________________
તે શ્રેણિકની પરીક્ષા કરવા તૈયાર થયો. એ માટે એણે એક કુષ્ઠીનું રૂપ ધારણ કર્યું.
કુષ્ઠી તરીકેના રૂપને ધારણ કરીને એ દદૂરાંક દેવ ત્યાં આવ્યો, કે જ્યાં ભગવાન શ્રી મહાવીર પરમાત્માની દેશના ચાલુ હતી અને શ્રી શ્રેણિક આદિ મહાનુભાવો એ પવિત્ર દેશનાનું શ્રવણ કરી રહ્યા હતા. એ કુષ્ઠીએ આવીને ભગવાનને નમસ્કાર કર્યો અને નમસ્કાર કર્યા પછી ભગવાનની પાસે જ તે બેઠો. ભગવાનની પાસે બેસીને એ કુષ્ઠીએ પોતાના શરીરમાંથી જે રસી ઝરી રહી હતી, તે રસી લઈ-લઈને ચંદનની માફક ભગવાનનાં ચરણો ઉપર વારંવાર વિલેપન કરવા માંડ્યું.
એ દૃશ્ય જોઈને શ્રી શ્રેણિકના ક્રોધનો પાર રહ્યો નહિ. શ્રી શ્રેણિક ગુસ્સામાં આવી જઈને વિચારે છે કે “આ પાપી આવી રીતે આ ત્રણ લોકના નાથની આશાતના કરવામાં તત્પર બન્યો છે, માટે અહીંથી એ ઉઠે કે તરત જ એનો વધ કરી નાખવો જોઈએ.”
શ્રી શ્રેણિક હજુ તો આ પ્રમાણે વિચાર કરી રહ્યા છે, ત્યાં તો ભગવાનને છીંક આવે છે. ભગવાનને છીંક આવતાની સાથે જ પેલો કુષ્ઠી કહે છે કે – “મરો !” થોડી વાર પછી શ્રી શ્રેણિકને છીંક આવતાં, એ કુષ્ઠી કહે છે કે - “જીવો !”
તે પછી શ્રી અભયકુમારને છીંક આવતાં તે કુષ્ઠી કહે છે કે – “જીવો અગર મરો !
અને કાલસૌરિક નામના કસાઈને છીંક આવતાં, એ કુષ્ઠી કહે છે કે “તું મર પણ નહિ અને જીવ પણ નહિ !'
આ રીતે પેલા કુષ્ઠીએ ભગવાનને “મરો” એમ કહ્યું, એથી તો શ્રી શ્રેણિકનો ગુસ્સો એકદમ વધી ગયો. શ્રી શ્રેણિકે તરત જ પોતાના સૈનિકોને આજ્ઞા કરી કે - “આ કુષ્ઠી અહીંથી ઉઠે એટલે તરત જ એને પકડી લેવો !”
ભગવાનની દેશના પૂરી થઈ, એટલે પેલો કુષ્ઠી ઉભો થયો અને ભગવાનને નમસ્કાર કરીને જેવો તે ત્યાંથી ચાલી જવા લાગ્યો, કે તરત જ શ્રી શ્રેણિકના સુભટોએ તેને રૂંધી લીધો; પણ આ તો દેવ છે : એ જે વાતની ખાત્રી કરવા આવ્યો હતો તે વાતની એને ખાત્રી થઈ ગઈ, એટલે શ્રી શ્રેણિકના સુભટો જોતા રહ્યા અને એ કુષ્ઠી દિવ્ય રૂપ ધારણ કરીને એ જ ક્ષણે આકાશમાં ઉડીને રવાના થઈ ગયો.
ప్రతి నిండి ఉంటుంది తప్ప తడితడికి తన జీవితం
પૂ.આ. રામચંદ્રસૂરિ સ્મૃતિગ્રંથમાળા - ૨૩૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org