________________
શ્રી શ્રેણિકને આ વાતની ખબર પડતાં ઘણું જ આશ્ચર્ય થયું અને એથી બીજે દિવસે તેમણે ભગવાનને એ વિષેની પૃચ્છા કરી.
ભગવાન શ્રી મહાવીર પરમાત્માએ એ દૂરાંક દેવ સંબંધી વૃત્તાંત કહીને ફરમાવ્યું છે કે ત્યારે સર્વ આર્હતો શ્રેણિકથી હીન છે, એવા ઇન્દ્રના વચન ઉપર અવિશ્વસ્ત બનેલો તે દેવ, તારી પરીક્ષા કરવાને માટે જ અહીં આવ્યો હતો. એણે મારાં ચરણો ઉપ૨ રસીનું નહિ, પણ ગોશીર્ષ ચંદનનું જ વિલેપન કર્યું હતું.
આ વખતે શ્રી શ્રેણિક પૂછે છે કે ‘ભગવન્ ! આપે છીંક ખાધી ત્યારે એણે આપને માટે મરો એવું અમાંગલ્ય વચન કેમ ઉચ્ચાર્યું અને બીજાઓને માટે માંગલ્યઅમાંગલ્ય એવાં વચનો કેમ ઉચ્ચાર્યાં ?’
શ્રી શ્રેણિકના આ પ્રશ્નનો ઉત્તર આપતાં, ભગવાન શ્રી મહાવીર ૫૨માત્માએ જે કહ્યું, તે ખાસ ધ્યાનમાં રાખવા જેવું છે. ભગવાન શ્રી મહાવીર ૫૨માત્માએ ખૂલાસો કર્યો છે કે ‘એ દેવે મને જે ‘મરો’ એમ કહ્યું. તેમાં તેણે એ જ સૂચવ્યું હતું કે ‘હજુ પણ તમે આ સંસારમાં કેમ રહ્યા છો ? જલ્દી મોક્ષે જાવ !' એ જ રીતે, એ દેવે તને જીવવાનું કહીને એમ સૂચવ્યું કે ‘તને જીવતાં જ સુખ છે, કા૨ણ કે મર્યા પછી તારી ગતિ નરકમાં થવાની.' અભયકુમા૨ને એ દેવે, ‘જીવ અગર મર’ એમ બંનેય વાતો કહી : કારણ કે એ અહીં જીવતાં ધર્મ કરવાનો છે અને મરીને અનુત્તર વિમાનમાં સુર તરીકે ઉત્પન્ન થવાનો છે. કાલસૌકરિકને માટે એ દેવે ‘ન જીવ, ન મ૨' એમ જે કહ્યું, તેનું કારણ એ છે કે જીવતાં થકાં એ પાપમાં તત્પર છે અને મરીને એ સાતમી નરકે જવાનો છે.’
આ પ્રસંગ ઉપ૨થી પણ એ વાત સ્પષ્ટપણે સમજી શકાય તેમ છે કે ભગવાન શ્રી જિનેશ્વરદેવો નિર્વાણને પામે-મોક્ષને પામે, એ વસ્તુ શોક કરવા લાયક છે જ નહિ. ગણધર ભગવાન શ્રી ગૌતમસ્વામીજીને પણ ‘ભગવાન શ્રી મહાવીર પરમાત્મા નિર્વાણ પામ્યા’ એનો આઘાત નહિ હતો, પણ ‘પોતાના અને જગતના એક પરમ ઉપકારીનો પોતાને અને જગતને માટે જે અભાવ થયો' – એનું એમને દુ:ખ થયું હતું. અષ્ટ કર્મ ગયાં અને જે અવસ્થા પ્રાપ્ત થઈ, તે શું રોવા લાયક અવસ્થા છે ? રોવાનું તો તેને માટે હોય, કે જે પાપકર્મો બાંધીને મર્યો હોય. પાપીઓનું મૃત્યુ જ શોકના સ્થાનરૂપ છે. આ તો ભગવાનની વાત છે, પણ તમારા જ ઘ૨માં કોઈ આત્મા ઉત્તમ પ્રકારની આરાધના કરીને મર્યો હોય, તો તમે એના મરણને રૂઓ
B
આત્માની ત્રણ અવસ્થાઓ
Jain Education International
For Private & Personal Use Only
૪૫
www.jainelibrary.org