________________
અહિતકર છે એમ લાગે નહિ, ત્યાં સુધી તમે ધર્મક્રિયા કરનારા છો એ રૂપે આગળ ન આવો, તો એ કદાચ વધારે સારું છે. ધર્મક્રિયા કરનાર કોઈ પણ પાપક્રિયાને ન જ કરે એમ નહિ. પણ પાપક્રિયા કરવી એને ગમવી તો ન જ જોઈએ. ધર્મક્રિયા કરનારા પરિચિતને એમ લાગે કે ‘આને પાપની રુચિ નથી' એવી દશા ધર્મક્રિયા કરનારે કેળવવી જ જોઈએ. ગુન્હો કરનાર બેડીથી જકડાએલો હોય છે, ત્યારે જ્યારે જ્યારે એને બેડી યાદ આવે છે ત્યારે ત્યારે ગુન્હો પણ યાદ આવે જ છે. આપણે કર્મની બેડીમાં જકડાએલા છીએ. આત્માના અસંખ્યાતા પ્રદેશો છે અને તેમાં એક પણ પ્રદેશ એવો નથી કે જે અનંતાનંત કર્માણુઓની બેડીઓથી જકડાએલો ન હોય. આ બેડીનો વિચાર કરો, તો પાપ યાદ ન આવે ? પાપ કરતાં કંપારી ન છૂટે ? આપણે આપણા આત્માને આવી રીતે કર્મની બેડીથી જકડાએલો માનીએ, તો એ બેડી મજબૂત બને એવી કોઈ પણ ક્રિયા માટે ઉપયોગ-દશામાં દુઃખ ન થાય, એ બને ? આ પ્રશ્ન વિચારવા જેવો છે. વર્તમાનમાં આપણે કેવા છીએ, તેનો આ રીતે વિચાર કરવો જોઈએ. આપણને લાગવું જોઈએ કે મારું આ વાસ્તવિક સ્વરૂપ નથી. અત્યારે તો હું ચેતન છતાં જડ જેવો, જીવ છતાં અજીવ જેવો અને આત્મા છતાં અનાત્મા જેવો બની ગયો છું. આપણી આ દશાનું આપણને દુઃખ થવું જોઈએ અને આપણું જીવન પરમાત્મ-દશાનું સાધક બને એવો પ્રયત્ન કરવો જોઈએ. આપણું જીવન પરમાત્મ-દશાનું સાધક હોય, તો તે અંતરાત્મ-દશા છે અને આપણું જીવન પરમાત્મ-દશાનું બાધક હોય, તો તે બહિરાત્મ-દશા છે.
હિતચિંતા :
મંદિરમાં ય આપણે બાધક જીવનથી પર હોઈએ છીએ, એમ કહી શકશો ? મંદિર અને ઉપાશ્રય આદિમાં તો કેવળ પરમાત્મ-સ્વરૂપની સાધક જ અવસ્થા આપણે ભોગવીએ છીએ એવું કહી શકવા જોગી હાલત છે ? પરમાત્મ-સ્વરૂપને પ્રગટ થવામાં બાધક નિવડે એવી કોઈ પણ ક્રિયા મનથી, વચનથી કે કાયાથી નહિ ક૨વાની સાવચેતી અને થઈ જાય તેનો ખટકારો-આવી દશા જ્યાં સુધી પ્રાપ્ત ન થાય, ત્યાં સુધી આપણે આપણા જીવનને જેવું સાધક બનાવવું જોઈએ તેવું સાધક બનાવી શકીએ નહિ. તમારું જીવન એવું બને એ મારી ઇચ્છા છે અને એ માટે જ તમને કદાચ એકદમ ન પણ ગમે તો પણ તમારા હિતની વાત કહેવાય છે. તમે
પર
580000000000
પૂ.આ. રામચંદ્રસૂરિ સ્મૃતિગ્રંથમાળા - ૨૩૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org