વી પડે છે ! કયે વખતે શું જોઈશે - એને યાદ કરતાં કરતાં લોહીનું પાણી થઈ જાય છે. કોણ જાણે કયે વખતે શું માગી બેસશે ? તેમને આ જોઈશે ને તે જોઈશે, એ વિચારતાં મગજનાં તંતુઓ તૂટવા જેવું થઈ જાય છે !' આજે સામાન્ય પણ માણસો TOP HP HP HP HP આત્માની ત્રણા અવસ્થાઓ 30303 ૧૩ Page #23 -------------------------------------------------------------------------- ________________ કહે છે ને કે - “બીડી વિના ન જવાય ! બીડીમાંથી સીગારેટ ને સીગારેટમાંથી ચીરૂટ જોઈએ. એના વિના પેટ નથી ભરાતું માટે ? આજના બુઢાઓ કરતાં પણ આજના જુવાનીયાઓની જરૂરીયાત મોટી. બુઠ્ઠો વધારે બળવાન છે અને જુવાન વધારે નબળો છે, માટે ? બુઢો તો કહે કે મારે એક વાર ખાવાનું મળશે તો ય ચાલશે. અને જુવાનીઓ ? એ તો કહે છે કે હું પથારીમાંથી ઉઠું તેની સાથે મારે ગરમાગરમ ચહા જોઈએ!ગળાને અને છાતીને બાળી મૂકે માટે ? ગરમાગરમ પણ કેવી ?. સભા સ્ટ્રોંગ. કડક કહેવા દો ને ! એ કહે છે કે એ ચહા દેવીની સેવા વિના મારી આંખમાંની ઊંઘ ઉડી શકે નહિ ! આ પછી પણ જરૂરીયાતો કેટલી ? શું તમને એમ લાગે છે કે આ બધા વિના સુખે જીવી શકાય જ નહિ ? સુખે જીવી શકાય અને આત્મસ્વરૂપને પ્રગટાવવાની મહેનત કરી શકાય - એ માટે જરૂરીયાત કેટલી, એમ જો તમે મને પૂછો અને હું કહું તો બહિરાત્માઓને કદાચ એમ પણ લાગે કે “આ તો જંગલીની જેમ જીવવાની વાતો છે ! મને શું ખવાય, કેમ ખવાય ને કેમ ભોગવાય, એ બધી વાતોની કશી ગમ જ નથી.” નાસ્તિકની એ જ ખૂબી છે. નાસ્તિક તો એમ જ માને છે કે જેટલું ખાધું, પીધું ને ભોગવ્યું તે ખરું મર્યા પછી રહ્યું તે ગયું ! એટલે એ કોઈ સારી ચીજ મળે તે ન ભોગવે, એ ન બને. ન ભોગવી શકાય ને ન ભોગવે, એ વાત જૂદી ! આ નાસ્તિકતા જ્યાં સુધી જીવનમાંથી ન ટળે, ત્યાં સુધી કોઈ પણ સારી વાત રુચે જ નહિ. આત્માને ભૂલાય તો? તમને એમ લાગે છે કે અમને ભોગવતાં નહિ આવડતું હોય ? અમારાં શરીર એવાં થઈ ગયાં હતાં કે દુનિઆમાં અમે કશું જ ભોગવી શકીએ નહિ, માટે અમે આ સંયમ સ્વીકાર્યું, એમ ? એમ નથી. શું કેમ ભોગવાય એની અમને પણ થોડીઘણી ગમ તો છે, પણ અમને આત્માનું ભાન છે ! આત્મા છે, તે અનંત જ્ઞાનાદિમય છે, શરીરથી ભિન્ન છે, એવું એવું જે અમને “નાસ્તિકોની દૃષ્ટિએ ભૂત' વળગ્યું છે, તેનો જ એ પ્રતાપ છે કે અમે ત્યાગ કર્યો છે અને અમને ત્યાગ કરવામાં રસ આવે છે. જેને આ કહેવાતા ભૂતની થોડી-ઘણી પણ અસર નથી, તે આસ્તિક નથી. એ મોઢેથી – “આત્મા છે, આત્મા છે' - એમ બોલતો હોય, તો પણ હૃદયનો નાસ્તિક జీవితంలోని బీజేపీ వదన తుడికి ૫.અ. રામચંદ્રસૂરિ સ્મૃતિગ્રંથમાળા - ૨૩૩ Page #24 -------------------------------------------------------------------------- ________________ છે. તમારામાં એ નાસ્તિકતા હોય તો ટળે, એને માટે જ આ તમારા રવિવારી પર્વની પસંદગી કરવામાં આવી છે. આજે તમે જ્ઞાનીઓએ કહેલાં આઠમ-દશમ આદિ પર્વોને લગભગ તીલાંજલિ દીધી છે અને રવિવારી પર્વ સ્વીકાર્યું છે. હું પણ દેશ- કાળનો જાણ એટલે મેં ય વિચાર કર્યો કે - “આ રવિવારી પર્વવાળાને પણ કાંઈક ખ્યાલ આવી જાય, તેમનામાં નાસ્તિકતા હોય તો તે સળગી જાય અને એમનામાં આસ્તિકતા પ્રગટી જાય એવું આપણે ય કરવું.” એટલા જ માટે રવિવારે હું રોજ કરતાં અડધો-પોણો કલાક પણ વધારે વખત વ્યાખ્યાન ચાલુ રાખું છું. વાત એ હતી કે અમને ભોગવતાં આવડતું નથી એમ નહિ, પણ આત્માના સ્વરૂપનું ભાન હોવાથી ભોગો અમને આકર્ષી શકતા નથી અને ભૂલ થઈ જાય તો તે ખટક્યા વિના રહેતી નથી. અમે જો આત્માને ભૂલી જઈએ, તો તમારા કરતાં પણ બદતર બની જઈએ. જ્ઞાની જો આત્માને ભૂલે, તો અજ્ઞાની કરતાં વધારે પાપી બને. સોની આંખમાં ધૂળ નાખીને એ ભયંકર પણ પાપો આચરી શકે. ત્યારે અમે જે પાપથી બચીએ, તે પ્રતાપ આત્માની ચિંતાનો છે. જો શરીરથી ભિન્ન એવા આત્મા જેવી કોઈ વસ્તુ જ ન હોય, અહીં જે કાંઈ કર્મો આચરવામાં આવે તેનો બદલો ભોગવવાનો ન હોય, તો ચોરી કરીને પણ ઘી-દૂધ ખાવામાં વાંધો શો ? શા માટે ભયંકરમાં ભયંકર કૃત્યો કરીને પણ લ્હેરથી ખાવું-પીવું નહિ કે સાહ્યબી ભોગવવી નહિ ? નાસ્તિક તક મળવા છતાં અને સપડાય તેવું નહિ હોવા છતાં ચોરી ન કરે, તો તે તેને માટે ઓછું જ ગણાય; પણ પોતાને આસ્તિક મનાવતા તમે જો થોડી પણ ચોરી કરો તો તે ઘણું કહેવાય : કારણ કે તમે તો “આત્મા છે' એમ કહો છો ! આત્માને માનનાર ચોરી કરે ? કદાચ ચોરી કરે તો ય એ કંપ્યા વિના તો કેમ જ રહે ? એને અવસરે પણ એમ ન થાય કે - મેં મારા આત્માનું સ્વરૂપ વધુ વખત ઢંકાઈ રહે એવો આ ધંધો કર્યો ? જડની સહાય લેતાં ક્યાળે હાથ જાય છે ? જડનું આકર્ષણ આપણી પાસે ક્યાં પાપો નથી કરાવતું ? આત્માનો ખ્યાલ ન હોય અને જડનું આકર્ષણ પ્રબળ હોય, તો આત્મા તક મળતાં કયું પાપ નહિ કરે તે કહી શકાય નહિ. આથી આપણે સૌથી પહેલાં આ કામ કરવા જેવું છે, અત્યારે જડની સહાય વિના ચાલે તેમ નથી : એ વિના બધી સાધના ઢીલી પડી જાય તેમ છે : પણ આકર્ષણ જડનું નહિ હોવું જોઈએ. આપણે જડનો આધાર લેતા હોઈએ, జీడిపడి జీవనంలో తన టిడితడికి తీయవహారం આત્માની ત્ર૭ અવસ્થાઓ પ Page #25 -------------------------------------------------------------------------- ________________ એટલા માત્રથી બહિરાત્મા નથી. આત્માના સ્વભાવનું આકર્ષણ થયા પછી પણ જડની સહાય લેવી પડે છે, પણ જડ તરફ પૂર્વવતું આકર્ષણ રહેતું નથી અને આકર્ષણ થઈ જાય તો તે ખટકે છે. ધર્મક્રિયા કરનારાઓમાં પણ જેમને એ ખ્યાલ ન હોય, તેમનામાં આ ખ્યાલ પેદા થવો જોઈએ. પછી આ શરીર જડ વિના કદાચ કરમાશે, તો પણ ચેતન ઝબકારા મારશે. નોકરને ઊંડે ઊંડે પણ શેઠ થવાની ઇચ્છા હોય છે. સારામાં સારો નોકર પ્રમાણિકપણે કામ કરે એ બને, ફરજ કરતાં સવાયું કામ આપીને શેઠને પ્રસન્ન કરવા મથે એ બને, પણ એને નોકરી કેવી લાગે ? મન દઈને સારું કામ કરે, એટલા માત્રથી એને નોકરી ગમે છે – એમ તો ન કહેવાય ને ? – એને પૂછો કે “તારે નોકરી ક્યાં સુધી કરવી છે ?' એ કપાળે હાથ દેશે. કહેશે કે “ભાગ્યમાં જ્યાં સુધી શેઠાઈ નથી ત્યાં સુધી !' એમ આપણને પણ થવું જોઈએ કે - “આ જડની સહાય લેવી પડે છે, એ ઠીક તો નથી જ ! ક્યારે એ સમય આવે કે જડની સહાય વિના જ હું જીવી શકું !” તમને કોઈ પૂછે કે – “આ બંગલા વગેરેનું આકર્ષણ ક્યાં સુધી રહેવાનું ?' તો એવા વખતે કપાળે હાથ જાય છે ? એમ થાય છે કે ક્યારે આ આકર્ષણ ટળે ? નોકરનો હાથ કપાળે જાય છે અને શેઠાઈ નથી મળતી એ વિચારે એનું મોઢું પણ ઉતરી જાય છે. એમ તમને કદી આત્માની બાબતમાં થયું ? તમારામાં એ દશા પેદા કરવી છે. અંતરનો આતશ બાળ્યા વિના ન રહે? જડનું આકર્ષણ છે માટે જ તમે કારમી પણ આપત્તિઓને ગણકારતા નથી ને? જડનું આકર્ષણ ન હોત તો તમે તમારું શાંત સ્થળ છોડીને આટલે દૂર આવીને વસત ખરા ? અહીં આવીને પણ કેવા બની ગયા છો ? કામ ચાલી શકે એટલું મળવા છતાં અહીંથી ભાગી જવાની ઇચ્છા થતી નથી ને ? આપણે એવા માણસને જવાનું કહીએ તો ય કહેશે કે “એટલું પાથરણ થઈ ગયું છે કે જવાય તેમ નથી.” પણ એ વિચાર ન કરે કે “હું આખો ને આખો આમાં પથરાઈ રહ્યો છું, તેનું શું? આત્માની દશાનો તો ખ્યાલ જ ન મળે ! એ જડના આકર્ષણની જ ખૂબી છે ને ? જડના આકર્ષણથી દશા કેવી થાય છે ? ક્રોધથી ધમધમતી, ઘમંડાઈથી ભરેલી, પ્રપંચમય અને લઉંલઉંનો જાણે હડકવા થયો હોય એવી ! જડના આકર્ષણવાળો અવસરે ઘર પર ખીજાય, પેઢી પર ખીજાય, ઘરનાં માણસો ઉપર ખીજાય, નોકરો ઉપર ખીજાય, વેપારધંધા ઉપર ખીજાય, આડતીયા ઉપર ખીજાય, ગ્રાહક ઉપર ખીજાય અને છેવટ అభిపోవ డిడిటీతతథితథితిభజిత ૨૬ પૂ.આ. રામચંદ્રસૂ સ્મૃતિગ્રંથમાળા - ૨૩૩ Page #26 -------------------------------------------------------------------------- ________________ બજારમાંથી કોઈ રળીને જતો હોય તો તેના ઉપર પણ ખીજાય? જડના આકર્ષણ યોગે અંતરમાં એવો આતશ સળગ્યા કરે છે કે એને જોઈ શકાય નહિ અને તેમ છતાં એ બાળ્યા વિના રહે પણ નહિ. એમાંથી તણખા ઝરે નહિ, ભડકા નીકળે નહિ, પણ એ જેના હૈયામાં હોય, તેને અંદર ને અંદર સળગાવી મૂક્યા વિના પણ રહે નહિ. આવો આત્મા એ બહિરાત્મા જ છે. અમને તો જડના આકર્ષણમાં ફસેલા તમને જોઈને દયા જ આવે. તમારી મોટર આંખે ચડે તો ય - “આ દશ હજારની હશે કે વીસ હજારની હશે” એવા વિચાર અમને ન આવે, પણ એમ થાય કે – “આવા મારકણા સાધનને આ છોડે તો સારું !' તમને એમ ન લાગે, કારણ કે - દૃષ્ટિભેદ મોટો છે. અમને ય જો તમારા એ સાધનને જોઈને કેટલાનું છે એમ પૂછવાનું અને તમને ગમતું બોલવાનું મન થઈ જાય, તો એ અમારું પણ જડનું જ આકર્ષણ છે. અમારે તો તમારા જેવાઓથી બહુ સાવધ રહેવું પડે. તમને જોઈને અમને જડનું આકર્ષણ ન થઈ જાય, એની કાળજી તો રાખવી પડે ને ? (અત્રે પૂ. આચાર્યદેવે પરમહંત શ્રી કુમારપાળ મહારાજાના ચરિત્રમાં આવતો “સુવર્ણસિદ્ધિને લગતો એક પ્રસંગ વિસ્તારથી કહી સંભળાવ્યો હતો. એ પછી વિવેચન કરતાં ફરમાવ્યું હતું કે :-). જડનું આકર્ષણ જબરું છે ? આપણે આપણા આત્માને જડ કર્મોના સંયોગથી મુક્ત બનાવી દેવો છે, જડની સહાય વિના નિજ સ્વરૂપમાં અનંતાનંત કાળ સુધી જીવંત રહે એવો બનાવવો છે, પણ એ માટે સૌથી પહેલાં જડના આકર્ષણથી મુક્ત બનવાનો પ્રયત્ન કરવાની જરૂર છે. વર્તમાનમાં તમારામાં જડનું આકર્ષણ કેવું છે તે વિચારી લો. જડના પ્રબળ આકર્ષણે તો ગુણ ગુણ રૂપે પ્રગટે એ જોગી સ્થિતિ પણ રહેવા દીધી નથી. એ આકર્ષણ મંદ બન્યા વિના, ઉદારતામાં પણ લુચ્ચાઈ આવ્યા વિના નહિ રહે. તમે બધા જ આવા છો, એમ કહેવાનો મારો આશય નથી જ. જે આવા ન હોય તે ભાગ્યશાળી છે. અહીં ‘તમે' અગર “આપણે” તરીકે જે કાંઈ કહેવાય, તે બધાને જ લાગુ પડે છે એમ માનવાનું નથી. ઉપદેશમાં એમ કહેવાય, પણ જે કોઈ એવા હોય તેઓને માટે જ એ કહેવાય છે, એમ માનવાનું છે. જે કોઈ ગુણસંપન્ન આત્માઓ છે, તેઓની તો અમે પણ અનુમોદના જ કરીએ છીએ. ఆడి వడి వడివడి ఉడిడివిడిపోయబీబీయ આત્માની ત્રણ અવસ્થા ૨૭. Page #27 -------------------------------------------------------------------------- ________________ વાત એ છે કે જડના આકર્ષણે ચેતનના વિચાર ઉપર દેવતા મૂકી દીધો છે. કોઈક વાર ચેતન સંબંધી વિચાર આવતો હોય તો પણ તે કેવો ? સ્મશાનીયા વૈરાગ્ય જેવો જ ને ? ઘણા ડાઘુ એવા પણ હોય છે, કે જેમને મુડદું સામે હોય તો ય વૈરાગ્ય આવે નહિ. ત્યાં ને ત્યાં મુડદા ઉપર ઉજાણી કરી શકે એવા ય ડાઘુઓ હોય છે. ત્યાં કદી વૈરાગ્ય આવે તો ય મુડદું બળે તેમ વૈરાગ્ય બળે. કારણ ? જડનું આકર્ષણ જબરૂં છે ! તમને અહીં બેઠાં આડતીયા યાદ આવે કે પેઢીમાં બેઠાં અમે યાદ આવીએ ? પેઢી ઉપર કોઈ અમારી યાદ આપે તો એ વખતે શું એમ ન જ થાય કે એ વાત અહીં નહિ ?જડનું આકર્ષણ કેટલું કારમું છે, એનો વિચાર કરો ! એ આકર્ષણ ટળે, એની ખેંચ મટી જાય અને એમ લાગી જાય કે - ‘આ આકર્ષણ મારું સ્વરૂપ પ્રગટ થવામાં ભયંકર અંતરાયભૂત છે’ તો ય તે ઓછી વાત નથી. અંતરચક્ષુ મીંચાએલ હોય તો બાહ્ય ચક્ષુ ભયંકર છે : આ અંતરચક્ષુને ખોલવાની વાત છે. અંતરચક્ષુ ઉઘડે તો આ ચક્ષુ લાભ કરે અને અંતરચક્ષુ મીંચાયા છતાં આ ચક્ષુ ઉઘાડું હોય તો ભયંકર જ નિવડે ને ? અંતરચક્ષુ બંધ હોય અને અંતરચક્ષુને પ્રગટ કરવાની વૃત્તિય ન હોય, તો આંખ લાભ કરનારી કે હાની કરનારી ? સભા ઃ હાની કરનારી. એવી ચીજ હોય તે સારી કે ન હોય તે સારી ? ચક્ષુ ખૂલ્લાં-દેખે એવાં ક્યારે જોઈએ ? અંતરચક્ષુ ખૂલે ત્યારે ? એ વિના ન હોય તો સારું ને ? આવું ઇચ્છું તો પાપ લાગે, એમ તો નહિ કહો ને ? એમ તો નહિ બોલો ને કે ‘બધા આંધળા થાય તો સારું' - એવું મહારાજે કહ્યું ? સભા : એવું કહ્યું છે જ ક્યાં ? એવું કહ્યું જ નથી, પણ એવું ય પ્રચારકાર્ય કરનારાઓ પણ આજે જીવે છે. તમારી અંતરચક્ષુ ખૂલવી જોઈએ. જેની અંતરચક્ષુ ખૂલી નથી અને જડના આકર્ષણથી જે પાગલ બન્યો છે, એને જોઈને તો શિષ્યોને કદાચ એમ પણ થાય કે ‘આવો આદમી બજારમાં ન આવે તો સારું.' એવાની આંખમાં પણ કેટલીક વાર ઝેર આવી જાય છે. એવો આદમી બીજાના સારાને શુભ દૃષ્ટિથી જોઈ શકે, એ ભાગ્યે જ બને. રસ્તા ઉપર પણ એની આંખો ક્યાં ક્યાં ભમતી હોય, તે કહેવા જેવું છે ? આ બધી બહિરાત્મ-દશા છે. અંતરાત્મ દશાવાળાને જડનું કારમું આકર્ષણ ૨૮ డుడ પૂ.આ. રામચંદ્રસૂરિ સ્મૃતિગ્રંથમાળા - ૨૩૩ Page #28 -------------------------------------------------------------------------- ________________ હોય નહિ અને જડનું આકર્ષણ થઈ જાય તો ય તે એને ખટક્યા વિના રહે એ બને જ નહિ. અવસરે એને એની જડની આધીનતા સાલ્યા વિના રહે જ નહિ. અનંતાનંત સિદ્ધો જૂએ છે ઃ આપણે તો આસ્તિક છીએ. બહિરાત્મ-દશા, અનંતરાત્મદશા અને પરમાત્મદશા, એવી ત્રણે ય આત્મદશાઓને આપણે માનીએ છીએ. આથી આપણે એમ પણ માનીએ છીએ કે - અનંતાનંત આત્માઓ શ્રી પરમાત્મ-પદને પામ્યા છે અને એ સર્વ સિદ્ધાત્માઓ પોતાની જ્ઞાનચક્ષુથી આપણ સર્વને જોઈ રહ્યા છે. એ અનંતા સિદ્ધોની આંખમાં તમારે નાગા દેખાવું છે કે ઢાંક્યા ? આપણને લાગે કે અનંતાનંત અનંતજ્ઞાનીઓ મને જોઈ રહ્યા છે, તો પાપ કરતાં કંપારી ન આવે ? આપણે પૂરતા પ્રકાશમાં બેઠા હોઈએ અને હજારો આપણને જોતા હોય, તો પાસેમાં પાસે પણ પડેલા પારકા કોહીનુરને ચોરવા માટે આપણો હાથ લંબાય ખરો ? કોહીનુર લાખ્ખોનો હોય કે કરોડોનો હોય, લેવાનું મન ઘણું ય થતું હોય, મનમાં કદાચ એમે ય થાય કે - આ પ્રકાશમાંથી ક્યારે અંધકાર થાય, કોઈ જૂએ નહિ ને હું લઈ લઉં, પણ જ્યાં સુધી પ્રકાશ હોય ને જોનાર હજારો હોય, ત્યાં સુધી એ કોહીનુરને ચોરવાને માટે હાથ લંબાય તો નહિ ને ? નાસ્તિક તો પરમાત્મસ્વરૂપવાળા આત્માઓને પણ માનતો નથી એટલે એની વાત બાજૂએ રાખો, પણ તમે તો આસ્તિક ! આપણને જોનારા કેટલા, એનો વિચાર તમને ન આવે ? પરમ જ્ઞાનીઓને અને સિદ્ધાત્માઓને તો જોવા માટે બહારના પ્રકાશની પણ આવશ્યકતા નથી. એ તો જ્ઞાનચક્ષુથી સર્વ કાળે સર્વ કાંઈ જોઈ શકે છે. બાહ્ય ચક્ષુથી ન દેખાય એવું પણ એ જોઈ શકે છે - જૂએ છે : તો એ જડના આકર્ષણથી આપણે કેવા કેવા ખેલ ખેલી રહ્યા છીએ, એ નહિ જોતા હોય ? તમને આવો વિચાર થાય છે ? કહો તો જે લાગ્યું હોય તે કહેજો. મને કદાચ ૨માડી શકશો, પણ જ્ઞાનીઓને નહિ છેતરી શકો. દીક્ષાની ભાવના ભૂલ્યે ન ચાલે : જડના આકર્ષણથી છૂટવું એ જરૂરી છે એમ લાગે છે કે નહિ ? આ તો વ્યાખ્યાન છે. તમને સુધારવાને માટે, તમને વસ્તુનો ખ્યાલ આપવાને માટે એકની એક વાત પણ અનેક વાર કહેવાય. હું કાંઈ દિગ્દર્શક માત્ર નથી. હું સીધે સીધું કહ્યે જ જાઉં, એથી ફાયદો થાય ? હું તો તમને એકની એક વાત પણ વારંવાર eeeeeee 05 આત્માની ત્રા અવસ્થાઓ E Page #29 -------------------------------------------------------------------------- ________________ કહીને તેને તમારા અંતરમાં જચાવવાનો પ્રયત્ન કરું; કારણ કે- મારે તમને સુધા૨વા છે. તમે જડના આકર્ષણથી મુક્ત બનો અને છેવટે જડ કર્મો કે જેના યોગે આત્માનું સ્વરૂપ આવરાએલું છે – તેનાથી પણ મુક્ત બનો, એવી મારી ઇચ્છા છે. એ માટે હું આ મંથન કરી રહ્યો છું. મંથન કેવું હોય ? સામાન્યપણે હાથ હલાવ્યે માખણ ન નીકળે. માખણ કાઢવું હોય તો ખૂબ ખૂબ મથવું જોઈએ. ૨વૈયાને ખૂબ ખૂબ ઘુમાવવો પડે. એ ન આવડે તો દહીં બગડે અને માખણ મળે નહિ. આપણું પણ આ મંથન છે. સામાન્ય પ્રાર્થના અને ભજન આદિમાં પણ એકની એક કડી વારંવાર બોલાય છે ને ? એનો હેતુ શો ? આત્મા ધીમે ધીમે એમાં એકતાન બને. ધીમે ધીમે સ્વરહીન જેવો બનીને ધ્યાનારૂઢ બને. એમ આમાં પણ સમજવાનું છે. જડનું આકર્ષણ કાઢવાની વાત છે. દીક્ષાની વાત હું ભૂલી ગયો નથી. દીક્ષાની વાત ભૂલનાર સાધુનો તો ઓધો લાજે. અત્યારે હું એ વાત વધારે નથી કરતો, કારણ કે મોકો જોઈ રહ્યો છું. જડનું આકર્ષણ ટાળવાની ભાવના પેદા થયા વિના દીક્ષાની ભાવના પણ જન્મે નહિ અને જડનું આકર્ષણ ટાળવાની ભાવના પ્રગટ્યા પછીથી દીક્ષાની ભાવનાને ઉત્પન્ન થતાં વાર લાગે નહિ. આથી જડના આકર્ષણને ટાળવાની વાત લીધી છે. એમાં પણ ઊંડે ઊંડે દીક્ષા જ છે. આત્માના સ્વરૂપને પ્રગટાવવાનો ઉત્કટ કોટિનો પ્રયત્ન, એ જ દીક્ષા છે ને ? ત્યારે એનો સમાવેશ આ વાતમાં પણ થઈ જ જાય છે : કારણ કે જડના આકર્ષણ ઉપર અગ્નિ મૂકાયા વિના દીક્ષાની સાચી અભિરુચિ પ્રગટવી એ પણ મુશ્કેલ છે. હંસની ચાંચ જેવી તાકાત જોઈએ : આપણને એમ લાગી જવું જોઈએ કે મને જડની અપેક્ષા હોય જ નહિ. મારું મૂળભૂત સ્વરૂપ એવું છે કે જડની અપેક્ષા વિના ન જીવાય એ બને જ નહિ. આ તો જડના સંયોગે મારું મૂળભૂત સ્વરૂપ અનાદિકાળથી અવરાએલું છે અને વર્તમાનમાં પણ જડનો એ સંયોગ છે, માટે જ મને બીજી જડ ચીજોની અપેક્ષા રહે છે. આટલું ધ્યાનમાં આવ્યું, એટલે જડ અને ચેતનનો વિવેક પ્રગટ્યો. અત્યારે આત્મા અને જડનો સંયોગ દુધ અને પાણી જેવો થઈ ગયો છે. દુધ-પાણી એક થઈ જાય ત્યારે તમે બંનેને જૂદાં પાડી શકો આ દુધ અને આ પાણી - એમ જૂદાં પાડીને પારખી શકો ? તમે ન કરી શકો એ હંસ કરી શકે છે. આત્મા અને જડના સંયોગની બાબતમાં તમે હંસ જેવા બનો. એમ ન માનતા કે મનુષ્ય મટી હંસ ર ૨૦ Gee પૂ.