________________
છે. તમારામાં એ નાસ્તિકતા હોય તો ટળે, એને માટે જ આ તમારા રવિવારી પર્વની પસંદગી કરવામાં આવી છે. આજે તમે જ્ઞાનીઓએ કહેલાં આઠમ-દશમ આદિ પર્વોને લગભગ તીલાંજલિ દીધી છે અને રવિવારી પર્વ સ્વીકાર્યું છે. હું પણ દેશ- કાળનો જાણ એટલે મેં ય વિચાર કર્યો કે - “આ રવિવારી પર્વવાળાને પણ કાંઈક ખ્યાલ આવી જાય, તેમનામાં નાસ્તિકતા હોય તો તે સળગી જાય અને એમનામાં આસ્તિકતા પ્રગટી જાય એવું આપણે ય કરવું.” એટલા જ માટે રવિવારે હું રોજ કરતાં અડધો-પોણો કલાક પણ વધારે વખત વ્યાખ્યાન ચાલુ રાખું છું.
વાત એ હતી કે અમને ભોગવતાં આવડતું નથી એમ નહિ, પણ આત્માના સ્વરૂપનું ભાન હોવાથી ભોગો અમને આકર્ષી શકતા નથી અને ભૂલ થઈ જાય તો તે ખટક્યા વિના રહેતી નથી. અમે જો આત્માને ભૂલી જઈએ, તો તમારા કરતાં પણ બદતર બની જઈએ. જ્ઞાની જો આત્માને ભૂલે, તો અજ્ઞાની કરતાં વધારે પાપી બને. સોની આંખમાં ધૂળ નાખીને એ ભયંકર પણ પાપો આચરી શકે. ત્યારે અમે જે પાપથી બચીએ, તે પ્રતાપ આત્માની ચિંતાનો છે. જો શરીરથી ભિન્ન એવા આત્મા જેવી કોઈ વસ્તુ જ ન હોય, અહીં જે કાંઈ કર્મો આચરવામાં આવે તેનો બદલો ભોગવવાનો ન હોય, તો ચોરી કરીને પણ ઘી-દૂધ ખાવામાં વાંધો શો ? શા માટે ભયંકરમાં ભયંકર કૃત્યો કરીને પણ લ્હેરથી ખાવું-પીવું નહિ કે સાહ્યબી ભોગવવી નહિ ? નાસ્તિક તક મળવા છતાં અને સપડાય તેવું નહિ હોવા છતાં ચોરી ન કરે, તો તે તેને માટે ઓછું જ ગણાય; પણ પોતાને આસ્તિક મનાવતા તમે જો થોડી પણ ચોરી કરો તો તે ઘણું કહેવાય : કારણ કે તમે તો “આત્મા છે' એમ કહો છો ! આત્માને માનનાર ચોરી કરે ? કદાચ ચોરી કરે તો ય એ કંપ્યા વિના તો કેમ જ રહે ? એને અવસરે પણ એમ ન થાય કે - મેં મારા આત્માનું સ્વરૂપ વધુ વખત ઢંકાઈ રહે એવો આ ધંધો કર્યો ? જડની સહાય લેતાં ક્યાળે હાથ જાય છે ?
જડનું આકર્ષણ આપણી પાસે ક્યાં પાપો નથી કરાવતું ? આત્માનો ખ્યાલ ન હોય અને જડનું આકર્ષણ પ્રબળ હોય, તો આત્મા તક મળતાં કયું પાપ નહિ કરે તે કહી શકાય નહિ. આથી આપણે સૌથી પહેલાં આ કામ કરવા જેવું છે, અત્યારે જડની સહાય વિના ચાલે તેમ નથી : એ વિના બધી સાધના ઢીલી પડી જાય તેમ છે : પણ આકર્ષણ જડનું નહિ હોવું જોઈએ. આપણે જડનો આધાર લેતા હોઈએ, జీడిపడి జీవనంలో తన టిడితడికి తీయవహారం આત્માની ત્ર૭ અવસ્થાઓ
પ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org