________________
આદમી એ પ્રમાણે વર્તે એ સ્વાભાવિક છે. એ માને છે કે “મર્યા એટલે પાછળ કાંઈ છે નહિ, તો અત્યારે જે કાંઈ ભોગવ્યું તે ખરું !'
જે માણસો એમ માને છે કે “આ દેહ પાંચ ભૂતોથી ઘડાએલો છે, પાંચ ભૂતોના યોગથી આપણે અમુક જાતિની હાલ-ચાલ આદિ કરી શકીએ છીએ અને એ પાંચ ભૂતોનો વિયોગ થયો એટલે આપણે ય નથી અને આપણાં કર્મો ય નથી' આવી માન્યતાવાળાઓને શાસ્ત્રની ઉત્તમમાં ઉત્તમ વાતો પણ રુચિકર ન નિવડે, તો એ અસંભવિત નથી. એવા લોકોને આસ્તિકતાનાં યથાર્થ એવાં પણ વર્ણનો ઉપર અરુચિ જન્મે, તો તે ય સંભવિત છે. આત્માના અસ્તિત્વ ઉપર જ્યાં સુધી અખંડ વિશ્વાસ ન જન્મ, ત્યાં સુધી જે વિચારો ઠસાવવા જરૂરી છે, તે ઠસાવી શકાય નહિ.
આપણે પહેલાં નક્કી કરવું જોઈએ કે આપણે શરીરથી ભિન્ન એવા આત્માના અસ્તિત્વને સાચા હૃદયથી સ્વીકારીએ છીએ કે નહિ ? આત્માના અસ્તિત્વ માટેના જરૂરી વિશ્વાસ સિવાય, જે વાતો વિચારવાની આપણી ઇચ્છા છે, તે જેવી રીતે વિચારવી જોઈએ તેવી રીતે વિચારી શકાય, એ શક્ય નથી. આમ તો આપણે ક્યાં નથી જાણતા કે આપણે કેવા છીએ ? અને આપણને કેવા બનવાની ઇચ્છા છે, એ પણ લગભગ નિશ્ચિત જેવું જ છે ને ? તમારી ઇચ્છા શી છે, એ કહું ? તમને એમ લાગે છે કે દુનિઆમાં અત્યારે આપણે કાંઈ નથી; આપણી પાસે છે શું ? અને કેવા બનીને મરવું છે ? જગતમાં મારા જેવો બીજો કોઈ ન હોય એવા ને ? તમને, તમે કેવા છો એનો વિચાર કરતાં અને તમારે કેવા બનવું છે એનો વિચાર કરતાં પણ, આંખ સામે દુન્યવી સંપત્તિ સિવાય કાંઈ દેખાય છે ખરું ? એ દૃષ્ટિએ જ અત્યારે તમને એમ લાગે છે કે “અમે કાંઈ નથી અને એ દૃષ્ટિએ જ તમારે એવા બનવું છે કે સારી ય દુનિયા તમારી સામે જોયા કરે ! પણ આપણે અહીં જે વિચાર કરવો છે. તે એ દૃષ્ટિએ કરવો નથી. આત્માના અસ્તિત્વને બરાબર ધ્યાનમાં રાખીને જ આપણે વિચાર કરવો છે. અત્યારે તમારી જે માન્યતા છે તેમાં અને અનંતજ્ઞાનીઓએ ઉપદેશ્યા મુજબ હું જે કહેવા માગું છું તેમાં, આસમાન અને જમીન જેટલું અંતર છે. કર્મસત્તા પણ છે જ :
આત્માના અસ્તિત્વનો સ્વીકાર કેવળ મૌખિક હોય તેથી કામ ચાલે નહિ. અનંતજ્ઞાનીઓએ આત્માને જેવા સ્વરૂપે વર્ણવ્યો છે, તે સ્વરૂપ પ્રત્યે અખંડ ఉడుండడంతటడదీయడరడిపడిఉండటడమరన ఉండడబీడు
પૂ.આ. રામચંદ્રસૂષ્ટિ સ્મૃતિગ્રંથમાળા - ૨૩૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org