આ. રામચંદ્રસૂરિ સ્મૃતિગ્રંથમાળા - ૨૩૩ Page #30 -------------------------------------------------------------------------- ________________ બનવાનું કહ્યું ! મનુષ્યમાંથી તિર્યંચ બનવાનું કહ્યું, એમ તો નહિ કહો ને ? હું તો એમ કહું છું કે હંસની ચાંચમાં એ તાકાત હોય છે કે તે એકમેક જેવાં બની ગયેલાં દૂધ-પાણીને પણ જૂદાં પાડી શકે છે. હંસની ચાંચમાં જેવી દુધ-પાણીને છૂટાં પાડવાની તાકાત છે, તેવી તાકાત આત્મા અને જડ કર્મને છૂટાં પાડવાની તમારામાં જન્મે, એ મારી ઇચ્છા છે અને આ વાતમાં તેની જ સૂચના છે. નરકની વેદના : આત્મા અને જડના સંયોગનો જેવો જોઈએ તેવો વિવેક થઈ જાય, પછી તમારી ઇન્દ્રિયો જેટલી તેજ તેટલો લાભ વધારે. એ વિના ઇન્દ્રિયોની જેટલી તેજી તેટલી બરબાદી વધારે. એકેન્દ્રિય મરીને કદી નરકે ન જાય અને પંચેન્દ્રિય ભૂલે ને પાપાસક્ત બને તો નરકે ગયા વિના રહે નહિ. આથી તમે એકેન્દ્રિય બનો એમ નહિ, પણ પંચેન્દ્રિયપણામાં સુવિવેકી બનો એ જ કહેવું છે. વિવેકહીનને તેની ઇન્દ્રિયો નરકમાં ધકેલી જાય; તો એ નવાઈનો વિષય નથી. એકેન્દ્રિયમાં તો વેદના અવ્યક્ત હોય છે, પણ નરકમાં વેદના વ્યક્ત હોય છે. નરક કોણે જોઈ છે ? નરકને હું માનતો નથી !' - આવું બોલવું એ બહુ સહેલું છે, પણ એ વેદના ઘણી ભયંકર છે. ત્યાં વેદનાથી અકળાતાં ઝેર ખાવું હશે તો ય ઝેર મળશે નહિ. નરકમાં જવાની તૈયારી કરી રહેલા આત્માઓને જોતાં આસ્તિકતાનું હૃદય દયાથી હચમચી જાય. નરકની વેદનાનો જેને ખ્યાલ હોય, તે તો પાપથી કંપી ઉઠે. અવસરે નાસ્તિક માણસોને પણ આસ્તિકની જેમ શુભાશુભ કર્મની અસરને સ્વીકારવી પડે છે. નાસ્તિક પણ જ્યારે શુભોદય ભોગવ્યા પછીથી અશુભોદયની કારમી અસરમાં ઝડપાય છે, ત્યારે રાડ પાડી જાય છે અને કપાળે હાથ દે છે. ભાગ્યને રડે જ છે. ગઈ કાલે એ જ્યાં જાય ત્યાં ધાર્યું કામ કરાવી આવતો, સારામાં સારા ઠેકાણે જાય તો પૂછાતું કે – “કેમ શેઠ ! શું કામ છે ?' જોઈએ તેટલાં નાણાં અડધી રાતે મળતાં પણ આજે એને અશુભોદયના પ્રતાપે ભૈયો બંગલામાં પેસવા પણ ન દે. કહી દે કે “શેઠ બહાર ગયા છે. ખાનગીમાં એમે ય કહે કે “શેઠ અંદર છે, પણ તમને આવતા જોઈને જ શેઠ નથી એમ કહેવાની આજ્ઞા કરી છે !” એને એમ થાય કે - “મારી લાગવગ ક્યાં સળગી ગઈ ? ગઈ કાલ સુધી જ્યાં જાઉં ત્યાંથી ધાર્યું કર્યા વિના પાછો ફરતો નહિ અને આજે દરવાજા બંધ ?' આ એનાથી સહન થતું નથી. એ પોક મૂકે છે ! એ કહે છે કે “મને મૈયાએ ના પાડી !” આપણે કહીએ 进將將將將將將沿著海港遊遊遊沿語語語語 આત્માની ત્રણે અવસ્થાઓ Page #31 -------------------------------------------------------------------------- ________________ કે ‘ભલા માણસ ! માત્ર ના જ પાડી છે ને ? જુતું મારીને કાઢ્યો તો નથી ને ? અશુભોદયે તો જુતાં ય પડે અને ત્યાં કદાચ તું માથું પટકીને મરી જાય તો ય તે અંદર લઈ જાય નહિ, પણ બહાર ક્યાંક ફેંકાવી કે ફુંકાવી દે !' આવા વખતે આત્મા યોગ્ય હોય છે તો નાસ્તિક મટી આસ્તિક બની જાય છે, વિવેકી બની જાય છે અને પછી તો દુઃખમાં પણ સુખે જીવતાં શીખી જાય છે ! એને એ વખતે ખ્યાલમાં આવે છે કે – અહીંના આ દુઃખ કરતાં પણ નરકમાં કંઈ ગુણું વધારે દુઃખ છે અને એથી તે ચેતી જાય છે! મરતાં મુંઝવણ ન થાય ઃ તમારે ક્યારે ચેતવું છે ? મરણની નોબત તો વાગી જ રહી છે. તમારું આયુષ્ય ઝટ પૂરૂં થઈ જાય, તમે મરી જાવ એવી મારી ઇચ્છા નથી, પણ મરણ થવાનું એ નક્કી વાત છે. એ વખતે તમે સુખે મરી શકશો ? જીવન એવું બનાવવું જોઈએ કે મરતાં પણ જરા ય મૂંઝવણ થાય નહિ. મરવા પડયા હો અને ડૉક્ટ૨ આવીને કહે કે ‘બચો તેમ નથી.' તો એ વખતે પણ તમે કહી શકો કે ‘કોઈ ફીકર નહિ. આ તો તમે શહે૨ના નામાંકિત ડૉક્ટર હતા અને મને એમ થયું કે ઉપાય હોય તો અજમાવી લઉં, બાકી મને નિરાંત છે. હું મારું સમાલીને બેઠો છું. હું પુદ્ગલના આકર્ષણથી છૂટેલો છું. પુદ્ગલના આકર્ષણથી છૂટીને મને મળેલાં કે મેળવેલાં પુદ્ગલનો મેં થાય તેટલો સદુપયોગ કરવાનો પ્રયત્ન કર્યો છે. જ્યારથી સમજ આવી ત્યારથી એવી રીતે જીવ્યો છું. કે મને મારા ભવિષ્યની ચિંતા નથી !' આટલી શાંતિથી તમે ક્યારે મરી શકો ? જડનું આકર્ષણ ટળે નહિ, મંદ પણ પડે નહિ, ચેતન-જડનો વિવેક પ્રગટે નહિ, તો આવું સમાધિપૂર્ણ મૃત્યુ પામી શકાય નહિ. આજે પુદ્ગલનું આકર્ષણ કેટલું છે ? બંગલામાં પેસતાં શું યાદ આવે ? બંગલાને જોતાં ‘સારો બંગલો જોઈએ' એમ થાય, પાંચ લાખ હોય તો ‘પચાસ લાખ જોઈએ' એમ થાય, પચાસ લાખ હોય તો ‘એક કરોડ કેમ ન થાય’ એમ થાય, મોટ૨માં બેસતાં ‘હું મોટો' એમ થાય, કોઈને દેતાં ‘હું જ દઈ શકું છું' એમ થાય એ વગેરે શું સૂચવે છે ? જડનું આકર્ષણ. એ આકર્ષણ ટળે અને થોડું પણ જડનું આકર્ષણ થઈ જાય તો ય જેને તે ખટકે, તે અંતરાત્મા છે. અંતરાત્મ દશા પ્રાપ્ત થઈ જાય, તો સુખે જીવી પણ શકાય અને સુખે મરી પણ શકાય. cccccccccccccces પૂ.આ. રામચંદ્રસૂરિ સ્મૃતિગ્રંથમાળા - ૨૩૩ ૨૨ Page #32 -------------------------------------------------------------------------- ________________ પુદ્ગલની બાજી : તમે તમારી દશાનો વિચાર કરો. આ વિચાર કરવા જેવો છે. જડનું આકર્ષણ એટલું બધું છે કે જેમ જેમ જડ વધે છે, તેમ તેમ ખુમારી વધે છે. એ કઈ દશા છે ? હવે એમ કરવું છે કે જડની વૃદ્ધિ જ્યારે જ્યારે હૈયામાં ખુમારી પેદા કરે, ત્યારે ત્યારે તે દિવસને માટે આહાર- પાણી બંધ ? એવી ખુમારીવાળા, જડ ઘણું હોવા છતાંય સુખે જીવી શકતા નથી. હૈયામાં વલોપાત ચાલ્યા જ કરે છે. એવાઓ લગભગ પાગલ જેવું જીવન ગુજારે છે. આત્માની પિછાણ થઈ જાય અને જડની વૃદ્ધિથી ખુમારી પ્રગટે, એ બને ? જડની લીલામાં એને આનંદ આવે ? એક કવિશ્રીએ કહ્યું છે કે જડની વૃદ્ધિમાં નાચનારા ઘડીમાં કાજી ને ઘડીમાં પાજી બને છે, પણ અમને તો લાગે છે કે એ સર્વ પુદગલની બાજી છે. જડના સંયોગવિયોગમાં જે ખુમારી કે કંગાલિયત આવે છે, તે શાથી ? જડનું કારમું આકર્ષણ છે માટે ! આત્મા ઓળખાય તો જડ આવે કે જાય, પણ એમ લાગે કે – આત્માએ બાંધેલા કર્મપુદ્ગલની જ આ બાજી છે. જડની વૃદ્ધિથી નાચે, એ બહિરાત્મા. એને ઠોકર મારતાં શીખે, એ અંતરાત્મા. આપણે કેવા છીએ અને કેવા બનવું છે – એની આ પીઠિકા છે. બહિરાત્મ દશાને ટાળવી, અંતરાત્મદશાને પ્રગટાવવી અને એ દ્વારા પરમાત્મ-દશાને સાધવી, એ જ કહેવાનું છે. એ માટે જ આટલી વાતો કરી છે. આપણને આપણી દશાનો સાચો ખ્યાલ આવવો જોઈએ. આછો આછો પણ સાચો ખ્યાલ આવે, તો આપણા જીવનની દિશા ફરી જાય. જડના આકર્ષણનું કામણ ? તમને લાગે છે કે તમારા વર્તમાન જીવનમાં લગભગ બધી જ પ્રવૃત્તિઓમાં જડના આકર્ષણની અસર છે ? પુદ્ગલના આકર્ષણથી આટલી જીંદગીમાં તમે શું શું કર્યું છે, કેવા કેવા વિચારો કર્યા છે અને કેવી કેવી પ્રવૃત્તિઓ આચરી છે, તે કહી શકો તેમ છો ? તમે મનમાં ને મનમાં સંભાળવા માંડો તો ય તમને તમારી જાત માટે કંપારી આવે, એ બને કે નહિ ? તમને લાગે છે કે – “અમે જેવા છીએ તેવા ઉઘાડા સ્વરૂપમાં દુનિઆના સભ્ય સમાજની વચ્ચે જીવવાને લાયક છીએ ? તમને એમ નથી લાગતું કે જેવા તમે છો તેવા જ જો આખા ને આખા જાહેર થઈ જાવ, તો કદાચ તમારો પ્રાણવાયુ પણ થંભી જાય ? તમારી સાચી દશાના ખ્યાનનું બોર્ડ તૈયાર કરીને વાંચવા માંડો તો ય તમને શું શું થઈ જાય, એ કહેવાય તેમ નથી. ఆయన జీడిపడిన డిజీజీ తీసిపోదీజీ డికీపీడి આત્માની ગયા અવસ્યાઓ ૨૩ Page #33 -------------------------------------------------------------------------- ________________ બે- પાંચ લાખ ગુમાવતાં જેને હાર્ટ ફેઈલ જેવું થઈ જાય છે, તે ચમ ચમ કરતો આવતો હોય અને સામે એની સાચી દશાનું બોર્ડ ચોઢેલું ભાળે, તો એની શી દશા થાય ? આ બધી વાતોનો વિવેકપૂર્વક વિચાર કરવા જેવો છે. આટલું સાંભળ્યા પછી પણ જો એમ લાગે કે પુગલના આકર્ષણે મને તો પાયમાલ કરી નાખ્યો છે, તો આજથી એ આકર્ષણને ટાળવાનો પ્રયત્ન શરૂ થાય. જ્યારે જ્યારે પુદ્ગલનું આકર્ષણ સતાવે, જ્યારે જ્યારે પુદ્ગલની વૃદ્ધિ આદિને જોઈને ખુમારી આવે, ત્યારે ત્યારે ઉપવાસ કરવો, એવો નિયમ કરવો છે ? સભા વિચાર તો આવે, પણ ટકતા નથી. દશ લાખ જાય તો ખાવાનું ભાવે ? એના દુઃખમાં તો ભૂખ પણ જાણે મરી જાય છે. એને ખવડાવવા માટે સંબંધિઓને મહેનત કરવી પડે છે. બે દિવસ ભૂખમાં જાય, છતાં ક્યાં ગયા તેની ગમ પણ પડે નહિ. કારણ ? પુદ્ગલનું આકર્ષણ. એવું આકર્ષણ જો આત્માના સ્વરૂપ પ્રતિ થઈ જાય, તો શું ન બને ? વાત એ છે કે પુદ્ગલનું આકર્ષણ ખટકવું જોઈએ. આપણને પુદ્ગલનું આકર્ષણ ખટકે છે ? પુગલના આકર્ષણમાં પડેલા તમે, તમને ન માને એવાને પણ પોતાનાં-મારાં માનીને ધપાવ્યે રાખો છો. ઘરમાં બધાં તમને માને છે ? એ તો તમને પુદ્ગલનું આકર્ષણ છે અને એથી તમે ટાઈમસર પેઢીએ જાવ છો, પણ જો પેઢીએ ન જાવ તો “આ ઘરમાંથી ક્યારે જાય ?' એવું કોઈ ઇચ્છે ખરું ? થોડી ચીજ માટે વાંધો પડે, તો તમારી સાથે કજીઓ કરે અને જીંદગીભર તમે એનું જે કાંઈ કર્યું-કરાવ્યું ... હોય તેને ધૂળમાં મેળવે, એવું કોઈ ઘરમાં છે જ નહિ? પણ પુદ્ગલના આકર્ષણનું કામણ એવું થયું છે કે એ સૂઝે નહિ. જેના ઉપર કામણ થયું હોય તે પારકી આંખે જોતો થઈ જાય છે, તેમ પુદ્ગલનું આકર્ષણ છતી આંખે પણ આંધળા જેવા બનાવી દે છે. કુટુંબિઓ સાથેનો તમારો સંબંધ જડના આકર્ષણ વિનાનો છે ? તમારા કહેવાતા પ્રેમમાં પણ જડના આકર્ષણ સિવાય છે શું? આ આકર્ષણ જ્યાં સુધી ટળે નહિ, ત્યાં સુધી પરમાત્મપદે પહોંચાય નહિ. આપણે તો શ્રી પરમાત્મપદે પહોંચવું છે ને ? એ માટે આપણે અંતરાત્મદશાને પ્રાપ્ત કરવી જોઈએ. અંતરાત્મદશા ક્યારે પ્રગટે ? આત્માના સાચા સ્વરૂપનો શ્રદ્ધાપૂર્વકનો ખ્યાલ આવે તો ! એ ખ્યાલ આવ્યા બાદ જડ વસ્તુઓ આજની જેમ આકર્ષી શકશે નહિ અને જે થોડુંઘણું પણ જડનું આકર્ષણ થશે તે ખટક્યા વિના રહેશે નહિ. જડનું આકર્ષણ આજથી પણ ૨૪ પૂ.આ. રામચંદ્રસૂરિ સ્મૃતિગ્રંથમાળા - ૨૩૩ Page #34 -------------------------------------------------------------------------- ________________ જો ખટકવા માંડે અને આત્માના મૂળભૂત સ્વરૂપનું આકર્ષણ પેદા થઈ જાય, તો પણ જેટલું જીવવાનું બાકી છે, એમાં એવી સાધના થાય કે આત્માનું સ્વરૂપ થોડા જ કાળમાં પરિપૂર્ણપણે પ્રગટ્યા વિના રહે નહિ. ગુલામને બદલે માલિક બનો : આજની દશામાં તમને કયાં શાંતિ છે, એ તો બતાવો ! જડની સહાય જીવનારાઓની કેવી હાલત થાય છે, એ ન જોયું ? ગાડીઓનો અકસ્માત કેવો કારમો ? આમ છતાં એવી ગાડીઓમાં બેસવાના કોડ થાય છે ? જડે ચેતવણી આપી, કુદરતે ચેતવણી આપી, પણ આપણને શું લાગ્યું ? પૂર આવ્યું ને ડૂબું ડૂબું થતાં બચી ગયા, એવું ય બન્યું ને ? પુણ્ય જીવતું હતું માટે પૂર અટક્યું, નહિ તો જનાવરની જેમ તણાઈ જાત ને ? અહીં પણ દરીઓ ઉછળે તો ? પુણ્યશાળી હોય ને એવું ન બને, પણ વિચારવા જેવી વાત નથી ? કુદરત આટલી વિફરે છે, છતાં જણશે રૂપીઆ ગણો છો ને ? કેટલીક ખૂલ્લી ને કેટલીક ખાનગી મીલ્કત ગણ્યા કરો છો ને ? રૂપી ગણતાં ગણતાં છાપરૂં તૂટ્ય, વિજળી પડી અને છાતી બેસી ગઈ તો ? આ લક્ષ્મી આપણી છે ? મહા મહેનતે મેળવેલી અને સાચવેલી લક્ષ્મી અહીં રહે અને આપણે ક્યાંક પહોંચી જઈએ, એમ પણ બને ને ? પણ આ વિચાર નથી આવતો, એ પ્રતાપ જડના આકર્ષણનો છે. જડના આકર્ષણે જડના ગુલામ બનાવી દીધા છે. મારે તમને ગુલામ મટાડી માલિક બનાવવા છે. જડના સંસર્ગમાં હોઈએ તો ય કહીએ કે “અમને પાલવશે તેમ વર્તશું. તારો ઉપયોગ કરતાં પણ લાગશે કે એમાં ય તારી કરામત છે, તો લાત મારીને ફેંકી દેશું.” આજે ને આજે જડના સંસર્ગથી છૂટાય તેમ નથી, પણ પ્રયત્ન એ દિશાનો થવો જોઈએ. આજે આપણે જડના આકર્ષણથી તો ટળી શકીએ તેમ છીએ ને ? અંતરચલ ઉઘડે તો જ એ બને. ત્યાગી બનો અગર ત્યાગીના ભક્ત બનો: આજે આપણે જડના આકર્ષણને ટાળવાની વાત નક્કી કરી. પુદ્ગલનું આકર્ષણ એ વિષયોનું આકર્ષણ છે, પણ તમે જાણો છો ને કે જડ સામગ્રી ગમે તેટલી હોય તે છતાં પણ પુણ્ય ન હોય તો ભોગવી શકાતી નથી ! ભૂખ છતાં ખાઈ શકાય નહિ, તૃષા છતાં પી શકાય નહિ અને હવા આવે તો ય તે ન ગમે, એવી પણ દશા થાય દેડક885555555 = 'ese 46 - '46 '4 45 46 4G ' 6* * * * * * વ આત્માની ત્રણ અવસ્થા રય Page #35 -------------------------------------------------------------------------- ________________ છે. એવી દશા થઈ જાય ત્યારે પૈસા ગણવાનું મન થાય ? આ વિચારમાં ય મુંઝાવ છો ? કદાચ મન થાય એમ લાગે છે ? ઇન્દ્રિયો જ્યારે વિષયોને ગ્રહણ કરવામાં ને ભોગવવામાં બુઠ્ઠી બની જાય છે, ત્યારે કશું જ ગમતું નથી. પૈસા રળ્યાનો તાર આવે ને તમે સંભળાવો, તો ય એ કહે કે “પણ એને કરવાના શું?” પૈસા ઉપરે ય કંટાળો આવે. ત્યારે જડના સંયોગોમાં સુખ કે દુઃખ ? તેનાથી સુખ મળે તો ય તે દુઃખના કારણ જેવું જ ને ? આ સમજાઈ જાય તો સંસારનો રસ ઉડી જાય. ખાય, પણ તે રસથી નહિ. તમારે એવી દશા કેળવવી જોઈએ, કે જેથી તમે એમ કહી શકો કે - અમે અહીં રહ્યા છીએ પણ અમને અહીં રહેવામાં રસ નથી : નીકળવું છે પણ નીકળવાના સંયોગો નથી માટે રહેવું પડ્યું છે : તક મળી જાય તો હવે અહીં ઉભા ન રહીએ!” આટલું તમારામાં આવી જાય, એટલે મને ખાત્રી થઈ જાય કે આને તક મળે એટલી વાર છે, તક મળી જશે એટલે આ અમે જ્યાં હોઈશું ત્યાં અમને દોડતો ને શોધતો આવશે. આજે તો પુદ્ગલના આકર્ષણે પાગલ બનાવ્યા છે અને એથી ઇન્દ્રિયો ઊંધે માર્ગે દોડી રહી છે. જ્યાં સુધી પુદ્ગલનું આકર્ષણ તજવા જેવું નહિ લાગે અને આત્મસ્વરૂપનું આકર્ષણ પેદા નહિ થાય ત્યાં સુધી ઇન્દ્રિયો ઊંધે માર્ગે વહેવાની અને જીવનની જરૂરીયાતો વધતી જવાની ! વસ્તુત: જીવવા માટે જરૂર કેટલી ? આ દશામાં પણ રોટલી-દાળ આદિથી ચાલી ન શકે ? જેના વિના ન જ જીવી શકાય એવી અન્ન-પાણી આદિ વસ્તુઓ તો અમે પણ લઈએ છીએ. એ લેવાની જ્ઞાનીઓની મના નથી, પણ વૃત્તિ એ જોઈએ કે – “ક્યારે આટલું પણ ન લેવું પડે એવી દશા પમાય !” ત્યારે તમે આ રીતે જીવવાને ઇચ્છો છો ? આ રીતે ન જીવી શકો તેમ હો ને સંસારમાં રહેવું જ પડે તેમ હોય, તો સંસારમાં રહીને પણ ત્યાગી મહાત્માઓ આદિની ભક્તિથી તરી શકાય છે. આજથી નિર્ણય કરવો છે? ત્યાગી બનવું અને તેવા ન બનાય ત્યાં સુધી ત્યાગીની ભક્તિને ચૂકવી નહિ ! ત્યાગીની ભક્તિ પણ ત્યાગ વહેલો મળે એ માટે જ કરવાની ! એ ત્યારે જ બને, કે તમે આ વસ્તુઓને સમજો, જે કોઈ બહિરાત્મ-દશામાં હો તે તેમાંથી નીકળો, અંતરાત્મ-દશામાં સુદૃઢ બનો અને અંતે પરમાત્મ-દશાને પામો, એ જ એક ભાવના સાથે આજનું વ્યાખ્યાન સમાપ્ત કરાય છે. ఉడిపడినండితనంతరండి నడించటండిడిసిడిటిడి ఉండిఉంది' પૂ.