________________
માટે એક ચોપડો જોઈતો હોય તો અરજી કરવી પડે. ત્યાં બતાવો અને અહીં કેમ નહિ ? પણ તમારી તો કહેવત છે ને કે “પારકી મા કાન વીંધે'. તમારે માટે પારકી મા કોણ અને પોતાની મા કોણ ? મૂર્ખને પારકી મા ગમે અને ડાહ્યાને પોતાની મા ગમે. સમ્યગ્દષ્ટિ આત્મા તો ગુરુની પાસે માત્ર ચોપડો જ ખૂલ્લો મૂકે એમ નહિ, પણ આખું ને આખું હૈયું ખૂલ્લું મૂકી દે. તમે કોઈ દિ' ગુરુને તમારું હૈયું બતાવ્યું છે? તમારી પાસે ખાનગી શું શું છે, તે કહ્યું છે ? પેલાને ય તમે બને તો રમાડવા મથો. પણ તમારું ઘણું ખરું તો એ જાણે ને ? ત્યાં તો એવા ય માણસો મળી રહે કે જે તમારામાં ફસાય. એવા માણસો શાથી થયા ? ગૂગાર હોવા છતાં પણ બીનગુન્હેગાર તરીકે જીવવા ઇચ્છનારાઓ જ પોલીસને મોટે ભાગે બગાડનારા છે. લક્ષ્મી આદિના લોભથી તમે શું શું કરતા નથી ? બહિરાત્મપણું જેને ખટક્યું હોય, તેનો આ ધંધો હોય ? તમે અંતરાત્મા બનો એ જ મારી ઇચ્છા :
આપણા હૈયાની, આપણા જીવનની બદબો સાફ થાય અને આપણે નિર્મલ જીવન જીવનારા બની શકીએ, એ હેતુથી જ તમને તમારી વર્તમાન દશાનો ખ્યાલ આપવાનો પ્રયત્ન ચાલુ છે. જેના જીવનમાંથી બદબો નીકળી જાય, તેને સ્વર્ગ ઇચ્છવું ન પડે. એને તો એમ થાય કે “મોક્ષ મારી રાહ જૂએ છે અને તે દરમ્યાનમાં પણ મને મુંઝવણ થાય એવું હવે બનવાનું નથી.” વ્યવહારની મલિનતામાં આજે આનંદ આવે છે, પણ તે તમારી બહિરાત્મ-દશાને જ પ્રગટ કરે છે. આત્માના સ્વાભાવિક સ્વરૂપને પ્રગટ કરવાની આત્મા ઉપરના મલને ધોવાની જે ક્રિયા, તે અંતરાત્મ-અવસ્થાને જ આભારી છે. શ્રી જિનાજ્ઞાથી વિપરીત એવા જેટલા વ્યવહારો, તે મલિન વ્યવહારો છે અને એ ન ખટકે તો માનવું કે હજુ હું બહિરાત્મા છું. તમે બહિરાત્મા છો કે અંતરાત્મા ? તમે બહિરાત્મ હો તો અંતરાત્મા બનો. અંતરાત્મા બનીને તમે લોકાગ્રે ઝટ પહોંચો, એ મારી ઇચ્છા છે. શાસ્ત્રને આઘાં મૂકી પૂજાવાને બદલે શાસ્ત્રને વળગી તમારા પગ નીચે છુંદાઈને મરવું બહેતર છે ?
બહિરાત્મ-દશા, એ ભયંકર ખાડો છે. એ ખાડામાં પડેલાઓને દુઃખમય અવસ્થાઓમાં ભટકવું પડે છે. એ ભૂંડા ખાડામાંથી જો તમે તેમાં હો તો નીકળી
ఆపో ૫૮
వడివడివడిన డిజిడివడి వడివడి ఉదయం నుండి
પૂ.આ. રામચંદ્રસૂરિ સ્મૃતિગ્રંથમાળા - ૨૩૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org