________________
હોય છે. એ આત્માઓ હજુ સિદ્ધિગતિને પામ્યા નથી, એ અપેક્ષાએ સંસારમાં છે એમ ગણાય છે, બાકી તો લગભગ સિદ્ધ સમાન જ એ આત્મા બન્યા હોય છે. એટલે અહીં આપણે જ્યારે જ્યારે સિદ્ધાત્મા સિવાયના આત્માઓની વાત કરતા હોઈએ, ત્યારે ત્યારે એ ચૌદમા ગુણસ્થાનકવર્તી આત્માઓની વાતને બાકાત રાખીને જ આપણે વાત કરીએ છીએ, એ વસ્તુ દરેકે દરેક વખતે ધ્યાનમાં રાખવાની છે. એ ધ્યાનમાં રાખીને આપણે કહીએ છીએ કે, સિદ્ધિગતિને નહિ પામેલા સર્વ આત્માઓ જેમ પોતપોતાના શુભાશુભ કર્મના કર્તા છે, તેમ પોતપોતાના શુભાશુભ કર્મના ફળના ભોક્તા પણ છે. ઘડીમાં સુખ, ઘડીમાં દુઃખ અને જન્મ-જીવન-મરણ ચાલ્યા જ કરે, તો તે પસંદ છે ?
તમે આ જીવનમાં સુખ અને દુ:ખ ભોગવો છો ને ? હા. તો જ્યારે જ્યારે સુખ મળે, ત્યારે ત્યારે તમને યાદ આવે કે, ‘આ મારા પુણ્યનું ફળ ?' અને જ્યારે જ્યારે દુઃખ આવે, ત્યારે ત્યારે તમને યાદ આવે કે, ‘આ મારા પાપનું ફળ ?’ સુખ આવે તો તે પુણ્યનું ફળ અને દુ:ખ આવે તો તે પાપનું ફળ, એવું તો તમે માનો છો ને? જેને સુખ મળે, તેને તે સુખ તેના પોતાના પુણ્યના યોગે જ મળે ને ? અને જેને દુઃખ આવે, તેને પણ તેના પોતાના પાપના યોગે જ આવે ને ?
હવે આપણે એ વિચાર કરવો છે કે, ઘડીમાં સુખ આવે છે અને ઘડીમાં દુ:ખ આવે છે, તો એની આત્મા ઉપર શી અસર થાય છે ? તમને કોઈ દિ’ એવી ચિંતા થાય ખરી કે, ‘આમ સુખ અને દુઃખ આવ્યા કરે, એવું જ આપણે ચાલ્યા કરવાનું? અહીં આપણે જન્મ્યા છીએ. હમણાં આપણે અહીં જીવીએ છીએ. પણ એક દિ’ મરણ આવવાનું છે ને બીજે ક્યાંય પાછું જન્મવાનું છે. ત્યાંય જીવાય તેટલું જીવવાનું ને મરવાનું ચાલ્યા ક૨વાનું છે ? અને એમાં જીવતાં કોઈ વાર સુખ ને કોઈ વાર દુઃખ ભોગવ્યા કરવાનું છે ?' આવી ચિંતા કોઈ વારે ય તમારા હૈયામાં પેદા થઈ છે કે નહિ ? આવું જન્મવાનું, જીવવાનું ને તેમાં સુખ-દુઃખ ભોગવ્યા કરવાનું, પછી મરવાનું ને ફેર જન્મવાનું, એ જ રીતે સુખ-દુઃખમાં જીવવાનું ને મરવાનું, એવું કેટલા વખતથી ચાલે છે ? આપણે જ્યારથી અસ્તિત્વમાં છીએ, ત્યારથી આવું ચાલ્યા જ કરે છે અને આપણું અસ્તિત્વ અનાદિકાળથી છે એટલે અનાદિકાળથી આપણે આમ જ અસ્થિરપણે જીવતા આવ્યા છીએ ને ?
Iveccle
Bevelesseeve
આત્માની ત્રણ અવસ્થાઓ
Jain Education International
For Private & Personal Use Only
૬૩
www.jainelibrary.org