આ. રામચંદ્રસૂરિ સ્મૃતિગ્રંથમાળા - ૨૩૩ ૨૬ Page #36 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન બીજું આસ્તિકની ઇચ્છા : અનંત ઉપકારી મહાપુરુષોનું એ ફરમાવવું છે કે આત્માને માનનારી દુનિયાએ તો અવશ્ય કરીને આત્માના સ્વરૂપને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. આત્માનું સુવિશુદ્ધ સ્વરૂપ કોને કહેવાય - તેનો ખ્યાલ મેળવવો જોઈએ, પોતાના આત્માની વર્તમાન દશા કેવી છે - તેની વિવેકપૂર્વક વિચારણા કરવી જોઈએ અને જે જે ઉપાયો દ્વારા આત્માને ઉન્નતિને ટોચે પહોંચાડી શકાય તેમ છે, તે તે ઉપાયોનો શક્ય અમલ કરવા દ્વારા પોતાના આત્માને ઉન્નતિની ટોચે પહોંચાડવા માટે તૈયાર થઈ જવું જોઈએ. જે આત્મા, આત્માના સુવિશુદ્ધ સ્વરૂપને જાણવાની અને આત્માના સુવિશુદ્ધ સ્વરૂપને જાણીને એ દશાએ પોતાના આત્માને પહોંચાડવાની, સામગ્રી સંપન્ન દશામાં પણ તૈયારી વિનાનો છે, તે આત્મા, વાસ્તવિક રીતે અથવા તો અનંતજ્ઞાનીઓએ જેવા રૂપમાં આસ્તિકને વર્ણવ્યો છે તેવા સાચા રૂપમાં આસ્તિક છે એમ કહી શકાય નહિ : દુનિયામાં આપણે જોઈએ છીએ કે જે જેમાં માને છે. તેમાં તે તેની ઉચ્ચમાં ઉચ્ચ કક્ષાએ પહોંચવાની ઇચ્છા પણ કરે છે અને એ માટેનો શક્ય પ્રયત્ન પણ કરે છે. આસ્તિક હંમેશાં આત્માને માનનાર હોય છે અને એથી જ એમ કહી શકાય કે સામગ્રી સંપન્ન દશામાં એ પોતાના આત્માને ઉચ્ચમાં ઉચ્ચ કક્ષાએ પહોંચાડનારા શક્ય પ્રયત્નથી, સદાને માટે વિમુખ જ રહે એ શક્ય જ નથી. સાચા આસ્તિક આત્માઓ તો વારંવાર એ મનોરથ કર્યા કરે છે કે “ક્યારે મારો આત્મા પોતાના સુવિશુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરે ! માત્ર મનોરથ જ કરે એમ પણ નહિ; એ મનોરથને સફળ કરવાને માટે જે કાંઈ કરવા યોગ્ય હોય, તેને વિચારીને આચરવાને માટે પણ મથે. એ જ આસ્તિકતાનો સાચો અમલ છે. “હું આ જે દેખાઉં છું તે શરીર નથી, પરંતુ આની શરીરની અંદર રહેલો છું પણ દેખાતો નથી તે હું છું : આવું આવું ઉંચામાં ઉંચી કક્ષાના તત્ત્વજ્ઞાની મહાપુરુષોએ નિરૂપ્યા મુજબનું આત્માનું સ્વરૂપ છે' એવું માનનારા આત્માઓને, પોતાના આત્માને ઉન્નતિની ટોચે પહોંચાડવાની ઇચ્છા જ ન જન્મે, એ શક્ય છે ? સામગ્રી સંપન્ન દશામાં પણ જો આત્માને એવી ઇચ્છા ન જન્મે, તો એ આસ્તિક છે ? સાચા આસ્તિકને તો સામગ્રી સંપન્ન દશામાં આત્માને પરમાત્મદશાએ પહોંચાડવાની ઇચ્છા થયા વિના રહે જ નહિ. ఆయన తనయుడు యయయ యయయ యండి અાત્માની ત્રણ અવસ્થાઓ છે. Page #37 -------------------------------------------------------------------------- ________________ સાધક અને બાધક અવસ્થા: પોતાના આત્માને પરમાત્મદશાએ પહોંચાડવાની ઇચ્છા જમ્યા પછીથી પણ, એને અનુરૂપ વર્તન કરવાની જરૂર ઉભી જ રહે છે. આત્માને પરમાત્મ-દશાએ પહોંચાડવાની ઇચ્છા માત્રથી જ, આત્મા પરમાત્મ-દશાને પ્રાપ્ત કરી શકતો નથી. આત્માને પરમાત્મ-દશાએ પહોંચાડવા માટે, એ દશાની બાધક અવસ્થાને ટાળવી જોઈએ અને એ દશાની સાધક અવસ્થાને પ્રગટ કરવી જોઈએ. બાધક દશાથી છૂટવું, સાધક દશાને પ્રાપ્ત કરવી અને એ રીતે આત્માની જે પરમ વિશુદ્ધાવસ્થા છે તે સ્વાભાવિક અવસ્થાને પ્રગટાવવી, એ જ આપણી સર્વ વિચારણાઓનો સાર છે. આત્માની ઉંચામાં ઉંચી અવસ્થા, તે પરમાત્મ-દશા છે : એ પરમાત્મ-દશાની બાધક એવી જે અવસ્થા છે, તે બહિરાત્મ-દશા છે અને એ પરમાત્મ-દશાની સાધક એવી જે અવસ્થા છે, તે અંતરાત્મ અવસ્થા છે. આ ત્રણ અવસ્થાઓના સ્વરૂપનો ખ્યાલ રાખીને જ આપણે એ વિચાર કરવો જોઈએ કે વર્તમાનમાં આપણે કેવા છીએ ? વર્તમાનમાં આપણે જો બહિરાત્મ-દશામાં હોઈએ તો આપણે આપણી એ બહિરાત્મ-દશાથી મુક્ત બનીને અંતરાત્મ-દશાને પ્રાપ્ત કરવી જોઈએ કારણ કે આ અંતરાત્મ-દશા પ્રાપ્ત થયા વિના પરમાત્મદશાએ પહોંચાય એ શક્ય નથી. બાધકને તજીએ, સાધકને સ્વીકારીએ અને સાધકમાં ખૂબ ખૂબ ઓતપ્રોત બની જઈએ, તો જ પરિણામે આપણે આપણી પરમાત્મ-દશાનું પ્રગટીકરણ કરી શકીએ. આત્માનો વિકાસ ક્યારે ? જ્યાં સુધી આત્માને પરમાત્મ-દશાએ પહોંચાડવાનું ધ્યેય નિશ્ચિત થાય નહિ, ત્યાં સુધી આપણે કેવા છીએ અને કેવા બનવું જોઈએ- એ વિષેના જેવા વિચારો થવા જોઈએ તે થઈ શકે નહિ અને કોઈ તેવા વિચારો સંભળાવે તો ય જેટલા પ્રેમથી એ સંભળાવા જોઈએ તેટલા પ્રેમથી તે સાંભળી શકાય નહિ : પછી અમલની વાત તો રહી જ ક્યાં ? આપણને એમ થઈ જવું જોઈએ કે પરમાત્મ-દશા એ જ મારી સુવિશુદ્ધાવસ્થા છે અને જ્યાં સુધી એ દશાએ હું ન પહોંચું, ત્યાં સુધી મારો વિકાસ અધુરો છે. પરમાત્મ-દશાની પ્રાપ્તિ એ જ મારો પરિપૂર્ણ અને વાસ્તવિક વિકાસ છે. આવું જ માને અને એવા વિકાસની પ્રાપ્તિને જે ઇચ્છે, તે જ સાચો આસ્તિક છે. આજે આસ્તિક તો ઘણા કહેવાય છે, પણ આસ્તિક તરીકે ૨૮ પૂ.આ. રામચંદ્રસૂરિ સ્મૃતિગ્રંથમાળા - ૩૩ Page #38 -------------------------------------------------------------------------- ________________ ગણાતાઓમાં પણ આત્માના સ્વરૂપનો, આત્માની વર્તમાન દશાનો અને આત્માને સુવિશુદ્ધ સ્વરૂપમાં સ્થિત કરવાને માટે શું શું કરવું જોઈએ એ વગેરેનો વિચાર કરનારા કેટલા નીકળે, એ એક મોટો સવાલ છે. આસ્તિક ને નાસ્તિક ? હું તે આ શરીર નહિ પણ આત્મા” આ વસ્તુ જો આપણા હૈયામાં બરાબર નથી હોય, તો આપણને એમ લાગ્યા વિના રહે જ નહિ કે વર્તમાનમાં હું જે અવસ્થા ભોગવી રહ્યો છું, તે મારી પોતાની સ્વાભાવિક અવસ્થા નથી જ. આત્મા અને જડના સર્વાગ સ્વરૂપના, ઉચ્ચમાં ઉચ્ચ કક્ષાના જ્ઞાતા મહર્ષિઓએ, આત્માનો મુખ્ય ગુણ ચૈતન્ય અગર તો જ્ઞાન છે એમ ફરમાવ્યું છે. એ જ્ઞાનના વિષયમાં ત્રણેય લોકનો, ત્રણે ય કાળનો અને સર્વ પદાર્થોનો સમાવેશ થઈ જાય છે. જેમ અરિસાની સામે રહેલી વસ્તુઓ અરિસામાં પ્રતિબિંબિત થાય છે, તેમ ત્રણે લોકમાં રહેલા સર્વ પદાર્થોનાં ત્રણે કાળનાં સઘળાં જ પરિવર્તનો એ જ્ઞાનગુણથી એક જ સમયે આત્મામાં પ્રતિબિંબિત થાય છે. જ્યારે સારા ય જગતની સર્વ કાળની સઘળી જ અવસ્થાઓ એ જ્ઞાનગુણથી જાણી શકાય, ત્યારે એ જ્ઞાનગુણમાં અપૂર્ણતા નથી એમ માની શકાય. આપણા આત્મામાં આવી જ્ઞાનગુણ છે, પણ અત્યારે તો તે અવરાએલો છે. આવા સ્વરૂપે આત્માને માનનારો અત્યારની અવસ્થામાં રાચે, એ સંભવિત છે ? આવા સ્વરૂપે આત્માને માનનારામાં એ સ્વરૂપને પામવાની ઇચ્છા ય ન જન્મે, એ સંભવિત છે ? આત્માના સ્વાભાવિક સ્વરૂપને પામવાની ઇચ્છા કેટલાને ? આવી ઇચ્છા ન હોય, છતાં એ કહે કે – “હું તો આત્માને બરાબર માનું છું' તો એ સાચું છે ? કેટલાક આત્માઓ પોતે આસ્તિક છે' એ માન્યતામાં એટલા બધા હઠાગ્રહી બની ગયા હોય છે કે એમને આપણે જો એમ કહીએ કે બધી ઇચ્છાઓ જન્મે છે અને આત્માના મૂળભૂત સ્વરૂપને પ્રગટાવવાની ઇચ્છા સરખી પણ જન્મતી નથી – એ સૂચવે છે કે વાસ્તવિક સ્વરૂપની આસ્તિકતા નથી, તો એ બીચારાઓને ખંજરનો ઘા લાગવા જેવું દુઃખ થઈ જાય છે. એમને એમ થઈ જાય છે કે “હું ને નાસ્તિક ? આટલી આટલી ક્રિયાઓ કરું છું, મંદિર અને ઉપાશ્રયે જાઉ-આવું છું, તેનું શું?' પણ એ એમ ન વિચારે કે “મંદિર અને ઉપાશ્રયે જાઉં છું, ક્રિયાઓ કરું છું, પણ તે શા માટે ?' નાસ્તિકતા ખટકે નહિ અને નાસ્તિકતાનો કોઈ ખ્યાલ జయ జయ జయ జయ జయజయము અલ્માની ના અવસ્થાઓ ૨૯. Page #39 -------------------------------------------------------------------------- ________________ આપે તો તે ખટકે, એ શું કહેવાય ? નાસ્તિક કરે એવી અમુક અમુક ક્રિયાઓ આસ્તિક ન જ કરે એવો નિયમ નથી, પણ એકની એક ક્રિયા નાસ્તિક અને આસ્તિક બંને કરે તો પણ તે બેમાં માનસિક અંતર ઘણું હોય છે. આસ્તિકને એ પાપક્રિયાનો તેવો રસ હોતો નથી. અવસરે અવસરે એને તે તે ક્રિયાદિ બદલ પશ્ચાતાપ થયા વિના પણ રહેતો નથી. કેટલીક વાર તો એને પોતાને એમ પણ થઈ જાય કે – “હું તે કેવા પ્રકારનો આસ્તિક છું ? મને આ રીતે વર્તવું એ કેમ જ છાજે ?' આસ્તિકને સામગ્રી સંપન્ન દશામાં આત્માનો ખ્યાલ ન આવે અને આત્માના વિશુદ્ધ સ્વરૂપને પ્રગટાવવાની ઇચ્છા ન જન્મે એ બને નહિ. બાકી તો સામાન્ય નીતિ આદિની બાબતમાં, જબ્બર એવા પણ કેટલાક નાસ્તિકોનું વર્તન એવું હોય છે, કે જે કહેવાતા આસ્તિકોના સામાન્ય વર્તનને ટપી ગયા વિના રહે નહિ. નીતિ આદિમાં એવા નાસ્તિકો એટલા ચુસ્તપણે જીવનારા હોય છે કે પોતાને આસ્તિક માનનારા કદાચ એટલા ચુસ્ત ન પણ રહી શકે. માટે નાસ્તિકઆસ્તિકના તફાવતનો વિચાર કરો. અવસરે આત્માને શુદ્ધ અવસ્થા પ્રાપ્ત કરાવવાની ઇચ્છા સરખી પણ જેને કદી જન્મે નહિ, એવા આત્માઓ આસ્તિકો તરીકેની પ્રગતિ સાધી શકે એ શક્ય નથી. આપણે આટલા સહવાસવાળા બનીએ, અમારો અને તમારો આટલો સહવાસ થાય અને છતાં તમે વાસ્તવિક કોટિની આસ્તિકતાથી વંચિત રહી જાવ, આત્માને પરમાત્મ-સ્વરૂપમાં સ્થિત કરવાની ભાવના વિનાના રહી જાવ, તો અમને એ રુચે તો નહિ જ : અને માટે જ અમે અવસરે એવું એવું સંભળાવવાનો પ્રયત્ન કરીએ, કે જેથી તમારી ભવિતવ્યતા સારી હોય તો તમારા અંતરમાં સાચી આસ્તિકતા પ્રગટી જાય અને આ જીવનમાં તમે તમારા આત્માને પરમાત્મ-દશાએ પહોંચાડવાની દિશામાં પ્રગતિશીલ બનાવી શકો. તમારી શ્રીમંતાઈને જોઈને અંજાઈ જનારા, તમારી આંખથી દબાઈ જનારા, તમને કોઈ પણ રીતે ખોટું નહિ લગાડવાની વૃત્તિવાળા અને તમારા ભવિષ્યની પરવા વિનાનાઓ તમને “મહા આસ્તિક' કહે તો એ પણ બનવાજોગ છે અને તમને “પરમ ધર્માત્મા' તરીકેના ઇલ્કાબો આપે તો એમાં ય આશ્ચર્ય પામવા જેવું કાંઈ નથી; પણ તમારે વિચાર કરવાનો છે કે “જ્ઞાનીઓની દૃષ્ટિમાં હું આસ્તિક છું કે કેમ ? આપણે આ સામાન્ય કોટિની આસ્તિકતાની વાત કરીએ છીએ. એ ૩૦ ટટટટટટટટક્કwwટક8885%@5 પૂ.આ. રામચંદ્રસૂરિ સ્મૃતિગ્રંથમાળા - ૨૩૩ Page #40 -------------------------------------------------------------------------- ________________ દૃષ્ટિએ જ તમારે વિચાર કરવાનો છે કે ‘હું ખરેખર આસ્તિક છું ? મેં કદી પણ આત્માના સ્વરૂપને જાણવાનો પ્રયત્ન કર્યો છે ? આત્માનું સાચું સ્વરૂપ કેવું છે એ વાતને સાંભળવાની મને જ્યારે જ્યારે તક મળી, ત્યારે ત્યારે કોઈ વેળા પણ મને એ ઇચ્છા જન્મી છે ખરી કે હું મારા એ સ્વરૂપને પ્રગટ કરું ? એમ થયું છે કે એવા સ્વરૂપવાળો હું આજે કેવી કારમી વિડંબના ભોગવી રહ્યો છું ?’ આત્માનું અનાદિકાલીન અસ્તિત્વ : -- તમે સાચા સ્વરૂપમાં આસ્તિક હો, તેમાં જ હું રાજી છું. તમે વાસ્તવિક સ્વરૂપના આસ્તિક ન હો તો તેવા બનો, એ જ મારી ઇચ્છા છે. આ પ્રયત્ન એટલા જ માટે છે કે - તમારામાં સાચું આસ્તિક્ય ન હોય તો તે પ્રગટે અને હોય તો તે વિશેષ નિર્મલ અને વિશેષ દીપ્તિમંત બને. તમને એકાદ દિવસે એકાદ વાર પણ એ વિચાર આવ્યો છે ખરો કે ‘મારું અસ્તિત્વ અનાદિકાલીન છે અને અનંતકાળ પર્યંત રહેવાનું છે ?’ કોઈ કાળ એવો હતો નહિ કે જ્યારે હું નહોતો અને કોઈ કાળ એવો આવશે પણ નહિ કે જ્યારે હું નહિ હોઉં. ત્રણે કાળમાં હું તો હતો, છું અને રહેવાનો છું ! ‘આવા સર્વ કાળના અસ્તિત્વવાળા મારે આ જીવનમાં કેવી રીતે વર્તવું જોઈએ, કે જેથી મારો અનંતો ભવિષ્યકાળ બગડે નહિ' એ જાતિનો વિચાર તમે કર્યો છે કે નહિ ? સભા : આ શરીર તો ઉત્પન્ન થએલું છે ને ? આપણે તો આત્માની વાત કરીએ છીએ. આ શરીર તો માતાના ઉદરમાં ઉત્પન્ન થએલું છે અને એક દિ’છૂટી જવાનું છે. બીજે બીજું શરીર હતું, પણ આ નહિ, અનાદિકાળથી શરીરો તો બદલાયે જ જાય છે, પણ આત્માનું અસ્તિત્વ કોઈ કાળે પણ જોખમાતું નથી. આત્મા અસંખ્ય પ્રદેશાત્મક છે અને તે કોઈ પણ શરીરમાં ટકી રહે છે. એમાં વધ-ઘટ થતી નથી. કોઈ કાળ એવો નથી કે જ્યારે આત્માનું અસ્તિત્વ ન હોય. આ બધી જન્મ-મરણની પંચાત પણ આત્માનું સ્વરૂપ અવરાઈ ગયું છે માટે છે. આત્માના અસંખ્ય પ્રદેશો ઉપર અનંતાનંત કર્માણુઓનું આવરણ આવી ગયું છે અને એથી જ આત્મા અત્યારે આ દશાને ભોગવી રહ્યો છે. કેવળજ્ઞાન, કેવળદર્શન, અનંતચારિત્ર, અનંતવીર્ય અને અનંતસુખ આત્મામાં તો છે જ, પણ અત્યારે એ આવિર્ભૂત નથી પરંતુ તીરોભૂત છે. આપણને એવો વિચાર થવો જોઈએ કે - ‘આ તીરોભૂત દશા અનાદિકાળની છે, મારું અસ્તિત્વ Bevvvv Jeevelese આત્માની ત્રણ અવસ્થાઓ 32 Page #41 -------------------------------------------------------------------------- ________________ કાયમી છે અને મારે એવો પ્રયત્ન કરવો જોઈએ, કે જેથી કાયમને માટે મારું જે મૂળભૂત સ્વરૂપ છે, તે તીરભૂત બન્યું રહે નહિ.' આવો વિચાર આપણને આવ્યો છે કે નહિ ? શરીરથી પર, શરીરથી જૂદો છતાં શરીરની અંદર રહેલો આત્મા જેમને વારંવાર યાદ આવતો હોય. એવા શોધવા મુશ્કેલ પડે કે નહિ ? “શરીર તે હું નહિ, પણ અંદરનો તે હું' - આ વિચાર આવે તો કેવું પરિવર્તન આવે, એ જાણો છો ? ચોવીસ કલાકમાં આદમી જેટલી “હું'ની ચિંતા કરે છે, તેટલી પરની ચિંતા કરે છે ખરો ? તમને જેટલી તમારી ચિંતા છે, તેટલી પરની ચિંતા છે ? નહિ; અને તમને જેટલી તમારાં નિકટનાં સંબંધીઓ આદિની ચિંતા છે, તેટલી તમારી સાથેના સંબંધ વિનાનાઓની ચિંતા છે ? નહિ. “હું”ની અને પોતાનાની આટલી બધી ચિંતા ધરાવનારા તમે, જો “હું એટલે આ શરીર નહિ પણ આત્મા’ એમ બરાબર માનતા થઈ જાવ, તો તમારી આત્મચિંતા કેટલી બધી હોય, એ કહેવું પડે ? આજે તમને શરીરની ચિંતા વધારે કે આત્માની ચિંતા વધારે ? સાચા આસ્તિકને તો શરીર પણ બંધન જ લાગે. જેને શરીર પણ બંધન લાગે, તે ભાનમાં હોય તો શરીરનું બંધન મજબૂત બને એવી ક્રિયા આનંદપૂર્વક કરે એ બને ખરું ? એને એ ક્રિયા ઉપયોગ આવતાં ખટકે નહિ, એ બને ? પોતાનું બંધન મજબૂત બને એવો પ્રયત્ન કરવામાં આનંદ માનનારો બેવકૂફ આ જગતમાં શોધ્યો પણ જડે ? સભા અમારી દશા એવી છે. બંધન જેવા રૂપે બંધન તરીકે લાગવું જોઈએ તેવા રૂપે બંધન તરીકે નથી લાગ્યું, માટે એ દશા છે. શરીર એ બંધન છે - એમ સાંભળતાં કંટાળો ન આવે? હું તે શરીર નહિ પણ આત્મા' એવી પ્રતીતિ જ્યાં સુધી નહિ થાય, ત્યાં સુધી શરીરને હું બંધન કહ્યા કરીશ તો તમને કંટાળો આવશે અને એ પ્રતીતિ થઈ ગયા બાદ, એ વાત હું વારંવાર કહીશ તો ય આનંદ આવશે. આપણી માનેલી ચીજની વાત કાલા-ઘેલા શબ્દોમાં કોઈ કહેતો હોય, તો ય તે ગમે છે. ગાંડા જેવા આદમી પણ આપણી માનેલી ચીજની વાત કહેવા આવે, તો તે આનંદથી સંભળાય છે. એના કાલા-ઘેલા શબ્દોથી કંટાળો આવતો નથી, પણ કદાચ સામેથી પૂછીને ફરીથી પણ સાંભળવાનું મન થાય છે. હવે હું “શરીર તે બંધન' એ વાત વારંવાર કહું, તો એથી કંટાળો આવે કે નહિ ? કંટાળો આવે તો સમજવું જોઈએ કે જે જાતિનો પ્રેમ આત્મા ૩e પૂ.આ. રામચંદ્રસૂરિ સ્મૃતિગ્રંથમાળા - ૨૩૩ Page #42 -------------------------------------------------------------------------- ________________ ઉપર જાગવો જોઈએ, તે જાતિનો પ્રેમ આત્મા ઉપર જાગ્યો નથી અને માટે જ “શરીર તે બંધન'- એ વાત વધારે વાર સાંભળતાં કંટાળો આવે છે. એ પ્રેમ જાગ્યા પછી તો, રસ્તે ચાલતો આદમી બોલતો હોય અને પોતે ભૂલ્યો હોય, તો હું તે શરીર નહિ, પણ આત્મા : શરીર તો આત્મા ઉપરનું બંધન એ વાત સાંભળવા માટે કાન સરવા બન્યા વિના રહે નહિ. તમે રસ્તેથી ચાલ્યા જતા હો અને કોઈ બે જણા એવી વાત કરતા હોય કે જે સાંભળવાથી તમને લાભ થવાનો સંભવ છે એમ તમને લાગે, તો તમે શું કરો ? એ વાત કરનારાઓની નજદિકમાં આંખ બીજી દિશાએ અને કાન ત્યાં માંડીને ઉભા રહો, એમ બને કે નહિ? એવા વખતે કોઈ કહે કે - “પૂરું સંભળાતું નથી, છતાં કેમ ઊભો છે ?” તો શું કહો ? એવા વખતે કહેનારા કહે છે કે – “ભલે ને બધી વાત સાંભળી શકાય નહિ, પણ જો બે શબ્દો ય કાને પડી જાય તો એ બે શબ્દોમાંથી પણ હું બધો ભાવ કાઢી લેવાની તાકાત ધરાવું છું!” આવી રીતે તમને આત્માની વાત સાંભળી લેવાનું મન થાય ખરું ? ગમે ત્યારે પણ આત્માની વાત કાને પડતાં આનંદ જ આવે, એવા કેટલા ? બહુ થોડા જ ને ? આથી જ કહું છું કે - હું આત્માને માનું છું એમ કહે એટલે એને આત્મા અંગે કહેવાજોગું કાંઈ કહેવાની જરૂર નથી એમ માની લેવા જેવું નથી. શરીરની ચિંતા : “આત્મા છે, અમે આત્માને માનીએ છીએ' એમ કહેનારાઓ તો ઘણા છે, પણ આત્માને તેના વાસ્તવિક રૂપમાં માનનારા કેટલા છે – એની તો અવસરે ખબર પડે. તમને તમારો નોકર એમ કહે કે “શેઠ ! આપની પેઢીને હું મારી પેઢી જ માનું છું. આપની પેઢીના લાભમાં જ હું લાભ માનું છું અને આપની પેઢીના નુકશાનમાં હું નુકશાન માનું છું' તો તમને શું થાય ? તમને એમ ન થાય કે હું સમજું છું કે વધારે બોનસ લેવાને માટે તું આ વાત કરે છે : બાકી પેઢી સળગે તો મારા હૈયામાં જે ભડકા ઉઠે તે આ તારા હૈયામાં ન ઉઠે !