________________
કરીએ, તો જરૂર લાગે કે હું મારા સ્વાભાવિક સ્વરૂપને પ્રગટાવી શક્યો નથી, માટે જ આ પરાધીનતા છે. તમને આવો શ્રદ્ધાપૂર્વકનો ખ્યાલ આવી જાય, તો તમને બજારમાં જતાં દુઃખ થાય ને ? અનંત સુખનો સ્વામી આત્મા બજારમાં સુખનું સાધન શોધવા જાય અને એનો વિચાર કરતાં પણ એને એ દશા ખટકે નહિ, તો કહેવું પડે કે હજુ આત્મામાં વાસ્તવિક કોટિની આસ્તિકતા પ્રગટી નથી. ઘર કે પેઢીએ જવું પડે તો ય જવું ગમે નહિ?
અહીંથી ઘેર જવાનું મન થાય છે કે ઘેર જવું પડશે ? અહીંથી ઘેર જવાનું મન ન હોય, પણ જવું પડે એટલી અવસ્થા આવે. તોય તમે ઘણું પામ્યા એમ કહી શકાય. વ્યાખ્યાતાનું કામ શું ? તમને તમારી અવસ્થાનું ભાન થાય, તમારી સાચી અવસ્થા પ્રગટાવવાની તમને ઇચ્છા થાય અને તમારામાં તમારી વાસ્તવિક દશાને પેદા કરવાનો ઉલ્લાસ જાગે, એવું તમને સંભળાવવું એ વ્યાખ્યાતાનું કામ ખરું કે નહિ ? આપણી સ્વાભાવિક અવસ્થા, એ પરમાત્મ-દશા જ છે. પરમાત્મ-દશા પામેલાને ઘર, કુટુંબ, પૈસો, ગાડી આદિ જોઈએ ? ઘરમાં કુટુંબ પરિવાર આદિના ટોળામાં બેઠેલો આત્મા પણ જ્યાં પરમાત્મ-દશા પામે, એટલે ઘરમાં રહે કે રવાના થાય ? પરમાત્મ-દશા પામેલાને ઘર કે પેઢી આદિ કશાની જરૂર પડતી નથી. આપણને આપણી એ અવસ્થાનો ખ્યાલ હોય તો પેઢીએ જવું ગમે કે નહિ ? અમુક વિના ન ચાલે ને તમુક વિના ન ચાલે, એવી બધી જે આજની વિચારણા છે તે આપણી પરમાત્મ-દશાની સાધક છે કે બાધક છે ?
સભા : બાધક.
બાધક લાગે તો એ કરવી ગમે ? કરવી પડે એ બને, પણ કરવી ગમે નહિ. ઉપયોગ-દશામાં એ ખટકયા વિના રહે નહિ. તમે અહીં આવો છો કેવી રીતે અને અહીંથી જાવ છો કેવી રીતે ? જતી વેળાએ પગ દોડે છે કે પાછા પડે છે ? તમને અહીંથી ઘર કે પેઢી તરફ જતાં ઉત્સાહ કેટલો ? તમને સુધારવાની ભાવનાથી મારે તમારી ચાલ પણ જોવી પડે છે. તમે ગ્રાહકને કેવી રીતે જૂઓ છો ? ગ્રાહકનાં હૈયાને પારખવા મથો છો કે નહિ ? તેમ મારે પણ તમને આ વસ્તુ આપવી છે, એટલે હું ય અવસરે અવસરે જોઈ લઉં છું. તમે અહીંથી ઘર કે પેઢી તરફ જાવ તોય તમારી ચાલ ઉપરથી એમ જણાઈ આવવું જોઈએ કે આને જવું પડે છે તે જાય છે, બાકી જવામાં આનંદ નથી. પરમાત્માવસ્થાની આત્મામાં સાચી રુચિ પ્રગટી જાય, wwwટટટટટટટી
પૂ.આ. રામચંદ્રસૂરિ સ્મૃતિગ્રંથમાળા - ૨૩૩
No
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org