________________
જોઈએ કે “અમારે હરકોઈ પ્રયત્ન જીવ જ બનવું છે.' આત્માને માનનારના અંતરમાં આવો ઉમળકો ન ઉઠે, એ કેમ જ બને ? સભા બોલાય એવું નથી.
આપણે એટલે આર્યદેશમાં જન્મેલા, આ બધી સામગ્રીને પામેલા, આત્માને માનનારા, છતાં જીવ બનવાનો નિશ્ચય ન મળે-એ શું કહેવાય ? એ નિશ્ચય ન હોય, તો એમ જ કહેવું પડે ને કે આત્માને માનીએ છીએ એમ કહેવું સહેલું છે, પણ વસ્તુત માનવું એ સહેલું નથી; આત્માને માનીએ છીએ – એમ કહેનારા ઘણા પણ આત્માને જેવા સ્વરૂપે માનવો જોઈએ તેવા સ્વરૂપે માનનારા થોડા ! આત્માને જેવા સ્વરૂપે માનવો જોઈએ તેવા સ્વરૂપે બરાબર મનાઈ જાય, તો નિર્વેદ, સંવેગ આદિથી આત્મા દૂર રહે એ બને નહિ : કારણ કે – વાસ્તવિક કોટિની આસ્તિકતા નિર્વેદ, સંવેગ આદિને લાવનારી છે. આપણામાં નિર્વેદ અને સંવેગનો છાંટો પણ ન હોય અને એ નથી એનું દુઃખ પણ ન હોય, તો એ આપણી આસ્તિકતા સંબંધી ખામી છે, એમ લાગે છે ? અત્યારે આપણે સ્વરૂપે જડ નહિ હોવા છતાં પણ જડ જેવા બની ગયા છીએ, એમ લાગે છે ? આપણને તો ઇચ્છા પણ જડની, આનંદ પણ જડથી અને શોક પણ જડથી ! ભગવાન શરીરરહિત બન્યા એનો ગણધર ભગવાન શ્રી ગૌતમસ્વામીજીને શોક નહોતો, પણ “પોતાને અને જગતને જે ચેતવણીનો સૂર સાંભળવા મળતો હતો એ ગયો’ - એનો શોક હતો. આપણને શોક કેવો થાય ? અનુકૂળ લાગેલા જડનો સંબંધ તૂટે અને આપણે ન રોઇએ, એ બને ?
સભા અહીં તો બધા વ્યવહારમાં બેઠા છે, એટલે નિશ્ચયની વાતો કેમ કામ લાગે? તમારો દુન્યવી વ્યવહાર અને અનંત ઉપકારીઓ જેને વ્યવહાર નય કહે છે, એમાં મોટો તફાવત છે. તમારો વ્યવહાર તો જીવને અધિક ને અધિક જડ જેવો બનાવનારો છે. ઉપકારી મહાપુરુષોએ તો એવા વ્યવહારને ફરમાવ્યો છે કે જે વ્યવહારને આચરતે આચરતે આપણામાંથી જડની આધીનતારૂપ જડતા નીકળી જાય અને જીવ જીવન પ્રગટી જાય. તત્ત્વજ્ઞાની મહાપુરુષોએ બહિરાત્મવ્યકિત, અનંતરાત્મવ્યક્તિ અને પરમાત્મવ્યક્તિ એ ત્રણેયનાં લક્ષણો દર્શાવ્યાં છે. નિર્ણયમાં વિરુદ્ધભાવ ન જોઈએ:
જીવ પોતાપણાને પામેલો ક્યારે કહેવાય ? ત્યારે જ, કે જ્યારે તે શાશ્વત ఆయన యందు యువతను తన ముందు నుంచుంది અત્માની કથા અવશ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org