તમને એમ થાય છે, કારણ કે તમે સમજો છો કે નોકર એ નોકર. પેઢીનું મને લાગે એટલે એને કોઈ કાળે લાગે નહિ ! જેમ એક દૃષ્ટાંત અપાય છે. એક શેઠે પોતાના નોકરની સચ્ચાઈની ખાત્રી કરવા માટે નોકરને પૂછયું કે “અહીં કોઈ વાર પેઢી સળગે અને એ જ વખતે તારી દાઢી સળગે, તો તું પહેલો કોને ઓલવવા મથે ? મારી પેઢીને કે તારી દાઢીને?” નોકર કહે છે કે “એમાં તે, શેઠ ! ఉదయం నుండి నడిపించిన టీడీపీని టీ આત્માની ન અવસ્થાઓ ૩૩ Page #43 -------------------------------------------------------------------------- ________________ પૂછવાનું શું હોય ? મારું ગમે તે થાય, પણ હું તો પેઢીને ઓલવવા જ દોડું !” શેઠે તરત જ કહી દીધું - “મારે તારા જેવા નોકરનો ખપ નથી.' પેલો કહે છે કે “આવો સરસ જવાબ મેં આપ્યો, છતાં આપ આમ કેમ કહો છો ?” શેઠ કહે છે કે “તું ખોટું બોલ્યો માટે ! એવા વખતે તું પહેલો પેઢીને ઓલવવા દોડે, એ બને જ નહિ. માંદા માણસની પાસે માંખ ઉડાડવા બેઠેલો આદમી પણ, પોતાના મોંઢા ઉપર માંખ આવીને બેસે તો પહેલાં પોતાના મોંઢા ઉપરની માંખ ઉડાડે છે અને પછી માંદા ઉપર બેઠેલી માંખોને ઉડાડે છે. કેમ ? દુનિયાનો એ સ્વભાવ છે માટે ! માંદાના શરીર ઉપર સો માંખો બેઠી હોય અને પોતાના શરીર ઉપર એક માખ બેઠી હોય, છતાં માણસ પોતાના શરીરની માંખને પહેલી ઉડાડે છે અને પછી માંદાના શરીર ઉપરની માંખોને ઉડાડે છે. એવા વખતે પૂછો તો કદાચ બચાવ પણ કરે કે “અહીં (મારા શરીર ઉપર) બેઠેલી માંખને પહેલી ઉડાડું, તો આના માંદાના) શરીર ઉપર બેઠેલી માંખોને ઝટ ઉડાડી શકું, માટે મારા શરીર ઉપરની માંખને પહેલી ઉડાડી !” એ જ રીતે આપણે વિચાર કરવો જોઈએ કે આપણને આ શરીરની જેટલી ચિંતા છે, તેટલી આત્માની ચિંતા છે ? કોને ખબર નથી કે આ શરીર નાશવંત છે ? આ શરીરમાં હું ક્યાંથી આવ્યો છું અને અહીંથી મારે ક્યાંક જવાનું છે, એમ તમે નથી જાણતા ? આ શરીરમાં જે આવ્યો છે તે અને આ શરીરને છોડીને જે જનારો છે તે હું છું, પણ આ શરીર તે હું નથી. એ વાતમાં તમને શંકા છે ? ત્યારે જે આવ્યો છે અને જે જનારો છે તે હું છું એમ જાણવા છતાં પણ, ચિંતા કેવળ શરીરની; આત્માની ચિંતા જ નહિ, તો એનું કારણ શું ? સભા કર્મનાં દળીયાં ભેગાં છે ને ? બરાબર, એ વાત અવસરે કરીશું, પણ આ શરીર તે તમે નહિ, એ તો ચોક્કસ ને ? છતાં ચોવીસે કલાક ચિંતા શરીરની અને એને લગતાં સાધનોની જ ને ? ચોવીસ કલાકમાં આત્માની ચિંતા ક્યારે ? અમે તમારી ઉન્નતિમાં જ રાજી : ક્યારે ય પણ તમને આત્માની થવી જોઈએ તેવી ચિંતા ન થાય, છતાં મારે માની લેવું કે તમે સાચા આસ્તિક જ છો ? જેને તમારા ઉપર ભાવદયાપૂર્ણ પ્રેમ ન હોય, જેને તમારા સત્યાનાશની ચિંતા ન હોય, જેને કોઈ પણ રીતે તમારી પાસેથી વાહ-વાહ જ મેળવવી હોય, તે તમારે મોંઢે ભલે તમને ગમે તેમ કહે, પણ 8888885 ઇંડજંડફ ફડ ઉ555 પૂ.આ. રામચંદ્રસૂરિ સ્મૃતિગ્રંથમાળા - ૨૩૩ ૩૪ Page #44 -------------------------------------------------------------------------- ________________ મને તો એમ થાય છે કે – આ બધાનું અમારા નિમિત્તે પણ સધાય તો કલ્યાણ જ સાધવું. અમે તો તમારી સાચી ઉન્નતિમાં જ રાજી, એટલે અમારાથી એવી વાત તો કેમ જ થાય કે જે વાત સાંભળવી અત્યારે તો કદાચ તમને ગમે, પણ પરિણામે તમારું સત્યાનાશ કાઢે ? આથી જ પૂછું છું કે તમે કહો છો કે અમે આત્માને માનીએ છીએ, તો એ કહો કે “તમને આત્મા યાદ ક્યારે આવે છે ? આત્માની ઉન્નતિ કોને કહેવાય, એનો તમે વિચાર કર્યો છે કે નહિ અને આત્માની ઉન્નતિ થાય એ હેતુથી એ હેતુનો સાધક શક્ય પ્રયાસ પણ કર્યો છે કે નહિ ?' કુટુંબીઓ કેવા છે ? આવી વાત કદિ પણ તમે તમારા કુટુંબીઓની સાથે કરી છે? આવી વાત તમે જો તમારા કુટુંબીઓની સાથે કરતા હો, તો કુટુંબીઓ કેવા હોય ? બાપે દીકરાને કે દીકરાએ બાપને આવી વાત કરી છે ખરી ? વ્યાખ્યાન કરું ને તમારા દોષને અડું નહિ, તો તમને ફાયદો શી રીતે થાય ? દોષ કાઢવા છે અને ગુણ પ્રગટાવવા છે, એટલે દોષનો ખ્યાલ તો આપવો જ રહ્યો. બાપને એમ થાય છે કે “દીકરો ન હોય તો નામ કોણ રાખે ? આ વારસો કોણ ભોગવે ?' પણ એમ થાય છે કે “મારો દીકરો દુર્ગતિએ ન જ જવો જોઈએ ?' દીકરાને પણ બાપ પાસેથી શી આશા રહે છે ? એને એમ થાય છે કે “બાપાજી પોતાના આત્માનું અને અમારા આત્માનું કલ્યાણ સાધે તો સારું ?” પણ નહિ; જ્યાં બેઉ ઉઠાઉગીર જેવા બને, ત્યાં એ વિચાર આવે શાનો ? આત્માનું ભાન ન હોય, તો દીકરો જરા સારો એટલે પેઢી ચલાવવામાં હુંશીયાર હોય, તો ડાહ્યો પણ બાપ પાગલ બને ! બાપ કહે કે “આ (પેઢી વગેરેનું) બરાબર ધ્યાન રાખો, નહિં તો સુખી નહિ થાવ' પણ એમ ન કહે કે “આત્માને ભૂલ્યા તો સુખી નહિ થાવ !' આ શું કહેવાય ? દીકરાને દુન્યવી વસ્તુઓના મોહમાં ગુલતાન બનાવનાર બાપને હું શું કહું ? અવસરે હું તો કહું, કે – “આ ઝેર એને ન પા ! તારો ને એનો આ સંબંધ થોડા કાળનો છે. આ થોડા કાળના સંબંધમાં એની અનંતકાળની હોળી સળગે એમાં નિમિત્ત તું કાં થાય છે?” કેટલાકોને હું કડવો લાગું છું, તેનું આ કારણ છે. અવસરે હિતકારી વાત કહ્યા વિના ચાલે નહિ અને એનામાં એ સાંભળીને હિતાહિતનો વિચાર કરવાજોગી લાયકાત ન હોય, તો પ્રભુશાસનને અનુસરતો ઉપદેશ પણ કડવો લાગે તે સ્વાભાવિક છે. ఉండి ఊయయయ యయయ యయయ యయయ અભાની ત્રણ અવસ્થાઓ ૩૫ Page #45 -------------------------------------------------------------------------- ________________ આત્માના કલ્યાણની વાત સાંભળવી ન ગમે, એ આસ્તિકતાનું લક્ષણ છે કે નાસ્તિકતાનું ? આપણે નાસ્તિક હોઈએ તે છતાં પણ આપણે જો આપણને આસ્તિક માની લઈએ, તો નાસ્તિકતા જાય ક્યારે ? તમને નાસ્તિક કહેવાથી અમારી નામના વધતી હશે, એમ ? કોઈ પૂછે કે – “નાસ્તિકોના ટોળામાં તમે બેસો ખરા ?' અમે કહીએ કે – “હા, નાસ્તિકોને આસ્તિક બનાવવા માટે બેસીએ પણ ખરા !” એ કહેશે - “આવાઓ સાથે બેસવામાં તમારી આબરૂ શી ?' અમારે કહેવું પડે ને કે “આ લોકોની અપેક્ષાએ અમારી આબરૂ જોઈશ તો માર ખાઈશ ?' બજારમાં તમને કોઈ અમારી અપેક્ષાએ જૂએ તો ? એને એમ જ થાય ને કે “અહીં બેસનારો ને આવો ?' તમારી નાસ્તિકતા અમને જેટલી ખટકે છે, તેટલી તમારા સગા બાપને પણ નહિ ખટકતી હોય. સાચા ઉપકારી આત્માઓને જગતના સર્વ જીવોની નાસ્તિકતા ખટકે અને એમ થાય કે “આ સર્વ ક્યારે આસ્તિક બને અને કલ્યાણ સાધે” સાચી ઉપકારવૃત્તિને પામેલા આત્માઓમાં એવી ઉમદા ભાવના પ્રગટે છે, એમના અંતરમાંથી એવો ભાવદયાનો ધોધ વહે છે, કે જેટલી ઉમદાભાવના અને દયા તમારે માટે તમારા વહાલામાં વહાલા, અતિ નિકટના સંબધીમાં પણ ન પ્રગટી હોય. તમારી માએ, તમારા બાપે, તમારી ઘરવાળીએ, તમારા છોકરાએ, તમારા કુટુંબપરિવારે કે તમારા આડતીયા આદિએ કોઈ વાર પણ આવી વાતો તમને કહી છે ? આ (સાધુ) વેષમાં રહેલાઓ આવી વાતો તમને જરૂર કરી શકે, પણ તેય જો તમારી આંખોથી અંજાઈ જાય તો ભલે આપણને “હું શરીર નથી પણ આત્મા છે” એમ કહેનારા જોઈએ ને ? જે બાપ-દીકરા આવી વાતો કરતા હોય, તે મહા પુણ્યવાન છે. અહીં આ બધું બધાને જ વિચારવાનું છે, જેને લાગુ પડતું હોય તેણે ચેતવાનું છે, પણ બધા જ એવા છે એમ માની લેવાનું નથી. પોતે પોતાની દશાનો વિચાર કરવો. શરીર પોષાય છે પણ આત્મા હણાય છે ? આત્માની ચિંતા છે નહિ, એનો નિર્ણય કોણ કરશે ? તમારે કરવો પડશે. તમારે વિચારવું કે “શરીર તે હું નહિ, પણ હું તો આત્મા એમ હું કહું છું તો ખરો, પણ આત્માની ચિંતા ક્યારે કરું છું? અને શરીરને પુષ્ટ બનાવવા માટે શું કરતો નથી ?” શરીર પુષ્ટ બને એ માટે શું જોઈએ એનો વિચાર કરો છો કે భీభవనజీవతంతడితడి జీడి టిడి ૩૬ પૂ.આ. રામચંદ્રસૂરિ સ્મૃતિગ્રંથમાળા - ૨૩૩ Page #46 -------------------------------------------------------------------------- ________________ નહિ ? શરીરને પુષ્ટ બનાવવા માટે સવારે દૂધ જોઈએ, દૂધ પણ ગરમાગરમ, તેમાં પણ કેસર-બદામ વગેરે મસાલાવાળું ! વળી કહેશે કે - બદામ ચાવીને ખાધી હોય તો વધારે પુષ્ટિ મળે, એટલે એ આરોગવા માંડે. સવારના નાસ્તામાં પણ ચીજો કેટલી ? એ બધી ચીજો ખાતાં વાર કેટલી ? પેટ ભરવા માટે આટલી ચીજો જોઈએ અને આટલી વાર થાય, એમ ? સભા સાધનને સુરક્ષિત તો રાખવું જોઈએ ? એ વાત રહેવા દો ને!તમે આત્માના મૂળભૂત સ્વરૂપના પ્રગટીકરણ માટે આ શરીર એ પણ એક સાધન છે, એમ માનીને જ આ શરીરને આહારાદિ આપો છો, એમ ? મોક્ષની સાધના સારી રીતે થઈ શકે, એટલા પૂરતું જ તમે તમારા શરીરને જાળવો છો, એમ ? જે દિવસે તમે તમારા શરીરને કેવળ પરિપૂર્ણ આત્મસ્વરૂપના પ્રગટીકરણ માટેનું જ સાધન બનાવી દેશો તે દિવસે તો તમારા માનપત્રનો મેળવડો હશે તો તેમાં પણ હું આવીશ. આજે તમે એવા માનપત્રને લાયક છો ? આજનાં માનપત્રોનો મેળાવડો એટલે મોટે ભાગે શું ? એક નાગાને સો નાગા ઉઘલાવવા નીકળે, એ જ કે બીજું કાંઈ? જેને માનપત્ર અપાય છે તે આદમી, માનપત્રમાં એના જેટલા ગુણો ગાવામાં આવ્યા હોય છે તેને લાયક હોય છે ? માનપત્ર લેનારમાં એ ગુણો હોય નહિ અને માનપત્ર દેનારા પણ એવા મળે, ત્યારે એને શું કહેવાય? એક ખોટા ગુણ ગાય અને બીજો ફુલાય, એ વ્યાજબી છે ? અહીં એવાં માનપત્રો મળે નહિ. શરીરને એક વાર સાધન બનાવો અને તે પછી એની રક્ષાની વાત કરો. આ તો આત્માનો આછો પણ ખ્યાલ નહિ, ચોવીસે કલાક ચિંતા શરીરાદિની જ અને આવી વાતમાં એનો એને સાધન તરીકે ગણાવીને બચાવ કરવાની ધૃષ્ટતા ! જ્યાં સુધી તમને ખાતાં વાર લાગે છે, એનું કારણ શું? અહીંથી તહીં, તહીંથી અહીં, એમ ઠેકાણે ઠેકાણે હાથ ફેરવવા જોઈએ ! એક ચીજમાં રસ ન આવ્યો તો બીજી ને બીજીમાં રસ ન આવ્યો તો ત્રીજી, એમ કેટલીક ચીજો જોઈએ ? આ બધું કોણ માગે છે ? સાધન પાસેથી સાધન તરીકેનું સુંદરમાં સુંદર કામ લઈ શકાય, એ માટે આટલી બધી પંચાત કરતા હશો, એમ ? ધૃષ્ટતા રહેવા દો અને વસ્તુનો વસ્તુસ્વરૂપે વિચાર કરો. એ બધી ચીજો ઉપર હાથ ફેરવતાં એમ થવું જોઈએ કે આનાથી શરીર તો પોષાય છે, પણ આત્મા હણાય છે. જમતાં જમતાં કે દિ' આત્મા યાદ આવ્યો ? કે દિ' એમ થયું કે “આ બધું મારા આત્માને પાયમાલ કરનારું છે ?' એવો કોઈ વિચાર તમને ప్రసిపోవంటి భయభవనంటివేకవనవజీవణి આત્માની ત્રણ અવસ્થાઓ ૩૭ Page #47 -------------------------------------------------------------------------- ________________ આવે નહિ અને તે છતાં મારે એમ માનવું કે તમે આસ્તિકશિરોમણિ છો, એમ?” શરીરને ખોરાક આદિ આપ્યા વિના આત્માનું હિત સાધવાની પ્રવૃત્તિમાં હું ટકી શકું તેમ નથી' એમ માનીને જે ખાવા બેઠો હોય, તેને જેમ જેમ વધારે ને વધારે વાનગીઓ મળતી જાય, તેમ તેમ તેનો આનંદ વધતો જાય એ બને ? તમને ખાવામાં વધારે વાનગીઓ મેળવવાની ઇચ્છા ખરી કે નહિ? ખાવાની વાનગીઓ જેમ જેમ વધે, તેમ તેમ ખાવાનો રસ વધે, હૈયામાં આનંદ વધે, એમ બને કે નહિ ? સભાઃ વધારે વાનગીઓ મળે એમાં તો આનંદ થાય જ ને? જેને ખાવાની વાનગીઓ વધારે મળે એમાં આનંદ જ આવે, કોઈ દિ' એ આનંદ માટે પશ્ચાતાપ થાય નહિ, એ વસ્તુતઃ આસ્તિક નથી પણ નાસ્તિક જ છે. જેમ જેમ અધિક વાનગીઓ, તેમ તેમ શરીરનું પોષણ વધારે - એ માન્યતા પણ ખોટી છે. અધિક વાનગીઓમાં અધિક રસ આવે અને એથી એ પ્રમાણથી અધિક ખવાય, એટલે શરીર પુષ્ટ તો ન બને પણ બીમાર બને. એવું ખાવાનું મળી જાય અને ખાનાર સાવચેત ન રહે, તો ત્યાં ને ત્યાં ઝાડા ને ઉલટી થાય એમ પણ બને. આમ છતાં પણ, અધિક વાનગીઓ ખાવામાં અધિક આનંદ આવે, એ કઇ દશા ? આત્માની ચિંતા કરો : ખાવામાં સુખ જ છે, એ વાત નાસ્તિકોએ ઉપજાવી કાઢેલી છે. આસ્તિકને ખાવું પડે અને ખાય, પણ એને થાય કે “આ કર્મવશતાને લીધે છે. હું કર્મવશ ન હોઉં તો મારે ખાવું ન પડે. ખાવું પડે છે અને ખાઉં તો તે એટલા માટે કે – ન ખાવું પડે એવી અવસ્થા પેદા કરવાનો પ્રયત્ન સારી રીતે કરી શકું.' આસ્તિકને ખાવા માટે અમુક અમુક ચીજો વિના ન ફાવતું હોય, તોય એને એમ તો થાય જ કે - “આ બધા પુદ્ગલના ખેલ છે.” જેઓ પોતાને આસ્તિક માનતા હોય, તેમણે તો ખૂબ ખૂબ સમજવા જેવું છે. નાસ્તિક ખાવા-પીવા આદિમાં જ આનંદ માને, ખાવા-પીવા આદિની વાનગીઓ જેમ જેમ વધારે મળે તેમ તેમ એ વધારે પ્રફુલ્લ બને એ શક્ય છે : કારણ કે એ અનંતજ્ઞાનાદિમય સ્વરૂપવાળા આત્માને અને એ આત્માનું મૂળભૂત સ્વરૂપ કર્મથી આવરાએલું છે એ વગેરે સાચી પણ વાતોને માનતો નથી. આવો માણસ સારું સારું ખાવા-પીવા આદિમાં જ આનંદ માનતો હોય, તો એ એને માટે સ્વાભાવિક છે; પણ જે પોતાને આસ્તિક માનતો હોય, એની મનોદશા એવી કેમ જ હોય ? તમે એવા નાસ્તિકોની ટીકા કરવાનું છોડો અને તમારા આત્માની ఉదయం తంజయదధీభవిడి వడి వడివడిన డిసిటీ ૩૮ પૂ.આ. રામચંદ્રસૂરિ સ્મૃતિગ્રંથમાળા - ૨૩૩ Page #48 -------------------------------------------------------------------------- ________________ ચિંતા કરો ? તમે તમારી દશાનો બરાબર વિચાર કરી શકશો, તો તમને લાગશે કે ‘એની ટીકા કરવાનો મને શો હક્ક છે ? એ તો આત્માને નથી માનતો એટલે ગમે તેમ કરે, પણ આત્માને માનનારો હું આવી રીતે કેમ જ વર્તી શકું ?' જેના ઘરમાં કંથા ફાટેલી હોય, હાંલ્લું પણ ફુટેલું હોય ને જે સવારે ઉઠે ત્યારે પેટમાં નાખવાની ચિંતા કરતો જ ઉઠતો હોય, એવો આદમી કદાચ ઘરનું બારણું બંધ કરતાં ભૂલે તો તે બેવકૂફ ઠરે કે તમે ઘરનું બારણું બંધ કરવાનું ભૂલો તો બેવકૂફ ઠરો ? સભા : અમે. કારણ ? કારણ એ જ ને કે જેના ઘ૨માં માત્ર ફાટેલી કંથા આદિ જ છે, તેના ઘરનું બારણું કદાચ ઉઘાડું પણ રહી જાય તો ય ચોરાવા જેવું શું છે ? આસ્તિક જો કે વ્યવહાર ખાતર, દુનિયામાં ગાંડો ન ગણાય એ ખાતર, પુણ્ય-પાપની થેકડી કરવાનું કોઈને નિમિત્ત ન મળે, એ ખાતર અને પોતે જે સ્થિતિમાં બેઠો છે તે સ્થિતિમાં એમ કર્યા વિના ચાલતું નથી એ વગેરે ખાતર બારણું બંધ કરે, પણ એને એ વિચારે ય આવે તો ખરો જ કે - પુણ્ય વિના લાખ તાળે પણ આમાંનું કાંઈ મારી પાસે જળવાઈ ૨હે એ બનવાનું નથી !' પાછા મહારાજે બારણું વાસવાનું કહ્યું એમ ન કહેશો. બારણું વાસવું પડે અને વાસો તોય પુણ્ય-પાપને ન ભૂલો, એ જ સૂચન છે. હવે જેમ તમે ઘરનું બારણું વાસવું ભૂલી જાવ તો બેવકૂફ ઠરો છો અને સાવ દરિદ્રી આદમી જાણી-જોઈને બારણું ન વાસે તો ય બેવકૂફ ઠરતો નથી, તેમ નાસ્તિક આત્માને માનતો નથી એટલે એ આત્માની ચિંતા ન કરે અને માત્ર પુગલની ચિંતા કરે તો એમાં અજુગતું કાંઈ નથી, પણ તમે તો આત્માને માનો છો ને ? સભા : હાજી. તો હવે ઘેર જશો એટલે ઘર કેદખાના જેવું લાગશે ? ભોગસુખો ઝેરથી પણ વધારે ભયંકર છે એમ લાગશે ? તમને તમારા શરીરની ચિંતા વધે અને આત્માની ચિંતા ભૂલાય એવી કારવાઈ કરનારા નિકટના સંબધીઓ હોય તો પણ તે દુશ્મન જેવા લાગશે ને ? સભા : નાજી. ત્યારે તમારી આત્મા વિષેની માન્યતા કેવી ? આવું પૂછીએ એટલે કોઈ હવે બોલશે નહિ; કારણ કે એમ થશે કે બોલ્યા એટલે બધું અમારા ઉ૫૨ આવશે. eve આત્માની ત્રણ અવસ્થાઓ ૩૯ Page #49 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાંભળતાં દુર્ગાન ? પણ તમે અહીં આવો અને કશું જ તમારા ઉપર ન આવે તો કરવાનું શું? તમે જો અહીં સાંભળવાને આવો છો તે પારકાને માટે જ આવતા હો, સારું બોલતાં શીખાય એ માટે જ આવતા હો, સારા કહેવાઈએ એવી બુદ્ધિથી આવતા હો અગર તો આ બધું સાંભળ્યું-જાણ્યું હોય તો દુનિયામાં સમજુ અને શાણા તરીકેની નામના પામી શકાય – એ વૃત્તિથી આવતા હો, તો તો કહેવું પડે કે તમે આવ્યા છો તે કમાવાને માટે નહિ પણ દેવાળું કાઢવાને માટે આવ્યા છો ! તમારે તો દરેક વસ્તુ મારે માટે જ કહેવાય છે' - એમ માનીને વિચાર કરવો જોઈએ કે “આમાંનું મને શું શું લાગુ પડે છે? અહીં જે જે દોષો કહેવાય છે, તે દોષો મારામાં છે કે નહિ ? અને છે તો એને કાઢવા માટે મારે શું શું કરવું જોઈએ?' આવી વૃત્તિ હોય અને જો આખા વ્યાખ્યાનમાં કોઈ વાત આપણા દોષને સ્પષ્ટ કરનારી ન આવે, તો એમ થાય કે – “મહારાજની દૃષ્ટિમાંથી આજે હું નીકળી ગયો, એ મારી કમનશિબી છે!” આ વૃત્તિ ન હોય અને ઉલ્ટી વૃત્તિ હોય, તો સર્વ સાધારણ રીતે કહેવાતી વાત માટે પણ એમ થાય કે “આ મારી જ નિંદા ચાલી રહી છે. મહારાજને હું જ ખૂંચું છું.” આવા આદમીને શ્રી ભગવતીજીનાં કે શ્રી આચારાંગાદિનાં વાક્યો પણ ઝેર જેવાં લાગે, કારણ કે અહીં એમાંનું જ કહેવાતું હોય, પણ એ માને કે “આ બધી મારી નિંદા જ ચાલે છે. એને એમ પણ થઈ જાય કે - “આજે તો આવી ફસ્યો તે આવી ફસ્યો, પણ હવે કદિ આવું નહિ.' આવી રીતે ભયંકર દુર્ગાનમાં ચડ્યો હોય અને એ વખતે એના આયુષ્યનો બંધ પડી જાય તો શું થાય? એ ઘણું ખરાબ જ આયુષ્ય બાંધે ને ? એવાઓ બનતાં સુધી સારા સાધુઓનાં વ્યાખ્યાનોમાં જતા નથી, કારણ કે એમનામાં પોતાના ભયંકર પણ દોષની વાતને હિતશિક્ષારૂપે સાંભળવાની લાયકાત પણ હોતી નથી. વિચાર કરવો જોઈએ કે વ્યાખ્યાનમાં દોષરૂપે કચરાને સાફ કરવાની અને ગુણરૂપ સ્વચ્છતાને પ્રગટાવવાની વાત ન હોય, તો હોય શું ? દોષને કાઢવાની અને ગુણને પ્રગટાવવાની વાત સાંભળતાં તો આનંદ થવો જોઈએ. એને બદલે આવા સ્થળમાં પણ દુર્ભાન આવે તો એ ઓછા દુઃખની વાત નથી. શરીરનું વજન વધે એમાં આનંદ? આત્માને જેવા સ્વરૂપે માનવો જોઈએ તેવા સ્વરૂપે બરાબર માનવામાં આવે, તો આવી દુર્દશા ન થાય. આપણને એમ થવું જોઈએ કે હું એટલે ત્રિકાલાબાધિત. હું డివడివడి వడి వడివడిన డిజిటీజీటీ పడిన డిజిడి પૂ.