________________
વિશ્વાસ જામવો જોઈએ. આત્માના અસ્તિત્વને સ્વીકારવાની સાથે કર્મસત્તાના અસ્તિત્વનો સ્વીકાર પણ થઈ જ જાય છે. કર્મસત્તાના અસ્તિત્વને સ્વીકાર્યા વિના, જગતમાં જે કાંઈ બન્યું છે, બની રહ્યું છે અને બનશે, તેનો યથાર્થ નિર્ણય થઈ શકે એ શક્ય જ નથી. ડાહ્યો માણસ તે કહેવાય, કે જે કાર્ય અને કારણ-ઉભયનો વિચાર કરે. કાર્ય-કારણને જે જે રીતે યોજવાં જોઈએ, તે તે રીતે યોજ્યા વિના કામ ચાલે નહિ. કર્મસત્તાને ન માનીએ તો જગતમાં બનતી ઘટનાઓ અસંભવિત બની જાય. બરાબર વિચાર કરવામાં આવે, તો શરીરથી ભિન્ન એવા આત્માનું અસ્તિત્વ પણ સ્વીકારવું પડે, એને અસર ઉપજાવનાર ચીજનું અસ્તિત્વ પણ સ્વીકારવું પડે અને એ બેયના સંબંધનું પણ અનાદિકાલીન અસ્તિત્વ સ્વીકારવું પડે. આત્મા અનાદિકાળથી છે, કર્મસત્તા પણ અનાદિકાળથી છે અને આત્મા તથા કર્મનો સંબંધ પણ અનાદિકાળથી છે. આ વાત, ઊંડા ઉતરીને, નિર્મળ બુદ્ધિથી, વિવેકપૂર્વક વિચારવામાં આવે તો કોઈને પણ સ્વીકાર્યા વિના ચાલે તેમ નથી. આત્માને ધ્રુવ તરીકે સ્વીકારીએ છીએ ?
આ દશામાં, હું આત્મા છું એ વાતને ન સ્વીકારતા હોઈએ તો ? “મારો આત્મા આ દશ્યમાન જગતથી, મારા આ શરીરથી પણ જૂદો છે; અત્યારે એ આત્મા કેવો છે અને મારે એને કેવો બનાવવો જોઈએ આ જાતિનો વિચાર મારે તમારી પાસે કરાવવો છે. હું કેવળ બોલી જાઉં અને તમે કેવળ સાંભળી લો એમ નહિ થવું જોઈએ. એથી કાર્યસિદ્ધિ ન થાય.
આપણે બધા આસ્તિક ગણાઈએ છીએ ને ? આત્મા છે – એ વાતનો ઈનકાર કરનારા આપણે નથી. કદીક કદીક આપણે આત્માને યાદ પણ કરીએ છીએ. આ બધું છતાં આપણે આત્માને ધ્રુવ તરીકે સ્વીકારીએ છીએ ખરા ? આપણે જો આત્માને ધ્રુવ તરીકે સ્વીકારતા હોઈએ, તો આપણું જીવન આવું હોય ? હું તે આ શરીર નહિ અને મારું છે કે જે આત્માનું પોતાનું હોય, પણ આ બધું (બાહ્ય સંપત્તિ આદિ) મારું નહિ.' - આ માન્યતા દૃઢ હોય, તો જગતનું આજનું ગાંડપણ જીવંત રહે ? જે ચીજો માટે મથે છતાં ધાર્યા મુજબ મળે નહિ, સંબંધ રાખવા ઇચ્છે તો ય જેની જોડે ધારણા મુજબનો સંબંધ રાખી શકે નહિ, એ ચીજોને પોતાની માને અને એને મેળવવા - સાચવવા આદિને માટે મન, વચન અને કાયાનો વ્યાપાર લગભગ એકમેક જેવો બનાવી દે - એમાં અવિરતપણે ખૂંચ્યો રહે, એ બને ? પણ ఆ యదయవంతబడిడి జీడి టీవీజీజీజీడిపీడిసి
અલ્માની ત્રણ અવસ્થાઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org