આ. રામચંદ્રસૂPિ સ્મૃતિગ્રંથમાળા - ૨૩૩ YO Page #50 -------------------------------------------------------------------------- ________________ ભૂતકાળમાં હતો, વર્તમાનમાં છું અને ભવિષ્યમાં પણ હોઈશ. આ શરી૨ સળગી જશે તો ય હું તો ૨હેવાનો જ. આ શરીર મારું નથી, નાશવંત છે, એટલે આ શરીરનો અને મારો વિયોગ નિશ્ચિત છે, પણ આ શરીર છૂટશે તો ય હું તો રહેવાનો જ છું !’ આવું લાગી જાય તો આજે જેમ આ શરીરની ચિંતા થાય છે, તેમ આત્માની ચિંતા થાય કે નહિ? આજે તો અણસમજને કારણે શરીર આદિની પ્રગતિની જ મહેનત થાય છે, પણ પછી આત્માની પ્રગતિની મહેનત થાય કે નહિ ? શરીરની બાલ, યુવાન, મધ્યમ, પ્રૌઢ અને વૃદ્ધ આદિ અવસ્થાઓની તમને ખબર છે કે નહિ ? છે, અને કોઈ આત્માની અવસ્થાઓ કેટલી છે એમ પૂછે તો ?શરીરની બધી અવસ્થાઓ યાદ, એ અવસ્થાઓમાં કેમ કેમ વર્તવું એની ખબર અને આત્માની કશી જ ખબર નહિ, એનું કારણ શું ? માણસ ઉંમરમાં વધે છે તેમ કાંટે પણ વધવો જોઈએ – એવી તમારી માન્યતા છે ને ? તમને લાગે છે ને ઉંમર વધે તેમ વજન પણ વધવું જ જોઈએ ? અને કાંટે ચઢતાં વજન ઘટ્યું એમ માલૂમ પડે તો ? ડૉક્ટ૨ કે વૈદ્ય આદિને પૂછ્યા વિના રહો ? ત્યારે શરીરની કેટલી ચિંતા ? એ જ રીતે, થોડું વજન વધ્યું હોય તો કેટલો આનંદ થાય ? એ વખતે આત્મા આખો ને આખો ભૂલાઈ જ જાય છે ને ? શરીરના વજનમાં આનંદ અનુભવાય, તો એથી આત્મા ઉપરના મેલનો બોજો વધે કે ઘટે ? કહો કે એ વિચાર જ કોને છે ? આત્માને માનનારાએ આત્માની અવસ્થાઓને જાણવી જોઈએ. બહિરાત્મઅવસ્થા, અંતરાત્મ અવસ્થા અને પરમાત્મ-અવસ્થા, એ આત્માની ત્રણ અવસ્થાઓ છે. આ અવસ્થાઓનો અને આ અવસ્થાઓના સ્વરૂપનો ખ્યાલ છે ?. મારે મારા આત્માને પરમાત્મ- અવસ્થાએ પહોંચાડવો છે, એવો વિચાર તમારા અંતરમાં સ્ફુરે છે ખરો ? જેના અંતરમાં આત્માને ૫૨માત્મ-દશાએ પહોંચાડવાની સાચી ભાવના પ્રગટે, એ વાસ્તવિક કોટિનો આસ્તિક છે. પરમાત્માનું દર્શન કરતી વેળાએ પણ તમને તમારી મલિનતા યાદ આવે છે ખરી ? શરીરના પ્રેમીને જેમ શરીરની ચિંતા હોય છે અને શરીરનું વજન નક્ક૨૫ણે વધે તો આનંદ થાય છે, તેમ વાસ્તવિક કોટિના આસ્તિકને આત્માની ચિંતા હોય છે અને પોતાના આત્માને યોગ્ય પ્રયત્નો દ્વારા પરમાત્મ-અવસ્થાએ પહોંચાડવાની ભાવના હોય છે. આત્માને તેના વાસ્તવિક સ્વરૂપમાં માનનારને, પોતાના આત્માને પરમાત્મા-અવસ્થાએ પહોંચાડવાની ભાવના જ ન આવે, એ બનવાજોગ છે ? જેમ Bec આત્માની ત્રા અવસ્થાઓ ૪ Page #51 -------------------------------------------------------------------------- ________________ દુનિઆમાં તમે જે જે વસ્તુઓમાં ઉન્નતિ કલ્પી છે, તેમાં તેમાં તમને હંમેશાં એમ થયા કરે છે કે “મારે આગળ વધવું છે. ત્યાં કોઈ મોટો શ્રીમંત હોય તો તે ખટકે છે : છેવટ એમ પણ થાય છે કે હું એવો નહિ : જ્યારે એનાથી પણ વધારે મોટો બનું! એ જ રીતે, પોતાની પાસે જેટલું હોય તેટલું પણ જેની પાસે ન હોય તે કેવો લાગે છે ? નીચો, દરિદ્રી તમે તમારાથી મોટાની અપેક્ષાએ પોતાને પણ દરિદ્રી માનો છો ને ? હું આની પાસે કાંઈ નથી' એમ તમને થાય છે ને ? એવી રીતે, તમને આત્મા યાદ આવે છે ? પરમાત્માનાં દર્શન કરવા જાવ, તો એ તારકની મૂર્તિને જોતાં જોતાં પણ એમ થાય છે ખરું કે એ મહા નિર્મળ અને હું મહા મલિન ? એ વખતે પણ કર્મમલથી રહિત એવા સાચા નિર્મળ બનવાની ભાવના આવે છે ? અરિસામાં મોટું જોતા હો અને ડાઘો દેખાય તો ? ત્યાં તો ડાઘો દેખાય એની સાથે જ સાફ કરવાની દોડધામ. જ્યાં હોય ત્યાંથી પાણી લઈને ડાઘ સાફ કરે ત્યારે ઉપે. અહીં એવું થાય છે ? પરમાત્માનું સ્વરૂપ, એ પણ એક અરિસો છે. એ સ્વરૂપની નિર્મળતા વિચારીએ, એટલે આપણા સ્વરૂપની મલિનતા ખ્યાલમાં આવ્યા વિના રહે નહિ. એવો આત્મા પ્રભુને નવડાવતાં નવડાવતાં પોતાના આત્માને જ નવડાવે. દેરાસરમાં કેટલાને પોતાના દોષો યાદ આવ્યા અને ગુણપ્રાપ્તિનો વિચાર આવ્યો ? પરમાત્માની મૂર્તિ સામે પણ તમારી ભાવના કઈ ? ત્યાં પણ ઊઠાં ભણાવવા જેવો ધંધો ન જ કરો, એમ બને ? ત્યાં શરીર આદિની ચિંતા ન આવે, દુન્યવી સુખોની કામના ન આવે, કેવળ એમ જ થાય કે તારી સેવા દ્વારા મારે મારા આત્માને પણ તારા જેવો જ નિર્મળ બનાવવો છે, આવા કેટલા ? ચેતવણીથી આનંદઃ જ્યાં સુધી આત્માની અવસ્થાઓનો વિચાર કરનારા ન બનો, આત્માની વર્તમાન કાળની મલિનતાને પિછાણનાર ન બનો અને આત્માને પરમાત્મઅવસ્થાએ પહોંચાડવાના ધ્યેયમાં નિશ્ચિત ન બનો, ત્યાં સુધી યોગ્ય પણ ઉપાલંભ જેવી રીતે સંભળાવો જોઈએ, તેવી રીતે સાંભળવાની લાયકાત આવે ખરી ? ગણધર ભગવાન શ્રી ગૌતમસ્વામિજી જેવાને પણ ભગવાન શ્રી મહાવીર પરમાત્મા વારંવાર શું કહેતા હતા ? “સમયે યમ ! પમાયણ ” શું એ એટલા બધા પ્રમાદી હતા અગર ભૂલકણા હતા, કે જેથી ભગવાનને એવું વારંવાર કહેવું પડે ? એમને કંટાળો ન આવે ? પણ નહિ, ગણધરભગવાન શ્રી ఆడియం తడితడి తడి తడితడి పడిన પૂ.આ. રામચંદ્રસૂરિ સ્મૃતિગ્રંથમાળા - ૩૩ ૪૨ Page #52 -------------------------------------------------------------------------- ________________ ગૌતમસ્વામીજી મહારાજાને તો એ સાંભળતાં પણ આનંદ જ થતો. એમનું મન પ્રફુલ્લ બનતું. એમને એમ થતું કે ‘આ તારક ન હોય તો મારી આટલી ખબર કોણ લે ?' શું એવી દલીલ ન કરી શકત કે ‘આ તો ચાલતા બળદને પોણો મારવા જેવું છે : હું આટલો બધો અપ્રમત રહેવાનો પ્રયત્ન કરું છું, છતાં આપ મને - ‘એક સમય પણ પ્રમાદ ન કરીશ' એવું વારંવાર કહ્યા કરો તે કેમ ચાલે ? એ તો હું સારો છું તે રહું છું, બાકી બીજો તો ભાગી જ જાય ?” પણ આવી દલીલ એવા પરમપુરુષો કરે જ નહિ. છદ્મસ્થને પ્રમાદનો સંભવ છે અને એ ન આવે એ માટે જ્ઞાની ચેતવે, એથી અંતરાત્મ-સ્વરૂપી બનેલા અને પરમાત્મ-સ્વરૂપી બનવાના ધ્યેયવાળા આત્માઓને આનંદ જ થાય. એ તો એમ જ ઇચ્છે કે આવી ચેતવણી આપના૨ા પરમોપકારીઓનો મને સદાનો યોગ હજો ! શ્રી ગૌતમસ્વામીજીના આઘાતનું રહસ્ય : ભગવાન શ્રી મહાવીર પરમાત્મા નિર્વાણ પામ્યા, એ વાતની જાણ થતાં, ગણધરભગવાન શ્રી ગૌતમસ્વામીજી મહારાજાને જેવો તેવો આઘાત નથી થયો; પણ એ આઘાતમાંય એ બોલ્યા શું ? ‘હવે હું ભગવાન કોને કહીશ અને મને હવે ગૌતમ કોણ કહેશે ?’ એમનો આઘાત એ જાતિનો હતો, ભગવાન મોક્ષમાં ગયા એનું એમને દુ:ખ નહિ હતું, પણ એમને તો એ જ એક વાતનું દુ:ખ હતું કે - ‘હવે મિથ્યાત્વરૂપ અંધકાર પ્રસરશે અને કુતીર્થિકો ગર્જવા માંડશે : ભગવાન વિનાનું આ ભરતક્ષેત્ર, દીવા વિનાના ભવન જેવું થઈ ગયું ! હવે હું કોના ચરણોમાં પ્રણામ કરતો થકો વારંવા૨ પ્રશ્ન પૂછીશ ? અથવા તો હું ભગવાન કોને કહીશ અને મને ગૌતમ કોણ કહેશે ?' ગણધરભગવાન શ્રી ગૌતમસ્વામીજીને જે દુઃખ થયું છે, તે આ જાતિનું થયું છે. આ દુઃખ ભગવાન નિર્વાણ પામ્યા એનું નથી, પણ પોતાની અને જગતની ઉપર ઉપકાર કરનારું જે એક અનુપમ સાધન વિદ્યમાન હતું, તે સાધનનો અભાવ થઈ ગયો એનું જ છે. આ વિષયમાં દૂરાંક દેવનો એક પ્રસંગ સમજવા જેવો છે. એક વાર એવું બન્યું કે – ઈન્દ્રે પોતાની સભામાં શ્રી શ્રેણિકના આર્હતપણાની પ્રશંસા કરતાં કહ્યું કે ‘અત્યારે જેટલા આર્હતો છે, તે સર્વે શ્રેણિકની હેઠ છે. શ્રેણિક એ સર્વશ્રેષ્ઠ આર્હત છે.’ ઇન્દ્રની આ વાતમાં દર્દૂરાંક નામના એક દેવને અવિશ્વાસ ઉપજ્યો અને એથી డుడుడపడడడుడుడు డుడు డుడు డుడు డుడుడుడు આત્માની ત્રણ અવસ્થાઓ ૪૩ Page #53 -------------------------------------------------------------------------- ________________ તે શ્રેણિકની પરીક્ષા કરવા તૈયાર થયો. એ માટે એણે એક કુષ્ઠીનું રૂપ ધારણ કર્યું. કુષ્ઠી તરીકેના રૂપને ધારણ કરીને એ દદૂરાંક દેવ ત્યાં આવ્યો, કે જ્યાં ભગવાન શ્રી મહાવીર પરમાત્માની દેશના ચાલુ હતી અને શ્રી શ્રેણિક આદિ મહાનુભાવો એ પવિત્ર દેશનાનું શ્રવણ કરી રહ્યા હતા. એ કુષ્ઠીએ આવીને ભગવાનને નમસ્કાર કર્યો અને નમસ્કાર કર્યા પછી ભગવાનની પાસે જ તે બેઠો. ભગવાનની પાસે બેસીને એ કુષ્ઠીએ પોતાના શરીરમાંથી જે રસી ઝરી રહી હતી, તે રસી લઈ-લઈને ચંદનની માફક ભગવાનનાં ચરણો ઉપર વારંવાર વિલેપન કરવા માંડ્યું. એ દૃશ્ય જોઈને શ્રી શ્રેણિકના ક્રોધનો પાર રહ્યો નહિ. શ્રી શ્રેણિક ગુસ્સામાં આવી જઈને વિચારે છે કે “આ પાપી આવી રીતે આ ત્રણ લોકના નાથની આશાતના કરવામાં તત્પર બન્યો છે, માટે અહીંથી એ ઉઠે કે તરત જ એનો વધ કરી નાખવો જોઈએ.” શ્રી શ્રેણિક હજુ તો આ પ્રમાણે વિચાર કરી રહ્યા છે, ત્યાં તો ભગવાનને છીંક આવે છે. ભગવાનને છીંક આવતાની સાથે જ પેલો કુષ્ઠી કહે છે કે – “મરો !” થોડી વાર પછી શ્રી શ્રેણિકને છીંક આવતાં, એ કુષ્ઠી કહે છે કે - “જીવો !” તે પછી શ્રી અભયકુમારને છીંક આવતાં તે કુષ્ઠી કહે છે કે – “જીવો અગર મરો ! અને કાલસૌરિક નામના કસાઈને છીંક આવતાં, એ કુષ્ઠી કહે છે કે “તું મર પણ નહિ અને જીવ પણ નહિ !' આ રીતે પેલા કુષ્ઠીએ ભગવાનને “મરો” એમ કહ્યું, એથી તો શ્રી શ્રેણિકનો ગુસ્સો એકદમ વધી ગયો. શ્રી શ્રેણિકે તરત જ પોતાના સૈનિકોને આજ્ઞા કરી કે - “આ કુષ્ઠી અહીંથી ઉઠે એટલે તરત જ એને પકડી લેવો !” ભગવાનની દેશના પૂરી થઈ, એટલે પેલો કુષ્ઠી ઉભો થયો અને ભગવાનને નમસ્કાર કરીને જેવો તે ત્યાંથી ચાલી જવા લાગ્યો, કે તરત જ શ્રી શ્રેણિકના સુભટોએ તેને રૂંધી લીધો; પણ આ તો દેવ છે : એ જે વાતની ખાત્રી કરવા આવ્યો હતો તે વાતની એને ખાત્રી થઈ ગઈ, એટલે શ્રી શ્રેણિકના સુભટો જોતા રહ્યા અને એ કુષ્ઠી દિવ્ય રૂપ ધારણ કરીને એ જ ક્ષણે આકાશમાં ઉડીને રવાના થઈ ગયો. ప్రతి నిండి ఉంటుంది తప్ప తడితడికి తన జీవితం પૂ.આ. રામચંદ્રસૂરિ સ્મૃતિગ્રંથમાળા - ૨૩૩ Page #54 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રેણિકને આ વાતની ખબર પડતાં ઘણું જ આશ્ચર્ય થયું અને એથી બીજે દિવસે તેમણે ભગવાનને એ વિષેની પૃચ્છા કરી. ભગવાન શ્રી મહાવીર પરમાત્માએ એ દૂરાંક દેવ સંબંધી વૃત્તાંત કહીને ફરમાવ્યું છે કે ત્યારે સર્વ આર્હતો શ્રેણિકથી હીન છે, એવા ઇન્દ્રના વચન ઉપર અવિશ્વસ્ત બનેલો તે દેવ, તારી પરીક્ષા કરવાને માટે જ અહીં આવ્યો હતો. એણે મારાં ચરણો ઉપ૨ રસીનું નહિ, પણ ગોશીર્ષ ચંદનનું જ વિલેપન કર્યું હતું. આ વખતે શ્રી શ્રેણિક પૂછે છે કે ‘ભગવન્ ! આપે છીંક ખાધી ત્યારે એણે આપને માટે મરો એવું અમાંગલ્ય વચન કેમ ઉચ્ચાર્યું અને બીજાઓને માટે માંગલ્યઅમાંગલ્ય એવાં વચનો કેમ ઉચ્ચાર્યાં ?’ શ્રી શ્રેણિકના આ પ્રશ્નનો ઉત્તર આપતાં, ભગવાન શ્રી મહાવીર ૫૨માત્માએ જે કહ્યું, તે ખાસ ધ્યાનમાં રાખવા જેવું છે. ભગવાન શ્રી મહાવીર ૫૨માત્માએ ખૂલાસો કર્યો છે કે ‘એ દેવે મને જે ‘મરો’ એમ કહ્યું. તેમાં તેણે એ જ સૂચવ્યું હતું કે ‘હજુ પણ તમે આ સંસારમાં કેમ રહ્યા છો ? જલ્દી મોક્ષે જાવ !' એ જ રીતે, એ દેવે તને જીવવાનું કહીને એમ સૂચવ્યું કે ‘તને જીવતાં જ સુખ છે, કા૨ણ કે મર્યા પછી તારી ગતિ નરકમાં થવાની.' અભયકુમા૨ને એ દેવે, ‘જીવ અગર મર’ એમ બંનેય વાતો કહી : કારણ કે એ અહીં જીવતાં ધર્મ કરવાનો છે અને મરીને અનુત્તર વિમાનમાં સુર તરીકે ઉત્પન્ન થવાનો છે. કાલસૌકરિકને માટે એ દેવે ‘ન જીવ, ન મ૨' એમ જે કહ્યું, તેનું કારણ એ છે કે જીવતાં થકાં એ પાપમાં તત્પર છે અને મરીને એ સાતમી નરકે જવાનો છે.’ આ પ્રસંગ ઉપ૨થી પણ એ વાત સ્પષ્ટપણે સમજી શકાય તેમ છે કે ભગવાન શ્રી જિનેશ્વરદેવો નિર્વાણને પામે-મોક્ષને પામે, એ વસ્તુ શોક કરવા લાયક છે જ નહિ. ગણધર ભગવાન શ્રી ગૌતમસ્વામીજીને પણ ‘ભગવાન શ્રી મહાવીર પરમાત્મા નિર્વાણ પામ્યા’ એનો આઘાત નહિ હતો, પણ ‘પોતાના અને જગતના એક પરમ ઉપકારીનો પોતાને અને જગતને માટે જે અભાવ થયો' – એનું એમને દુ:ખ થયું હતું. અષ્ટ કર્મ ગયાં અને જે અવસ્થા પ્રાપ્ત થઈ, તે શું રોવા લાયક અવસ્થા છે ? રોવાનું તો તેને માટે હોય, કે જે પાપકર્મો બાંધીને મર્યો હોય. પાપીઓનું મૃત્યુ જ શોકના સ્થાનરૂપ છે. આ તો ભગવાનની વાત છે, પણ તમારા જ ઘ૨માં કોઈ આત્મા ઉત્તમ પ્રકારની આરાધના કરીને મર્યો હોય, તો તમે એના મરણને રૂઓ B આત્માની ત્રણ અવસ્થાઓ ૪૫ Page #55 -------------------------------------------------------------------------- ________________ ખરા ? એના મરણને તમે રોવા લાયક માનો કે ઉત્તમ પ્રકારનું માનો ? ગણધરભગવાન શ્રી ગૌતમસ્વામીજી મહારાજાને એ જ વાતનું દુઃખ હતું કે ‘મારો અને જગતનો તારક ગયો. મને ભગવન્ તરીકે સંબોધનારા તો ઘણા છે, પણ હું કોને ભગવન્ કહીશ અને હવે મને કોણ ગૌતમ કહીને બોલાવશે ?’ એમને એ ગમતું હતું અને તમને ? તમને સ્વામી કહેવડાવવું ગમે કે સેવક ? આત્માને માનનારની દશા કેવી હોય, તો કે આવી ! ગણધર ભગવાન શ્રી ગૌતમસ્વામીજીની આવી દશાનો અભ્યાસ ક૨વા જેવો છે. આત્માને જે યથાર્થ રૂપે માનતો હોય, તેને કોઈ વ્યાજબી ઉપાલંભ દે તો એ બહુ ગમે, તેને કોઈ તેના દોષ સમજાવી સંભળાવનાર મળી જાય તો એને મહા ઉપકારી માને, કોઈ એનામાં ન હોય તેવા તે ગુણ કહે તો પણ એને ટટ્ટાર બનવાનું નહિ પણ નીચું જોવાનું મન થાય. આપણી દશા કેવી છે ? આપણને આપણામાં ન હોય તેવા પણ ગુણો આપણામાં છે એમ કોઈ કહે એ ગમે કે આપણા દોષો આપણા ધ્યાન ઉપર લાવે તે ગમે ? ગણધરભગવાન શ્રી ગૌતમસ્વામીજીને થએલા આઘાતનું રહસ્ય સમજો. જડ રહેવું છે કે જીવ બનવું છે ? આપણને મંદિરમાં પ્રભુમૂર્તિની સન્મુખ પણ આત્માનું મૂળભૂત સ્વરૂપ પ્રગટાવવાનો વિચાર આવે છે ? આત્માને યથાસ્થિત સ્વરૂપે માનનારને પરમાત્મસ્વરૂપ પામવાની ઇચ્છા ન થાય એ બને ? જો ના, તો એ વિચારો કે હું ક્યારે પ૨માત્મદશાને પ્રાપ્ત કરું, એવો વિચાર આપણને આવે છે ખરો ? પરમાત્મ-દશા, એ જ આત્માની વાસ્તવિક અને સ્વાભાવિક અવસ્થા છે. જીવની વ્યાખ્યા કરતાં એમ પણ કહેવાય છે કે - પોતાના ગુણોના આધારે જે જીવે તે જીવ. નિશ્ચય નય તો કહે છે કે જીવ શબ્દનો વાસ્તવિક પ્રયોગ સિદ્ધાવસ્થામાં જ સંભવે, કારણ કે કેવળ પોતાના ગુણોના આધારે આત્મા જીવતો હોય, તો તે એ જ એક અવસ્થામાં જીવે છે. એ રીતે નિશ્ચય નય તો તમને ને અમને-સર્વ સંસારી જીવોને જડ કહે છે. એ કહે છે કે અનંતજ્ઞાનાદિમય આત્માની જે પરિપૂર્ણ વિશુદ્ધાવસ્થા છે, તે વિશુદ્ધાવસ્થા જ્યાં સુધી ન પ્રગટે ત્યાં સુધી જીવ પણ જડ છે : કારણ કે જ્યાં સુધી એ દશા ન પ્રગટે ત્યાં સુધી જીવ પણ જડના આધાર વિના જીવી શકતો નથી. આપણે જડ રહેવું છે કે જીવ બનવું છે ? આખી સભામાંથી એ અવાજ નીકળવો cemes પૂ.આ. રામચંદ્રસૂરિ સ્મૃતિગ્રંથમાળા - ૨૩૩ ૪૬ Page #56 -------------------------------------------------------------------------- ________________ જોઈએ કે “અમારે હરકોઈ પ્રયત્ન જીવ જ બનવું છે.' આત્માને માનનારના અંતરમાં આવો ઉમળકો ન ઉઠે, એ કેમ જ બને ? સભા બોલાય એવું નથી. આપણે એટલે આર્યદેશમાં જન્મેલા, આ બધી સામગ્રીને પામેલા, આત્માને માનનારા, છતાં જીવ બનવાનો નિશ્ચય ન મળે-એ શું કહેવાય ? એ નિશ્ચય ન હોય, તો એમ જ કહેવું પડે ને કે આત્માને માનીએ છીએ એમ કહેવું સહેલું છે, પણ વસ્તુત માનવું એ સહેલું નથી; આત્માને માનીએ છીએ – એમ કહેનારા ઘણા પણ આત્માને જેવા સ્વરૂપે માનવો જોઈએ તેવા સ્વરૂપે માનનારા થોડા ! આત્માને જેવા સ્વરૂપે માનવો જોઈએ તેવા સ્વરૂપે બરાબર મનાઈ જાય, તો નિર્વેદ, સંવેગ આદિથી આત્મા દૂર રહે એ બને નહિ : કારણ કે – વાસ્તવિક કોટિની આસ્તિકતા નિર્વેદ, સંવેગ આદિને લાવનારી છે. આપણામાં નિર્વેદ અને સંવેગનો છાંટો પણ ન હોય અને એ નથી એનું દુઃખ પણ ન હોય, તો એ આપણી આસ્તિકતા સંબંધી ખામી છે, એમ લાગે છે ? અત્યારે આપણે સ્વરૂપે જડ નહિ હોવા છતાં પણ જડ જેવા બની ગયા છીએ, એમ લાગે છે ? આપણને તો ઇચ્છા પણ જડની, આનંદ પણ જડથી અને શોક પણ જડથી ! ભગવાન શરીરરહિત બન્યા એનો ગણધર ભગવાન શ્રી ગૌતમસ્વામીજીને શોક નહોતો, પણ “પોતાને અને જગતને જે ચેતવણીનો સૂર સાંભળવા મળતો હતો એ ગયો’ - એનો શોક હતો. આપણને શોક કેવો થાય ? અનુકૂળ લાગેલા જડનો સંબંધ તૂટે અને આપણે ન રોઇએ, એ બને ? સભા અહીં તો બધા વ્યવહારમાં બેઠા છે, એટલે નિશ્ચયની વાતો કેમ કામ લાગે? તમારો દુન્યવી વ્યવહાર અને અનંત ઉપકારીઓ જેને વ્યવહાર નય કહે છે, એમાં મોટો તફાવત છે. તમારો વ્યવહાર તો જીવને અધિક ને અધિક જડ જેવો બનાવનારો છે. ઉપકારી મહાપુરુષોએ તો એવા વ્યવહારને ફરમાવ્યો છે કે જે વ્યવહારને આચરતે આચરતે આપણામાંથી જડની આધીનતારૂપ જડતા નીકળી જાય અને જીવ જીવન પ્રગટી જાય. તત્ત્વજ્ઞાની મહાપુરુષોએ બહિરાત્મવ્યકિત, અનંતરાત્મવ્યક્તિ અને પરમાત્મવ્યક્તિ એ ત્રણેયનાં લક્ષણો દર્શાવ્યાં છે. નિર્ણયમાં વિરુદ્ધભાવ ન જોઈએ: જીવ પોતાપણાને પામેલો ક્યારે કહેવાય ? ત્યારે જ, કે જ્યારે તે શાશ્વત ఆయన యందు యువతను తన ముందు నుంచుంది અત્માની કથા અવશ્ય Page #57 -------------------------------------------------------------------------- ________________ જીવનવાળો બને અને શાશ્વત જીવન જીવવા માટે તેને કોઈ પણ ચીજની અપેક્ષા ન હોય ! એવું જીવન મેળવવાની જેનામાં ઇચ્છા જ ન હોય, તે આસ્તિક હોય તો પણ તે નામનો આસ્તિક છે, પણ વાસ્તવિક કોટિનો આસ્તિક નથી. તમને એવું જીવન મેળવવાની ઇચ્છા થાય છે કે નહિ ? એ માટેનો પ્રયત્ન ઓછો થતો હોય, તો એટલા માત્રથી મુંઝાવા જેવું નથી. એક વાર એ દિશા નક્કી થઈ જવી જોઈએ. પછી તમે કહી શકો છો કે ‘જેવા થવા માટેની તમારી દોડ છે, તેવા થવા માટેની અમારી ચાલ છે.’ બધા જ દોડી શકે એવો નિયમ નથી. કોઈ દોડી શકે અને કોઈ ચાલી શકે : કોઈ વધારે પાંગળો હોય તો ક્યારે ચલાય અને ક્યારે પહોંચાય એવી ભાવનામાં પણ રહે : પરંતુ પહોંચવાના સ્થળનો અને માર્ગનો નિર્ણય વિરુદ્ધભાવ વિનાનો બની જવો જોઈએ. પછી સૌ કોઈ કહે કે ‘મારે ૫૨માત્મ-સ્વરૂપ પામવું છે.' એવા આત્માઓને આ બધી વસ્તુઓની જરૂ૨ ખૂંચ્યા વિના રહેતી નથી. ત્યારે તમે વિચારો કે ‘આપણે આસ્તિક છીએ કે નહિ ?' તાત્ત્વિક વર્ણનો થતાં હોય, તે વેળાએ ‘હું આસ્તિક છું’ એવી ‘હા’ પાડવી એ જેટલું સહેલું છે, તેટલું એ ‘હા’ને પૂરવાર કરવી એ કઠિન છે : પણ એ ‘હા’ જો સાચી પૂરવાર થઈ જાય, તો માનવું કે હવે આપણે જે મેળવવા માગીએ છીએ, તે મળવામાં લાંબો કાળ જવાનો નથી. બજારમાં ઘણા અને ધર્મસ્થાનોમાં થોડા-એનું કારણ શું ? આસ્તિક ગણાતી અને પોતાને આસ્તિક માનતી-મનાવતી દુનિયાને પણ ધર્મસ્થાનોનું આકર્ષણ કેટલું અને બજારનું આકર્ષણ કેટલું ? બજારમાં જનારા કમાઈને જ આવે છે, એમ તમે કહી શકશો ? આજનાં કેટલાંક બજારો તો એવાં છે કે ત્યાં ગયેલાઓમાંથી લગભગ ૮૦ ટકા તો રડીને આવે છે, છતાં બજારમાં ગીરદી કેટલી ? બજારમાં જવાનો રસ કેટલો ? જાહેર વાહનોથી કામ ન સર્યું, તો વાહનોને ઘરમાં ઘાલ્યાં. શું કરવા ? બજારોમાં અને બજા૨ને લગતાં કામોમાં દોડધામ થઈ શકે, એ માટે ! જે બજારોમાંથી ૮૦ ટકા લગભગ રોઈને આવે, દશ ટકા લગભગ રૂએ નહિ તો ય મુંઝવણમાં રહ્યા કરે અને માત્ર દશ ટકા લગભગ કમાઈને આવે, આવું પ્રત્યક્ષપણે જોવા છતાં તમે એની ચિંતાથી ટેવાઈ ગયા છો, રસ એવો છે તમને ચિંતા એ ચિંતા લાગતી નથી, બાકી ત્યાં જનારાઓ પોતાની જાતને ઓછા જોખમમાં મૂકતા નથી. અહીં એવું કાંઈ જોખમ છે ? દુઃખ ત્યાં કે અહીં ? ત્યાં ! છતાં ત્યાં કેટલા અને અહીં કેટલા ? ઓછા. બજારમાં જનારાઓ 半半 ૪૮ SBI પૂ.આ. ામચંદ્રસૂરિ સ્મૃતિગ્રંથમાળા - ૨૩૩ Page #58 -------------------------------------------------------------------------- ________________ કરતાં અહીં આવનારાઓ ઓછા જ હોય, કારણ કે - મોંઘી ચીજના ગ્રાહક હંમેશને માટે ઓછા જ હોય છે. બજારમાં જવામાં અને અહીં આવવામાં મોટો ભેદ છે. બજારમાં તો, મા, બાપ અને બાયડી પણ “તમે જાવ' એમ હૈયાથી ઇચ્છે છે, કારણ કે બજારમાં જેનો રાગ વધે છે તેના જ રાગ ઉપર અહીં કાપ પડે છે. અહીં ઘણી મોંઘી ચીજનો વ્યાપાર ચાલે છે. અહીં આવેલાઓમાં પણ અહીં જે ચીજનો વ્યાપાર ચાલે છે, તેની ખરીદી કરવામાં તત્પર કેટલા ? થોડા જ ને ? બજારમાં જતાં દુઃખ થાય છે? અહીં આવેલાને જો પોતાનું પરમાત્મ – સ્વરૂપ પ્રગટાવવાની ભાવના ન જાગે, તો દુઃખ થવું જોઈએ. પરમાત્મ-સ્વરૂપનો અર્થી બનેલો, આજની જેમ બજારોમાં ભટકે ખરો? ગ્રાહકોને છેતરવામાં, એ રસ માણે ?“એક જ ભાવ'નું બોર્ડ મારીને અનેક ભાવો કરવામાં, એ કુશળતા માને ? જેવો આદમી તેવી વાત કરીને એને સીસામાં ઉતારવામાં, એ પોતાની હુંશીયારી માનીને આનંદ અનુભવે ? આત્મા જેવો આત્મા આજે બજારોમાં ભટકે છે, ગ્રાહકોને છેતરવામાં રસ માણે છે, એક જ ભાવનું બોર્ડ મારીને અનેક ભાવો કરવામાં કુશળતા સમજે છે અને જેવો આદમી તેવી વાત કરીને સામાને સીસામાં ઉતારવામાં આનંદ અનુભવે છે, એ કઇ દશા ? આસ્તિકતાનું લક્ષણ છે ? પેઢી ઉપર જતાં આત્મામાં ખટકારો થાય છે ? કેવો? પરમાત્મ-દશાનો સ્વામી બની શકે એવો આત્મા ચાલ્યો ભિખારીવેડા કરવા ! બજારમાં જવું પડે તો ય જતાં દુ:ખ થવું જોઈએ. આપણે કોણ? સ્વરૂપે અનંતજ્ઞાનાદિના સ્વામી, પણ અત્યારે કેવા ? આપણને આપણા સ્વરૂપનો ખ્યાલ તો હોવો જોઈએ ને ? અમને પુસ્તક જોવું પડે છે અને જોઈએ છીએ. પણ એમ થાય છે કે અનંત જ્ઞાનનો સ્વામી અત્યારે એવો છે કે એને જડના આધાર વિના ચાલી શકતું નથી. આત્મામાં જ્ઞાનગુણ કેવો ? અક્ષરોના જેટલા જેટલા સંયોગો સંભવિત છે, તે સર્વ અક્ષરસંયોગોના અર્થને જાણી શકે એવા શ્રુતકેવલી પણ કેવળજ્ઞાની પાસે કેવા? કેવલજ્ઞાન પાસે એમનું જ્ઞાન, સાગર, પાસે બિંદુ સમાન છે. એવું કેવલજ્ઞાન આત્મામાં છે, પણ હાલ અવરાએલું છે. પણ જો આપણા એ શાનગુણનો ખ્યાલ હોય, તો જાણવા માટે પુસ્તકનો આધાર લેવો પડે - એવી દશા ન ખટકે, એ કેમ બને ? અનંત જ્ઞાનના સ્વામીને પુસ્તકનો આધાર શાથી લેવો પડે છે ? એ જડ જેવો બન્યો છે માટે ! આપણે આવા વિચારો మనసిన మనవడిసిపోయయయజేయండి અલ્માની ત્રણ અવસ્મો re Page #59 -------------------------------------------------------------------------- ________________ કરીએ, તો જરૂર લાગે કે હું મારા સ્વાભાવિક સ્વરૂપને પ્રગટાવી શક્યો નથી, માટે જ આ પરાધીનતા છે. તમને આવો શ્રદ્ધાપૂર્વકનો ખ્યાલ આવી જાય, તો તમને બજારમાં જતાં દુઃખ થાય ને ? અનંત સુખનો સ્વામી આત્મા બજારમાં સુખનું સાધન શોધવા જાય અને એનો વિચાર કરતાં પણ એને એ દશા ખટકે નહિ, તો કહેવું પડે કે હજુ આત્મામાં વાસ્તવિક કોટિની આસ્તિકતા પ્રગટી નથી. ઘર કે પેઢીએ જવું પડે તો ય જવું ગમે નહિ? અહીંથી ઘેર જવાનું મન થાય છે કે ઘેર જવું પડશે ? અહીંથી ઘેર જવાનું મન ન હોય, પણ જવું પડે એટલી અવસ્થા આવે. તોય તમે ઘણું પામ્યા એમ કહી શકાય. વ્યાખ્યાતાનું કામ શું ? તમને તમારી અવસ્થાનું ભાન થાય, તમારી સાચી અવસ્થા પ્રગટાવવાની તમને ઇચ્છા થાય અને તમારામાં તમારી વાસ્તવિક દશાને પેદા કરવાનો ઉલ્લાસ જાગે, એવું તમને સંભળાવવું એ વ્યાખ્યાતાનું કામ ખરું કે નહિ ? આપણી સ્વાભાવિક અવસ્થા, એ પરમાત્મ-દશા જ છે. પરમાત્મ-દશા પામેલાને ઘર, કુટુંબ, પૈસો, ગાડી આદિ જોઈએ ? ઘરમાં કુટુંબ પરિવાર આદિના ટોળામાં બેઠેલો આત્મા પણ જ્યાં પરમાત્મ-દશા પામે, એટલે ઘરમાં રહે કે રવાના થાય ? પરમાત્મ-દશા પામેલાને ઘર કે પેઢી આદિ કશાની જરૂર પડતી નથી. આપણને આપણી એ અવસ્થાનો ખ્યાલ હોય તો પેઢીએ જવું ગમે કે નહિ ? અમુક વિના ન ચાલે ને તમુક વિના ન ચાલે, એવી બધી જે આજની વિચારણા છે તે આપણી પરમાત્મ-દશાની સાધક છે કે બાધક છે ? સભા : બાધક. બાધક લાગે તો એ કરવી ગમે ? કરવી પડે એ બને, પણ કરવી ગમે નહિ. ઉપયોગ-દશામાં એ ખટકયા વિના રહે નહિ. તમે અહીં આવો છો કેવી રીતે અને અહીંથી જાવ છો કેવી રીતે ? જતી વેળાએ પગ દોડે છે કે પાછા પડે છે ? તમને અહીંથી ઘર કે પેઢી તરફ જતાં ઉત્સાહ કેટલો ? તમને સુધારવાની ભાવનાથી મારે તમારી ચાલ પણ જોવી પડે છે. તમે ગ્રાહકને કેવી રીતે જૂઓ છો ? ગ્રાહકનાં હૈયાને પારખવા મથો છો કે નહિ ? તેમ મારે પણ તમને આ વસ્તુ આપવી છે, એટલે હું ય અવસરે અવસરે જોઈ લઉં છું. તમે અહીંથી ઘર કે પેઢી તરફ જાવ તોય તમારી ચાલ ઉપરથી એમ જણાઈ આવવું જોઈએ કે આને જવું પડે છે તે જાય છે, બાકી જવામાં આનંદ નથી. પરમાત્માવસ્થાની આત્મામાં સાચી રુચિ પ્રગટી જાય, wwwટટટટટટટી પૂ.આ. રામચંદ્રસૂરિ સ્મૃતિગ્રંથમાળા - ૨૩૩ No Page #60 -------------------------------------------------------------------------- ________________ તો આ દશા આવવી એ બહુ કઠિન કામ નથી પણ અતિ સહેલું કામ છે. આપણી વર્તમાન અવસ્થા પરમાત્મ-દશાની બાધક છે કે સાધક અત્યારે આપણે પરમાત્મ-દશાને પામેલા નથી, એ તો નિશ્ચિત વાત છે : પણ આપણે એ દશા પામવી છે કે નહિ ? એ દશા જેમને પામવી નથી, તેમને માટે આ વાત નથી. પરમાત્મ-દશા પામવાની ભાવનાવાળાઓને માટે અગર તો એ ભાવના પ્રગટે એવી યોગ્યતાવાળાઓને માટે જ આ ઉપદેશ છે. આથી આપણે વિચાર કરવો જોઈએ કે આપણી વર્તમાન અવસ્થા આપણી મૂળભૂત સ્વાભાવિક અવસ્થાની સાધક છે કે બાધક ? કોઈ વસ્તુની અપેક્ષા વિના અનંતો કાળ જીવી શકવાનું સામર્થ્ય ધરાવનારા આપણે, અત્યારે તો જડ જેવા બની ગયાં છીએ – એમ લાગે છે ? એ લાગ્યા વિના આપણે સાધક જીવન જીવી રહ્યા છીએ કે બાધક જીવન જીવી રહ્યા છીએ, એનો વાસ્તવિક નિશ્ચય તમે કરી શકશો નહિ. પરમાત્મ-દશાની બાધક અવસ્થા તે બહિરાત્મ-દશા છે અને પરમાત્મ-દશાની સાધક અવસ્થા તે અંતરાત્મ-અવસ્થા છે. આપણે કેવી અવસ્થામાં છીએ ? અનાદિકાળથી આપણે ચેતન છતાં જડ જેવા, જીવ છતાં અજીવ જેવા અને આત્મા છતાં અનાત્મા જેવી બની ગયા છીએ - આ વિચારમાં સ્થિર બન્યા વિના, વર્તમાનની આપણી અવસ્થા સાધક છે કે બાધક છે ? એના વિચારો જેવા જન્મવા જોઈએ, તેવા જન્મી શકશે નહિ. વિચાર કરો કે આપણી વર્તમાન અવસ્થા કેવી ? આપણે બહિરાત્મ હોઈએ તો અંતરાત્મા બનવું જોઈએ અને અંતરાત્મા હોઈએ તો પરમાત્મા બનવાના આપણા પ્રયત્નમાં અપ્રમત્તભાવ આવે એવો પ્રયત્ન કરવો જોઈએ. તમે કેવા છો ? સભા : થોડા બહિરાત્મા અને થોડા અંતરાત્મા. દેહરે ઉપાશ્રયે અંતરાત્મા અને બીજે બધે બહિરાત્મા. તમારો ધર્મ મંદિર અને ઉપાશ્રય પૂરતો જ ને ? ધર્મને માત્ર મંદિર અને ઉપાશ્રયમાં જ રાખી દેનારા અને હૈયાને ધર્મનો સ્પર્શ નહિ થવા દેનારાઓએ તો, ધર્મસ્થાનોની સામે નહિ જોનારાઓના કરતાં પણ, ધર્મનું વધારે સત્યાનાશ કાઢયું છે. એવાઓનો ધર્મની નિંદામાં ઘણો જ મોટો હિસ્સો છે. જ્યાં સુધી બહારની અવસ્થા ખટકે નહિ, જેટલો સમય મંદિરાદિમાં જાય છે તેટલો જ સારો – બાકી ખરાબ એમ લાગે નહિ અને ધર્મક્રિયા સિવાયની જે કોઈ પણ ક્રિયા થાય તે యయ పోటీటీడి టీడీపీని టీటీడీ చేసిన આત્માની ત્રણ અવમો Page #61 -------------------------------------------------------------------------- ________________ અહિતકર છે એમ લાગે નહિ, ત્યાં સુધી તમે ધર્મક્રિયા કરનારા છો એ રૂપે આગળ ન આવો, તો એ કદાચ વધારે સારું છે. ધર્મક્રિયા કરનાર કોઈ પણ પાપક્રિયાને ન જ કરે એમ નહિ. પણ પાપક્રિયા કરવી એને ગમવી તો ન જ જોઈએ. ધર્મક્રિયા કરનારા પરિચિતને એમ લાગે કે ‘આને પાપની રુચિ નથી' એવી દશા ધર્મક્રિયા કરનારે કેળવવી જ જોઈએ. ગુન્હો કરનાર બેડીથી જકડાએલો હોય છે, ત્યારે જ્યારે જ્યારે એને બેડી યાદ આવે છે ત્યારે ત્યારે ગુન્હો પણ યાદ આવે જ છે. આપણે કર્મની બેડીમાં જકડાએલા છીએ. આત્માના અસંખ્યાતા પ્રદેશો છે અને તેમાં એક પણ પ્રદેશ એવો નથી કે જે અનંતાનંત કર્માણુઓની બેડીઓથી જકડાએલો ન હોય. આ બેડીનો વિચાર કરો, તો પાપ યાદ ન આવે ? પાપ કરતાં કંપારી ન છૂટે ? આપણે આપણા આત્માને આવી રીતે કર્મની બેડીથી જકડાએલો માનીએ, તો એ બેડી મજબૂત બને એવી કોઈ પણ ક્રિયા માટે ઉપયોગ-દશામાં દુઃખ ન થાય, એ બને ? આ પ્રશ્ન વિચારવા જેવો છે. વર્તમાનમાં આપણે કેવા છીએ, તેનો આ રીતે વિચાર કરવો જોઈએ. આપણને લાગવું જોઈએ કે મારું આ વાસ્તવિક સ્વરૂપ નથી. અત્યારે તો હું ચેતન છતાં જડ જેવો, જીવ છતાં અજીવ જેવો અને આત્મા છતાં અનાત્મા જેવો બની ગયો છું. આપણી આ દશાનું આપણને દુઃખ થવું જોઈએ અને આપણું જીવન પરમાત્મ-દશાનું સાધક બને એવો પ્રયત્ન કરવો જોઈએ. આપણું જીવન પરમાત્મ-દશાનું સાધક હોય, તો તે અંતરાત્મ-દશા છે અને આપણું જીવન પરમાત્મ-દશાનું બાધક હોય, તો તે બહિરાત્મ-દશા છે. હિતચિંતા : મંદિરમાં ય આપણે બાધક જીવનથી પર હોઈએ છીએ, એમ કહી શકશો ? મંદિર અને ઉપાશ્રય આદિમાં તો કેવળ પરમાત્મ-સ્વરૂપની સાધક જ અવસ્થા આપણે ભોગવીએ છીએ એવું કહી શકવા જોગી હાલત છે ? પરમાત્મ-સ્વરૂપને પ્રગટ થવામાં બાધક નિવડે એવી કોઈ પણ ક્રિયા મનથી, વચનથી કે કાયાથી નહિ ક૨વાની સાવચેતી અને થઈ જાય તેનો ખટકારો-આવી દશા જ્યાં સુધી પ્રાપ્ત ન થાય, ત્યાં સુધી આપણે આપણા જીવનને જેવું સાધક બનાવવું જોઈએ તેવું સાધક બનાવી શકીએ નહિ. તમારું જીવન એવું બને એ મારી ઇચ્છા છે અને એ માટે જ તમને કદાચ એકદમ ન પણ ગમે તો પણ તમારા હિતની વાત કહેવાય છે. તમે પર 580000000000 પૂ.આ. રામચંદ્રસૂરિ સ્મૃતિગ્રંથમાળા - ૨૩૩ Page #62 -------------------------------------------------------------------------- ________________ વિવેકશીલ બનો, તો તમને લાગે કે જૈન સાધુઓને તમારા હિતની જેટલી ચિંતા છે, તેટલી તમારા હિતની ચિંતા તમારા સગા બાપને પણ નથી. જૈન સાધુઓ તમારા હિતની જેવી ચિંતા કરનારા હોય છે, તેવી ચિંતા કરનારા જો તમારા બાપ હોય તો એથી અમને આનંદ જ થાય, પણ એ બાપ શુદ્ધ દેવને અને શુદ્ધ ગુરુને જ સમર્પિત હોય. ઘરમાં સારી વાતોનો પ્રકાશ કરો: છોકરાના બાપ છોકરાને સમર્પિત છે કે ભગવાનને સમર્પિત છે? ભગવાનને, ગુરુને કેવા સમર્પિત બનવું જોઈએ, એ જાણો છો ? ભગવાનને કે ગુરુને ખમાસમણું દેવું હોય, તો પણ આજ્ઞા માગવાની વિધિ છે. ખમાસમણ દેવામાં આજ્ઞાનું શું કામ ? એના સેવકથી એની આજ્ઞા વિના કાંઈ ન થાય, એ માટે ! જેને એની આજ્ઞાની દરકાર નથી, તેનું ખમાસમણ એ પણ એક પ્રકારના કાયકષ્ટ જેવું છે. દેવ-ગુરુને સમર્પિત બાપ તો અવસરે દીકરાને કહી દે કે - “બાપ તારો પણ સેવક એનો ! રાતના બાર વાગે તું દૂધ પીએ એથી મને જો આનંદ થાય, તો હું તારો સાચો બાપ નહિ અને એનો સાચો સેવક પણ નહિ.' બચ્યું જ્યારે નાનું હોય છે, ત્યારે એનું ગળું શોષાઈ ન જાય, એ ભૂખે ટળવળે નહિ, એ માટે ધવડાવવું પડે અગર દૂધ પાવું પડે તો ય સમજુ માતાને એમ થાય છે કે – આને પણ આવા ખોટા સંસ્કારો ન પડે તો સારું ! એ માટે એ દિવસે વધારે આપીને અને રાતના થોડું આપીને ટેવ પાડતી જાય છે અને રફતે રફતે બચ્ચાને રાતના આપવાની જરૂર ન રહે એવી સ્થિતિ ઉભી કરી દે છે. તમે તો ૨૫ વર્ષનો છોકરો પણ રાતના દૂધ પીતો હોય, તો ઝટ બચાવ કરો કે “એને તો જોઈએ. એને કામ કેટલું ? એ દૂધ ન પીએ એ ન ચાલે.” ૨૫ વર્ષની ઉંમરનો સાજો-તાજો દીકરો રાતના દૂધ પીએ, એ જે બાપને ખટકે નહિ અને એનો આવો બચાવ કરવાનું સૂઝે, એવા બાપને તો સમજુ દીકરાએ કહી દેવું જોઈએ કે બાપા! બાપા બનો! બાપા બનીને શા સારૂ વેરી થાવ છો?' અહીં સાંભળવા આવેલાઓમાં બાપ પણ છે અને દીકરા પણ છે તેમજ પતિ પણ છે અને પત્ની પણ છે. એમાંથી બાપ કે દીકરો અગર પતિ કે પત્ની જાગી જાય, તો ઘરમાં આવી વાતોનો પ્રકાશ થવા માંડે ! ઘરમાં પ્રકાશ કરશો આજે ? અમુક ક્રિયાઓ કરે એટલા માત્રથી અંતરાત્મા છે એમ ન કહેવાય? તમારું જીવન તમારા પરમાત્મ-સ્વરૂપના પ્રગટીકરણમાં બાધક છે કે સાધક છે? మనుమడింప నయనం వండి వడిసి ముసి ముసి ముసి నవయు ( ૫૩. Page #63 -------------------------------------------------------------------------- ________________ બાધક હોય તો તમે બહિરાત્મા છો અને સાધક હોય તો તમે અંતરાત્મા છો. તમે બહિરાત્મા હો છતાં અંતરાત્મા તરીકે તમને ઓળખતા હો, તો તમારો એ ભ્રમ ભાગી જાય અને સાચું અંતરાત્મપણું આવે, એ માટે એકની એક વાત પણ વારંવાર ફેરવીફેરવીને કહેવાય છે. તમે પોતાને અંતરાત્મા અને બીજાને બહિરાત્મા માનતાં પહેલાં વિચાર તો કરો કે - “ખરેખર, હું અંતરાત્મા છું? હું જો અંતરાત્મા હોઉં, તો મને મારા આત્માની ચિંતા છે? મારા આત્માને પરમાત્મ-સ્વરૂપે પ્રાપ્ત થાય એવી જ કરણીઓ મને ગમે છે અને એ સિવાયની સર્વ કરણીઓ મને ખટકે છે ? પોતાને અંતરાત્મા માનનારાઓમાં કેટલાક એવા પણ છે, કે જેમને એમ પૂછીએ કે “તમે અંતરાત્મા શાથી ?' તો કહે કે - “હું મંદિરમાં જાઉં છું, ઉપાશ્રયમાં જાઉં છું, અમુક અમુક ક્રિયાઓ કરું છું માટે !” અને તેમ છતાં એ અંતરાત્મા ન હોય ! એવાને પૂછીએ કે “દેહરે, ઉપાશ્રયે તો જાવ છો અને અમુક અમુક ક્રિયાઓ તો કરો છો, પણ જેને તમે અભુઢિઓ ખામો છો, તેને તમે તેની ગેરહાજરીમાં ઘસાતું બોલી શકો છો કે નહિ? માત્ર ઘસાતું જ નહિ, પણ એમને આખાને આખા ઘસી નાખવા જેવું બોલો છો કે નહિ?' આમાં જો એ મક્કમતાથી ના ન પાડી શકે તો શું માનવું? અંતરાત્મા અભુઢિઓ ખાય ખરો અને પાછળ ઘસાતું બોલેય ખરો, એવો હોય ? કોઈ નવા સાધુનાં દર્શન થાય તો ઔચિત્ય આદિની ખાતર શ્રાવક, ફેટાવંદન આદિ કરે, પણ પછી એ બનતી ખાત્રી કરે કે - આ સાધુ છે ને! અને તેવી ખાત્રી થઈ જાય પછી વિધિપૂર્વકનું વંદન કરે. આવી રીતે વંદન કરનારો એમનું પાછળ જરા પણ ઘસાતું બોલે એ કેમ જ બને ? એક માણસ દેરાસરમાં પૂજા કે ગુરુને વંદન આદિ કરે છે, એટલા માત્રથી એ અંતરાત્મા જ છે એવું કાંઈ નથી. અંતરાત્મ- દશાને અનુરૂપ એવી પણ ક્રિયાઓને બહિરાત્માઓ તો ન જ આચરે એવો નિયમ નથી. જે હાથે તમે ભગવાનને તિલક કરો છો, તે હાથ ભગવાનની આજ્ઞાથી વિપરીત એવી કોઈ પણ ક્રિયામાં કોલ આપવા તૈયાર ન થાય, એવી તમને ખાત્રી છે ? કદાચ એવી ખાત્રી ન હોય, પણ એવો વિચાર આવે ખરો કે – આ હાથ ભગવાનને અડાડવાને લાયક નથી, છતાં એ લાયકાત આવે એ માટે જ અડાડું છું ? એમ થવું જોઈએ કે આ માથું પ્રેમથી કોને નમે ? પરમાત્માને અને પરમાત્માની આજ્ઞાને ધરનારાઓને ! બીજે નમાવવું પડે તો હૈયે ચીરો પડે. આવી દશા હોય, તો તે અંતરાત્મ-અવસ્થા છે. તમારો દશેરો એવા કાબુમાં છે ? તમને પ્રભુને અને પ્રભુની આજ્ઞાને ધરનારાઓ પાસે જ પૂ.આ. રામચંદ્રસૂરિ સ્મૃતિગ્રંથમાળો - ૨૩૩ Page #64 -------------------------------------------------------------------------- ________________ માથું ઝુકાવતાં આનંદ, બીજે માથું ઝુકાવવાની તૈયારી નહિ અને કદાચ ન છૂટકે ઝુકાવવું પડ્યું તો હૈયામાં એની બળતરા, આવી દશા છે ? સાચી અંતરાત્મ-દશા આવ્યા વિના આવી દશા આવે એ સંભવિત નથી, માટે વિચારજો કે તમે અંતરાત્મા છો કે બહિરાત્મા ? હું ભવ્ય કે અભવ્ય' તે જાણવાનો ઉપાય: આત્માને જેવી રીતે માનવો જોઈએ તેવી રીતે જે કોઈ માનતો હોય, તેને પોતાના આત્માને પરમાત્મા બનાવવાની ઇચ્છા ન થાય એ સંભવિત નથી. જીવ બે પ્રકારના છે, એમ સાંભળતાં જીવને માનનારને એ બે પ્રકારોને જાણવાની ઇચ્છા થાય. જ્ઞાની કહે કે - ભવ્ય અને અભિવ્ય, એટલે એ પૂછે કે “ભવ્ય કોને કહેવાય અને અભવ્ય કોને કહેવાય ?'જ્ઞાની કહે કે “મુક્તિગમનની યોગ્યતાવાળા જે જીવો તે ભવ્ય અને બીજા અભવ્ય.” આ સાંભળતાની સાથે જ એને એમ થાય કે “ત્યારે હું કેવો ? ભવ્ય કે અભવ્ય ?” જ્ઞાની કહે કે “જેના હૈયામાં આવો પ્રશ્ન ઉઠે તે ભવ્ય જ હોય.” ભવ્યતા એ અનાદિકાલીન ચીજ છે. જેનામાં ભવ્યતા હોય, તેને ભવ્યતાનો પરિપાક થયેથી પોતાના સ્વભાવિક સ્વરૂપનું વર્ણન સાંભળતાં આનંદ થાય અને એ સ્વરૂપને પ્રાપ્ત કરવાની એ સ્વરૂપને પ્રગટાવવાની ઇચ્છા જન્મે, અનંતજ્ઞાનીઓની આજ્ઞા મુજબ આત્માને માનનારમાં મુક્તિને પામવાની ઇચ્છા હોવી જ જોઈએ અને તે ન હોય તો માનવું જોઈએ કે હજુ આત્માને અનંતજ્ઞાનીઓની આજ્ઞા મુજબ માનતો નથી. એવી રીતે આત્માને જે માને તેને પરમાત્મ-સ્વરૂપની બાધક અવસ્થા ખટકે અને સાધક અવસ્થા ગમે. એવા આત્મામાં આત્માની શુદ્ધાવસ્થાનું વર્ણન સાંભળતાં પણ આનંદની લહરીઓ ઉઠે. જ્યાં સુધી બાધક અવસ્થા ખટકે નહિ, ત્યાં સુધી સ્વાભાવિક સ્વરૂપ પ્રગટે નહિ. બાધક અવસ્થાના યોગે જ આત્માનું સ્વાભાવિક સ્વરૂપ અનંતકાળથી આવરાએલું છે, એટલે આત્માના મૂળભૂત સ્વાભાવિક સ્વરૂપના અર્થી આત્માને તેની બાધક અવસ્થા તો ખૂબ ખૂબ ખટકે. બીનસાવચેતી આવી જતી હોય, એટલે એને ડુંટીમાંથી પ્રશ્ન ઉઠે કે “હું કોણ હોઈશ? મારી આ દશા કેમ ?” આવા આત્માને બાધક અવસ્થા શૂળની જેમ ખટકે અને પાપ કરતો હોય તો ય પાપ કરે ને ખંજર વાગવાની જેમ એ વેદના અનુભવે, તો એમાં નવાઈ પામવા જેવું કાંઈ ఆపో వడివడిపోతడితడి జీజీజీ డివిడివిడివడి ఉడి આત્માની ત્રણ અવસ્થાઓ પપ Page #65 -------------------------------------------------------------------------- ________________ છે જ નહિ. પરમાત્મ-સ્વરૂપના પ્રગટીકરણને માટેની જ્ઞાનિઓએ વિહિત કરેલી ક્રિયાઓ જેવી રીતે કરવી જોઈએ તેવી રીતે ન થતી હોય અને પાપ ક્રિયાઓ થયે જતી હોય, તો એને એમ થાય કે – “ન માલમ, હજુ કેટલો સંસાર બાકી છે !' આવું આવું જેને થાય, તે અંતરાત્મા છે. અંતરાત્મ-દશાને પામેલો આત્મા સંસારની ક્રિયા ન જ કરે એમ નહિ, પણ એ કરતાં એનો હાથ ને હૈયું કંપે. પૈસા યોગ્ય માર્ગે દેતાં એનો હાથ ને એનું હૈયું જોર કરે અને પૈસા લેવાની વખતે એને ખટકારો થાય. એને એમ થાય કે ક્યારે આ દશાથી હું મૂકાઉં !' મળેલાનો સદુપયોગ કરી લો. તમારો હાથ પૈસા લેતાં ધ્રૂજે કે દેતાં ધૃજે ? મંદિરમાં પણ ગજવામાંથી હાથ પાછો કાઢતાં વાર કેમ લાગે છે ? ત્યાં પણ પૈસાને બદલે અડધો (આઠ આની) ના આવી જાય, એની ચિંતા ! મંદિરમાં મૂકવા માટે પૈસો વીણવાનું મન થાય, ત્યારે એમ થવું જોઈએ કે “મૂર્ખ ! આવી જગાએ મૂકવા માટે સોનૈયો કાઢવાનું મન થવું જોઈએ, એને બદલે તને પૈસો શોધવાનું મન થાય છે, તે તારું ભાગ્યે જ તાંબા જેવું છે !” મંદિર તાંબીયાને લાયક અને ગજવું સોનૈયાને લાયક એમ ? એવામાં ભૂલેચૂકે સોનૈયો આવી ગયો ને મૂકાઈ ગયો તો ? ત્યાં ને ત્યાં નિશ્ચય કરે કે - “હવે બહુ જ સાવધ રહું ! આજ તો ભૂલ થઈ ગઈ તે થઈ ગઈ, પણ હવે બરાબર જોઈને મૂકું. જો કે અત્યારે તો પૈસાને બદલે સોનૈયો મૂકાઈ જાય, એવું પ્રાયઃ છે જ નહિ; કારણ કે સોનું ઘણું ખેંચાઈ ગયું છે અને જે કાંઈ બાકી છે તે પણ રહેશે કે કેમ, એ એક મોટો સવાલ છે. આજે વિલાયતમાં કપડાં ઉપર પણ જ્યાં મર્યાદા મૂકાઈ ચૂકી છે, ત્યાં તમે સોને મઢયા ફરી શકશો કેમ ? ત્યારે એવી કોઈ રીતે સોનું જાય, એને બદલે એનો સદુપયોગ કરી લો ને ? અહીં સોનું ભેગું કરવું છે ? સભા અહીંધી નહિ લઇ જાય? એ માટે તમારે મુંઝાવા જેવું નથી. આવડે તો સોનાનો પત્થર બનાવી શકાય એવી કારીગરીવાળા પત્થરો આદિ તૈયાર કરાવી શકાય કે ટોપાવાળાઓને પણ એને જોતાં, લેવાનું મન થવાને બદલે ટોપો ઉતારવાનું મન થાય.તમે મૂર્છા ઉતારીને અહીં આપવા માંડો તો એવા અનેક માર્ગો છે કે જેમાં વપરાએલાને કોઈ લઈ જઈ શકે નહિ અને અનેક આત્માઓના વિસ્તારમાં તમારી ઉદારતા કારણભૂત બન્યા વિના રહે નહિ. પણ આ બને ક્યારે ? પોતાની બહિરાત્મ-દશા ભાલાની જેમ ભોંકાય ત્યારે ! జయ విజిటివీడు ఉధీడియయజేయబేజీబీటీటి પૂ.આ. રામચંદ્રસૂરિ સ્મૃતિગ્રંથમાળા - ૨૩૩ પ૬ Page #66 -------------------------------------------------------------------------- ________________ તમે મોતી છો કે કલચર ? આ કાળમાં લક્ષ્મીનો લોભ હોય કે લક્ષ્મીની મૂચ્છ ઉતારવાની હોય ? આજે એવા પણ માણસો છે, કે જે કહે છે કે કમાઈએ તેમાંથી બાર આનાથી વધારે ભાગ તો સરકાર લઈ લે છે, આ ટેક્ષ ને તે ટેક્ષ. હવે તો આટલું પણ રહેશે કે નહિ એની ચિંતા છે. હું પૂછું છું કે આવું જાણવા, બોલવા અને અનુભવવા છતાં પણ લક્ષ્મી ઉપરની તમારી મમતા હઠતી નથી, એનું કારણ શું? આવા અવસરે ય પાપ કરીને મેળવેલી લક્ષ્મીનો સદુપયોગ કરવાની ભાવના ન જાગે, તો એ ડહાપણ છે કે મુખઈ છે ? આજે પણ એક આંકડે દશ લાખ આપી શકે તેવા જૈન જીવે છે, પણ જ્યાં એ પાણી ન હોય ત્યાં થાય શું ? મોતી પાણી વિનાનું હોય ? અને પાણી વિનાનું મોતી કલચર કહેવાય ને ? તમે કલચર છો કે મોતી, એ હું જોઈ રહ્યો છું. હું ઇચ્છું છું કે – મારે તમને કલચર ઝવેરીઓ માનવા ન પડે. ઝવેરીઓ પથરા પરખે છે અને હું માણસને પરખવાનો પ્રયત્ન કરું છું. વિચાર કરો કે આવા ભયંકર કાળમાં લક્ષ્મીનો સદુપયોગ કરવાને બદલે, જીવવા આદિમાં વાંધો આવે તેમ ન હોય તે છતાં, લક્ષ્મી મેળવવાની મહેનત કયો શાણો કરે ? જે મળ્યું છે તેનો સારે ઠેકાણે ઉપયોગ કરી દેવાનું સુઝે અને મોક્ષને માટે વધારે ને વધારે પ્રયત્નશીલ બનવાનું મન થાય તો માનું કે બહિરાત્મદશા ટળી અને અંતરાત્મદશા પ્રગટી. તમે કોનું કહ્યું માનો છો? અત્યારે કે જ્યારે શું રહેશે અને શું જશે, કેમ રહેશે ને કેમ જશે, એવી ચિંતામાં લોકો પડ્યા હોય, ત્યારે આ વાત કહેવી તો જોઈએ ને? હું તો તમને અવસરજોગ ચેતવણી આપું. કહું કે રાખવાની મુંઝવણ છોડો અને આપત્તિ આવે તે પહેલાં સદુપયોગ કરી લઈને નિરાળા બની જાઓ ! પણ તમે બધા એમ માનો એવા થોડા જ છો ? ડાહ્યું છોકરું પોતાની માની શિખામણ માને અને મૂર્ખ છોકરું પારકી માની શિખામણીએ ચઢે. તમે કોને માનો ? મને નહિ માનનારાને પણ સરકારનો હાથ ફરે છે તો માનવું પડે છે ને ? ત્યાંથી તેડું આવે કે “ચલાવ, ચોપડા લાવ!” તો લઈ જવા પડે ને ? એ જેટલા માગે તેટલા ભરવા પડે ને ? લાખો રૂપીઆનો દંડ કરે, તો એ ય ભરવો પડે છે ને ? અને અહીં કોઈ ટીપ આવી હોય તો ? એ વખતે તમે કહો કે “શક્તિ નથી, કમાણી નથી અને હું ચોપડા માંગું તો અહીં ન આપો, પણ પેલા માગે તો ત્યાં આપ્યા વિના ચાલે નહિ. ત્યાં ચોપડા ગયા હોય ને લખવા జయ జయ జయ జయ యయయ యయయ యయయణి આત્માની ત્રણે અવસ્યાઓ પ૭ Page #67 -------------------------------------------------------------------------- ________________ માટે એક ચોપડો જોઈતો હોય તો અરજી કરવી પડે. ત્યાં બતાવો અને અહીં કેમ નહિ ? પણ તમારી તો કહેવત છે ને કે “પારકી મા કાન વીંધે'. તમારે માટે પારકી મા કોણ અને પોતાની મા કોણ ? મૂર્ખને પારકી મા ગમે અને ડાહ્યાને પોતાની મા ગમે. સમ્યગ્દષ્ટિ આત્મા તો ગુરુની પાસે માત્ર ચોપડો જ ખૂલ્લો મૂકે એમ નહિ, પણ આખું ને આખું હૈયું ખૂલ્લું મૂકી દે. તમે કોઈ દિ' ગુરુને તમારું હૈયું બતાવ્યું છે? તમારી પાસે ખાનગી શું શું છે, તે કહ્યું છે ? પેલાને ય તમે બને તો રમાડવા મથો. પણ તમારું ઘણું ખરું તો એ જાણે ને ? ત્યાં તો એવા ય માણસો મળી રહે કે જે તમારામાં ફસાય. એવા માણસો શાથી થયા ? ગૂગાર હોવા છતાં પણ બીનગુન્હેગાર તરીકે જીવવા ઇચ્છનારાઓ જ પોલીસને મોટે ભાગે બગાડનારા છે. લક્ષ્મી આદિના લોભથી તમે શું શું કરતા નથી ? બહિરાત્મપણું જેને ખટક્યું હોય, તેનો આ ધંધો હોય ? તમે અંતરાત્મા બનો એ જ મારી ઇચ્છા : આપણા હૈયાની, આપણા જીવનની બદબો સાફ થાય અને આપણે નિર્મલ જીવન જીવનારા બની શકીએ, એ હેતુથી જ તમને તમારી વર્તમાન દશાનો ખ્યાલ આપવાનો પ્રયત્ન ચાલુ છે. જેના જીવનમાંથી બદબો નીકળી જાય, તેને સ્વર્ગ ઇચ્છવું ન પડે. એને તો એમ થાય કે “મોક્ષ મારી રાહ જૂએ છે અને તે દરમ્યાનમાં પણ મને મુંઝવણ થાય એવું હવે બનવાનું નથી.” વ્યવહારની મલિનતામાં આજે આનંદ આવે છે, પણ તે તમારી બહિરાત્મ-દશાને જ પ્રગટ કરે છે. આત્માના સ્વાભાવિક સ્વરૂપને પ્રગટ કરવાની આત્મા ઉપરના મલને ધોવાની જે ક્રિયા, તે અંતરાત્મ-અવસ્થાને જ આભારી છે. શ્રી જિનાજ્ઞાથી વિપરીત એવા જેટલા વ્યવહારો, તે મલિન વ્યવહારો છે અને એ ન ખટકે તો માનવું કે હજુ હું બહિરાત્મા છું. તમે બહિરાત્મા છો કે અંતરાત્મા ? તમે બહિરાત્મ હો તો અંતરાત્મા બનો. અંતરાત્મા બનીને તમે લોકાગ્રે ઝટ પહોંચો, એ મારી ઇચ્છા છે. શાસ્ત્રને આઘાં મૂકી પૂજાવાને બદલે શાસ્ત્રને વળગી તમારા પગ નીચે છુંદાઈને મરવું બહેતર છે ? બહિરાત્મ-દશા, એ ભયંકર ખાડો છે. એ ખાડામાં પડેલાઓને દુઃખમય અવસ્થાઓમાં ભટકવું પડે છે. એ ભૂંડા ખાડામાંથી જો તમે તેમાં હો તો નીકળી ఆపో ૫૮ వడివడివడిన డిజిడివడి వడివడి ఉదయం నుండి પૂ.આ. રામચંદ્રસૂરિ સ્મૃતિગ્રંથમાળા - ૨૩૩ Page #68 -------------------------------------------------------------------------- ________________ જાવ, એ મારી ઇચ્છા છે; પણ એ ખાડો ભૂંડો લાગવાને બદલે સ્વર્ગ જેવો લાગે ત્યાં શું થાય ? જેઓ એવા ન હોય, તે મહા ભાગ્યવાન છે. બહિરાત્મ-દશામાંથી નીકળેલા અને અંતરાત્મ-દશામાં રમતા પુણ્યાત્માઓ, સદાને માટે અનુમોદનીય આદિ છે. જે કોઈ એવા ન હોય તે એવા બને એ ઇચ્છાથી જ કેટલાકોને કડક લાગે એવી પણ વાતો કહેવી પડે છે. બહિરાત્મ-દશાનો જ એ પ્રતાપ છે કે પુણ્ય પર જેટલો વિશ્વાસ નથી, તેટલો વિશ્વાસ પોલીસી ઉપર છે. એવાઓની એ માન્યતા છે કે “સંસારમાં તે જ સુખે જીવી શકે કે જે પૉલીસીવાળો હોય.” પોલીસીમાં જે આબાદી જૂએ છે, તે પુણ્યને માનનારા છે ? અને પુણ્યને માનનારા હોય તો પણ કેવા ? પૉલીસી એટલે શું ? જેને જાળમાં ફસાવવો હોય, જેની પાસેથી સ્વાર્થ સાધવો હોય, જેના વિશ્વાસઘાતી બનવું હોય તેને વિશ્વાસુ બનાવીને સીસામાં ઉતારવાની આવડત કે બીજું કાંઈ ? પૉલીસી ઉપર તો કેટલાકને એટલો બધો વિશ્વાસ છે કે તેઓ આજે અમારી પાસે પણ પોલીસી રમતા બની ગયા છે. પહેલાં કોઈને સામાયિક કરતો, ક્રિયાકાંડ કરતો જોઈને અમને એની પ્રશંસા કરવાનું મન થઈ જતું પણ જ્યારે એવો કોઈ અવસર આવે અને અમારી સાથેની વાતમાં પોલીસી ભાળીએ ત્યારે શું થાય ? અમને વેચાણ લઈને શાસ્ત્રને કબાટમાં મૂકી દેવાનું કહેવામાં આવે, અમે શાસ્ત્રની વાત કરતા હોઈએ તો ય કહે કે “જરા કાળજી રાખીને બોલો. અત્યારે શાસ્ત્રની વાત કરો તે ન ચાલે. શાસ્ત્રની વાત ઠીક છે, પણ અત્યારનો જમાનો જૂઓ અને અમે જે રીતે જીવી રહ્યા છીએ તે રીતે જીવવું એ જ ઠીક છે એવું પૂરવાર કરી આપો તો અમે તમને દેવની જેમ પૂજવા તૈયાર છીએ.” આવા વખતે અમને એમ જ થાય કે તમે કહો છો તેવી રીતે વર્તીને દેવની જેમ પૂજવાને બદલે શાસ્ત્રાનુસાર બોલતાં અને તે મુજબ વર્તતાં અમારે કદાચ તમારા જેવાઓના પગ નીચે છુંદાઈને મરવું પડે તોય તે બહેતર છે ! સામાયિક, પ્રતિકમણાદિ કરનારાઓમાં બધા એવા નથી હોતા, પણ એવાં ઉત્તમ અનુષ્ઠાનોને આચરનારાઓ પૈકીનાને પણ એવું બોલતા સાંભળીને અમે વિચાર કર્યો કે અનુષ્ઠાનો કરતો હોય એટલા માત્રથી એની પ્રશંસા નહિ કરતાં, જરા ચકાસી જોવો ! జయదేవం తంబీబీజీటతీయండింటితడిసి ఉండి આત્માની ત્રણ અવસ્થાઓ ૫૯ Page #69 -------------------------------------------------------------------------- ________________ અમે એવા અનેકોને જોયા છે, કે જે ધર્મક્રિયામાં પણ અમારી સાથે પોલીસી રમતા હોય અને અમને રમાડવાને મથતા હોય. તમે એવી સ્થિતિમાં મૂકાવ, તો એવાને માટે શું બોલો ? પણ ભાનભૂલો બનીને હું કોઈને ય માટે એલફેલ બોલ્યો ય નથી અને બોલું પણ નહિ ? કારણ કે અમને તો એ બીચારાઓની દયા આવે છે. પુણ્યને છોડી પૉલીસીમાં માનનારા બનેલાઓ બહિરાત્મા છે, પછી ભલેને એ દેવ-ગુરુની પાસે માથું ઝુકાવતા હોય ! તમારામાં બહિરાત્મ- દશા હોય તો તે નીકળી જાય એ જ અમારો ઇરાદો છે, કારણ કે એ દશા અમને આંખમાં કણાની જેમ ખટકે છે. અહીં બેસીને તમારી પોલીસીની પ્રશંસા કરવાનું મન થાય, તો હું વ્યાખ્યાન બંધ કરવાનું જ પસંદ કરું. આથી જ તમારા સાચા હિતની કામનાથી કહું છું કે બહિરાત્મ-દશા હોય તો તે કાઢો, અંતરાત્મ દશામાં ખૂબ ખૂબ રમતા બની અને જેમ બને તેમ જલ્દી પરમાત્મ-સ્વરૂપને પામી શકાય એવા પ્રયત્નમાં લાગી જાઓ. મિથ્યાત્વ ને સખ્યત્ત્વનાં છ છ સ્થાન મિથ્યાત્વનાં અને સભ્યત્વનાં છ સ્થાન : આત્માના સ્વરૂપનો ખ્યાલ આવે અને આત્માની ઉન્નતિ કેમ સધાય એનું માર્ગદર્શન મળે, એ માટે અનંત ઉપકારી મહાપુરુષોએ મિથ્યાત્વનાં અને સમ્યક્તનાં જે છ છ સ્થાનો ફરમાવ્યાં છે, તે કુલ બાર સ્થાનો જાણી લેવા સાથે તે બાર સ્થાનોનું સ્વરૂપ પણ જાણી લેવું જોઈએ, મિથ્યાત્વનાં સ્થાનો પણ છ છે અને સમ્યક્તનાં સ્થાનો પણ છ છે. મિથ્યાત્વનાં છ સ્થાનોમાં પહેલું સ્થાન આત્મા નથી, એમ માનવું.” એ છે. બીજું સ્થાન “આત્મા છે, પણ વસ્તુ રૂપે આત્મા સદાસ્થાયી એટલે નિત્ય નથી એમ માનવું એ છે. ત્રીજું સ્થાન “આત્મા શુભાશુભનો એટલે પુણ્ય પાપનો કર્તા નથી, એમ માનવું” એ છે. ચોથું સ્થાન આત્મા પોતપોતાના કરેલા શુભાશુભ કર્મના ફળનો ભોક્તા નથી, એમ માનવું' జియంను చేయలేదని వంటింటి પૂ.આ. રામચંદ્રસૂરિ સ્મૃતિગ્રંથમાળા - ૨૩૩ go Page #70 -------------------------------------------------------------------------- ________________ એ છે. પાંચમું સ્થાન ‘આત્માનો મોક્ષ નથી, એમ માનવું' એ છે અને છઠ્ઠું સ્થાન ‘આત્માના મોક્ષનો ઉપાય નથી એમ માનવું' એ છે. આ છ સ્થાનો મિથ્યાત્વનાં છે. ‘આ છ સ્થાનો છે એમ સ્વીકારવું.' એ સમ્યક્ત્વનાં છ સ્થાનો છે. એટલે કે, ‘આત્મા છે એમ માનવું.' એ સમ્યક્ત્વનું પહેલું સ્થાન. ‘વસ્તુરૂપે આત્મા સદા સ્થાયી એટલે નિત્ય છે એમ માનવું.’ – એ સમ્યક્ત્વનું બીજું સ્થાન. ‘આત્મા શુભાશુભનોપુણ્યપાપનો કર્તા છે એમ માનવું' એ સમ્યક્ત્વનું ત્રીજું સ્થાન. ‘આત્મા પોતપોતાના કરેલા શુભાશુભ કર્મના ફળનો ભોક્તા છે એમ માનવું.' એ સમ્યક્ત્વનું ચોથું સ્થાન. આત્મા અત્યારે બદ્ધ છે પણ એનો મોક્ષ છે એમ માનવું.' એ સમ્યક્ત્વનું પાંચમું સ્થાન અને ‘મોક્ષને પામવા ઇચ્છનારો આત્મા પોતાનો મોક્ષ સાધી શકે એવો ઉપાય આ જગતમાં વિદ્યમાન છે એમ માનવું' એ સમ્યક્ત્વનું છઠ્ઠું સ્થાન છે. આત્મા છે અને તે નિત્ય છે : આપણે તો સમ્યક્ત્વને પામેલા છીએ અથવા સમ્યક્ત્વ ન હોય, તો સમ્યક્ત્વને પામવાના રસિયા છીએ, એ વાત તો સાચી ને ? એટલે ‘આત્મા છે.’ એ વાતમાં તો આપણને શંકા છે જ નહિ ને ? આપણે પોતે આત્મા છીએ, એમ જ તમે બધા માનો છો ને ? જેમ આપણે પોતે આત્મા તરીકે આ જગતમાં વિદ્યમાન છીએ, તેમ અનંતાનંત આત્માઓ આ જગતમાં વિદ્યમાન છે ને ? જગતમાં વિદ્યમાન અનંતાનંત આત્માઓમાંના આપણે એક આત્મા છીએ, તે તમે જાણો છો ને ? આત્મા એવા આપણે, ક્યારે ય નહોતા, એમ પણ બન્યું નહોતું અને ક્યારે ય નહિ હોઈએ, એમ પણ નહિ બને. આપણે હતા પણ ખરા, છીએ પણ ખરા અને રહેવાના છીએ પણ ખરા. આત્મા તરીકે આપણું અસ્તિત્વ અને પ્રત્યેક આત્માનું અસ્તિત્વ અનાદિકાળથી છે. અનંતાનંત કાળ ગયો, તો ય આત્માનું અસ્તિત્વ મટી ગયું નથી અને અનંતાનંત કાળ જશે, તો પણ આત્માનું અસ્તિત્વ તો બન્યું જ રહેવાનું છે. આ રીતે આત્મા નિત્ય છે, એવું નક્કી થઈ જાય છે. નિત્ય એવા પણ આત્માના પર્યાયોમાં પરિવર્તન આવ્યા કરે છે, પણ પર્યાયોમાં જે પરિવર્તન આવે છે, એ આત્માનાં જ પર્યાયમાં પરિવર્તન આવે છે, એટલે આત્મા નિત્ય છે, એવું પૂરવાર થઈ જાય છે. પર્યાય રૂપે આત્માને અનિત્ય માનીએ, તેથી વાસ્તવિક રીતે તો આત્માનું નહિ, પણ પર્યાયનું જ અનિત્યત્વ મનાય છે. આત્મા નિત્ય હોવા છતાં પણ, પર્યાય આત્માનો જ હોઈને અને આત્મા 630300050 આત્માની ત્રણ અવસ્થાઓ 565656 ક Page #71 -------------------------------------------------------------------------- ________________ સદા કાયમ રહેતો હોઈને નિત્યાનિત્ય ભલે કહેવાય, પણ વસ્તુ રૂપે આત્માનું અસ્તિત્વ તો નિત્ય જ છે, સદાસ્થાયી છે. એટલે આપણે પોતે જેમ આત્મા છીએ, એમ માનીએ છીએ, તેમ આપણે પોતે આત્મા તરીકે નિત્ય છીએ, એમ પણ માનીએ છીએ. આ રીતે જગતના સઘળા જ આત્માઓ એટલે અનંતાનંત આત્માઓ પણ નિત્ય છે. જગતમાં એક પણ આત્મા એવો નથી કે, જેને તેના અસ્તિત્વની અપેક્ષાએ અનિત્ય કહી શકાય. આત્મા જ કર્તા અને આત્મા જ ભોક્તા : આત્મા નિત્ય છે, એ જ રીતે પ્રત્યેક આત્મા જ્યાં સુધી સંસારમાં છે, ત્યાં સુધી પોતે જ પોતાનાં પુણ્ય-પાપનો કર્તા છે. આપણા પુણ્ય-પાપના કર્તા આપણે જ છીએ અને તે કર્તા પણ આપણે અનાદિકાળથી છીએ. ભૂતકાળમાં આપણે આપણા પુણ્ય-પાપના કર્તા હતા. વર્તમાનમાં આપણે આપણાં પુણ્ય-પાપના કર્તા છીએ અને ભવિષ્યમાં પણ આપણે જ્યાં સુધી કર્મસહિત હોઈશું, ત્યાં સુધી પ્રાયઃ આપણે આપણા પુણ્ય-પાપના કર્તા રહેવાના જ છીએ. આમ જગતમાં એક માત્ર સિદ્ધિગતિને પામેલા આત્માઓ સિવાયના સર્વ આત્માઓ, પોતપોતાનાં શુભાશુભ કર્મોના કર્તા છે. સિદ્ધિગતિને પામેલા આત્માઓ જેમ શુભાશુભ કર્મના કર્તા નથી, તેમ શુભાશુભ કર્મના ફળના ભોક્તા પણ નથી. કર્મનું ફળ તો કર્મ જે કરે, તેને જ ભોગવવાનું હોય ને ? સિદ્ધાત્માઓને કર્મ છે નહિ અને એ આત્માઓ કર્મ કરતા પણ નથી, એટલે એ આત્માઓને માટે કર્મના ફળના ભોક્તાપણાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. એ સિવાયના જે આત્માઓ આ જગતમાં છે, તે બધા જ, જેમ પોતપોતાનાં શુભાશુભ કર્મના કર્તા છે, તેમ પોતપોતાનાં શુભાશુભ કર્મના ફળના ભોક્તા પણ છે. અહીં એક વાત ધ્યાનમાં રાખી લેવાની છે. તે વાત એ છે કે, સંસારમાં રહેલા જીવને છેલ્લે છેલ્લે એવો પણ કાળ આવી લાગે છે કે, જે કાળે એ જીવ કર્મનો કર્તા હોતો નથી, પણ કર્મના ફળનો ભોક્તા જરૂર હોય છે. આ પહેલાં આપણે ચૌદમા ગુણસ્થાનકને પામેલા આત્માઓની વાત કરી હતી. એ આત્માઓને સિદ્ધિગતિ પ્રાપ્ત થવામાં, અ ઇ ઉ ઋ ? એ પાંચ હ્રસ્વ અક્ષર મધ્યમ સ્વરે બોલાય ને એમાં જેટલો કાળ લાગે, તેટલો કાળ બાકી હોય છે. માત્ર એવા આત્માઓને જ કર્મનું કર્તૃત્વ હોતું નથી અને છેલ્લું છેલ્લું કર્મનું ભોતૃત્વ ఊఊడవడ કર నడుపుతుండడ પૂ.આ. રામચંદ્રસૂરિ સ્મૃતિગ્રંથમાળા - ૨૩૩ Page #72 -------------------------------------------------------------------------- ________________ હોય છે. એ આત્માઓ હજુ સિદ્ધિગતિને પામ્યા નથી, એ અપેક્ષાએ સંસારમાં છે એમ ગણાય છે, બાકી તો લગભગ સિદ્ધ સમાન જ એ આત્મા બન્યા હોય છે. એટલે અહીં આપણે જ્યારે જ્યારે સિદ્ધાત્મા સિવાયના આત્માઓની વાત કરતા હોઈએ, ત્યારે ત્યારે એ ચૌદમા ગુણસ્થાનકવર્તી આત્માઓની વાતને બાકાત રાખીને જ આપણે વાત કરીએ છીએ, એ વસ્તુ દરેકે દરેક વખતે ધ્યાનમાં રાખવાની છે. એ ધ્યાનમાં રાખીને આપણે કહીએ છીએ કે, સિદ્ધિગતિને નહિ પામેલા સર્વ આત્માઓ જેમ પોતપોતાના શુભાશુભ કર્મના કર્તા છે, તેમ પોતપોતાના શુભાશુભ કર્મના ફળના ભોક્તા પણ છે. ઘડીમાં સુખ, ઘડીમાં દુઃખ અને જન્મ-જીવન-મરણ ચાલ્યા જ કરે, તો તે પસંદ છે ? તમે આ જીવનમાં સુખ અને દુ:ખ ભોગવો છો ને ? હા. તો જ્યારે જ્યારે સુખ મળે, ત્યારે ત્યારે તમને યાદ આવે કે, ‘આ મારા પુણ્યનું ફળ ?' અને જ્યારે જ્યારે દુઃખ આવે, ત્યારે ત્યારે તમને યાદ આવે કે, ‘આ મારા પાપનું ફળ ?’ સુખ આવે તો તે પુણ્યનું ફળ અને દુ:ખ આવે તો તે પાપનું ફળ, એવું તો તમે માનો છો ને? જેને સુખ મળે, તેને તે સુખ તેના પોતાના પુણ્યના યોગે જ મળે ને ? અને જેને દુઃખ આવે, તેને પણ તેના પોતાના પાપના યોગે જ આવે ને ? હવે આપણે એ વિચાર કરવો છે કે, ઘડીમાં સુખ આવે છે અને ઘડીમાં દુ:ખ આવે છે, તો એની આત્મા ઉપર શી અસર થાય છે ? તમને કોઈ દિ’ એવી ચિંતા થાય ખરી કે, ‘આમ સુખ અને દુઃખ આવ્યા કરે, એવું જ આપણે ચાલ્યા કરવાનું? અહીં આપણે જન્મ્યા છીએ. હમણાં આપણે અહીં જીવીએ છીએ. પણ એક દિ’ મરણ આવવાનું છે ને બીજે ક્યાંય પાછું જન્મવાનું છે. ત્યાંય જીવાય તેટલું જીવવાનું ને મરવાનું ચાલ્યા ક૨વાનું છે ? અને એમાં જીવતાં કોઈ વાર સુખ ને કોઈ વાર દુઃખ ભોગવ્યા કરવાનું છે ?' આવી ચિંતા કોઈ વારે ય તમારા હૈયામાં પેદા થઈ છે કે નહિ ? આવું જન્મવાનું, જીવવાનું ને તેમાં સુખ-દુઃખ ભોગવ્યા કરવાનું, પછી મરવાનું ને ફેર જન્મવાનું, એ જ રીતે સુખ-દુઃખમાં જીવવાનું ને મરવાનું, એવું કેટલા વખતથી ચાલે છે ? આપણે જ્યારથી અસ્તિત્વમાં છીએ, ત્યારથી આવું ચાલ્યા જ કરે છે અને આપણું અસ્તિત્વ અનાદિકાળથી છે એટલે અનાદિકાળથી આપણે આમ જ અસ્થિરપણે જીવતા આવ્યા છીએ ને ? Iveccle Bevelesseeve આત્માની ત્રણ અવસ્થાઓ ૬૩ Page #73 -------------------------------------------------------------------------- ________________ તમારી ને અમારી બધાની આ વાત છે, એક વાર કહ્યું હતું ને કે, આપણે બધા ઉંમરમાં સરખા છીએ ? શાથી સરખા છીએ ? આપણે સૌ અસ્તિત્વમાં અનાદિકાળથી છીએ માટે ! એટલે આમ જન્મ, જીવન અને મરણ કરતાં કરતાં આપણે અનંતાનંત કાળ પસાર કરી દીધો છે. હવે આપણને એમ થાય છે કે, આવું હજી ક્યાં સુધી ચાલ્યા કરવાનું ? અત્યાર સુધીની જેમ સુખ-દુઃખ ભોગવતાં ભોગવતાં જન્મવું, જીવવું ને મરવું, એવું જો ચાલ્યા જ કરે, તો તે આપણને ગમે? તેમાં આપણને વાંધો ખરો ? “સુખ મળશે તો સુખમાં જીવીશું ને દુઃખ આવશે તો દુકમાં જીવીશું ને કરતા આવ્યા છીએ, તેમ જન્મ-મરણ કર્યા કરીશું.' આવું મનમાં છે ? કે આમાંથી છૂટવાનું મન છે ? અનાદિકાળથી આપણી જે આવી સ્થિતિ થતી આવી છે, તેથી કોઈ દિ' મુંઝવણ થઈ છે ખરી ? ઘડીમાં સુખી થઈએ, ઘડીમાં દુઃખી થઈએ, જન્મ્યા ત્યારે બાળક હતા. પછી યુવાન થયા ને હવે બુઢા થયા કે થવા આવ્યા, પહેલાં જે બળ હતું તે આજે નથી, મરવાનું નજીકમાં આવતું જાય છે, આ બધું મેળવેલું, સાચવેલું, સંઘરેલું છોડીને જ જવું પડવાનું, અહીંથી મરીને બીજે જન્મવાનું ને ત્યાં પણ ફરી માંડવાનું ને મરવાનું ! આવું અનાદિકાળથી બનતું આવ્યું છે, પણ આવું બધું આપણે માટે બન્યા કરે, એ આપણને પસંદ છે ? આપણે માટે આવું બધું બને, એ જો પસંદ ન હોય, તો બીજાને માટે આવું બધું બને તે પણ પસંદ પડે જ નહિ. એટલા માટે આપણે પહેલી વાત આપણી કરીએ છીએ. જેમને આવું બધું બને, તે પસંદ ના હોય, તે જીવોને માટે જ મોક્ષની વાત છે. જન્મ-મરણ નિમિત્તે મોક્ષ યાદ આવેલો ? આ પૂર્વે આત્માના સ્વરૂપની વાત કરતાં આપણે “આત્મા કર્મનો કર્તા પણ છે અને કર્મના ફળનો ભોક્તા પણ આત્મા છે.' એ વાત કરીને આત્માના પરિનિર્વાતાપણાની વાત કરી હતી. આત્માનો મોક્ષ થતો હોય, તો જ આત્મામાં ખરેખરું પરિનિર્વાતાપણું ઘટે ને ? જે કોઈ આત્મા મોક્ષને ઇચ્છે અને મોક્ષને મેળવવા માટે મથે, તેનો મોક્ષ થયા વિના રહેતો જ નથી. એ માટે જ આત્માને પરિનિર્વાતા તરીકે પણ ઓળખાવાય છે. હવે આપણે દરેકે પોતે જ વિચાર કરવો રહ્યો કે, આપણને મોક્ષ યાદ આવે છે કે નહિ ? ધર્મ કરવા નીકળેલાને તો મોક્ષ સદા યાદ આવવો જોઈએ ને ? ધર્મની ઇચ્છાવાળાને ય મોક્ષ યાદ આવે, કારણ કે ધર્મ કરવાનું ખરેખરું મન જ મોક્ષ મેળવવાનું મન થાય ત્યારે થાય ને ? તમને భవదఖి వీడి పోయమని భయయ ૬૪ પૂ.આ. રામચંદ્રસૂરિ સ્મૃતિગ્રંથમાળા - ૩૩ Page #74 -------------------------------------------------------------------------- ________________ મોક્ષ યાદ આવે છે ? કોઈ દિ' તમને ખરેખર મોક્ષ યાદ આવેલો કે નહિ, એમ પૂછું? તમારા ઘરમાં જન્મ-મરણ થયાં છે કે નહિ ? કોઈના ઘરમાં હમણાં ન થયાં હોય, તો કુટુંબમાં જન્મ-મરણ થયાં છે કે નહિ ? છેવટ પડોશમાં ને ગામમાં ઘણા જન્મે છે ને ઘણા મરે છે, એની તો ખબર છે ને ? એવા કોઈ જન્મ કે મરણના બનાવ વખતે તમને એમ થયેલું ખરું કે, જીવને આમ જન્મવાનું ને મરવાનું ક્યાં સુધી ? જન્મ, જીવન ને મરણ દ્વારા આપણે ભટક્યા કરવાનું ક્યાં સુધી ? આવો કોઈ વિચાર તમને કોઈ નિમિત્ત પામીને પણ આવેલો, એમાંથી મોક્ષનો વિચાર આવેલો ને એમાંથી મોક્ષ પામવાનું મન થયેલું, એવું કાંઈ છે ખરું ? કોઈના જન્મમરણ વખતે ય ઘરમાં કોઈ મોક્ષની વાત સંભારતું નથી ? તમે કેટકેટલી કાણમોકાણમાં ગયેલા ? તેમાં કોઈ દિ' મોક્ષની વાત થયેલી ખરી ? મોક્ષની શ્રદ્ધા હોય, તો એવા વખતે તો મોક્ષ ખાસ યાદ આવે ને ? મોક્ષની યાદથી મુંઝવણ ટળ્યાનું યાદ છે ? મોક્ષ નથી એમ માનવું એ જેમ મિથ્યાત્વનું સ્થાન છે, તેમ મોક્ષ છે એમ માનવું એ સમ્યક્તનું સ્થાન છે. મોક્ષ માનીએ તો જ ધર્મની વાત આગળ ચાલે. મોક્ષને માન્યા વિના, આત્માની ઉન્નતિની વાત થાય નહિ. તો મોક્ષ છે એ વાત તમારા માથામાં પેઠી છે કે નહિ ? અને એ તમારે હૈયે બેઠી છે કે નહિ ? મોક્ષ છે અને મારો મોક્ષ થવાનો છે, વહેલો કે મોડો પણ એક દિ'મારો મોક્ષ જરૂર થવાનો છે ને આપણે આ બધાથી છૂટવાના છીએ, આવું હૈયામાં બેઠેલું છે ? આ બધી ભટકવાની મોંકાણ ગમતી નથી, પણ હજી ભટકવું પડે એમ લાગે છે, છતાં પણ હૈયે એક એ વાતની એટલી શાંતિ છે કે, એક દિ' જરૂર આ બધાથી છૂટવાના છીએ ને મોક્ષ પામવાના છીએ, આવું કાંઈક તમે કહી શકો એવું છે કે નહિ ? સુખીમાં સુખી ગણાતો માણસ, સારામાં સારો ગણાતો માણસ જોતજોતામાં મરી ગયો, એવું તમે સાંભળેલું ? એવું સાંભળો ને એવો વિચાર આવે ખરો કેમારે પણ મરવાનું આવવાનું જ છે ? તે વખતે એમ પણ થાય કે, આ બધું મેં મેળવેલું, સાચવેલું, સંઘરેલું મારે મૂકવાનું છે ? આવા વિચારથી કદાચ સહેજ મુંઝવણ થઈ હોય, પણ તરત વિચાર આવેલો ખરો કે, આવું તો આપણે ગાફેલ રહીએ છીએ, ત્યાં સુધી જ બનવાનું છે ને ? બાકી તો જ્યાં હું સજ્જ બન્યો ને મારો મોક્ષ સાધવા નીકળ્યો, એટલે મારો મોક્ષ થવાનો જ છે. આવો વિચાર આવ્યો હોય અને એથી கக்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க અભાની ત્રછા અવસ્થાઓ Su Page #75 -------------------------------------------------------------------------- ________________ પેલી મુંઝવણ ટળી ગઈ હોય તથા શાંતિ અનુભવાઈ હોય, એવો કોઈ દહાડો તમારા જીવનમાં આવ્યો છે કે નહિ ? સભા પાંચમો આરો કઠણ છે, ધર્મ કરશે તે તરશે, એવું એવું મરણના કાગળમાં લખીએ છીએ. પાંચમો આરો કઠણ છે, એ વાત સાચી છે. ધર્મ કરશે તે તરશે, એ વાત પણ સાચી છે. પણ બીજું બધું મરણ પાછળ જે કરો તે ખોટું છે ને ? ભગવાનને ગમ્યું તે ખરું એવું જે લખાય છે, તે જૈનની ભાષા છે કે લોકભાષા છે? લોક બોલે તેમ જૈન બોલે કે જૈનો એની એ વાત પણ સિદ્ધાંત ન હણાય, તેવી રીતે બોલે ? પાંચમો આરો કઠણ છે, પણ જે ધર્મ કરે તેને માટે તો એ સારો નીવડ્યો કહેવાય ને ? મોક્ષનો ઉપાય છે અને તે ભગવાને બતાવેલો છે ? આત્મા, આત્માનું નિત્યત્વ, આત્માનું કર્મકર્તુત્વ, આત્માનું કર્મફલ-ભોસ્તૃત્વ, આત્માનો મોક્ષ અને આત્માના મોક્ષનો ઉપાય, આ જે છ સ્થાનો છે, તે છ બાબતોમાં જુદાં જુદાં દર્શનો જુદી જુદી માન્યતા ધરાવે છે. તેમાં આપણે આત્મા છે, એમ માનીએ છીએ, આત્મા વડુરૂપે નિત્ય છે, એમ આપણે માનીએ છીએ, આત્મા શુભાશુભ કર્મનો કર્તા છે, એમ માનીએ છીએ અને એ શુભાશુભ કર્મના ફળને એ શુભાશુભ કર્મ કરનારો આત્મા જ ભોગવે છે, એમ આપણે માનીએ છીએ. એ પછી આપણે આત્માનો કર્મથી મોક્ષ છે, એમ પણ માનીએ છીએ અને આત્મા કર્મથી મુક્ત બની શકે એવો ઉપાય વિદ્યમાન છે, એમ પણ આપણે માનીએ છીએ. આપણી આવી માન્યતા છે, એટલે જ વાત કરી કે, તમને કોઈ દિ' તમારા મોક્ષના વિચારથી શાંતિ થઈ હોય, એવો કોઈ દહાડો યાદ આવે છે ? પછી થયું હોય કે, “મોક્ષ મેળવવો એ મારા હાથની વાત છે અને તે મારે મારા પુરુષાર્થથી જ મેળવવાનો છે.” એવો ય કોઈ દહાડો સાંભરે છે ? પછી એવું પણ થયું હોય કે “જેમને હું ભગવાન માનીને પૂજું છું ને નમું છું, એ ભગવાને મોક્ષનો ઉપાય બતાવેલો છે, હું એ ઉપાય સેવવા માંડું અને એ ઉપાયને સેવવાના ફળ રૂપે મને મોક્ષ મળવામાં જેટલો સમય જાય, એટલો જ સમય મારે આ સંસારમાં ભટકવાનું છે, પછી તો સદાની શાંતિ છે !” એવો કોઈ દહાડો છે ? આટલી વાતો સમજો, તો સમ્યક્તની બધી વાત આવી ગઈ ગણાય. – “આત્મોન્નતિનાં સોપાનમાંથી భీమణిదీ డీజీపీ మహేజీలో పోటీడోజోమయమణి પૂ.આ. રામચંદ્રસૂરિ સ્મૃતિગ્રંથમાળા - ૩૩ Page #76 -------------------------------------------------------------------------- ________________ પૂ. આ. શ્રી વિજય ૨ામચંદ્રુમૂરિ ૨મૃતિ ગ્રંથમાળા (133) Milli Thi સમ. પ્રકાશનું MU | ISBN 81 - 87163 - 14 - 3 (022